Skip to content

વિક્રમ વેતાળની વાર્તાઓ ભાગ 9

વિક્રમ વેતાળની વાર્તા
8815 Views

વિક્રમ વેતાળ ની વાર્તા ઓમાં આજે વાંચો સૌથી મુર્ખ કોણ ? , vikram betaal story in Gujarati, વૈતાલપચ્ચીસી, વિક્રમ વૈતાળની વાર્તાઓ vikram or betal book pdf. સિંહાસન બત્રીસી

વિક્રમ વેતાળ – સૌથી મોટો મુર્ખ કોણ ?

વિક્રમ રાજાએ વેતાળને સિદ્ધવડ પરથી ઉતાર્યો અને પીઠ પર નાખ્યો. વેતાલ ફરી બોલ્યો, ‘રાજન્ એક વાર્તા સંભળાવું પણ બોલતો નહીં…જો તુ બોલીશ તો હુ ચાલ્યો જઇશ. હાહાહાહાહા’

એક કુસુમપુર નામનું નગર હતુ. તે નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો. બ્રાહ્મણને ચાર પુત્રો હતા. પુત્રો મોટા થયા. પરંતુ ટુંકા સમયગાળામાં તેમના માતાપિતાનું અવસાન થયુ. હવે પુત્રો જ રહ્યા હતા. ચારેય ભાઇઓ હજી કાઇ વિદ્યા મેળવી નહોતી.. કામ પણ કશું શીખ્યા નહોતા. માતાપિતા હયાત હતા ત્યા સુધી મોજમજામાં જ સમય પસાર કર્યો હતો.

તેમના પિતાએ ભેગી કરેલી સંપતિ ને સગાવહાલા ભોળવીને ઉપાડી ગયા. કે છીનવી લીધું હવે પેટનો ખાડો પુરવાનું પણ મુશ્કેલ બન્યુ.

હવે કંઈ રહ્યું નહીં એટલે ચારે ભાઈઓ તેમના મામા પાસે ચાલ્યા ગયા. થોડા સમય તો મામાને ઘેર મજા આવી પણ પછી ત્યાં પણ તેમની સાથે ખરાબ વ્યવહાર થવા લાગ્યો. રોજ રોજ થતા અપમાનથી કંટાળીને ચારે મામાના ઘરેથી નીકળી ગયા.

ચારેયે નક્કી કર્યું કે કોઇ વિદ્યા શીખીએ. વિદ્યા શીખવા માટે ચારેયે અલગ અલગ દિશા પકડી. અને અમુક નિશ્ચિત સમયે ફરી આ જ જગ્યાએ ભેગા થવુ.

સમય રેતીની માફક સરકતો ગયો. બ્રાહ્મણ પુત્રો વિદ્યા શીખતા ગયા. વિદ્યામાં પારંગત થઈ ગયા એટલે નક્કી કરેલી જગ્યાએ, જ્યાંથી વિખૂટા પડ્યા હતા ત્યાં જઆ પાછા મળ્યા. બધાએ એકબિજાના ખબર અંતર પુછ્યા. પછી દરેકે પોતે કઇ વિદ્યા શીખી લાવ્યો છે. એ કહેવાની શરુઆત કરી.

એકે કહ્યુ કે હુ આ સમયમાં એવી વિદ્યા શીખ્યો છુ કે કોઇપણ પ્રાણી પક્ષી કે માણસનાં હાડકાનો ઢગલો મારી પાસે મુકી દેવામાં આવે તો હુ તેને હતુ તેવુ જ હાડપિંજર બનાવી દઉ

બિજાએ કહ્યું, અરે વાહ.. ‘મેં પણ એવી જ વિદ્યા શીખી છે કે હું કોઇપણ હાડપિંજર હોય તો તેની ઉપર મારી વિદ્યાથી હાડમાંસ ચડાવી શકું છું.’

ત્રીજાએ કહ્યું, ‘ તમારી બન્નેની વાત તો કંઈ નહીં, પણ હું તો તેની ઉપર ચામડી અને વાળ લાવી શકું છું. અને કોઇપણ પ્રાણીપક્ષી કે માણસને આબેહુબ અસલ સ્વરુપમાં હોય એવો જ બનાવી શકુ’

આ ત્રણેની વાત સાંભળીને ચોથો બોલ્યો, ‘તમારી બધાની વિદ્યા મારી વિદ્યા આગળ પાણી ભરે. તમે જે જે કરો તેમાં હું સૌથી શ્રેષ્ઠ કરી શકું છું. હું તેમાં જીવ ફુંકી શકું છું.’

આમ વાત વાતમા ચારે અંદરોઅંદર ઝઘડી પડ્યા. મારી વિદ્યા મોટી… મારી વિદ્યા મોટી… આવી વાત ઉભી થઈ ગઈ.

ઝઘડાનું સમાધાન કરવા માટે તેમણે જંગલમાં જવાનું નક્કી કર્યું. ત્યાં કોઈ મરેલું જાનવર મળી જાય તો તેના પર પ્રયોગ કરી વિદ્યાનો પરચો બતાવી શકાય.

ચારે જંગલ તરફ રવાના થયા રસ્તામાં ચાલતા ચાલતા તેમને એક જગ્યાએ છુટા છવાયેલા હાડકા દેખાયા

પહેલાએ કહ્યુ હવે જુઓ મારી વિદ્યા. તેણે વિદ્યાનો પ્રયોગ કર્યો અને ઝડપથી બધા હાડકા એકઠા કરીને એક હાડપિંજર બનાવી દીધુ.

આ જોઇને બિજાએ તરત જ તેની વિદ્યાનો અમલ કરતા તેમાં માંસ નાખ્યું.

ત્રીજાએ પણ પોતાની વિદ્યાનો ઉપયોગ કર્યો. ચામડી અને વાળનું સર્જન કર્યું.

ત્રણેની વિદ્યા જોઇને ચોથાએ તેની અંદર જીવ પુરી દીધો.

હવે આ તો એક વાઘનું હાડપિંજર હતુ. જેવો ચોથાએ પોતાની વિદ્યાનો ઉપયોગ કર્યો કે તરત જ વાઘ જીવતો થઈ ગયો. એ ભૂખ્યો જ હતો. ચારે બ્રાહ્મણપુત્રોને આંખ સામે જોઈ તેણે મોઢા આગળ જીભ ફેરવી. તરાપ મારીને ચારેયને મારીને ખાઈ ગયો. અમરકથાઓ

વિક્રમને કથા સંભળાવીને વેતાલ બોલ્યો, ‘હે રાજન્ હવે તું બતાવ. આ ચારેમાંથી સૌથી મોટો મુર્ખ અને અપરાધી કોણ કહેવાય ?’

રાજાએ કહ્યું, ‘ચોથો ભાઈ. જેણે વાઘમાં પ્રાણનો સંચાર કર્યો તે જ સૌથી મોટો મુર્ખ અને અપરાધી ગણાય

કેમ કે પોતાની વિદ્યાનો ઉપયોગ કરતા પહેલા બાકીના ત્રણને તો ખ્યાલ પણ નહોતો કે આ શું બની રહ્યું છે ? એથી એમનો કોઈ દોષ નથી.’

વેતાલ હસવા લાગ્યો, ‘હાહાહાહા…’ વિક્રમ તારી પાસે દરેક સવાલનો જવાબ હોય છે.. વાહ વિક્રમ. પણ તુ ચુપ નથી રહી શકતો. ‘રાજા મેં કહેલું બોલતો નહીં.
તું બોલ્યો હવે હું જાઉં છું.’ વેતાલ ઊડવા લાગ્યો અને રાજા વિક્રમ તેની પાછળ દોડવા લાગ્યો. વેતાલ સિદ્ધવડ પર લટકી ગયો.

👉 વિક્રમ વૈતાળ ભાગ 1 થી વાંચો

Vikram or Betal - વિક્રમ વેતાલ
Vikram or Betal – વિક્રમ વેતાલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *