Skip to content

જળ એજ જીવન સ્પીચ અને નિબંધ માટે ઉપયોગી

જળ એજ જીવન
10667 Views

જળ એજ જીવન સ્પીચ, જળ એજ જીવન નિબંધ તમામ શિક્ષક અને વિદ્યાર્થી મિત્રોને ખાસ ઉપયોગી થાય એવો વિષય “જળ એજ જીવન” પર વક્તવ્ય અને નિબંધ લેખન તૈયાર કરી શકશો. જળ એજ જીવન સૂત્રો, જળ એજ જીવન ફોટો, જળ એજ જીવન કવિતા, જળ એજ જીવન નિબંધ લેખન, પાણીનું મહત્વ નિબંધ ગુજરાતી, save water, પાણી બચાવો શાયરી, પાણી બચાવો નાટક. Jal E J Jivan Nibandh, jal e j jivan essay in gujarati

જળ એજ જીવન સ્પીચ ( વક્તવ્ય )

અહી પધારેલા આમંત્રિત અતિથીઓ… ( જે હાજર હોય તે તમામ ને યોગ્ય સંબોધન કરીને સ્પીચની શરુઆત કરવી. ) મનુષ્ય અને સમગ્ર જીવસૃષ્ટિ ને જીવવા માટે ખોરાક, પાણી અને હવાની મુખ્ય જરુરીયાત રહે છે. જો આમાથી એકપણ સ્ત્રોત ખુટી જાય તો સમગ્ર જીવસૃષ્ટિ નો વિનાશ થઇ જાય. માટે જ આ ત્રણેય સ્ત્રોતોનું જતન કરવુ અને વિચારીને કરકસરભર્યો ઉપયોગ કરવો ખુબ જ જરુરી છે. આજે હુ વાત કરીશ પાણી વિશે…

પાણી પૃથ્વી ઉપરનું સૌથી અગત્યનું અને અનિવાર્ય તત્વ છે. પાણી જીવનનું અમૃત છે. કરોડો વર્ષો પહેલાં પાણીમાં જીવનની ઉત્પત્તિ  થઈ હતી અને પાણી એ દરેક જીવનકોષોનો પાયાનો ઘટક બન્યો. જીવન જીવવા માટે પાણી અનિવાર્ય છે. આથી જ ભૂતકાળમાં દુનિયાની મહાન સંસ્કૃતિઓનો વિકાસ મોટી નદીઓને કિનારે થયો હતો. પાણી માટે યુદ્ધો પણ થયા છે.

            પૃથ્વીની સપાટીનો ૭૦% જેટલો ભાગ પાણી વડે છવાયેલો છે છતા મીઠું પાણી તો લગભગ ૩% જેટલું જ છે. બાકી બધું દરિયામાં આવેલું ખારૂ પાણી છે.

            જળસંચય એટલે જળનો સંગ્રહ કરવાની પ્રવૃતિ. અત્યારે પાણીની સમસ્યા વિકટ બનતી જાય છે. ત્યારે તેની ત્રણ બાબતો જળસંચય માટે મહત્વની બને છે.

૧. ઉપલબ્ધ જળ અને જળસ્ત્રોતોની સંભાળ રાખવી. ( કન્ઝર્વેશન )

ર.  વહી જતા પાણીને રોકવું  ( હાર્વેસ્ટિંગ )

૩.  જળસ્ત્રોતોનું પુન:નવીનીકરણ કરવું ( રિચાર્જિંગ )

આપણે ખેતતલાવડી, ચેકડેમ , આડબંધ , બોરીબંધ , ભુગર્ભ ટાંકા , શોષખાડા  દ્વારા પાણીનો સંચય કરી શકીએ છીએ અને તેનો ઉપયોગ કરી શકીએ. ખોરાક વિના માનવી લગભગ ૬૦ દિવસ જીવી શકે છે પરંતુ પાણી વગર ૯૦ કલાક પણ જીવી શકતો નથી. માનવવસ્તી ખૂબ ઝડપથી વધતી જાય  છે તેથી પાણીની માંગ અને વપરાશ પણ તેટલી ઝડપથી વધતો જાય  છે

તેની સામે પાણીનો પુરવઠો ખૂબ જ મર્યાદિત છે એનો અર્થ એવો થયો કે જેમ વસ્તી વધતી જાય તેમ માથાદિઠ પાણીનો જથ્થો ઓછો થતો જાય. પાણીની અછતનું એક માત્ર કારણ વસ્તી વધારો નથી પરંતુ આપણાથી થતો પાણીનો દુર્વ્યય, દુરુપયોગ , યોગ્ય આયોજનનો અભાવ અને પાણીનું પ્રદુષણ છે

આપણે જાહેર “સ્થળો ઉપરના નળ ખુલ્લા રાખી દઈએ છીએ. ખેતરોમાં ખુબ સિંચાઈ કરીએ છીએ. ટપક પધ્ધતિનો ઉપયોગ કરતા નથી. આપણી જીવન પધ્ધતિ એવી છે કે આપણે જરૂર કરતા વધારે પાણીનો ઉપયોગ કરીએ છીએે.

આની અસર ફકત માણસ પર પડે છે એવું નથી પરંતુ વનસ્પતિ અને પ્રાણીઓના જીવનને પણ અસર કરે છે. આથી આપણે કરકસરપૂર્વક અને યોગ્ય આયોજન કરીને પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવો જોઈએ. પાણીનો બગાડ અટકાવવો, પાણીનો વધારે સંગ્રહ કરી પાણીને પ્રદુષિત ન થવા દઈએ અને પાણીનો પુન:વપરાશ કરીને પાણીની સમસ્યા દુર કરવા માટેનો સંકલ્પ કરીએ.

            જળસંચય અને જળબચતની જાગૃતતા માટે રર મી માર્ચે  જળ દિવસ ની ઉજવણી કરીએ છીએ.

💧 જીવનનું અમૃત એટલે પાણી.

💧 પાણી અને વાણી વિચારીને વાપરો.

💧 પાણી બચાવો , જીવન બચાવો.

💧 ભુગર્ભ જળ નીચે ગયા , તો સુખના દિવસો ભાગી ગયા.

💧 પાણીની અછત જયારે આવે, પાણીની કિંમત ત્યારે સમજાય.

💧 ટીપે ટીપે સરોવર ભરાય , તેમ વિચારી – વિચારીને પાણી વપરાય.

💧 એકવાર બેકાર વહી ગયેલું પાણી, વીતી ગયેલા જીવનની જેમ પાછું આવતું નથી.

Jal E J Jivan drawing
Jal E J Jivan drawing

=======================================================

આ પણ વાંચો 👉 બેટી બચાવો બેટી પઢાવો સ્પીચ & નિબંધ

જળ એજ જીવન નિબંધ – Jal e j Jivan nibandh

જળ એ જ જીવન

“आज जल बचाओगे तो कल जीवन पाओगे।“

જળ એ કુદરત તરફથી મળેલ અણમોલ ભેટ છે. ‘જળ એ જ જીવન છે’-એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. પાણી જ આ ધરતી પરના મનુષ્ય સહિત તમામ જીવ સૃષ્ટિ માટે અમૃત સમાન છે.

પાણી વગર પૃથ્વીના કોઈ પણ  સજીવનું જીવન સંભવ નથી. આપણે કદાચ ખોરાક વગર થોડાક દિવસ જીવી શકીએ પણ પાણી વગર નહીં. પાણી જ આપણી પૃથ્વીનું અમૂલ્ય ધરોહર છે. જો એનો કાળજીપૂર્વક ઉપયોગ કરવામાં ન આવશે અને તે દૂષિત થતું રહશે, તેનો બેફામ બગાડ થતો રહશે તો જળ સંકટને કારણે સમગ્ર પૃથ્વી નાશ થઈ શકે છે તેથી જ સાચું જ કહેવાય  છે કે-

‘जल है तो कल है।‘

“No Water, No Life,

No Blue, No Green.”

           પૃથ્વી પર 71% ભાગમાં પાણી આવેલ છે, તેથી પૃથ્વીને  ‘Blue Planet’ પણ કહેવામાં આવે છે. આ પૃથ્વી પર જે 71% પાણી છે તેમાથી 97.2% પાણી દરિયામાં આવેલું છે. જે પીવા યોગ્ય નથી. આ ધરતી પર 2.15% પાણી બરફરૂપે રહેલ છે. 0.61% પાણી ભૂગર્ભમાં રહેલ છે. પૃથ્વી પર આવેલ જળાશયોમાં 0.009% પીવાલાયક પાણી રહેલ છે. 0.008% આંતરિક સમુદ્રમાં, માટીમાં ભેજના સ્વરૂપે 0.005%, વાતાવરણમાં ભેજ સ્વરૂપે 0.001% તથા નદીઓમાં 0.001% પાણી આવેલ છે.

પૃથ્વી પર પાણીનો અખૂટ જથ્થો છે પણ પૃથ્વી પર રહેલ કુલ પાણીના જથ્થામાંથી 97% પાણી ખારું છે . જે પીવા યોગ્ય નથી. માત્ર 3% પાણી જ પીવા યોગ્ય છે. જેમાંથી 2% પાણી તો જમીન અને વાતાવરણમાં રહેલ ભેજના સ્વરૂપે તથા બરફ સ્વરૂપે રહેલ છે એટલે ખરેખર જોઈએ તો 1% પાણી જ માણસના ઉપયોગમાં આવે એવું છે !   

          પૃથ્વી પર વસતા બધા જ જીવો માટે જીવિત રહેવા માટે વાયુ પછી પાણી જ બીજી સૌથી આવશ્યક જરૂરિયાત છે. પાણી પીવા માટે ઉપયોગી છે. તે સિવાય ન્હાવા, કપડાં–વાસણ ધોવા, ઘર-ગાડી સાફ કરવા, પશુ-પક્ષીઓને પીવા માટે, બગીચામાં છોડ તથા વૃક્ષો માટે ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત કૃષિમાં સિંચાઇ માટે તથા ઉદ્યોગોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણીનો ઉપયોગ થાય છે.

પૃથ્વી પર જ્યારથી જીવનની શરૂઆત થઈ ત્યારથી જ પાણી ખૂબ મહત્ત્વપૂર્ણ છે તેથી આ દુનિયાની મોટા ભાગની સંસ્કૃતિ નદીને કિનારે વિકસી હતી.  ભારતના મોટા ભાગના શહેરો પણ નદીને કિનારે જ આવેલા છે. આ શહેરોના વિકાસમાં નદીઓનો મહત્ત્વનો ફાળો છે. આ વાતને ધ્યાનમાં રાખીને જ સંયુક્ત રાષ્ટ્ર સંઘે દર વર્ષે 22, માર્ચના દિવસે ‘વિશ્વ જળ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આજકાલ વિશ્વના દેશો ચંદ્ર અને મંગળ ગ્રહ પર પાણીની શક્યતા તપાસવા કરવામાં વ્યસ્ત છે. વૈજ્ઞાનિકો ત્યાં જીવનની શોધ કરી રહ્યા છે પણ મુખ્ય બાબત એ છે કે પાણી વગર જીવન શક્ય નથી તેથી આપણે કહી શકીએ કે જળ એ જ જીવન છે. પૃથ્વીનાં પારિસ્થિતિક સંતુલન માટે પણ પાણી ખૂબ મહત્ત્વપૂર્ણ છે.  સમુદ્રના પાણીનું બાષ્પીભવન થઈ વાદળ બને છે અને એ વાદળ ઠંડા ક્ષેત્રોમાંથી  પસાર થાય ત્યારે તે ત્યાં વરસાદ રૂપે વર્ષે છે.

આ વરસાદ જ પૃથ્વી પરના જળાશયો અને નદીઓને  ફરીથી ભરી દે  છે, ભૂગર્ભ જળનું સ્તર ઊચું લાવે છે. વરસાદ જ પીવાના પાણીનો મુખ્ય સ્રોત છે. આહાર શૃંખલાનો  આધાર પણ અપ્રત્યક્ષ રીતે પાણી પર જ છે. આમ, તમામ જીવસૃષ્ટિ  માટે પાણી ખૂબ જ ઉપયોગી છે. આજના આ આધુનિક યુગના ઉદ્યોગોને પણ વિવિધ પ્રક્રિયામાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણીની જરૂર પડે છે.

પાણી વગર સિંચાઇ શક્ય નથી; સિંચાઇ વગર ખેતીની ઉત્પાદકતા ઘટી જાય છે અને જગતને ભૂખમરો પણ ભરડામાં લઈ લે એવી પરિસ્થિતિ  સર્જાય. ભારતની જનસંખ્યાને અનાજ ક્યાંથી ઉપલબ્ધ કરાવવું? આમ, પાણી આપણને ખૂબજ ઉપયોગી  છે. તેના વગર જીવનની કલ્પના કરવી  જ નકામી છે !

Jal E J Jivan cartoon
Jal E J Jivan cartoon


“जल ही जीवन है – जल के बिना

जीवन की कल्पना भी मुश्किल है।“

               જેમ વર્ષો પસાર થઈ રહ્યા છે તેમ ભારત  સહિત સમગ્ર વિશ્વમાં પીવાના પાણીનું સંકટ ઘેરું બનતું જાય છે. ‘વિશ્વ આર્થિક મંચ’ નામની સંસ્થાના એક રિપોર્ટ પ્રમાણે વિશ્વભરના 75% થી પણ વધારે લોકો શુદ્ધ પીવાના પાણી ન  મળવાની સમસ્યા ભોગવી રહ્યા છે . ભારતના મોટા ભાગના શહેરોમાં પીવાના પાણીની સમસ્યા મોં ફાડીને ઊભી છે.

નીતિ આયોગના 2018 ના અહેવાલ પ્રમાણે ભારતના મોટા શેહરો જેવા કે દિલ્હી, ચેન્નઈ, હૈદરાબાદ, વગેરેમાં ઇ.સ. 2020 સુધીમાં ભૂગર્ભ જળની સપાટી શૂન્ય લેવલ પર આવી જશે. જેને કારણે આશરે 20 કરોડથી વધારે લોકોને અસર  થશે.  ઈ.સ. 2019 માં ચેન્નઈમાં પાણીની એવી તંગી ઊભી થઈ હતી કે જેને કારણે તેને ટ્રેનના ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું હતું. ચેન્નઈમાં પાણીના યોગ્ય વ્યવસ્થાપનના અભાવે ભૂગર્ભ જળ પુરૂ થઈ ગયું છે.

ઓછો વરસાદ પણ જળસંકટ માટે જવાબદાર પરિબળ છે. પીવાના પાણીની વધતી જતી સમસ્યાને પહોંચી  વળવા માટે ભારત સરકારે ‘જળશક્તિ મંત્રાલય’ નામે નવું ખાતું શરૂ કર્યું છે. આ મંત્રાલયનું ધ્યેય ઈ.સ. 2024 સુધીમાં બધાના જ ઘરે શુદ્ધ પીવાનું પાણી પાઇપલાઇન વડે પહોંચાડવું. WHOના એક અહેવાલ પ્રમાણે એક વ્યક્તિ દરરોજ પીવા તથા પોતાના શરીરની સ્વછતા માટે 24 લિટર પાણીનો ઉપયોગ કરે છે. આ સિવાય અન્ય કાર્યોમાં પણ પાણીનો ઉપયોગ કરે છે.

                 નીતિ આયોગના જૂન-2018ના અહેવાલ પ્રમાણે ભારતમાં 60 કરોડ લોકો પાણીની તંગી અનુભવી રહ્યા છે. 75% લોકોના ઘરે પીવાના પાણીની લાઈન નથી. 70% પાણી દૂષિત થઈ ગયું છે. ભારત પાણીની ગુણવત્તા બાબતે  122 દેશોની યાદીમાં 120 માં ક્રમે છે. આ આંકડા દર્શાવે છે કે ભારતમાં પીવાનું શુદ્ધ પાણી સૌને મળી રહ્યું નથી. ભારતમાં 54% કૂવાઓમાં જળસ્તર  ઘટી ગયું છે. જે બતાવે છે કે ભારતમાં ભૂગર્ભ જળસ્તર પણ ઘટી રહ્યું છે. જે હજી વિકરાળ  સ્વરૂપ ધારણ કરી શકે છે.

આઝાદી કા અમૃત મહોત્સવ સ્પીચ & નિબંધ

આઝાદી કા અમૃત મહોત્સવ સ્પીચ & નિબંધ માટે ઉપયોગી | azadi ka amrut mahotsav speech in gujarati 75

Water Pollution essay in gujarati

પાણીની આ સમસ્યા ઉદ્ભવવાના ઘણા બધા કારણો છે,  જેમ કે ગ્લોબલ વોર્મિંગ, જંગલોનો વિનાશ, શહેરીકરણ, ઔદ્યોગિકરણ, પ્રદૂષણ, વસ્તીવધારો, ઓછો વરસાદ, પાણીનો અવિવેકપૂર્ણ ઉપયોગ તથા ભૂગર્ભ જળનું પ્રદૂષણ વગેરે .

          ભારત આખા વિશ્વમાં જળનો સૌથી વધુ ઉપયોગ કરનારું રાષ્ટ્ર છે. આ ભૂગર્ભ જળનો ઉપયોગ પરંપરાગત પાળા  પ્રકારની સિંચાઇ માટે કરવામાં આવે છે. જેને કારણે પુષ્કળ પાણીનો બગાડ થાય છે. પરિણામ સ્વરૂપે ભૂગર્ભમાથી મોટા પ્રમાણમા જળ બહાર આવી રહ્યું છે તેથી ભૂગર્ભ જળનું સ્તર નીચે જઈ રહ્યું છે.

          જંગલોના વધુ પડતાં વિનાશને કારણે વરસાદનું પ્રમાણ ઘટ્યું છે, જેને કારણે ઝરણાં -નદી અને સરોવર સુકાઈ રહ્યા છે. પરિણામે ભૂગર્ભ જળ સ્તર પણ નીચે જઈ રહ્યું છે. જંગલોના વિનાશને કારણે જ ગ્લોબલ વોર્મિંગ થયું છે.  જેનું પરિણામ એ આવ્યું કે વરસાદ અનિયમિત થયો છે. ક્યાંક ખૂબ જ ઓછો વરસાદ પડે છે, તો ક્યાંક ખૂબ જ વધારે વરસાદ પડે છે. આનું સીધું પરિણામ એ આવ્યું કે પીવાના પાણીની સમસ્યા વિકટ બની  છે. 

          ઝડપથી વધી રહેલા શહેરીકરણના કારણે પણ પીવાના પાણીની અછત થઈ રહી છે. શેહરોમાં કરોડોની સંખ્યામાં લોકોને શુદ્ધ પીવાના પાણીનો પૂરતો જથ્થો પહોંચાડવો મુશ્કેલ બની રહ્યું છે. વળી, શહેરોને કારણે પાણીનું પ્રદૂષણ પણ વધ્યું છે.

એક અહેવાલ પ્રમાણે ભારતમાં 21% રોગો દૂષિત પીવાના પાણીને કારણે થાય છે. શહેરોમાં ડામર અને કોંક્રિટના રસ્તા છે તો ક્યાંક બ્લોક બેસાડવામાં આવ્યા છે. શહેરોમાં ક્યાંય પણ જમીન ખાલી રેહવા દીધી નથી. જેથી વરસાદનું પાણી જમીનમા ઉતરતું જ નથી. પરિણામે ભૂગર્ભ જળસ્તર નીચું ગયું છે. બીજી બાજુ ભૂગર્ભમાંથી બાંધકામ તથા અન્ય વપરાશ માટે પુષ્કળ પ્રમાણમાં પાણી બહાર કાઢવામાં આવે છે.

          દેશનો વિકાસ થતાં ઔદ્યોગિક વિકાસ પણ ખૂબ સારો થયો છે. આવા ઔદ્યોગિક એકમો રસાયણયુક્ત પાણી નદી કે ખાડી વગેરેમાં છોડી તેને દૂષિત કરે છે. આવું દુષિત પાણી સિંચાઇ માટે કે પીવા માટે ઉપયોગી રહેતું નથી. ભારત તથા અન્ય દેશોમાં પ્રદૂષણ વધી રહ્યું છે. પ્લાસ્ટિક તથા અન્ય કચરો નદીમાં નાખવાથી પાણી દૂષિત થાય છે.   

વાયુ પ્રદૂષણને કારણે ગ્લોબલ વોર્મિંગ થવાથી વરસાદ નહિવત્ બન્યો છે. બીજી તરફ જમીન પ્રદૂષણને કારણે  ભૂગર્ભજળ પણ દૂષિત થઈ રહ્યું છે.

ખેડૂતો વધુ ઉત્પાદન મેળવવાની લાલચમાં ખેતરમાં વધુ પડતી જંતુનાશક દવાનો તથા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી રહ્યા છે. આ દવા તથા રાસાયણિક ખાતરના રસાયણો પાણી સાથે ભળીને ભૂગર્ભમાં ઉતરે છે. જે ભૂગર્ભ જળને ખૂબ મોટા પ્રમાણમાં દૂષિત કરે છે. આ પાણીમાં હવે નાઇટ્રેટ ફ્લોરાઈડ, આર્યન, આર્સેનિક, લીડ તથા કેડમિયમ જેવા તત્ત્વો પ્રાપ્ત થાય છે. જે આ પાણીને પીવાલાયક રહેવા દેતા નથી જેને કારણે પીવાના પાણીની તંગી અનુભવાય છે.

           વધતી જતી વસ્તીને કારણે પાણીનો વપરાશ પણ દિનપ્રતિદિન વધી રહ્યો છે. ભારત જેવા દેશોમાં જ્યાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે છે ત્યાં લોકો પાણીનો અવિવેકપૂર્ણ ઉપયોગ કરી રહ્યા છે. જાણે નવી પેઢીને તેની જરૂર જ નથી! આ પણ જળસંકટનું મોટું કારણ છે.  આમ, આ બધા કારણો લીધે સમગ્ર વિશ્વ જળસંકટનો સામનો કરી રહ્યું છે.

“We forget that the water cycle and the life cycle are one. ‘’

જળ સંકટનો સામનો સમગ્ર વિશ્વ કરી રહ્યું  છે ત્યારે આપના સૌની એ જવાબદારી અને ફરજ છે કે પાણીનો વિવેક્પૂર્ણ ઉપયોગ કરીએ. જે લોકો બેફામ ઉપયોગ કરી રહ્યા છે એ લોકોને અટકવવા  એ પણ સરકારની સાથે આપણી  જવાબદારી  છે. સરકારે પણ એ માટે કડક કાયદા બનાવી તેનો કડક રીતે અમલ કરવો જોઈએ.

શુદ્ધ પીવાલાયક પાણીમાંથી 70% પાણી ખેતીમાં ઉપયોગ થાય છે તેથી હવે ખેતીની પરંપરાગત પિયત પદ્ધતિ બદલવી પડશે. ઈઝરાયલે જગતને ટપક તથા ફૂવારા પદ્ધતિ આપી છે. તેને સમગ્ર જગતે અપનાવી પડશે જેથી પાણીનો બગાડ અટકે. આ પદ્ધતિને કારણે જ ઈઝરાયલ રણમાં પણ ખૂબ સારી રીતે ખેતી કરે છે. આ પદ્ધતિને કારણે બાષ્પીભવનની પ્રકિયા ઘટે છે અને પાણીની બચત થાય છે.

શહેરોમાં બાથરૂમ, સંડાસમાંથી નીકળતા ગંદા પાણીને પુનઃઉપયોગ કરી, શુદ્ધ કરી ફરી ઉપયોગમાં લેવું જોઈએ. ઉદ્યોગમાંથી નીકળતા રસાયણયુક્ત પાણીને શુદ્ધ કર્યા પછી જ નદીમાં છોડવું જોઈએ. જો કોઈ કંપની આ નિયમનો ભંગ કરે તો તેને કડક સજા થાય તેવી જોગવાઈ કરવી જોઈએ.  આ શુદ્ધ કરેલ પાણીનો ઉપયોગ સિંચાઈમાં કરી શકાય, જેથી શુદ્ધ પાણીની બચત થાય. 

Water Gen Ltd.- નામની ઈઝરાયલની કંપનીએ એવી ટેક્નૉલોજી વિકસાવી છે કે જે હવામાં રહેલ ભેજમાંથી પીવાલયક પાણી બનાવે છે. ઈઝરાયલમાં 60% રણભૂમિ છે. પૃથ્વીના પેટાળમાં પણ ખારું પાણી છે. તે સમુદ્રના ખારા પાણીને નિસ્યંદિત કરીને મીઠું પીવાલાયક પાણી બનાવી પોતાની જરૂરિયાતને પહોંચી  વળવામાં સફળતા મેળવી છે. પેરુ નામના દેશમાં તો ધુમ્મસમાંથી પીવાલાયક પાણી બનાવવાની ટેક્નૉલોજી વિકસાવી તે પીવાલાયક પાણીની જરૂરિયાત સંતોષે છે.

પાણીની બચત કરવા માટે આપણે આપણાં ઘરોમાં ‘Water Free Urinal’  બનવા જોઈએ. જેમાંથી એક વર્ષે આશરે 25000 લિટર પાણીની બચત થઈ શકે છે. પરંપરાગત ફ્લશમાં ખૂબ જ પાણીનો બગાડ થાય છે. શાળામાં શિક્ષણ દ્વારા જાગૃતતા લાવવી જોઈએ. આ સિવાય કાયદો બનાવી ફરજિયાત બધા જ ઘરોમાં આ સુવિધા બનાવવી જોઈએ. પાણી બચાવવા માટે ગામ કે શહેર તમામ ઘર કે બિલ્ડીંગ પાસે વરસાદી પાણીના સંચયની સુવિધા હોવી જોઈએ. વરસાદના વહી જતાં પાણીને ભૂગર્ભમાં મોટા ટાંકા બનાવી સંગ્રહ કરવાની વ્યવસ્થા પણ હોવી જોઈએ.

જળ એજ જીવન છે સ્લોગન
જળ એજ જીવન છે સ્લોગન વિશ્વ જળ દિવસ


જે પાણીનો ઉપયોગ ચોમાસા સિવાયની ઋતુમાં કરી શકાય. આ સિવાય અગાસી પરના પાણીને  પાઇપલાઇન  દ્વારા બોરિંગમાં ઉતારી બોરિંગ રિચાર્જ કરવાની પણ વ્યવસ્થા ઊભી કરવી. ખેતરમાં આવેલા કૂવાને પણ ચોમાસામાં વહી જતાં પાણી દ્વારા રિચાર્જ કરવાની સુવિધા હોવી જોઈએ કે વિકસાવવી જોઈએ. કૂવા રિચાર્જ દ્વારા ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે. ઘણા બધા વ્યક્તિઓએ  પોતાના ઘરમાં આવી સુવિધા ઊભી કરી છે. સુરતના એક વ્યક્તિએ તો પોતાના ઘરમાં પાણીની લાઇન જ નથી લીધી!

               ગામડામાં ખેત તલાવડી બનાવવી જોઈએ. જો તળાવ હોય તો તેને ઊંડા કરવા જોઈએ. આ રીતે પાણીનો સંગ્રહ કરી સિંચાઇ કરવી જોઈએ.  આ ઉપરાંત નદીને આડે ચેક ડેમો બનાવીને પાણીનો સંગ્રહ કરવો જોઈએ. આ રીતે ખૂબ મોટા પ્રમાણમાં  પાણીનો સંગ્રહ થઈ શકે છે. વળી, આના દ્વારા ભૂગર્ભ જળસ્તર પણ ઊંચું આવશે. ભારતના ઘણા બધા ગામડાઓમાં આવા ચેક ડેમો બનાવવામાં આવ્યા છે. જેના દ્વારા આ ગામોમાં પીવાના પાણીનો ઉકેલ આવી ગયો છે. વરસાદના વહી જતાં પાણીનો સંગ્રહ કરવાનો આ ખૂબ સારો ઉકેલ છે .

          જંગલોને કપાતા અટકાવવા પડશે. વધુને વધુ વૃક્ષો વાવવા પડશે જેથી વધુ વરસાદ આવે તથા પ્રદૂષણ પણ ઘટે. વરસાદ જ પૃથ્વી પરના પાણીનો મુખ્ય સ્ત્રોત છે. જો જંગલો કપાશે  તો બધી જ સમસ્યા ઉદ્ભવશે. સામાજિક વનીકરણ દ્વારા વધુ વૃક્ષોનો વિકાસ થાય તેવા પ્રયત્નો સમાજે-સરકારે  કરવા પડશે.

             વાસણ-કપડાં ગાડી ધોવા માટે જે વધુ પાણી વપરાય છે તે અટકાવવું પડશે. વળી, આ વપરાયેલા પાણીનો ઉપયોગ બાગ-બગીચા કે સિચાઈ માટે કરવો જોઈએ. જેથી પીવાલાયક પાણીની બચત થઈ શકે છે.  આ ઉપરાંત પીવાલાયક પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય એ અંગે જાગૃતિ લાવવી પડશે. આ કાર્યને એક અભિયાન તરીકે ઉપાડવું પડશે.

આમ, સમગ્ર વિશ્વ સમક્ષ આવેલ આ જળસંકટને પહોંચી વળવા સહિયારા પ્રયાસની જરૂર છે.  લોકો, સરકાર તથા સંસ્થાઓના સહિયારા પ્રયાસથી જ આ શક્ય બનશે. ઉપર જણાવેલ ઉપાયોનો યોગ્ય અમલ કરી જળસંકટને દૂર કરી શકવામાં સફળતા મળશે.  લોકોમાં જવાબદારીની ભાવના આવે તેવા પ્રયત્નો કરી, તેમને આ મિશનમાં જોડીને જ આ સંકટથી છૂટકારો મેળવાશે. Reduce, Reuse, Recycle એ આપણી સાંપ્રત માનવજાતનું ધ્યેયવાક્ય બનશે તો જ આપણે આવનારી પેઢીને જીવવા યોગ્ય પૃથ્વી આપી શકીશું.

“Save Water, Save Life”

Author : Dr. Sanjay Patel

⭕ ભારતમાં પાણી ક્યાં ક્યાં બચાવી શકાય ?

પાણી બચાવવાનાં ઉપાયો
પાણી બચાવવાનાં ઉપાયો

પાણી બચાવવાનાં ઉપાયો

✔ ભારતમાં પાણીનો સૌથી વધારે ઉપયોગ ખેતી અને ઉદ્યોગોમાં થાય છે. ખેતીમાં ટપક અને સૂક્ષ્મ સિંચાઇની વ્યવસ્થા ફરજિયાત બનાવવી જોઇએ. ઉદ્યોગોને પણ નિશ્ચિત માત્રામાં જ પાણી આપવું જોઇએ.

✔ પાણીની અછત વખતે થાય તેવા પાકો જ ખેડૂતોને વાવવાની સલાહ આપો. એ ઉપરાંત મલ્ચીંગ અને કમ્પોસ્ટ પણ ઉપયોગી નીવડે. નિંદામણ પણ ન થવા દેવું.

✔ ઘરની વાત કરીએ તો બ્રશ કરતી વખતે શેવીંગ કરતી વખતે નળ બંધ રખાય કે ટમ્બલરનો ઉપયોગ થાય તો પાણી ખૂબ બચી શકે.

✔ જરુર હોય તેટલું જ પાણી પીવા માટે ઉકાળો, ન્હાવા માટે પણ આ નિયમ અનુસરો. ન્હાવા માટે ફુવારા કરતા ડોલ ભરીને પાણીનો ઉપયોગ કરવાથી પાણી બચશે.

✔ પાણીની તંગીના સમયે વોશીંગ મશીનને સ્થાને જાતે કપડાં ધૂઓ. અથવા સેમી કરતા ફ્રન્ટ લોડેડ વોશીંગ મશીન વાપરો.

✔ ટોઇલેટમાં ફ્લશ વખતે ઓછું પાણી વેડફાય તેવી ડિઝાઇન રાખો અને ફ્લશ માટે ખાસ સિસ્ટમ બનાવો.

✔ ટોઇલેટમાં કચરો ન નાંખો. તેનાથી ફ્લશ વધુ સમય કરવું પડે અને પાણી વેડફાય છે. શાકભાજીને પલાળીને શાક બનાવવાથી પાણી બચશે. ખાદ્યાન્નનો બગાડ અટકાવવાથી પણ પાણી બચી શકે.

✔ ફળ – ઝાડ – છોડને સવારે એક જ સમયે પાણી આપો. પાણીનો સંગ્રહ કરો કે કૂવા – બોર રિચાર્જ કરો. ટપક્તા નળને ફરીથી રિપેર કરાવી લો.

✔ કાર, વાહનો કે ફળિયું ધોવાનું કામકાજ અઠવાડિયે કે દસ દિવસે એક જ વખત કરો.

ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ 101 વાર્તાઓનો સંગ્રહ
ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ 101 વાર્તાઓનો સંગ્રહ

👉 બાળવાર્તા સંગ્રહ ( જુની યાદગાર વાર્તાઓ )

મીંઢોળનું વૃક્ષ, મીંઢળનાં ઉપયોગો
મીંઢોળનું વૃક્ષ, મીંઢળનાં ઉપયોગો
જળ એ જ જીવન સૂત્રો
જળ એ જ જીવન સૂત્રો । પાણી બચાવો.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *