Skip to content

માતૃભાષાનો વૈભવ – માતૃભાષાનો મહિમા દર્શાવતો સુંદર લેખ

માતૃભાષાનો વૈભવ
7235 Views

માતૃભાષાનો વૈભવ મારી માતૃભાષા ગુજરાતી. માતૃભાષાનો મહિમા, માતૃભાષા દિવસની શુભેચ્છાઓ, માતૃભાષા સ્ટેટ્સ, માતૃભાષા શાયરી. માતૃભાષા દિવસ શા માટે ઉજવવામાં આવે છે, માતૃભાષા વિષે નિબંધ, માતૃભાષા વિષે સ્પીચ

ગુજરાતી ભાષાદિવસ

માતૃભાષાનો વૈભવ

કવિશ્રી નર્મદનાં જન્મદિવસને વિશ્વ ગુજરાતી માતૃભાષા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ત્યારે જાણીએ ગુજરાતી ભાષાની વિશેષતાઓ

માતૃભાષા ની વિશેષતા

મા, માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કોઇ વિકલ્પ નથી! આપ માતૃભાષાને ચાહો છો. ભાઈ ! આજના આ દિવસનો હેતુ પણ આપણી માતૃભાષા છે. આપણે બધા દૂર દૂર સુધી જોડાયેલા છીએ તે પણ આપણી માતૃભાષાને કારણે જ તો…
~
▪આપણને વિચારો માતૃભાષામાં જ આવે છે.
▪આપણને સપનાં પણ માતૃભાષામાં જ આવે છે. ▪માતૃભાષા હૈયે છે ને તરત હોઠે આવે છે.
▪આપણે કોઈ પણ ભાષામાં વાંચીએ કે સાંભળીએ પણ સમજીએ છીએ અને યાદ રાખીએ છીએ માતૃભાષામાં.
▪હાથ કરતાં પણ વધુ હાથવગી માતૃભાષા છે.
▪આપણે પ્રેમ કરીએ , થોડો કજિયો કરીને રિસાઈએ – રડીએ , કિટ્ટા કરીએ કે વહાલ ! બધું જ માતૃભાષામાં વટબંધ થાય છે.

⚜આપણી માતૃભાષા ગુજરાતી અજબગજબ છે⚜
એમાં સગાં – વહાલાં માટે , અંગ્રેજી કરતાંય વધારે શબ્દો છે. જેમકે …….

      મામા મામી , માસા માસી , 
      ફોઈ ફુવા , બહેન બનેવી , 
      નણંદ નણદોઈ , સાસુસસરા , 
      સાળા સાળી , ભાઇ ભાભી , 
      જેઠ જેઠાણી , દિયર દેરાણી વગેરે. 

⚫ ગુજરાતી ભાષામાં કેટલાક વિશિષ્ટ શબ્દોનીય મઝા છે. તમે મને આ શબ્દોના અર્થ લખી મોકલજો હો કે !

      • કાગાનીંદર,   • દાધારંગી,  
      • શિરામણ,   • ગોફણ,      
      • નણદોઈ,    • ઝાલરટાણું, 
      • ગામતરું,    • સપ્તપદી,    
      • ઘડામણ ,   • સુકવણી,   
      • પાણિયારું,   • પાધરું , 
      • દહીંથરું,    • કંકાવટી,     
      • ડામશિયો! 

…………..અરે આવા તો ઢગલો શબ્દો મળશે………….

🔷 ગુજરાતીમાં તો દરેક પશુ બોલે એને માટે નોખા નોખાં ક્રિયારૂપો છે. અરે વાહ ભૈ ! જો સાંભળો :

          🐃ભેંસ રેકે છે. 
          🐂ગાય ભાંભરે છે.
          🐮બળદ બાંગડે છે. 
          🐺શિયાળ રડે છે. 
          🐈કૂતરું ભસે છે. 
          🐐બકરી બેં - બેં કરે છે. 
          🐪ઊંટ ગાંગરે છે. 
          🦄ગધેડું ભૂંકે છે. 
          🐎ઘોડો હણહણે છે. 
          🐅વાઘ ત્રાડે છે. 
          🦁સિંહ ગર્જે છે. 
          🐘હાથી રણકે છે.

🔮 વળી આપણે બીજી ભાષાના શબ્દોને પણ આપણા ગણીને અપનાવેલા છે.

ટેબલ , ટિકિટ , ઑફિસ , સ્ટેશન , બસ , ટ્રક , ખુરશી , મેજ , ખુશી , અરજી , હકીકત , જામ વગેરે . આવા તો કેટલાય શબ્દો છે. અમર કથાઓ

🎊 તમને યાદ હશે ! આપણે ગુજરાતી ભાષામાં કેવી રમતો રમતાં હતાં ! કેટલાંક વાક્યો ને કેટલાક શબ્દો ડાબેથી કે જમણેથી વાંચીએ તો પણ એક જ અર્થ મળતો હતો !

    (૧) લીમડી ગામે ગાડી મલી ! 
    (૨) જા રે બાવા બારે જા ! 
    (૩) જો ચુનિયા નીચુ જો
    (૪)જો પસા સાપ જો
    (૫)નટુ નટુ બારીમાં જો મારી બા ટુન ટુન     

ડાબેથી વાંચો કે જમણેથી વાંચો : અર્થ તો એ જ ! એવી જ શબ્દરમતો શબ્દોને કે સમૂહોને જોડી તોડીને કરતાં ને મજા આવતી ! કવિતા ગાવાની મજા માતૃભાષા જેવી બીજી ક્યાંય નહિ જ …..!

હા…, ગુજરાતીમાં – માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી કલ્પનાશક્તિ , તર્કશક્તિ વધુ ખીલે છે.
માતૃભાષા જન્મ ગળથુથીમાંથી મળે છે.
આપણાં માબાપ – ઘર – કુટુંબ – ગામ – સમાજની એ દેણગી છે.
એમાં આપણી સભ્યતા અને સંસ્કૃતિ છે.
આપણા જીવનની પરંપરાઓ – રૂઢિઓ બધું શબ્દ – શબ્દ સંઘરેલું છે.

રવીન્દ્રનાથ ટાગોર જેવા વિશ્વકવિએ પણ માતૃભાષાનો મહિમા કરતાં કહેલું કે માતૃભાષા તો માતાનું ધાવણ છે, ને બાળકને માનું દૂધ જ વધારે વિકસાવે છે – મજબૂત બનાવે છે. મા તે મા બીજા બધા વગડાના વા !
આપણને જન્મ આપનારી બા,
અને બા – ની ભાષા તે માતૃભાષા,
ને આ અનાજ પકવી પોષનારી ને વૃક્ષો વનરાજીને ખીલવનારી ધરતી માતા – માટી ;
આ ત્રણેનું સ્થાન બીજું કોઈ જ ન લઈ શકે.

ગાંધીબાપુએ પણ કહેલું કે આપણો રાજકારભાર અંગ્રેજી ભાષામાં ચાલે છે તે સૌથી કમનસીબ વાત છે..જો કે આજેય લોકો મોહમાં અંધ છે , અંગ્રેજી વિશેના ખોટા ખ્યાલોમાં રાચે છે અને માતૃભાષાનો મહિમા સમજવા જ તૈયાર નથી.

પણ હવે ધીમે – ધીમે સૌને સમજાશે કે ભાષા તો લોહીના લયમાંથી પ્રગટે તે જ આગળ લઈ જઈ શકે છે. આજે તો ગુજરાતી ભાષામાં જ્ઞાનનો ભંડાર એવો વિશ્વકોશ છે – ૨૫ ભાગમાં ! દુનિયાભરનું જ્ઞાન એમાં છે. ગુજરાતી આવડે તો બધાં જ વિષયોનું જ્ઞાન વિશ્વકોશમાં હાજર છે.

(આ પોષ્ટની સાથે કોઇપણ છેડછાડ કરીને મુકનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.)


સંદર્ભ - ધો. 7 ગુજરાતી પાઠ્યપુસ્તક 

ગુજરાતી કવિતા સંગ્રહ

મિત્રો અહી આપના માટે ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ 101 વાર્તાઓ નો સંગ્રહ મુકી રહ્યા છીએ. 101 best Gujarati stories collection, શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ pdf, ગુજરાતી વાર્તાઓનો ખજાનો, ધૂમકેતુ, પન્નાલાલ પટેલ, ઝવેરચંદ મેઘાણી અને અન્ય લેખકોની શ્રેષ્ઠ વાર્તાઓ, Story books in Gujarati pdf, gujarati books to read online free. આ સિવાય જનરલ નોલેજ, બાળ ગીત, બાળવાર્તાઓ, જુની નવી કવિતાઓ, જોડકણા, ઉખાણા નિયમીત મુકવામાં આવે છે.

101 શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ

મિત્રો અહી આપેલ તમામ વાર્તાઓ નાં નામ કે ફોટા પર ક્લિક કરીને એ વાર્તા વાંચી શકો છો. અને હા… સમયાંતરે અહી નવી વાર્તાઓ ઉમેરવામાં આવે છે. એટલે નિયમિત મુલાકાત લેતા રહો.

આપની પસંદગીની વાર્તા વાંચવા માટે કોમેન્ટમાં જણાવો. અમે આપની ફરમાઇશ અહી મુકીશુ.

101 ગુજરાતી વાર્તાઓ

4 thoughts on “માતૃભાષાનો વૈભવ – માતૃભાષાનો મહિમા દર્શાવતો સુંદર લેખ”

  1. મણીલાલ પટેલી કૃતી ‘બહેનનો પત્ર’ ની કોપી તો કરી શકીયેને…?

    1. જી… તમે સુચના બરાબર ન વાંચી.
      એવુ લખ્યુ છે કે આ પોસ્ટમાં કોઇ છેડછાડ કરીને ન મુકવી.

  2. Pingback: ગુજરાત સ્થાપના દિન 1 મે 1960 : આ ગુજરાત છે - AMARKATHAO

  3. Pingback: ગુજરાત મોરી મોરી રે કવિતા | Gujarat mori mori re std 6 - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *