Skip to content

આલાલીલા વાંસડિયા રે વઢાવું લોકગીત | Alalila vasadiya kavita

આલાલીલા વાંસડિયા રે વઢાવું
1048 Views

આલાલીલા વાંસડિયા રે વઢાવું એ લોકગીત છે, આ કાવ્યમા પ્રકૃતિ દ્વારા ભાવસભર રીતે કૃષ્ણભક્તિ રજુ થઇ છે, આ લોકગીત સુંદર રીતે ગાઇ શકાય તેવુ હોવાથી ગીત ગાવાની અને સાંભળવાની ખુબ જ મજા આવે છે, આલાલીલા વાંસડીયા રે વઢાવું ધોરણ 6 કવિતા, Alalila vasadiya re vadhavu dhoran 6 kavita, આલાલીલા વાંસડીયા રે વઢાવું કવિતા લખાણમા, આલાલીલા વાંસળીયા રે વઢાવુ

આલાલીલા વાંસડિયા રે વઢાવું કવિતા

આલાલીલા વાંસડિયા રે વઢાવું કવિતા વિડીયો

આલાલીલા વાંસડિયા રે વઢાવું,

એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે લોલ.

આલાલીલા વાંસડિયા રે વઢાવું

વાંસળીએ કાંઈ હંસ, પોપટ ને મોર,

વાંસલડી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ.

આલાલીલા…..

વાંસળીએ કાંઈ ફૂમતાં લટકે ચાર,

આંગળીએ અંગૂઠી ને અંગૂઠીમાં હીરલા રે લોલ.

આલાલીલા…..

આવ્યા આવ્યા ઓતરા દશના મેહ,

પાદરડાં ખેતરડાં રે હરિ કેરાં છલી વળ્યાં રે લોલ.

આલાલીલા…..

ખેતરિયે કાંઈ ઝૂલી રહ્યા છે મોલ,

મોલે મોલે ગૂંથી દીધાં પરભુજીએ મોતીડાં રે લોલ.

આલાલીલા વાંસડિયા રે વઢાવું

🌺 કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ – Sheriye ave saad

🌺 મામાનું ઘર કેટલે ? દિવો બળે એટલે – Mama nu ghar ketle jodkana

🌺 ચાલોને રમીએ હોડી હોડી – chalo ne ramie hodi hodi

Alalila vasadiya re vadhavu kavita lyrics

Alalila vasadiya re vadhavu

eni re utaravu re prabhuji ni vasali re lol

Vasalie kai Hans popat ne mor

vasaldi vagade re Nandaji no ladako re lol

Alalila vasadiya re vadhavu

vasalie kai fumata latke chaar

Angaliye anguthi ne anguthima Hirala re lol

Alalila vasadiya re vadhavu

Avya avya ottara das na meh

Padarda khetarda re hari kera chhali valya re lol

Alalila vasadiya re vadhavu

khetariye kai zuli rahya chhe mol

mole mole gunthi dudha rabhujie motida re lol

Alalila vasadiya re vadhavu

eni re utaravu re prabhuji ni vasali re lol

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *