Skip to content

ભાઈ બહેન કવિતા, શાયરી, status – પાછલા તે પહોરની ઊડી ગઈ નિંદરા

ભાઈ બહેન કવિતા
10178 Views

ભાઈ બહેન – બાલમુકુંદ દવે, પાછલા તે પહોરની ઊડી ગઈ નિંદરા, ભાઈ બહેન વિશે શાયરી, ભાઈ બહેન ના ફોટા, ભાઈ બહેન ની રીંગટોન, ભાઈ બહેન ના સ્ટેટસ, ભાઈ બહેનના હેત ની વાત, ભાઈ બહેન નો પ્રેમ, ભાઈ બહેન રક્ષાબંધન, ભાઈ બહેન સુવિચાર, ભાઈ બહેન નો હેત નિબંધ, ભાઇ બહેન કવિતા, બહેન વિશે કવિતા, Bhai bahen status, bhai bahen shayri in Gujarati, Bhai bahen suvichar

ભાઈ બહેન

પાછલા તે પહોરની ઊડી ગઈ નિંદરા

પાછલા તે પહોરની ઊડી ગઈ નિંદરા,
સરવે ઊંઘે ને અમે જાગતા જી રે;
ઓશીકાં ઉપર બે ઓઢાડી ધાબળા,
ચૂપચાપ ભાઈબહેન ભાગતાં જી રે.

બિલ્લીપગે તે અમે ઉઘાડ્યા આગળા,
બાપુ ને બા તે શું જાણતાં જી રે !
હાથમાં તે હાથ લેઈ ભાગ્યાં ઉતાવળાં,
ખુલ્લી હવાની મોજ માણતાં જી રે.

ટાઢો તો હિમ જેવો વાય વહાલો વાયરો,
ધોળાં તે ધોળાં અજવાળિયાં જી રે;
ખેતર ને કોતરને ચાલ્યાં વટાવતાં;
ખૂંદી વળ્યાં તે આંબાવાડિયાં જી રે.

રૂપા તે રંગની રેતી વેરાયેલી
પાસે વહે છે વહેણ વાંકડું જી રે;
છોડી રહેઠાણ આવું રૂપાળું મોકળું
શાનું ગોઠે ઘર સાંકડું જી રે ?

ઊડે અદીઠ રોજ ઝાકળની ચૂંદડી,
આજ એને ઊડી જતી ખાળવી જી રે;
છેડો ઝાલીને એનો જાવું આકાશમાં,
એવું છે કોણ એનો સાળવી જી રે !

ખોબો ભરીને વીણી શંખલાં ને છીપલાં,
આખાયે વાદળમાં વેરવાં જી રે;
ઊંચે તે આભથી લાવીને તારલા,
ધરતીને ખોળે ખંખેરવા જી રે.

સોનેરી કોરની લાવીને વાદળી,
ચંદરવા ચાર કોર બાંધશું જી રે;
એની તે હેઠ અમે રહેશું બે ભાઈબહેન,
ભાવતી રસોઈ રોજ રાંધશું જી રે.

✍ બાલમુકુંદ દવે

ભાઈ બહેન શાયરી
ભાઈ બહેન શાયરી

બહેન એટલે…

🌹 ભાઈ ના બધાં દુઃખ પોતે લઇ જાય …?
દૂરથી પણ ભાઈની પીડાનો જેને એહસાસ થાય ..?
એને બહેન કહેવાય

💐 શબ્દો ને તો દુનિયા પણ સમજી શકે …?
પણ જે ભાઈના મૌન ને પણ સમજાય ..!
એને બહેન કેહવાય

🌺 લડતી રહેતી એ હંમેશા એના ભાઈ સાથે ..!
અને એજ ભાઈ માટે આખી દુનિયા સાથે પણ લડી જાય ..?
એને બહેન કહેવાય

🌼 પહેલાં કરે ફરિયાદ અને પછી પોતે જ ભાઈ ની સાથે થઇ જાય ..?
એને બહેન કહેવાય

🌷 રિસાઇને ભાઈ કરે અબોલા તો પહેલાં આવી મનાવે ..?
વાંક ભલેને ભાઈનો હોય , હમેંશા ભાઈને વિનવે ..!
એને બહેન કહેવાય

🌺 મીઠી માથે ભાત – વિઠ્ઠલરાય આવત્સથી

ભાઈ બહેન નો પ્રેમ
ભાઈ બહેન નો પ્રેમ


🌸 શોધતાં રહીએ આપણે ઈશ્વર ને મંદિરોમાં …?
પણ મિત્ર સ્વરૂપે ખુદ જે ભગવાન તમારી સાથે રહે ..!
એને બહેન કેહવાય

🌼 રડાવી છે ભાઈએ ખૂબ હેરાન કરીને ..?
તો પણ ભાઈને રડતો જોઈ હસાવે ..!
એને બહેન કહેવાય

🌻 ચીડાવી છે જેને ભાઈ એ ચોટલો ખેંચી ને ..?
તોય ભાઈ ને લાડ લડાવે ..!
એને બહેન કહેવાય

🌿 લખાય કેમ કાગળ પર પ્રેમને શબ્દોમાં જેનો ..!
પોતાની મુશ્કાન આપી ભાઈના આંસુ હરે ..?
એને બહેન કહેવાય

🌷 જેના મીઠાં અવાજે ભાઈનો ચહેરો ખીલી જાય ..?
શતાયુ જીવે મારો ભાઈલો એવી પ્રાર્થના કરતી જાય ..!
એને જ બહેન કહેવાય.
=================================

આ કવિતાઓ પણ વાંચો 👇

🌺 મારી વાડીમાં રીંગણી વાવી હો રાજ – mari vadi ma ringni vavi

🌺 વારતા રે વારતા ભાભા ઢોર ચારતા – varta re varta

🌺 ચોકમાં દાણા નાખ્યા છે. – chok ma dana nakhya chhe

🌺 મે એક બિલાડી પાળી છે – me ek biladi pali chhe

ભાઈ બહેન શાયરી

bhai bahen gujarati shayari

બહેન માટે તો જાન છે
કેમકે એ તો ભાઇની શાન છે.
~~~~~~~~~~~~~~~

બેનડી પાસે એક ગ્લાસ પાણી શુ માંગી લીઘુ
વાત ફ્રીજમાં બોટલ ભરીને મુકવા સુઘી ૫હોચી ગઇ
~~~~~~~~~~~~~~~

કોઇએ પુછયુ નસીબ કોને કહેવાય
જેને ભાઇ બહેનનો પ્રેમ મળ્યો છે
એ જ નસીબ
~~~~~~~~~~~~~~~

એક ભાઇ જ હોય છે જે એની બહેનના
આંખોમાં આંસુ નથી જો શકતો
અને એક બહેન જ હોય છે જે પોતાના ભાઇને
હસતો જોવા માટે કંઇ ૫ણ કરી શકે છે
~~~~~~~~~~~~~~~

એક બીજા સાથે ભલે ઝગડો કરે
૫ણ એકબીજાને રડતા ન જોઇ શકે
એનું નામ ”ભાઇ બહેન”
~~~~~~~~~~~~~~~

ભાઇ કહેવામાં માન છે
અને ભઇલુ કહેવામાં અનેરો પ્રેમ છે.
~~~~~~~~~~~~~~~

ભાઇ બહેન એટલે
કીટાથી લઇને બુચ્ચા સુઘીનો સંબંઘ
~~~~~~~~~~~~~~~

જો આખી દુનિયા ૫ણ તમારો સાથ છોડી દે ને
તો ૫ણ તમારી સાથે ઝઘડનારી
બહેન તમારો સાથ કયારેય નહી છોડે
~~~~~~~~~~~~~~~

યાદ કરૂ છુ કે નહી
એનો વિવાદ રહેવા દે બહેન
જરૂર ૫ડે તો ખાલી યાદ કરજે
તારો ભરોશો ખોટો નહી ૫ડવા દઉ
~~~~~~~~~~~~~~~

બહેનને લક્ષ્મીની જેમ સાચવજો સાહેબ,
નસીબદાર ભાઈને જ બહેન મળે છે…
~~~~~~~~~~~~~~~

Brother shayari in gujarati,  bhai ben ni shayari gujarati, sister shayari in gujarati, bhai ben no prem, bhai ben status, bhai ben shayari, bhai ben status, rakshabandhan images in gujarati, Rakshabandhan gujarati status,  gujarati rakshabandhan images, ભાઈ બહેનનો પ્રેમ, ભાઈ બહેન શાયરી,  ભાઈ બહેનનું હેત, ભાઈ બહેન સુવિચાર, ભાઈ બહેન સ્ટેટસ,

2 thoughts on “ભાઈ બહેન કવિતા, શાયરી, status – પાછલા તે પહોરની ઊડી ગઈ નિંદરા”

  1. Pingback: khamma vira ne jau lyrics | ખમ્મા વીરાને જાઉં કવિતા લખેલી - AMARKATHAO

  2. Pingback: 100+ Best Gujarati Kavita Pdf, lyrics, mp3 song | ગુજરાતી કવિતા સંગ્રહ - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *