13432 Views
old text books, GSEB Gujarati Textbook std. 1. આ પોસ્ટ આપનાં બાળપણની યાદોને તાજા કરી દેશે. આપ 1990 નાં સમયનું ગુજરાતી ધોરણ 1 નું પાઠ્યપુસ્તક, ગુજરાતી બાળવાર્તાઓ સંગ્રહ પોસ્ટ ની નીચે મુકેલ છે. જુના પાઠ્યપુસ્તકો ની યાદો. બાળગીત, બાળવાર્તા સંગ્રહ, Balvarta collection
🌹 આ મધુર યાદોથી આપણો અભ્યાસક્રમ શરુ થયો હતો. કેવો Golden time હતો એ.
old text books – Gujarati – પગલુ -૧
નમ.
કનક નમ.
નમન કર.
કનક, નમન કર.
મકન નમન કર.
old text books – પગલુ – ૩
જા.
રજા.
જા, રજા.
કર મજા.
મમતા મજા કર.
જમના મજા કર.
રજા રજા, મજા મજા.
old text books – પગલુ – ૪
વડ.
ચડ.
વડ પર ચડ.
પરાગ, વડ પર ચડ.
ચમન વડ પર ચડ.
તારા વડ પર ચડ.
GSEB Old text book – પગલુ – ૭
ગાડી.
ગાડી ગાડી ગાડી.
મીના, તારી નવી ગાડી.
કરીમ તારી નાની ગાડી.
નવી નવી ગાડી ચાલી.
નાની નાની ગાડી ચાલી.
પી….પી….કરતી ગાડી ચાલી.
Std 1 Gujarati Old text Book
દાદા.
આ મારા દાદા છે.
દાદા મને ગમે છે.
તે મને રેવડી આપે છે.
તે મને રમાડે છે.
મારા દાદાને નમન.
Std 1 Old Book – Std 1 Gujarati Old Book Year 1990- Pagla Book, childhood memory, bachpan ki yade, Jane Kaha Gaye wo Din
વાડી.
ચાલ જગત વાડીએ.
અમારી વાડી મજાની છે.
વાડી લીલીછમ છે.
અમારી વાડીએ પરબ છે.
અમારી વાડીએ ગાય છે.
ગાયને એક વાછડી છે.
બા ગાયને ખડ આપે છે.
બહેન વાછડીને વહાલ કરે છે.
અમે ઝાડ નીચે રમીએ છીએ.
ભાભી ભાત લાવે છે.
વાડીએ કેવી મઝા પડે !
old text books , 90’s memory
પંખી.
રંગબેરંગી પંખી.
આંગણે પંખી આવે છે.
ચકલી આવે છે. કાબર આવે છે.
વસંત, દાણા નાખ.
ચકલી ચી ચી કરતી ચણે.
કાબર કલબક કરતી ચણે.
દાણા ચણી પંખી રાજી.
પંખી રાજી, અમે રાજી.
GSEB Gujarati 90’s book std 1
બાળપણની યાદો, Bachpan ki yaade, old day’s, old memoires, Old Life, school life, old is gold, 90’s memoires , golden life, Old school Life.
old text books | GSEB Gujarati 90’s book std 1
આજે રવિવારની રજા છે.
કિરીટ અને હુ વિમાનઘર જોવા ગયા.
અમે બસમાં બેઠા.
બસમાં તો ગિરદી જ ગિરદી.
કિરીટે અમારી ટિકિટ લીધી.
બસ વિમાનઘરે પહોચી.
અમે વિમાનને ઊતરતુ અને ચડતુ જોયુ.
અમને વિમાનઘર જોવાની મઝા પડી.
બાળપણની યાદો, Bachpan ki yaade, old day’s, old memoires, Old Life, school life, old is gold, 90’s memoires , golden life, Old school Life, | GSEB Gujarati 90’s book std 1 – 2
old text books | GSEB Gujarati 90’s book std 1 – 2
અમે એક બિલ્લી પાળી છે.
તેને બે બચ્ચાં છે.
બન્ને બચ્ચાં બહુ રૂપાળાં છે.
બચ્ચાં બિલ્લી પાછળ દોડે છે.
બચ્ચાં બિલ્લી સાથે ગેલ કરે છે.
બિલ્લી તેમને ચાટે છે.
હું બચ્ચાંને રમાડું છું.
હું તેમને દૂધ પાઉં છું.
મને બિલ્લીનાં બચ્ચાં ગમે છે.
Gujarati 90’s book – ગુજરાતી ચિત્રવાર્તા
કાચબો અને સસલાની હરીફાઈ અને બે બિલાડી અને વાંદરો ચિત્રવાર્તા યાદ છે ને ?
ચાલો ચાલોને રમીએ હોડી હોડી
🚣 ચાલો ચાલોને રમીએ હોડી હોડી
🚣 વરસ્યો વરસાદ ખૂબ આજે મુશળધાર
🚣 ઝરણાં નાના જાય દોડી દોડી
🚣 બાપુનાં છાપાં, નક્કામાં થોથાં
🚣 કાપી કૂપીને કરીએ હોડી …ચાલોને
🚣 સાદી સઢવાળી, નાની ને મોટી
🚣 મૂકીએ પવનમાં છોડી છોડી … ચાલોને
🚣 ખાલી રાખેલી, ઊંધી વળે તો
🚣 પાંદડા ને ફૂલ ભરું, તોડી તોડી…ચાલોને
🚣 જાશે દરિયાપાર પરીઓના દેશમાં
🚣 સૌથી પહેલા દોસ્ત મારી હોડી…ચાલોને
કેવી અજબ જેવી વાત છે !
નાની મારી આંખ, એ જોતી કાંક કાંક
એ તે કેવી અજબ જેવી વાત છે.
નાના મારા કાન, એ સાંભળે દઇ ધ્યાન
એ તે કેવી અજબ જેવી વાત છે.
નાક મારું નાનું, એ સુંઘે ફૂલ મજાનું
એ તે કેવી અજબ જેવી વાત છે.
નાનુ મોઢુ મારુ, એ બોલે સારુ સારુ
એ તે કેવી અજબ જેવી વાત છે.
નાના મારા હાથ, એ તાળી પાડે સાથ
એ તે કેવી અજબ જેવી વાત છે.
નાના મારા પગ, એ જલદી ભરે ડગ
એ તે કેવી અજબ જેવી વાત છે.
old text books
મિત્રો આ પોસ્ટ આપને કેવી લાગી ? કોમેન્ટમાં અવશ્ય જણાવશો. આવી અવનવી પોસ્ટ બાળગીત, બાળવાર્તા, ઇતિહાસ, અજનગજબ, best Gujarati books માટે ચેનલ સાથે જોડાયેલા રહો. આભાર. આ પોસ્ટને મિત્રો સાથે share કરો. 👇 અહીથી
બચપન કે દિન. – યાદગાર ફોટો સાથે 👈 click
ગુજરાતી શ્રેષ્ઠ વાર્તાઓ અને બાળવાર્તાઓ નો ખજાનો છે.. અમરકથાઓમાં જોડાયેલા રહો.
💥 વાણીયાની ચતુરાઇની બે વાર્તાઓ
💥 પોપટ ભુખ્યો નથી, પોપટ તરસ્યો નથી – વાર્તા
💥 સસ્સારાણા સાંકળીયા ડાબે પગે ડામ
💥 લાખો વણજારો – કુત્તે કી વફાદારી
💥 ઠાગાઠૈયા કરુ છુ, ચાંચુડી ઘડાવુ છુ.
Waah!!!! Very nice….
Thank you..thank you thank you so much for upload this fist standard book copy I don’t have words for discrib my happyness please upload some other books
1993 to 2000 sudhi na gujarati pustako hoi to upload karo ne please
1993 thi 2000 sudhi nai std 1 to 7 books upload ya pdf send plz
Superb,
balpan ni yaad taja thai gai.
ekdam nirdosh varta, pictures. badhuj khub saras
It’s very very good
Thank you.
Sir STD 5 ni samajvidya Ni Book Hoy to Aapso….
M. 9998484456
Juna badha dhoran na pathyapustako na path ane kavita o muko ne …
Khub saras kam karyu chhe tame nanpan ma pachha aavi gaya aevu lage chhe baki books to have malti j nathi juni ane atyare no abhyaskram sav bekar chhe evu lage
કવિતાઓ મળશે એટલે મુકીશ…. પણ પુસ્તકો નથી મળતા
આપનો આભાર 🙏
100% Right chhe,
Juni yaado taji thay gay ane atiyar no Abhiyaskram sav bekar lage chhe
સાચી વાત… આભાર
Mare pn joi dhoran 5 ni samajvidhya juni 2006 ni
ખુબ જ સુંદર છે બાળપણ યાદ કરાવ્યું
Pingback: 101 ગુજરાતી બાળવાર્તા સંગ્રહ | Best Gujarati bal varata pdf collection - AMARKATHAO
Super duper…સુ સમય હતો…
આ વાંચી ને બચપણ યાદ આવી ગયું….
ધન્યવાદ
Pingback: 100+ Best Gujarati Kavita Pdf, lyrics, mp3 song | ગુજરાતી કવિતા સંગ્રહ - AMARKATHAO
Pingback: "મોસમ આવી મહેનતની" ધોરણ 6 ગુજરાતી કવિતા lyrics - AMARKATHAO
Very nice, i loved this👍🏻
જૂની યાદો તાજી થતાં આંખો ભીંજાઈ ગઈ, આજના આધુનિક યુગ માં વાર્તા, નવલકથા, કવિતાઓ, ઉખાણાં, ટુચકા, છંદ બધું વિસરાઈ ગયું છે , અમે નિશાળ ની લયબ્રીરી ની નાનીશી એવી તિજોરી માથી વાર્તા ના પુસ્તક વાંચવા લઈ જતા હતા. એ દિવસો યાદ આવતા આંખોમાં અશ્રુ આવી જાય છે, અને પેલી ગઝલ મોએ આવી જાય છે કે, એ દોલત ભી લેલો , એ શોહરત ભી લેલો , મગર મુજકો લોટા દો વો બારિશ કા પાની , વો બચપણ કી યાદે.
આભાર
Pingback: 50+ બાળ જોડકણાંં pdf - ચકી ચોખા ખાંડે છે, એન ઘેન દીવા ઘેન
વાહ સાહેબ… નાનપણના સોનેરી દિવસો યાદ આવી ગયા… આપનો ખૂબ ખૂબ આભાર.
Sir mane old book joiye che 4th standard ni gujarati ni text book Thai sake to arrange karavi aapo ne year 2003 ni
mari pase koi pan juni book nathi, hu pan shodhu chhu
ફોરમ નામનું કાવ્ય હોઈ તો મોકલો….આવી આવી હો વસંત.
Yas
Pingback: સાયકલ મારી સરર.. સરર.. જાય | Cycle Mari Baalgeet lyrics - AMARKATHAO
Mare pn joi dhoran 5 ni samajvidhya juni 2006 ni
sorry amari pase book nathi pan jo koi chokkas path joito hoy to naam janavo
Nice story
Can I get a 2010 edition of Gujarati textbook of std. 8,9 and 10; I can give any price you want for
વાહ ખુબજ સરસ… જૂની યાદો તાજા થઈ ગઈ…
તમારી જોડે 1995થી લયીને 2007 સુધીની ધોરણ 1 થી 10 સુધી બુક હોયતો મને જાણ કરવી
Nathi
Ohh Bhai thank you yaaar….
Pingback: ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું - ઉમાશંકર જોશી - AMARKATHAO
Pingback: કાળુડી કૂતરીને આવ્યા ગલુડિયા - બાળપણની યાદો - AMARKATHAO
Pingback: ટાઢા ટબુકલાની વાર્તા | ટાઢુ ટબુકલુ અને ડોશીમાની વાર્તા 10