Skip to content

મંગલ પાંડે : દેશના પ્રથમ ક્રાંતિકારીનો સંપુર્ણ ઇતિહાસ

મંગલ પાંડે : દેશના પ્રથમ ક્રાંતિકારી
6703 Views

મંગલ પાંડે : પોતાની હિંમત અને હોંસલા દ્વારા અંગ્રેજો સામે લડનાર શહીદ મંગલ પાંડેએ ભારતમાં આઝાદીની ક્રાંતિનો પાયો નાખ્યો હતો. history of Mangal Pandey, મંગલ પાંડેનો સંપુર્ણ પરિચય.

મંગલ પાંડે આઝાદીની લડતમા સૌ પ્રથમ શહિદી વહોરનાર ક્રાંતિકારી ….

મંગલ પાંડેનું નામ ભારતના સ્વતંત્રતા સંગ્રામના અગ્રણી યોદ્ધાના રૂપમાં લેવામાં આવે છે. જેના દ્વારા ચલાવવામાં આવેલી કાંતિના કારણે અંગ્રેજોની ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું શાસન પાયામાંથી હલવા લાગ્યું હતું. મંગલ પાંડેનો જન્મ 19 જુલાઇ, 1827 માં થયો હતો પોતાની હિંમત અને હોંસલા દ્વારા અંગ્રેજો સામે લડનાર શહીદ મંગલ પાંડેએ ભારતમાં આઝાદીની ક્રાંતિનો પાયો નાખ્યો હતો.

ક્રાંતિકારી મંગલ પાંડેનો જન્મ 19 જુલાઈ, 1827 ના રોજ ઉત્તર પ્રદેશના બલીયા જિલ્લાના નટવા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ દિવાકર પાંડે અને માતાનું નામ શ્રીમતી અભય રાણી હતું. તેઓ કોલકત્તાની પાસે સારંગપુરની સૈનિક છાવણીમાં 34 માં ‘બંગાળ નેટિવ ઈંફ્રેંટી’ ની પાયદળ સેનામાં 1446 નંબરના સિપાહી હતા. ભારતની આઝાદીની પહેલી લડાઈ એટલે કે 1857 નો સ્વતંત્રતા સંગ્રામ તેમના જ વિદ્રોહથી શરૂ થયો હતો.

‘મારો ફિરંગી કો’ નો ભારતના સ્વતંત્રતા માટે પહેલો નારો વીર ક્રાંતિકારી મંગલ પાંડેના મુખમાંથી નીકળ્યો હતો. મંગલ પાંડેને ભારતની આઝાદીના પ્રથમ ક્રાંતિકારી માનવામાં આવે છે. ફિરંગી એટલે કે અંગ્રેજો કે જેમણે તે સમયે આપણા દેશને ગુલામ બનાવ્યો હતો. તે સમયે ક્રાંતિકારીઓ અંગ્રેજોને ફિરંગી ના નામથી બોલાવતા હતા. તમને જણાવી દઈએ કે આપણા દેશના અંગ્રેજોના ગુલામ લોકો અને સૈનિકોને દિલમાં ભભૂકી રહેલી આગને વિશાળ જ્વાળા બનાવવાનું અને અંગ્રેજો સામે લડીને આઝાદી મેળવવાનો હોંસલો મંગલ પાંડેએ દેશવાસીઓના મનમાં ભર્યો હતો.

મંગલ પાંડે ૩૪મી ટુકડીમાંના યુવાન બ્રાહ્મણ સિપાહી હતા. તેઓ ક્રાંતિપક્ષના સદસ્‍ય હતા. કોલકાતા નજીક બરાકપૂર ખાતે ૧૯મી ટુકડી પર તે સમયના અંગ્રેજ અધિકારીએ ગાય અથવા ભૂંડની ચરબી લગાડેલા નવા કારતૂસનો પ્રયોગ કરી જોવાનું નક્કી કર્યું. આ કારતૂસો બંદૂકમાં ભરવા પહેલાં તેમને લગાડેલું આવરણ દાંતથી તોડવું પડતું. આ સમયે આ આવરણને લગાડેલી ગાય અથવા ભૂંડની ચરબી મોઢામાં જતી. તેથી તે ટુકડીમાંના સિપાહીઓએ તે કારતૂસો સ્‍વીકાર કરવાનું નકાર્યું.

એટલું જ નહીં, તો પ્રતિકારાર્થે તેમણે શસ્‍ત્ર ઉગામ્‍યું.
તે દિવસે બ્રિટીશ અધિકારીઓની સંખ્‍યા ઓછી હોવાથી તેમણે તે અપમાન સીધી રીતે સહન કર્યું. તેમણે બ્રહ્મદેશ (મ્‍યાનમાર)થી ગોરા સૈનિકોની ફોજ મગાવીને આ ટુકડીને નિઃશસ્‍ત્ર કરીને અપમાનિત કરીને હાંકી કાઢવાનું નક્કી કર્યું. આની કાર્યવાહી બરાકપૂર ખાતે કરવાનું નક્કી કર્યું. પોતાના બાંધવોના આ અપમાનની કલ્‍પનાથી મંગલ પાંડે રોષે ભરાયા. સ્‍વધર્મ પર પ્રાણો કરતાં વધારે નિષ્‍ઠા ધરાવનારા, આચરણથી સત્‍શીલ, દેખાવે તેજસ્‍વી અને યુવાન મંગલ પાંડેના પવિત્ર લોહીમાં દેશસ્‍વતંત્રતાની ‘વિદ્યુત ચેતના’નો સંચાર થયો.

કવાયતના મેદાનમાં ઝંપલાવ્‍યું !

૩૧ મે ના દિવસે એકદમ સર્વત્ર ક્રાંતિયુદ્ધનો આરંભ કરવાની શ્રીમંત નાનાસાહેબ પેશવે ઇત્‍યાદિની યોજના હતી; પણ ૧૯મી ટુકડીના સ્‍વદેશ બાંધવોનું પોતાની દેખતા અપમાન થવું, આ વાત મંગલ પાંડેના અંતઃકરણને અસહ્ય દુઃખ આપવા લાગી. ‘આપણી ટુકડીનું આજે જ ઉત્‍થાન કરવું જોઈએ’, એમ કહીને મંગલ પાંડેએ તેમની બંદૂક ભરી લીધી. આ દિવસ હતો રવિવાર, ૨૯ માર્ચ ૧૮૫૭નો. કવાયતના મેદાન પર ઝંપલાવીને મંગલ પાંડે બ્રિટીશ કરી રહેલા અન્‍યાયના વિરોધમાં દેશી સૈનિકોને ઉત્તેજિત કરવા લાગ્‍યા. ‘હે મર્દો, ઊઠો !’ એવી ગર્જના કરીને તેમણે સૈનિકોને કહ્યું, ‘‘હવે પાછીપાની કરશો નહીં. બાંધવો, ચાલો તૂટી પડો ! તમને તમારા ધર્મના સોગંધ છે !! ચાલો, આપણી સ્‍વતંત્રતા માટે શત્રુનો કચ્‍ચરઘાણ કરો !!!’

આ જોઈને સાર્જંટ મેજર હ્યૂસને તેને પકડવાની આજ્ઞા કરી; પણ એકપણ સૈનિક જગ્‍યાથી હલ્‍યો નહીં. ઊલટું મંગલ પાંડેની ગોળી લાગીને હ્યૂસન ઘાયલ થયો. આ જોઈને લેફ્‍ટનંટ બૉ ઘોડા પરથી મંગલ પર ધસી ગયો. એટલામાં મંગલની બંદૂકમાંથી છૂટેલી ગોળી ઘોડાના પેટમાં ઘૂસી. ઘોડો લેફ્‍ટનંટ સહિત ભૂમિ પર પડ્યો. મંગલ પાંડેને બંદૂકમાં ગોળી ભરવાનો સમય મળે તે પહેલાં જ લેફ્‍ટનંટ બૉ પોતાની પિસ્‍તોલ કાઢીને ઊભો રહ્યો. મંગલ પાંડેએ જરા પણ ડગમગ્‍યા વિના તેમની તલવાર કાઢી. બૉએ પિસ્‍તોલમાંથી ગોળીબાર કર્યો પણ મંગલ પાંડેએ તેમનું નિશાન નિરસ્‍ત કર્યું. પોતાની તલવારથી મંગલ પાંડેએ તેને પણ આડો પાડ્યો. હ્યૂસન અને બૉ તેમના નિવાસસ્‍થાન ભણી ભાગી ગયા.

પછી જનરલ હિઅર્સએ પુષ્‍કળ યુરોપિયન સિપાહી લઈને મંગલ પાંડે પર ચઢાઈ કરી. ત્‍યાં સુધી બપોર થઈ હતી. મંગલ પાંડે થાકી ગયા હતા. પોતે ફિરંગીઓના હાથમાં સપડાશે, એ જોતાં જ તેમણે બંદૂક પોતાની છાતી ભણી તાંકી અને પોતાના પર ગોળીબાર કર્યો. મંગલ પાંડે ધરતી પર પડ્યા. તેઓ બેભાન થઈ ગયા. પછી જ બ્રિટીશ તેમને પકડી શક્યા. ઘાયલ થયેલા મંગલ પાંડેને સૈનિકી રુગ્‍ણાલયમાં દાખલ કરવામાં આવ્‍યા.

અઠવાડિયામાં જ તેમના પર સૈનિકી ન્‍યાયાલયમાં અભિયોગ (ખટલો) ચલાવવામાં આવ્‍યો. સ્‍વધર્મ પર પ્રાણ કરતાં પણ વધારે નિષ્‍ઠા ધરાવનારા આ જુવાનજોધ ક્રાંતિવીરને ન્‍યાયાલયે અન્‍ય કારસ્‍થાનો કરનારાઓના નામ પૂછ્‍યા; પણ મંગલ પાંડેના મોઢામાંથી કોઈનું પણ નામ બહાર પડ્યું નહીં. પાંડેને ફાંસીની શિક્ષા સંભળાવવામાં આવી. પોતાના દેશબાંધવોના અપમાન ખાતર પોતાના પ્રાણ અર્પણ કરનારા આ ક્રાંતિકારી વિશે લોકોમાં એટલી વધારે શ્રદ્ધા નિર્માણ થઈ હતી કે, સંપૂર્ણ બરાકપૂરમાં તેમને ફાંસી દેવા માટે એક પણ વ્‍યક્તિ ગોત્‍યે પણ જડતો નહોતો. અમરકથાઓ

અંતે આ કામ માટે કોલકાતાથી ચાર માણસો મગાવવામાં આવ્‍યા. મંગલ પાંડે જે ટુકડીમાં સૈનિક હતા, તેના સુભેદારને અંગ્રેજોએ જીવે મારી નાખ્‍યો. ૧૯ અને ૩૪ આ બન્‍ને ટુકડીઓ તેમણે નિઃશસ્‍ત્ર કરીને ખાલસા કરી. તેનું પરિણામ ઊલટું જ થયું. સિપાહીઓને ધાક લાગવાને બદલે સેંકડો સિપાહીઓએ પોતે થઈને ગુલામીનું ચિહ્‌ન ધરાવનારા તેમના સૈનિકી ગણવેશ ફાડી નાખ્‍યા. આ પરદાસ્‍યની શૃંખલા આજ સુધી જાળવી હોવાના પાપક્ષાલનાર્થે તેમણે સાચે જ ભાગીરથીમાં સ્‍નાન કર્યું.

ચંદ્રશેખર આઝાદ નાં બાળપણનાં પ્રસંગો 👈

૧૮ એપ્રિલનો દિવસ ફાંસી માટે નક્કી કરવામા આવ્યો હતો પરંતુ એના ૧૦ દિવસ પહેલા જ ૮ એપ્રિલના દિવસે સવારે મંગલ પાંડેને ફાંસીના તક્તા ભણી લઈ જવામાં આવ્‍યા. મંગલ પાંડે સાહસથી તક્તા પર ચઢી ગયા. ‘હું કોઈનું પણ નામ કહીશ નહીં’, એવું તેમણે ફરી એકવાર કહેતાં જ તેમની પગ નીચેનો ટેકો કાઢી લેવામાં આવ્‍યો. માતૃભૂમિના ચરણો પર પોતાના લોહીનું અર્ઘ્‍ય આપીને મંગલ પાંડે વર્ષ ૧૮૫૭ના ક્રાંતિયુદ્ધમાંના પ્રથમ ક્રાંતિકારી પુરવાર થયા. તેમના નામનો પ્રભાવ એટલો તો વિલક્ષણ હતો કે, આ ક્રાંતિયુદ્ધમાંના સર્વ સૈનિકોને અંગ્રેજો ‘પાંડે’ નામથી જ સંબોધવા લાગ્‍યા.

અમર કથાઓ

મંગલ પાંડેનો જીવન ૫રિચય (mangal pandey information in gujarati)

નામ (Name) :-મંગલ પાંડે
જન્મ તારીખ (Date of birth) :-૧૯ જુલાઇ ૧૮૨૭
જન્મ સ્થળ( birth Place) :-લલિતપુર (હાલના દક્ષિણ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં)
પિતાનું નામ (Father Name ) :-દિવાકર પાંડે
માતાનું નામ (Mother Name)  :-શ્રીમતી અભય રાની
વ્યવસાય :-ક્રાંતિકારી
વિશેષ યોગદાન :-૧૮૫૭નો ભારતનો પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ
મૃત્યુ :-૮ એપ્રિલ ૧૮૫૭ (ફાંસી)
મંગલ પાંડે જીવન પરિચય.

👉 સુભાષચંદ્ર બોઝ

Mangal Pandey life

Mangal Pandey was born in Nagwa, a village of upper Ballia district, Ceded and Conquered Provinces (now in Uttar Pradesh), to a Hindu Brahmin family.

Mangal Pandey had joined the Bengal Army in 1849. In March 1857, he was a private soldier (sepoy) in the 5th Company of the 34th Bengal Native Infantry.

On the afternoon of 29 March 1857, Lieutenant Baugh, Adjutant of the 34th Bengal Native Infantry, then stationed at Barrackpore was informed that several men of his regiment were in an excited state. Further, it was reported to him that one of them, Mangal Pandey, was pacing in front of the regiment’s guard room by the parade ground, armed with a loaded musket, calling upon the men to rebel and threatening to shoot the first European that he set eyes on. Testimony at a subsequent enquiry recorded that Pandey, unsettled by unrest amongst the sepoys and intoxicated by the

narcotic bhang, had seized his weapons and run to the quarter-guard building upon learning that a detachment of British soldiers was disembarking from a steamer near the cantonment.

Baugh immediately armed himself and galloped on his horse to the lines. Pandey took position behind the station gun, which was in front of the quarter-guard of the 34th, took aim at Baugh and fired. He missed Baugh, but the bullet struck his horse in the flank bringing both the horse and its rider down. Baugh quickly

disentangled himself and, seizing one of his pistols, advanced towards Pandey and fired. He missed. Before Baugh could draw his sword, Pandey attacked him with a talwar (a heavy Indian sword) and closing with the adjutant, slashed Baugh on the shoulder and neck and brought him to the ground. It was then that another sepoy, Shaikh Paltu, intervened and tried to restrain Pandey even as he tried to reload his musket.

A British Sergeant-Major named Hewson had arrived on the parade ground, summoned by a native officer, before Baugh. He had ordered Jemadar Ishwari Prasad, the Indian officer in command of the quarter-guard, to arrest Pandey. To this, the jemadar stated that his NCOs had gone for help and that he could not take Pandey by himself,  In response Hewson ordered Ishwari Prasad to fall in the guard with loaded weapons. In the meantime, Baugh had arrived on the field shouting ‘Where is he? Where is he?’ Hewson in reply called out to Baugh, ‘Ride to the right, sir, for your life. The sepoy will fire at you!’ At that point Pandey fired.

Hewson had charged towards Pandey as he was fighting with Lieutenant Baugh. While confronting Pandey, Hewson was knocked to the ground from behind by a blow from Pandey’s musket. The sound of the firing had brought other sepoys from the barracks; they remained mute spectators. At this juncture, Shaikh Paltu, while trying to defend the two Englishmen called upon the other sepoys to assist him. Assailed by sepoys who threw stones and shoes at his back, Shaikh Paltu called on the guard to help him hold Pandey, but they threatened to shoot him if he did not let go of the mutineer.

Some of the sepoys of the quarter-guard then advanced and struck at the two prostrate officers. They then threatened Shaikh Paltu and ordered him to release Pandey, whom he had been vainly trying to hold back. However, Paltu continued to hold Pandey until Baugh and the sergeant-major was able to get up. Himself wounded by now, Paltu was obliged to loosen his grip. He backed away in one direction and Baugh and Hewson in another, while being struck with the butt ends of the guards’ muskets.

In the meantime, a report of the incident had been carried to the commanding officer General Hearsey, who then galloped to the ground with his two officer sons. Taking in the scene, he rode up to the guard, drew his pistol and ordered them to do their duty by seizing Mangal Pandey. The General threatened to shoot the first man who disobeyed. The men of the quarter-guard fell in and followed Hearsey towards Pandey.

Pandey then put the muzzle of the musket to his chest and discharged it by pressing the trigger with his foot. He collapsed bleeding, with his regimental jacket on fire, but not mortally wounded.

Pandey recovered and was brought to trial less than a week later. When asked whether he had been under the influence of any substances, he stated steadfastly that he had mutinied on his own accord and that no other person had played any part in encouraging him. He was sentenced to death by hanging, along with Jemadar Ishwari Prasad, after three Sikh members of the quarter-guard testified that the latter had ordered them not to arrest Pandey.

Mangal Pandey’s execution took place on 8 April , Jemadar Ishwari Prasad was executed by hanging on 21 April

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *