Skip to content

કાળી ધોળી રાતી ગાય – ગાય વિશે કવિતા જોડકણાં

2795 Views

કાળી ધોળી રાતી ગાય – ગાય વિશે કવિતા જોડકણાં, ગુજરાતી જુની કવિતાઓ, યાદગાર કવિતાઓ.

કાળી ધોળી રાતી ગાય

કાળી ધોળી રાતી ગાય

પીએ પાણી ચરવા જાય,

ચાર પગ ને આંચળ ચાર,

વાછરડાં પર હેત અપાર.

પાછળ પૂંછડા પર છે વાળ,

તેથી કરે શરીર સંભાળ;

કાન શિંગ, બે મોટી આંખ,

પૂંછડાથી ઉડાડે માખ.

નરમ રુવાંટી લિસ્સું અંગ,

ગેલ કરે વાછરડાં સંગ.

દૂધ તેનું ધોળું દેખાય,

સાકર નાંખી હોંશે ખાય

દહીં માખણ ઘી તેનાં થાય

તેથી બહુ ઉપયોગી ગાય

પાંચ વરસની પાંદડી કવિતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *