Skip to content

101 Ramayana Mahabharat Quiz with answer | Dharmik GK quiz

101 Ramayan Mahabharat Quiz
10224 Views

Ramayana અને Mahabharat હિન્દુ-સનાતન ધર્મનાં મહત્વના ધર્મગ્રંથો છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા પણ મહાભારતનો જ એક ભાગ છે. તો આજે આપણે અમરકથાઓનાં માધ્યમથી કેટલાક ધાર્મિક પ્રશ્નો અને તેના જવાબો જોઇએ. 101 Ramayana Mahabharata Quiz, Dharmik quiz,

101 Ramayana – Mahabharata Quiz. ધાર્મિક પ્રશ્નોત્તરી

શ્રીરામનો જન્મ ક્યા નક્ષત્રમાં થયો હતો ?

ઉતર : શ્રીરામ ભગવાનનો જન્મ ચૈત્ર શુક્લપક્ષ નવમી, પુનવઁસુ નક્ષત્ર, કકઁલગ્ન, અભીજીત મુહ્રતમા બપોરે ૧૨ કલાકે થયો હતો

શ્રીરામના ગુરુ કોણ હતા ?

ઉતર : કુલગુરુ વશિષ્ઠજી. શ્રીરામે અસ્ત્રશસ્ત્ર વિદ્યા વિશ્વામિત્ર ઋષિ પાસેથી મેળવેલ જેથી એ પણ ગુરુ કહેવાય છે.

શ્રીરામના લગ્ન ક્યારે થયા હતા ? (તિથી-મહિનો)

ઉતર : માર્ગશિષ શુક્લ પક્ષ પંચમી જેને વિવાહ પંચમી પણ કહેવાય છે.

લક્ષ્મણ અને શત્રુઘ્નની માતાનું નામ શું હતું ?

ઉતર : મા સુમીત્રાજી

હનુમાનજી કોના મુખમાં જઇ પાછા આવ્યા હતા ?

ઉતર : નાગમાતા સુરસાના મુખમાંથી પાછા આવ્યા હતા.
(સીતામાતાની શોધમાં જતા ત્યારે..)

માતા સીતાનો પ્રાગટ્ય દિન ક્યો છે ?

ઉતર : = માતા સીતાનુ પ્રાગટ્ય જનકપુરમા થયુ હતુ, જેનુ પ્રાચિન નામ મિથીલા અને વિદેહીનગર હતુ, મહાભારત મુજબ જનકપુર એક જંગલ હતુ.

સીતાજીનુ પ્રાગટ્ય વૈશાખમાસ, શુક્લપક્ષ નવમી, પુષ્પ નક્ષત્રમા થયો હતો જેને સીતાનવમી પણ કહેવામા આવે છે.

(સીતાજી કુખમાથી જન્મયા નહોતા ધરતીમાંથી પ્રગટ થયા હતા, જનકરાજા હળ ખેડતા હતા ત્યારે જમીનમાંથી ઘડો મળ્યો હતો તેમાંથી સીતાજી પ્રગટ થયા હતા, કરવેરા માટે રાવણના રાક્ષસો દ્વારા બ્રાહ્મણો પર અત્યાચાર થતો હતો ત્યારે બ્રાહ્મણોએ કરવેરામા પોતાનુ રક્ત ઘડામાં આપ્યુ અને શ્ર્રાપ આપ્યો કે આ ઘડો તારા મૃત્યુનુ કારણ બનશે જે ઘડો જનકપુરમા દાંટવામા આવ્યો અને તેમાંથી શક્તિ સ્વરૂપે સીતાજી નીકળ્યા હતા.)

શત્રુધ્ન નાં પુત્રનું નામ શું છે ?

ઉતર : = અયોધ્યાના મહારાજ દશરથ રાજા અને રાણી સુમીત્રાના પુત્ર શત્રુઘ્ન અને જનકરાજાના નાના ભાઈ કુશધ્વજ અને માતા ચંદ્રભાગાની દિકરી શ્ર્રૃતીકીર્તીના પુત્રોના નામ શત્રુઘાતી અને સુબાહુ છે

વાલીની પત્નીનું નામ શું હતું ?

ઉતર : = વાનરરાજ વાલી કિષ્કિંધાના રાજા અને સુગ્રીવના મોટાભાઈ હતા, વાલીના લગ્ન વાનરના વૈધરાજ સુષેણની દિકરી તારા સાથે થયા હતા, તારા એક અપ્સરા હતી જે સમુદ્રમંથન દરમ્યાન પ્રગટ થઇ હતી

શ્રીરામે લંકામાં પોતાનાં દુત તરીકે કોને મોકલ્યા હતા ?

ઉતર : = ભગવાન શ્રીરામે લંકામા પોતાના દુત તરીકે અંગદને મોકલ્યા હતા. (પ્રથમ હનુમાનજી લંકામા ગયા હતા પરંતુ દુત તરીકે નહી )
અંગદ વાનરરાજ વાલીના પુત્ર હતા, મરતા સમયે વાલીને જ્ઞાન થઈ ગયુ કે રામ પોતે જ પરબ્રહમ (ઈશ્ર્વર) છે માટે અંગદને શ્રીરામ ના સેવકના રુપમા સોંપી દિધા, ભગવાન શ્રીરામે અંગદને કિષ્કિંઘાના યુવરાજ બનાવ્યા તેમજ માતા સીતાની શોધ દરમ્યાન વાનરસેનાનુ નેતૃત્વ પણ સોપ્યુ હતુ.

વાલ્મિકી કૃત રામાયણમાં કેટલા શ્લોક છે ?

ઉતર : = શ્રીમદ વાલ્મિકી રામાયણ ભારતની એક મહાકાવ્ય કવિતા છે જેના કુલ 24000 શ્ર્લોકો છે, રામાયણના દર 1000 શ્ર્લોક પછી આવનાર પહેલા અક્ષરથી ગાયત્રીમંત્ર બને છે ગાયત્રીમંત્રમા 24 અક્ષર છે.

🌺 ધાર્મિક પ્રશ્નોત્તરી

શ્રીરામને વનવાસ આપવાની પ્રેરણા કૈકેયીને કોના તરફથી મળી ?

✔ઉતર : = મંથરા

મથુરાપુરી નગરીની સ્થાપનાં કોના દ્વારા કરવામાં આવી હતી ?

✔ઉતર : = શત્રુધ્ન
યમુના કિનારે વસેલું આ સુંદર શહેર દેવતાઓ દ્વારા નિર્મિત નગરી કહેવાય છે.
ત્રેતાયુગમાં મર્યાદા પુરુષોત્તમ રામના ભાઈ શત્રુઘ્ન દ્વારા લવણાસુર નામના રાક્ષસનો વધ કરીને તેની સ્થાપના કરવામાં આવી હતી.
દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણના જન્મને કારણે આ નગરીનો મહિમા વધુ વધી ગયો છે.

હનુમાનજીએ અશોકવાટીકામાં સીતાજીને ક્યા વૃક્ષ નીચે બેઠેલા જોયા ?

✔ઉતર : = ‘વાલ્મીકિ રામાયણ’ અનુસાર સિતાજીને અશોક વાટિકા લંકામાં સ્થિત એક સુંદર બગીચો હતો, અને અશોક વાટિકામાં સ્થિત એક વિશાળ વડના ઝાડ નીચે રાખવામાં આવ્યા હતા.

સીતા માતાને જે વટવૃક્ષની નીચે રાખવામાં આવી હતી તેનું નામ શિનશાપા (શીંશપા ) હતું.

ઇન્દ્રજીતનું બીજુ નામ શું હતું ?

✔ઉતર : = ઇન્દ્રજીત નુ બિજુ નામ મેઘનાદ હતુ. જયારે તે જન્મ્યો ત્યારે તેના રૂદનનો અવાજ મેઘગર્જના જેવો હતો. તેથી તેનુ નામ મેઘનાદ પાડેલુ.
ઈન્દ્રને જીતવાનાં કારણે જ બ્રહ્માજીએ તેનું નામ ઈન્દ્રજીત રાખ્યું હતું.

શ્રીરામ અને હનુમાનજીનું મિલન ક્યા પર્વત પર થયુ હતુ ?

✔ઉતર : = ઋષ્યમૂક પર્વત – વાનરોની રાજધાની કિષ્કિંધા પાસે ઋષ્યમૂક પર્વત આવેલો હતો. અહીંની એક ગુફામાં સુગ્રીવ તેના મંત્રીઓ અને વિશ્વાસુ વાનર સાથે રહેતા હતા.
રામ અને લક્ષ્મણ સીતાની શોધમાં ઋષ્યમૂક પર્વત પર પહોંચ્યા જ્યાં તેઓ હનુમાનજીને બ્રહ્મચારીના વેશમા (રૂપ) મળ્યા હતા.

Ramayana Mahabharata Quiz
Ramayana Mahabharata Quiz

🌺 ધાર્મિક પ્રશ્નોત્તરી 🌺

રામાયણમાં કેટલા કાંડ છે ?

ઉતર : 1 = રામાયણમા કુલ સાત કાંડ છે જેનુ વર્ણન નીચે મુજબ છે

1) બાલકાંડ
2) અયોધ્યા કાંડ
3) અરણ્યકાંડ
4) કિષ્કિંધકાંડ
5) સુંદરકાંડ
6) લંકાકાંડ (યુદ્ધ)
7) ઉતરકાંડ

શ્રીરામનાં બહેનનું નામ શું હતું ?

ઉતર : = શાંતા મહારાજા દશરથ અને કૌશલ્યાની મોટી પુત્રી (શ્રીરામના મોટા બહેન) હતી, જેને અંગ દેશના રાજા રોમપદ અને કૌશલ્યાની મોટી બહેન વર્ષીણી દ્વારા દત્તક લેવામાં આવી હતી વર્ષીણીને કોઈ સંતાન નહોતું એકવાર વર્ષિણી તેના પતિ સાથે તેની બહેનને મળવા અયોધ્યા આવી હતી. વર્ષિણીએ મજાકમાં શાંતાને દત્તક લેવાની ઈચ્છા વ્યક્ત કરી. વર્ષીણીની આ વાત સાંભળીને રાજા દશરથે તેને તેની પુત્રી શાંતાને દત્તક દેવાનું વચન આપ્યું અને આ રીતે શાંતા અંગ દેશની રાજકુમારી બની.

લક્ષ્મણને નાગપાશમાથી કોણે મુક્ત કર્યા હતા ?


ઉતર : = નાગપાશના કારણે શ્રીરામ અને લક્ષ્મણ બેહોશ થઈ ગયા હતા જ્યારે ગરુડજીને ખબર પડી કે રાક્ષસ ઈન્દ્રજીતે કપટ કરી કદ્રુના પુત્રોનો (સર્પોનો) ઉપયોગ કર્યો છે ત્યારે શ્રીરામ અને લક્ષ્મણજી સાથે મિત્રતાની ભાવના રાખીને તેઓ તેમને તેમનાથી બચાવવા આવ્યા તેમને જોઈને તે સાપ ત્યાંથી ભાગી ગયા અને ગરુડજીના સ્પર્શથી શ્રી રામ અને લક્ષ્મણજી સ્વસ્થ થઈ ગયા

જટાયુનાં ભાઇનું નામ શું હતુ ?

ઉતર : = પુરાણો અનુસાર સંપાતિ અને જટાયુ બંને ભાઈઓ હતા સંપાતિ મોટો હતો અને જટાયુ નાનો હતો.
તે બંને વિંધ્યાચલ પર્વતની તળેટીમાં રહેતા અને નિશાકર ઋષિની સેવા કરતા હતા અને દંડકારણ્યના સમગ્ર વિસ્તારમાં ભ્રમણ કરતા હતા. બાળપણમાં સંપાતિ અને જટાયુએ સૂર્યગોળાને સ્પર્શ કરવાના હેતુથી લાંબી ઉડાન ભરી હતી. સૂર્યની અસહ્ય તેજથી પરેશાન થઈને, જટાયુ સળગવા લાગ્યો પછી સંપાતિએ તેની તેની રક્ષા કરી, પરંતુ સૂર્યની નજીક પહોંચતા જ સંપાતિની પાંખો સૂર્યના તાપથી બળી ગઈ અને તે દરિયાકિનારે પડી ગયો અને બેભાન થઈ ગયો.

શ્રવણ નાં માતા-પિતાનું નામ શું હતું ?

ઉતર : = શ્રવણ કુમારના માતા-પિતા અંધ હતા, તેઓ કંઈ જોઈ શકતા ન હતા, શ્રવણ કુમારને સૌથી મોટો માતૃભક્ત અને પિતૃભક્ત કહેવામાં આવે છે.
શ્રવણ કુમારનો જન્મ ત્રેતાયુગમાં થયો હતો. તેમના પિતાનું નામ શાંતનુ હતું જેઓ એક મહાન તપસ્વી હતા અને માતાનું નામ જ્ઞાનવંતી દેવી હતું જે એક જ્ઞાની સ્ત્રી હતી.

 Mahabharata Quiz
Ramayana Mahabharata Quiz

🌺 ધાર્મિક પ્રશ્નોત્તરી 🌺

Q. રામ અને લક્ષ્મણને આશ્રમની રક્ષા કરવા માટે ક્યા ઋષિ વનમાં લઇ ગયા હતા ?

ઉતર : = વિશ્વામિત્ર – વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને આ આશ્રમમાં લાવ્યા હતા, રામ-લક્ષ્મણે અહીં રાક્ષસોનો વધ કર્યો અને અહલ્યાનો ઉધ્ધાર કર્યો હતો.

Q. સંજીવની જડીબુટ્ટીનું રહસ્ય બતાવનાર વૈદ્યનું નામ ?

ઉતર : = સુશેણ – રાવણના શાહી વૈઘ હતા. જેમને હનુમાન લંકાથી મકાન સહીત મુર્છીત લક્ષ્મણ પાસે લાવ્યા હતા. સુશેણ વૈદ્યએ જણાવ્યું કે હિમાલયના મંદાર પર્વત પર સંજીવની ઔષધિ છે. જો આ સંજીવની બુટી મળી જાય તો લક્ષ્મણજીને હોશમાં લાવી શકાય છે.

Q. હનુમાનજીનાં પિતાનું નામ શું હતું ?

ઉતર : = કેસરી – હનુમાનજીનો જન્મ વાનર તરીકે થયો હતો. તેમની માતા અંજની એક અપ્સરા હતી, જે એક શ્રાપને કારણે પૃથ્વી પર વાનર તરીકે જન્મી હતી.

વાલ્મીકિ રામાયણ મુજબ, હનુમાનજીના પિતા કેસરીજી બૃહસ્પતિના પુત્ર હતા, જે પોતે રામની સેના સાથે રાવણ સામે લડ્યા હતા. અંજના અને કેસરીએ પુત્ર પ્રાપ્તિ માટે ભગવાન શિવની પૂજા કરી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને પુત્રનું વરદાન આપ્યું.

Q. હનુમાનજીની દાઢી પર કોણે વજ્રથી પ્રહાર કર્યો હતો ?

ઉતર : = ઇન્દ્ર – બાલ્ય અવસ્થા દરમ્યાન સુર્યને લાલ ફળ સમજી હનુમાનજી મહારાજ સુર્યને પોતાના મુખમા સમાવી લ્યે છે, તેમજ તે દિવસે સુર્યગ્રહણના લિધે રાહુ સુર્ય પાસે ગ્રહણ માટે આવે છે અને આ બનાવ જોઈ અચંબીત થઈ જાય છે ત્યાતો તો હનુમાનજી રાહુને કાળુ ફળ સમજી એના તરફ દોટ મુકે છે રાહુ જેમતેમ કરી પોતાને બચાવી દેવરાજ ઈન્દ્ર પાસે જઈ સધળી વાત કરે છે, ઈન્દ્રદેવ ક્રોધીત થઈ હનુમાનજીની દાઢી (ठुड्डी )પર વજ્રનો હુમલો કરે છે (જે વજ્ર દધીચિ ઋષિનાં કરોડરજ્જુનાં હાડકાંમાથી બનેલુ હતુ)

Q. રામાયણ અનુસાર હનુમાનજી કેટલી વાર લંકા ગયા હતા ?

ઉતર : = ત્રણ – હનુમાનજી કુલ ત્રણ વખત લંકામા ગયા હતા

1) સીતામાતાની શોધ માટે સમુદ્ર પાર કરી લંકા ગયા હતા

2) લક્ષ્મણજી મુર્છીત થયા ત્યારે વૈદજી સુષેણને લેવા માટે લંકા ગયા હતા

3) લંકા વિજય (રાવણ વધ) થયા પછી માતા સીતાને ખુશખબર આપવા માટે ગયા હતા.

ધાર્મિક પ્રશ્નોત્તરી

Q. વિભીષણની પત્નીનું નામ ?

ઉતર : =સરમા.- ‘રામાયણ’માં લંકાના રાજા રાવણના ભાઈ વિભીષણની પત્ની તરીકે કરવામાં આવ્યું છે.

સરમા વિશે બહુ ઓછી પૌરાણિક માહિતી ઉપલબ્ધ છે અશોક વાટિકામાં સીતાના નિવાસ સમયે, વિભીષણની પત્ની સરમાની હાજરીનો ઉલ્લેખ છે સરમા શૈલુષ નામના ગાંધર્વની પુત્રી હોવાનું કહેવાય છે.

Q. નરાન્તક કોણ હતો ?

ઉતર : = નરાન્તક રાવણનો પુત્ર હતો.

Q. અહલ્યાના પતિ નું નામ

ઉતર : = અહલ્યા ઋષિ ગૌતમની પત્ની અને ભગવાન બ્રહ્માની પુત્રી હતા.

Q. દુંદુભિ રાક્ષસનો વધ કોણે કર્યો હતો ?

ઉતર : = રામાયણના કિષ્કિંધકાંડમાં દુંદુભી એ ભેંસ જેવો રાક્ષસ હતો તે માયા નામના રાક્ષસનો પુત્ર અને માયાવી નામના રાક્ષસનો નાનો ભાઈ હતો બંને ભાઈઓ બાલીના હાથે માર્યા ગયા હતા.

Q. શ્રીરામની સેનામાં વિશ્વકર્માનાં અંશાવતાર કોણ હતા ?

ઉતર : 5 =નલ અને નીલ વિશ્વકર્માના અવતાર હતા દક્ષિણમાં સમુદ્રના કિનારે પહોંચીને રામે સમુદ્રની પૂજા કરી સમુદ્રદેવે પ્રસન્ન થઈને પોતાને ઇક્ષ્વાકુ વંશના હોવાનો દાવો કરીને રામને મદદ કરવાનું વચન આપ્યું અને તેણે કહ્યું – ‘સેનામાં નલ અને નીલ નામના વાનરો વિશ્વકર્માના પુત્ર છે તે હાથથી મારા પાણીમાં જે કંઈ છોડશે તે તરતું રહેશે અને ડૂબશે નહીં.

🌺 ધાર્મિક પ્રશ્નોત્તરી 🌺

Q. રાવણની પુત્રીનું નામ શુ હતુ ?

ઉતર : = વાલ્મિકી કૃત રામાયણમાં ક્યાય રાવણની પુત્રીનો ઉલ્લેખ જોવા મળતો નથી. પરંતુ સીતા રાવણની પુત્રી હતી આ દાવો અદ્ભુત રામાયણના અવતરણોમાં જોવા મળે છે. અદ્ભુત રામાયણ અનુસાર, રાવણનું આ કથન તેની પૃષ્ટી કરે છે “જ્યારે હું અજ્ઞાનતાથી મારી પુત્રીને પત્ની રૂપે પામવાની ઈચ્છા રાખું ત્યારે તે મારા મૃત્યુનુ કારણ બનવી જોઈએ”.

એક અન્ય રામાયણ અનુસાર રાવણની પુત્રીનું નામ સુવર્ણમંછા કે સુવર્ણમત્સ્ય હતું

Q. રાવણને કઇ સ્ત્રીએ શ્રાપ આપ્યો હતો ?
ઉતર : = વેદવતી

એક દિવસ જ્યારે વેદવતી તપસ્યામાં મગ્ન હતી ત્યારે રાવણ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. જ્યારે તેની નજર વેદવતી પર પડી તો તે તેની સુંદરતાથી મંત્રમુગ્ધ થઈ ગયો.
રાવણે વેદવતી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. જ્યારે તેણીએ લગ્ન કરવાનો ઇનકાર કર્યો, ત્યારે રાવણે વેદવતીના વાળ પકડી લીધા અને તેને ખેંચવા લાગ્યો. આનાથી ગુસ્સે થઈને વેદવતીએ તેના વાળ કાપી નાખ્યા અને તેની પવિત્રતાનો ભંગ કરવાનો પ્રયાસ કરનાર
રાવણને શ્રાપ આપ્યો કે એક દિવસ તે તેના મૃત્યુનું કારણ બનશે.

બીજા જન્મમા વેદવતીનો (જન્મ) રાજા જનકની પુત્રી તરીકે થયો દેવી સીતાના લગ્ન વિષ્ણુના સાતમા અવતાર ભગવાન રામ સાથે થયા, વનવાસ દરમ્યાન રાવણે કપટ દ્વારા સીતાનું અપહરણ કર્યું, ત્યારબાદ શ્રી રામે તેનો વધ કર્યો.

આ સિવાય રાવણની બહેન શુર્પણખાએ પણ રાવણને શ્રાપ આપ્યો હતો.
રંભા સાથે બળજબરી કરવા માટે નલકુબેરે પણ શ્રાપ આપ્યો હતો.

Q. મતંગ ઋષિએ કઇ સ્ત્રીને આશ્રય આપ્યો હતો ?

ઉતર – શબરી –
શબરીનું સાચું નામ ‘શ્રમણા’ હતું અને તે ભીલ સમુદાયની ‘શબરી’ જાતિની હતી. શબરીના પિતા ભીલોના રાજા હતા.
માતંગ ઋષિ પોતાના શિષ્યોને જ્ઞાન આપતા હતા. શબરી તેમનાથી ખૂબ પ્રભાવિત થઈ. શબરી દરરોજ માતંગ ૠષીના આશ્રમથી નદી સુધીનો રસ્તો છુપી રીતે સાફ કરતી અને તેના પર સ્વચ્છ રેતી નાખતી એક દિવસ જ્યારે માતંગ ઋષિને શબરીની આ સેવાની જાણ થઈ તો તેણે શબરીને તેના આશ્રમમાં આશ્રય આપ્યો.

ભગવાન શ્રી રામના દર્શન કર્યા પછી, તેણીએ પોતાના શરીરને યોગઅગ્નિમાં ભસ્મ કરી લીધું અને શ્રી રામના ચરણોમાં સદા માટે લીન થઈ ગઈ.

Q. શ્રીરામને સુગ્રીવ સાથે મિત્રતાની સલાહ કોણે આપી ?

ઉતર : = જ્યારે રામ અને લક્ષ્મણ સીતાની શોધમાં શબરીની ઝૂંપડીમાં આવ્યા, ત્યારે તેણે શ્રીરામને સીતાજીની શોધમાં ઋષ્યમૂક પર્વત પર જવા જણાવ્યુ. સુગ્રીવ સાથે મિત્રતા કરવાની સલાહ આપી. પર્વત પર જતા હનુમાનજી વેશ બદલીને રામ-લક્ષ્મણને મળે છે. સુગ્રીવ પાસે લઇ જાય છે.

Q. શ્રીરામનાં પગનાં સ્પર્શથી શિલામાથી સ્ત્રી બન્યા એ સ્ત્રી કોણ ?

ઉતર : = અહલ્યા – જ્યારે ગૌતમ ઋષિ આશ્રમની બહાર ગયા હતા ત્યારે તેમની ગેરહાજરીમાં ઈન્દ્રએ ગૌતમ ઋષિનો વેશ ધારણ કર્યો અને આશ્રમમા જઇ અહલ્યાને શારીરીક સબંધ માટે કહ્યુ અહલ્યાએ ઇન્દ્રને ઓળખી લીધો અને સંમતિ આપી નહીં. જ્યારે ઈન્દ્રદેવ પોતાના લોકમાં પાછા ફરતા હતા, ત્યારે પોતાના આશ્રમમાં પાછા ફરતા સમયે ગૌતમ ઋષિની નજર ઈન્દ્ર પર પડી જે પોતાના વેશમાં હતા. તેણે ક્રોધમાં અહલ્યાને શ્રાપ આપ્યો કે તમે હજારો વર્ષો સુધી માત્ર હવા પીને પીડા સહન કરીને અહીં રાખમાં પડ્યા રહો જ્યારે રામ આ વનમાં પ્રવેશ કરશે, ત્યારે જ તેમની કૃપાથી તમારો ઉદ્ધાર થશે. ત્યારે તમે તમારા પૂર્વ દેહને ધારણ કરીને મારી પાસે આવી શકશો. એમ કહીને ગૌતમ ઋષિ આશ્રમ છોડીને હિમાલય ગયા અને તપસ્યા કરવા લાગ્યા.

🌹 ધાર્મિક પ્રશ્નોત્તરી – 🌹

Q. માતા શબરી ક્યા વનમા રહેતા હતા ?

જવાબ – દંડકારણ્ય.
પૌરાણિક કથા અનુસાર, માતા શબરીનો આશ્રમ દંડકારણ્યની સરહદના તેરાઈ પ્રદેશમાં હતો.

Q. વનવાસ દરમ્યાન ભગવાન શ્રીરામ કઈ જગ્યાએ સૌથી વધુ સમય રોકાયા હતા ?

જવાબ – ચિત્રકુટ
ચિત્રકુટ ધામ મંદાકિની નદીના કિનારે આવેલું છે, તે ભારતના સૌથી જૂના તીર્થધામોમાંનું એક છે અહીં ભગવાન રામે 14 વર્ષના વનવાસ દરમિયાન માતા સીતા અને અનુજ લક્ષ્મણ સાથે 11 વર્ષ 11 મહિના 11 દિવસ વિતાવ્યા હતા. મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની સરહદ પર સ્થિત સંતોની નગરી ચિત્રકૂટ કહેવાય છે.

Q. માતા કૈકયીના પિતાજીનુ નામ જણાવો.

જવાબ – અશ્વપતી
કૈકેયી એ ‘કૈકેય’ દેશના રાજા અશ્વપતિ અને શુભલક્ષણાજીની પુત્રી છે.

Q. વાલીના પિતાનુ નામ જણાવો.

જવાબ = વાલીના પિતાનું નામ ‘ઋક્ષરાજ’ હતું. દેવરાજ ઈન્દ્ર વાલીના ધર્મપિતા હતા.

Q. ભરતની પત્નીનુ નામ જણાવો.

જવાબ – માંડવી.
હિન્દુ મહાકાવ્ય રામાયણમાં ‘માંડવી’ કુશધ્વજની પુત્રી હતી અને તેની માતા રાણી ચંદ્રભાગા હતી. તેઓ કૈકેયીના પુત્ર અને રામના નાના ભાઈ ભરતના પત્ની હતા.

Mahabharata quiz

રામાયણ મહાભારત પ્રશ્નોત્તરી
રામાયણ મહાભારત પ્રશ્નોત્તરી

🌺 ધાર્મિક પ્રશ્નોત્તરી 🌺

શ્રીકૃષ્ણ નો જન્મ ક્યા યુગમાં થયો હતો ?

ઉતર : = ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ દ્વાપર યુગમાં થયો હતો.

  1. શમીક ઋષિનાં ગળામાં કોણે સાપ નાખ્યો હતો ?

ઉતર : = રાજા પરીક્ષિત.
એકવાર રાજા પરીક્ષિત શિકાર માટે જંગલમાં ગયા. જંગલી પ્રાણીઓની પાછળ દોડવાને કારણે તે ખુબ તરસ લાગી પાણીની શોધમાં અહીં-ત્યાં ભટકતા તે ઋષિ શૃંગીના આશ્રમમાં પહોંચ્યા. ત્યાં શમિક ઋષિ, આંખો બંધ કરીને બ્રહ્મના ધ્યાનમાં લીન હતા. રાજા પરીક્ષિતે તેમની પાસે પાણી માંગ્યું, પરંતુ ધ્યાનના કારણે શમિક ઋષિએ કોઈ જવાબ ન આપ્યો. કળિયુગ તેમના સુવર્ણ મુગટ પર બિરાજીત હોવાના કારણે રાજા પરીક્ષિતને એવું લાગ્યું કે આ ઋષિ ધ્યાનમા હોવાનો ઢોંગ કરીને મારું અપમાન કરી રહ્યા છે. તેને ઋષિ પર ખૂબ ગુસ્સો આવ્યો. પોતાના અપમાનનો બદલો લેવા માટે, તેણે તેના ધનુષ્યની નજીક પડેલો એક મૃત સાપ ઉપાડ્યો અને તેને ઋષિના ગળામાં મૂકી દીધો.

  1. નારદજીને કોણે શ્રાપ આપ્યો હતો કે તેઓ એક જગ્યાએ વધુ સમય રોકાઇ શકશે નહી ?

ઉતર : 3 = રાજા દક્ષની પત્ની આશાક્તિથી 10 હજાર પુત્રોનો જન્મ થયો હતો, નારદજીએ તમામ 10 હજાર પુત્રોને મોક્ષનો ઉપદેશ આપીને રાજગ્રંથથી વંચિત રાખ્યા હતા. આનાથી ગુસ્સે થઈને રાજા દક્ષે નારદજીને શ્રાપ આપ્યો કે તેઓ હંમેશા અહીં-ત્યાં ભટકતા રહેશે અને લાંબા સમય સુધી એક જગ્યાએ રહી શકશે નહીં.

મહર્ષિ પરશુરામનાં પિતાજીનું નામ ?

ઉતર : 4 =
મહર્ષિ જમદગ્નિ દ્વારા કરવામા આવેલ પુત્રેષ્ટિ યજ્ઞથી પ્રસન્ન થઈ દેવરાજ ઈન્દ્રના વરદાનથી વૈશાખ શુક્લ તૃતીયાના રોજ મહર્ષિ ભૃગુના પુત્ર મહર્ષિ જમદગ્નિ અને માતા રેણુકાને ત્યા ભગવાન પરશુરામનો જન્મ થયો હતો,

જેઓનુ જન્મ સ્થળ માનપુર ગામના જનપાવ પર્વત જે મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લામા આવેલ છે.

પ્રપિતામહ ભૃગુ દ્વારા કરવામાં આવેલ નામકરણ વિધિમા તેમનુ નામ રામ રાખવામા આવ્યુ તેઓ જમદગ્નિના પુત્ર હોવાને કારણે “જમદગ્નિ” અને શિવ દ્વારા આપવામાં આવેલ પરશુને ધારણ કરવાને કારણે તેઓને “પરશુરામ” કહેવાયા.

વેદવ્યાસ કોના પુત્ર હતા ?

ઉતર : = માતા: સત્યવતીજી, પિતા: ઋષિ પરાશરજી

વૈદ વ્યાસજીના નામ: કૃષ્ણદ્વૈપાયન, બદ્રાયણી, પરાશર્ય

વ્યાસ વિષ્ણુનું સ્વરૂપ છે અને વિષ્ણુ જ વ્યાસ છે, આવા વસિષ્ઠ-મુનિના વંશજોને હું નમન કરું છું.

વસિષ્ઠજીના પુત્ર ‘શક્તિ’ હતા; શક્તિના પુત્ર પરાશરજી, અને પરાશરજીના પુત્ર વૈદ વ્યાસજી

દ્વૈપાયનદ્વીપમાં તેમની તપસ્યા અને તેમના શરીરનો રંગ કાળો હોવાને કારણે તેઓ કૃષ્ણ દ્વૈપાયન તરીકે ઓળખાયા વેદોના વિભાજનને કારણે તેઓ વેદવ્યાસજીના નામથી પ્રસિદ્ધ થયા.

🌺 ધાર્મિક પ્રશ્નોત્તરી

quiz . ભીષ્મ પિતામહનાં માતાનું નામ શું હતું ?

ઉતર : = પિતામહ ભીષ્મના માતાનું નામ ગંગા અને પિતાનું નામ શાંતનુ હતું. શાંતનું ના બિજા લગ્ન સત્યવતી સાથે થયા હતા. જેથી તે પણ ભીષ્મનાં માતા ગણાય.

quiz. કર્ણનાં ગુરુ કોણ હતા ?

ઉતર : 2 = કર્ણના ગુરુનું નામ ભગવાન પરશુરામ હતું.

quiz. દેવતાઓના ગુરુ કોણ હતા ?

ઉતર : 3 = મહર્ષિ અંગિરાના સૌથી જ્ઞાની પુત્ર બૃહસ્પતિજી હતા તેઓ દેવતાઓના ગુરૂ છે.

બૃહસ્પતિનો પુત્ર કચ હતો જેણે શુક્રાચાર્ય પાસેથી સંજીવની વિદ્યા શીખી હતી. દેવગુરુ બૃહસ્પતિની એક પત્નીનું નામ શુભ અને બીજીનું નામ તારા છે.

quiz. અસુરોનાં ગુરુ કોણ હતા ?

ઉતર : 4 = ઋષિ ભૃગુ અને માતા દિવ્યાના પુત્ર શુક્રાચાર્યજી અસુરોના ગુરુ અને પુરોહિત હતા તેઓ અસુરાચાર્ય નામથી પણ ઓળખાતા

મહર્ષિ શુક્રાચાર્યએ ભગવાન શિવની કઠોર તપસ્યા કરી તેમની પાસેથી મૃત્યુસંજીવની મંત્ર મેળવ્યો હતો, જે મંત્રનો ઉપયોગ તેમણે દેવતાઓ સામેના દેવાસુર યુદ્ધમાં કર્યો હતો જ્યારે દેવો દ્વારા અસુરોનો સંહાર થતો હતો ત્યારે શુક્રાચાર્યે તેમને મૃત્યુસંજીવની વિદ્યાથી ફરી પાછા જીવીત કરી દેતા

quiz. દેવતાઓના સેનાપતિ કોણ હતા ?

ઉતર : = કાર્તિકેય.
સ્કંદ પુરાણ અનુસાર, ભગવાન શિવ દ્વારા આપવામાં આવેલા વરદાનને કારણે, અધર્મી રાક્ષસ તાળકાસુર ખૂબ શક્તિશાળી બની ગયો હતો. વરદાન અનુસાર, ફક્ત શિવપુત્ર જ તેને મારી શકે.

રાક્ષસોનો અંત લાવવા માટે બધા દેવતાઓએ કાર્તિકેયને તેમના મુખ્ય સેનાપતિ તરીકે નિયુક્ત કર્યા હતા.

ઉત્તર ભારતમાં કાર્તિક સ્વામીનું એકમાત્ર મંદિર છે,

દક્ષિણ ભારતમાં કુમાર કાર્તિકેયને મૃદંગ સ્વામી અને સુબ્રહ્મણ્યમ સ્વામી તરીકે ઓળખવામાં આવે છે.

🌺 ધાર્મિક પ્રશ્નોત્તરી –

quiz. ગુડાકેશ કોનુ નામ હતુ ?

Ans. ગુડાકેશ અર્જુનનાં વિવિધ નામ પૈકી એક હતું. કારણ કે તેણે નિદ્રા પર વિજય મેળવ્યો હતો.

quiz. વિરાટપર્વમાં અર્જુનનું નામ શુ હતુ ?

Ans. વિરાટપર્વમાં અજ્ઞાતવાસ દરમિયાન અર્જુન બૃહન્નલ્લા નામનાં કિન્નર તરીકે રહેતા.

quiz. શિખંડી કોનુ સંતાન હતો ?

Ans. અંબાએ રાજા દ્રુપદને ત્યાં પુનર્જન્મ લીધેલો જ્યાં તે શિખંડી તરીકે ઓળખાય છે.

quiz. પાંડુ રાજાને કોણે શ્રાપ આપ્યો હતો ?

Ans. વનવાસ દરમિયાન ઋષિ કિન્દમે પાંડુને શાપ આપેલ.

quiz. સંજયને દિવ્યદ્રષ્ટિ કોણે આપી હતી ?

Ans. મહાભારતનાં યુદ્ધને જીવંત નિહાળવા મહર્ષિ વેદ વ્યાસે ધૃતરાષ્ટ્રને દિવ્ય દ્રષ્ટિ આપવાની વાત કરી પણ ધૃતરાષ્ટ્રે સંજયને એ દ્રષ્ટિ આપવા કહ્યું.

🌹 ધાર્મિક પ્રશ્નોત્તરી 🌹

Quiz – બ્રહ્મા એ બ્રહ્મશિર નામનુ અસ્ત્ર કોને આપ્યુ હતુ ?

= મેઘનાદને બ્રહ્માના વરદાનથી ‘બ્રહ્મશિર’ નામનું અસ્ત્ર અને તેની ઈચ્છા પ્રમાણે ચાલી શકે તેવા ઘોડા મળ્યા હતા

Quiz – ક્યા અસ્ત્રનાં પ્રયોગથી શત્રુ નિંદ્રાધીન થઇ જાય છે ?

= જૃંભકાસ્ત્ર એટલે એવું અસ્ત્ર, જેના પ્રહારથી શત્રુ પર ઊંઘની અસર થાય (જોકા આવે – ઘેન ચડે)

Quiz – મેઘનાદનો વધ ક્યા અસ્ત્રથી થયો હતો ?

= એંદાસ્ત્ર (ઈંન્દ્રાસ્ત્ર)
મેઘનાદ પર છોડતા પહેલા તે તીરને કહ્યુ કે જો શ્રીરામે સત્ય અને ધર્મને સમર્થન આપ્યું હોય અને હજુ પણ ધર્મ માટે જ કામ કરી રહ્યા હોય તેમજ જો મેં સાચા હૃદયથી શ્રી રામની સેવા કરી હોય, તો તમે મેઘનાથનું ગળું કાપીને જ પાછા આવશો

तदैन्द्रमस्त्रं सौमित्रिः संयुगेष्वपराजितम्|
शरश्रेष्ठं धनुः श्रेष्ठे विकर्षन्निदमिब्रवीत्

ઇન્દ્રનું શસ્ત્ર જે અપરાજિત છે તેના સૌમિત્રીએ તેના શ્રેષ્ઠ ધનુષ્ય પર લાગુ કરીને ધનુષ્ય (તેનું તાર) પાછું ખેંચ્યું. જે શક્તિથી લક્ષ્મણજીએ મેઘનાદનો વધ કર્યો તે શક્તિને એંદાસ્ત્ર (ઈન્દ્રાસ્ત્ર) કહેવાય છે. મજાની વાત એ છે કે ઈન્દ્રજિતને હરાવવા માટે ઈન્દ્રનું શસ્ત્ર જ કામમાં આવ્યું

Quiz – રાવણની તલવારનું નામ જણાવો જે ભગવાન શિવ દ્વારા પ્રાપ્ત થઇ હતી ?

4 = ચંદ્રહાસ ખડગ
શિવે રાવણને વરદાન તરીકે આપ્યુ હતુ અને તેમને જણાવ્યું હતું કે, “જો તે નિઃશસ્ત્ર વ્યક્તિ પર તેનો ઉપયોગ કરશે તો ચંદ્રહાસ પાછુ મારી પાસે પરત આવી જશે “.

Quiz – વિશ્વામિત્રએ ભગવાન શ્રીરામને આપેલ બે પ્રસિદ્ધ ગદાના નામ શું હતા ?

= વિશ્વામિત્રજીએ ભગવાન શ્રી રામને ‘મોદકી’ અને ‘શિખરી’ નામની પ્રસિદ્ધ ગદા આપી હતી

🌺 ધાર્મિક પ્રશ્નોત્તરી 🌺

🌹 શ્રીકૃષ્ણનાં વિદ્યા ગુરુ કોણ હતા ?

ઉત્તર : સાંદીપનિ ઋષિ
ભગવાન કૃષ્ણના ગુરુ સાંદીપનિ હતા. તેમનો આશ્રમ અવંતિકા (ઉજ્જૈન)માં હતો.
તેઓ ભગવાન કૃષ્ણ, બલરામ અને સુદામાના ગુરુ હતા. તેમના આશ્રમમાં, શ્રી કૃષ્ણએ વેદ અને યોગ તેમજ 64 કળાઓનું શિક્ષણ અને દીક્ષા લીધી હતી. ગુરુદક્ષીણામા તેમને શ્રી કૃષ્ણ પાસેથી પોતાનો પુત્ર માંગ્યો જે રાક્ષસ શંખાસુરના કબજામાં હતો ભગવાને તેમને મુક્ત કર્યા અને ગુરુને દક્ષિણા આપી.

🌹 બલરામજીની પત્નીનું નામ જણાવો.
ઉત્તર : ભગવાન બલરામજીની પત્નીનુ નામ દેવી રેવતીજી છે

🌹 પાંડવોનાં રાજપુરોહિત કોણ હતા ?

ઉત્તર : ધૌમ્યઋષિ પાંડવોના રાજ પુરોહિત હતા તેઓ શ્રીકૃષ્ણ પ્રેમી અને શિવના મહાન ભક્ત હતા. ઉત્કોચક તીર્થમાં રહીને વર્ષો સુધી તપસ્યા કરી હતી. તે પ્રજાપતિ કુશાસ્વ અને ધિષ્ણાના પુત્ર હતા.

🌹 ધૃતરાષ્ટ્રની પુત્રી દુશલાના વિવાહ કોની સાથે થયા હતા ?

ઉત્તર : દુશલા દુર્યોધનની બહેન હતી જેણે સિંધુના રાજા જયંદ્રથ સાથે લગ્ન કર્યા હતા.

🌹 કૃપાચાર્ય અને અશ્વત્થામા વચ્ચે શુ સબંધ હતો ?

ઉત્તર : અશ્વત્થામાના મામા હતા કૃપાચાર્યજી

🌹 ધાર્મિક પ્રશ્નોત્તરી

🌸 કર્ણનાં પાલક માતાપિતાનું નામ જણાવો.
🔷 માતા દેવી રાધા અને પિતા અધિરથજી

🌸 ભીષ્મ પિતામહનું બાળપણનું નામ.
🔷 દેવવ્રત

🌸 માતા કુંતીને કેટલા પુત્રો હતા ?
🔷 કુંતીને ચાર પુત્રો હતા.
યુધિષ્ઠર, અર્જુન અને ભીમ સ્વયં કુંતીના પુત્રો હતા. આ સિવાય કુંતીને લગ્ન પહેલા સૂર્યદેવના આશીર્વાદથી કર્ણ નામનો પુત્ર પ્રાપ્ત થાય છે.
જ્યારે નકુલ અને સહદેવ માદ્રીના પુત્રો હતા.

🌸 ભીષ્મનાં સાવકા ભાઇઓનાં નામ જણાવો.
🔷 ચિત્રાંગદ, વિચિત્રવીર્ય અને વેદવ્યાસ (બધા સાવકા ભાઈઓ)

🌸 એકલવ્યના પિતાનું નામ.
🔷 એકલવ્યના પિતા નિષાદરાજ હિરણ્યધનુ.
જેનુ શ્રૃંગવરપુરનું રાજ્ય મહાભારતકાળ દરમિયાન પ્રયાગના દરિયાકાંઠાના પ્રદેશમાં દૂર દૂર સુધી ફેલાયેલું હતું.

🌺 ધાર્મિક પ્રશ્નોત્તરી

🌷 મહાભારત યુદ્ધની શરુઆતનું સૌથી પ્રથમ તીર કોણે ચલાવ્યુ હતુ ?

જવાબ : દુ:શાસન – સંજય જ્યારે ધૃતરાષ્ટ્રને યુદ્ધની ઘટનાઓ સંભળાવી રહ્યા હતા ત્યારે ધૃતરાષ્ટ્રે પૂછ્યું કે પહેલું તીર ચલાવીને યુદ્ધની શરૂઆત કોણે કરી? ત્યારે સંજયે કહ્યું કે યુધ્ધનુ પહેલુ તીર દુઃશાસને ચલાવ્યુ હતુ.

🌷 લાક્ષાગૃહ કોના દ્વારા બનાવવામાં આવ્યુ હતુ ?

જવાબ : શિલ્પી પુરોચન – દુર્યોધને વરણાવતમાં પાંડવોના નિવાસ માટે પુરોચન નામના કારીગર દ્વારા એક મકાન બનાવ્યું હતું, જે લાખ, ચરબી, સૂકું ઘાસ જેવી અત્યંત જ્વલનશીલ સામગ્રીથી બનેલું હતું. દુર્યોધને તે મકાનમાં પાંડવોને બાળી નાખવાનું કાવતરું ઘડ્યું હતું.

🌷 ઘટોત્કચની માતાનું નામ જણાવો.

જવાબ : હિડીંમ્બા (ભીમસેનની પત્ની)

🌷 અર્જુનને ગાંડીવ ધનુષ્ય કોણે અર્પણ કર્યુ હતું ?

જવાબ : વરુણદેવ – અર્જુન સર્વકાલીન શ્રેષ્ઠ અને મહાન ધનુર્ધર હતો અને તેણે અગ્નિદેવ પાસેથી એવા ધનુષની માંગણી કરી હતી જે તેની શક્તિ, કૌશલ્ય અને આકાશી શસ્ત્રોની શક્તિને અનુરૂપ હોય. અગ્નિદેવે પછી વરુણદેવને અર્જુનને ઇચ્છિત શસ્ત્રોથી આશીર્વાદ આપવા વિનંતી કરી. વરુણદેવે અર્જુનને ગાંડીવ ધનુષ્ય આપ્યુ..

🌷 અર્જુન સામે યુદ્ધમાં કર્ણના સારથિ કોણ હતા ?

જવાબ : શલ્ય – માદ્રીજીના ભાઈ હતા અને મહાભારતનું યુદ્ધ શરૂ થયું તે પહેલા દુર્યોધને તેને કૌરવોની સેનામાં સામેલ કરી લીધા હતા અને યુધ્ધમા કર્ણના સારથિ બન્યા હતા.

🌺 ધાર્મિક પ્રશ્નોત્તરી

🏵 દ્રોણાચાર્યનો વધ કોણે કર્યો હતો ?
: ધૃષ્ટદ્યુમ્ન.

🏵 રાજસુય યજ્ઞ સમયે યુધિષ્ઠિર પ્રથમ પુજા કોની કરે છે ?
: ભગવાન શ્રી કૃષ્ણ.

🏵 દુર્યોધનની પત્નીનું નામ જણાવો.
: ભાનુમતી.

🏵 દ્રોણાચાર્ય નાં પિતાજીનું નામ.
: શ્રી ભારદ્વાજ ૠષી

🏵 પરિક્ષિત રાજાનાં માતાપિતાનું નામ જણાવો.
: અભિમન્યુ – ઉત્તરા.

🌺 ધાર્મિક પ્રશ્નોત્તરી

🍀 મહાભારતનું પ્રાચીન નામ શું હતુ ?
જ. – જય કે જયસંહિતા.

🍀 ભીષ્મ પછી કૌરવ સેનાનાં સેનાપતિ કોણ બને છે ?
જ. – દ્રોણાચાર્ય.

🍀 શકુંતલા નાં માતાનું નામ જણાવો.
જ. – મેનકા (અપ્સરા)

🍀 યુદ્ધ પછી ધૃતરાષ્ટ્ર નો ક્યો પુત્ર બચી ગયો હતો ?
જ.- યુયુત્સુ.

🍀 ક્યા યોદ્ધાએ દ્રોણાચાર્યના તીર ચલાવ્યા પહેલા તેના 101 ધનુષ્ય તોડી નાખ્યા હોવાનું કહેવાય છે ?

જ.- સાત્યકી.
સાત્યકી, શિનીનો પુત્ર કે જેને ‘દારુક’, ‘યુયુધાન’ અને ‘શૈન્યા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. દ્વારકામાં શ્રી કૃષ્ણની સેનાના અધિકારી સાત્યકનો પુત્ર હોવાથી તેનું નામ સાત્યકી પડ્યું.

તેણે અર્જુન પાસેથી તીરંદાજી શીખી હતી

મહાભારત દરમિયાન, શ્રી કૃષ્ણની આખી સેના કૌરવોની બાજુમાં લડી હતી, પરંતુ શ્રી કૃષ્ણએ ગુરુ અર્જુન સામે ન લડવાની પ્રાર્થના સ્વીકારી અને સાત્યકીને પાંડવો વતી લડવાની મંજૂરી આપી. તેઓ શ્રી કૃષ્ણના સારથિ અને સંબંધી હતા.

મહાભારતના યુદ્ધ પહેલા, જ્યારે કૃષ્ણ કૌરવોને મનાવવા માટે શાંતિનો સંદેશ લઈને હસ્તિનાપુર આવ્યા હતા, ત્યારે માત્ર સાત્યકી તેમની સાથે હતા.
અભિમન્યુના મૃત્યુ પછી, જ્યારે અર્જુને બીજા દિવસે જયદ્રથને મારી નાખશે અથવા પોતે આત્મદાહ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી, અર્જુને સાત્યકીને યુદ્ધમાં જતા પહેલા યુધિષ્ઠિરની રક્ષા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
સાત્યકી એક કુશળ યોદ્ધા હતો. તેણે કૌરવોના ઘણા મોટા ગજાના યોદ્ધાઓને મારી નાખ્યા હતા

🌺 ધાર્મિક પ્રશ્નોત્તરી 🌺

💎 શકુનીનો વધ કોણે કર્યો હતો ?

જ. : સહદેવ- યુદ્ધના 18માં દિવસે શકુનિને સહદેવે માર્યો હતો.

💎 ચક્રવ્યુહની રચના કરી એ વખતે ક્યો યોદ્ધો અર્જુનને દૂર ખેંચી જવામાં સફળ થયો હતો ?

જ. : સુશર્મા – યુધ્ધના 13મા દિવસે ત્રિગર્તના રાજા સુશર્માએ અર્જુનને ચક્રવ્યુહથી દૂર રાખવાનું કામ કર્યું હતું.

(આ પ્રશ્નમાં મોટાભાગના મિત્રોએ જયંદ્રથ જવાબ આપ્યો છે. પણ એ જવાબ ખોટો છે. કારણ કે ચક્રવ્યુહનો જાણકાર અર્જુન હતો. એટલે તેને યુદ્ધક્ષેત્રમાથી દૂર ખેંચી જવા સુશર્મા અર્જુનને લલકારે છે. અર્જુન તેની પાછળ જાય છે. જ્યારે જયંદ્રથ અર્જુન વિનાની તમામ પાંડવ સેનાને ચક્રવ્યુહમાં પ્રવેશતા રોકે છે. જેના કારણે ભીમ કે બિજા કોઇ યોદ્ધા અભિમન્યુની મદદ કરવા પહોચી શકતા નથી….એટલે અભિમન્યુ વધનું કારણ જયંદ્રથ છે, એમ જાણી અર્જુન તેને સુર્યાસ્ત પહેલા મારવાનું વચન લે છે.)

💎 ભીમ જેનો વધ કરે છે એ “અશ્વત્થામા” કોણ ?

જ. : હાથી – મહાભારતમાં અશ્વત્થામા નામનો હાથી માલવ રાજા ઇન્દ્રવર્માનો હતો જેનો વધ ભીમે કર્યો હતો.

💎 અર્જુનને કિન્નર બનવાનો શ્રાપ કોણે આપ્યો હતો ?

જ. : ઉર્વશી – જ્યારે અર્જુન સંગીત અને નૃત્યના પાઠ લઈ રહ્યો હતો ત્યારે ઉર્વશી નામની અપ્સરા તેના પર મોહિત થઈ ગઈ હતી. ઉર્વશીએ અર્જુન સામે પ્રેમસંબંધ બાંધવા કહ્યુ પરંતુ પુરુ વંશની માતા હોવાથી અર્જુને તેને માતાની જેમ બોલાવી. આ સાંભળીને ઉર્વશી ગુસ્સે થઈ ગઈ અને તેણે અર્જુનને એક વર્ષ માટે નપુંસક બનવાનો શ્રાપ આપ્યો.

💎 દ્રોણાચાર્યનું અપમાન ક્યા રાજાએ કર્યુ હતુ ?

જ : પંચાલ દેશના રાજા દ્રુપદ
(દ્રુપદ અને દ્રોણ બાળપણનાં મિત્ર હતા. સાથે વિદ્યા મેળવેલ. પરંતુ ત્યારબાદ દ્રુપદ રાજા બને છે. અને દ્રોણ તેની પાસે જાય છે. ત્યારે તેનુ અપમાન કરે છે. યુદ્ધમાં દ્રોણાચાર્યનાં હાથે દ્રુપદનો વધ થાય છે.)

🌺 ધાર્મિક પ્રશ્નોત્તરી 🌺

🍁 મહાભારત યુદ્ધ માં પાંડવ સેનાનાં સેનાપતિ કોણ હતા ?

જ. – : ભગવાન શ્રી કૃષ્ણના કહેવાથી ધૃષ્ટદ્યુમ્નને પાંડવ પક્ષના સેનાપતિ બનાવવામાં આવ્યા હતા.

જેનો ઉલ્લેખ મહાભારત ઉદ્યોગ પર્વમાં અધ્યાય 151માં લશ્કરી નિર્વાણ ઉત્સવ અંતર્ગત કરવામાં આવ્યો છે.

🍁 કૌરવ સેનાના છેલ્લા સેનાપતિ કોણ હતા ?

જ.- યુદ્ધનાં અઢારમાં દિવસે શલ્યરાજાને સેનાપતિ બનાવવામાં આવ્યા હતા. પરંતુ દુર્યોધને મરતા પહેલા અશ્વત્થામાને તિલક કરીને છેલ્લા સેનાપતિ તરીકે નિયુક્ત કર્યા હતા.

🍁 કૌરવ પક્ષના ત્રણ યોદ્ધાઓ યુદ્ધ પછી જીવતા રહી ગયા હતા . એક અશ્વથામા અને બીજા હતા કૃપાચાર્ય, ત્રીજાનું નામ આપો.

જ. કૃતવર્મા.

🍁 અર્જુનનાં શંખનું નામ જણાવો.

જ. દેવદત્ત શંખ

🍁 ઘટોત્કચનો વધ કોણે કર્યો હતો ?
જ. – ભીમના પુત્ર ઘટોત્કચનો વધ કર્ણએ કર્યો હતો. જે અર્જુનને મારવા રાખેલુ તીર વિવશતાથી ઘટોત્કચ પર વાપરવું પડ્યુ..

આ પોસ્ટ અંગેનું જ્ઞાન ચકાસવા નીચે આપેલી quiz માં ભાગ લો 👇

અમરકથાઓનાં વાચક મિત્રો આ પોસ્ટ આપને કેવી લાગી એ કોમેન્ટમાં જણાવશો. પોસ્ટમાં કઇ સુધારો જણાય તો અવશ્ય ધ્યાન દોરશો. આ પોસ્ટ મુકવાનો હેતુ આજની યુવા પેઢીમાં સનાતન હિન્દુ ધર્મ પ્રત્યે રામાયણ, મહાભારત, વેદ, પુરાણ, ઉપનિષદોનું જ્ઞાન મેળવે અને સોશિયલ મિડીયા નો સદ્ ઉપયોગ કરે એ છે. માટે આ માહિતી ને વધુમાં વધુ મિત્રો સાથે share કરો. વાંચો અને વંચાવો. જો આપના મનમાં પણ આવા કોઇ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટમાં જણાવો. અમે એનો ઉત્તર આપવાનો પ્રયત્ન કરીશુ.

આવી જ અન્ય પોસ્ટ અહીથી વાંચો.

ભીમે કરેલ બકાસુર વધ

ભારતનાં ક્રાંતિકારી શહિદો, ગુજરાતી વાર્તાઓ, ગીતો, કવિતાઓ માટે અમારી website amarkathao ને follow કરો. મુલાકાત બદલ આભાર. 🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *