9647 Views
બહુ તંત બલવંત – જુના અભ્યાસક્રમમાં આવતી એક ગુજરાતી બોધકથા છે. શેઠના ઘરમાં જ્યારે ચોરી કરવા માટે ચોર ઘુસે છે, ત્યારે શેઠ કેવી ચતુરાઇ વાપરે છે. ચોર અને શેઠ વાર્તા. ચતુરાઇની વાર્તા. ગુજરાતી વાર્તાઓનો ખજાનો. Gujarati balvarta. , child story , childhood memoires.
બહુ તંત બલવંત
સુવર્ણપુર નામનું મોટું નગર હતું. ત્યાં મેઘચંદ નામે એક શેઠ રહેતા હતા. તેમને સૂતરનો બાપદાદાનો વેપાર હતો. શેઠ પૈસે ટકે ખૂબ સુખી હતા. વળી, તેઓ હતા ખૂબ જ ચતુર અને શાણા પણ.
એકવાર રાત્રિવેળાએ શેઠ – શેઠાણી ઘસઘસાટ સૂતાં હતાં. બરાબર મધ્યરાત્રિનો સમય થયો, એટલે એક ખૂંખાર ચોર શેઠના ઘરમાં ઘૂસ્યો. એકાંત જોઈ તેને થયું કે આજે તો લાખોનો માલ લૂંટી લેવાશે. ચોર ધીમા પગલે આગળ વધ્યો. અને જ્યાં રૂપિયા અને ઘરેણાં રાખ્યાં હતાં, તે પટારા પાસે પહોંચ્યો. ઝડપથી બધું ધન સમેટવા લાગ્યો. પરંતુ ઉતાવળમાં પટારાનું ઢાંકણું છટક્યું અને મોટો અવાજ થયો. ચતુર શેઠ એકદમ ઝબકીને જાગી ગયા. શેઠ જાગી ગયા એ જોઇને ચોર ઝડપથી થાંભલી પાછળ સંતાઇ ગયો.
શેઠે ચોરને જોઈ લીધો. પણ ઉતાવળે કામ લેવાથી ચોર ભાગી જાય કે તેઓને કંઇ ઇજા પહોચાડી શકે તેથી તેમણે ચોરથી બચવા એક યુક્તિ રચી.
હળવેથી શેઠાણીને ઉઠાડ્યાં અને કહ્યુ કે આજે મને ખુબ જ સરસ સપનું આવ્યુ છે કે, ‘ ભગવાને આપણી પ્રાર્થના સાંભળી લીધી છે, આજે આપણા ઘરે દીકરો મોકલ્યો છે જે આપણો વારસદાર બનશે, આપણી બધી સંપત્તિ તેને મળશે. આવ, તેનું પૂજન કરીએ. ’
ચોર તો પુત્ર થવા રાજી રાજી થઈ ગયો. તેને એમ કે હવે ચોરી કરવી નહિ પડે. શેઠે ચતુરાઈ વાપરી અને જ્યાં ચોર ઊભો હતો, ત્યાં થાંભલાની આસપાસ સૂતરની એકપછી એક આંટીઓ વીંટવા માંડી. શેઠ તો ‘ બહુ તંત બલવંત રે ભાઈ બહુ તંત બલવંત ’ એમ બોલતાં જાય ને સૂતર વીંટતા જાય. અમરકથાઓ
ચોરના મનમાં થયું કે આ કોઈ વિધિ હશે. એમ જાણી તે ચૂપચાપ ઊભો રહ્યો. શેઠના દીકરા થવાનું નસીબ વિચારી મનમાં મલકાતો હતો. અને જો કદાચ કઇ મુશ્કેલી ઉભી થઇ તો આ કાચા સુતરના તાતણાં તોડીને ભાગતા કેટલી વાર ?
શેઠ – શેઠાણીએ ઘણીવાર સુધી થાંભલાની આસપાસ સૂતર વીંટ્યા કર્યું. સૂતરના કમજોર તાંતણાઓ હવે ભેગા મળીને મજબૂત દોરડા જેવા બની ગયા હતા. ખૂબ જ તાકાત કરવા છતાં ચોર તેને તોડી ન શક્યો.
પછી શેઠ – શેઠાણીએ બૂમો પાડી લોકોને જગાડ્યા અને ચોરને પકડાવી દીધો. હવે શેઠ – શેઠાણીને હાશ થઈ ! ચાલો વિધિ પૂરી થઈ.
મંત્ર એક જ હતો : ‘ બહુ તંત બલવંત. ’
www.amarkathao.in
બોધ : ( ૧ ) સૂતરનો એક તાંતણો કમજોર હોય છે , પણ અનેક તાંતણા ભેગા મળી ખૂબ મજબૂત થઈ ગયા, તેમ સંપની શક્તિ મહાન છે. ( ૨ ) મુશ્કેલી આવે ત્યારે ચતુરાઈથી કામ લેવું જોઈએ.
સંકલન અને ટાઇપિંગ – અમરકથાઓ. – કોઇપણ મિત્રોએ કોપી કરતા પહેલા અમારી પરવાનગી લેવી. આપ share કરી શકો છો.
Pingback: સસ્સા રાણા સાંકળિયા ડાબા પગે ડામ - બાળવાર્તા 3 - AMARKATHAO
Pingback: મા મને છમ્મ વડું - બાળવાર્તા સંગ્રહ 6 - AMARKATHAO
Pingback: લાવરીની વાર્તા સુંદર બોધકથા બાળવાર્તા સંગ્રહ 8 - AMARKATHAO
Pingback: વાંસળીવાળો અને ઉંદર - ધોરણ 2 | મઝાની ગુજરાતી બાળવાર્તા સંગ્રહ - AMARKATHAO
Pingback: શેખચલ્લીની વાર્તા | शेखचिल्ली की कहानी | the story of shekhchilli in Gujarati - AMARKATHAO
Pingback: 101 ગુજરાતી બાળવાર્તા સંગ્રહ | Best Gujarati bal varata pdf collection - AMARKATHAO
Pingback: old text books | GSEB Gujarati 90's book std 1 - AMARKATHAO