40227 Views
Gujarati ukhana with answer : નમસ્કાર મિત્રો, આ લેખમાં અમે ગુજરાતીમાં કેટલાક કોયડાઓ મુક્યા છે. ગુજરાતી ઉખાણાં અને પહેલીયા વાંચન મન ને ગતિ આપે છે. તમે આ ગુજરાતી ઉખાણા વાંચીને જવાબ આપવાનો પ્રયત્ન કરી શકો છો. તમે તમારા મિત્રોને પણ આ કોયડો પૂછી શકો છો અને તેમની બુદ્ધિ ચકાસી શકો છો. તો ચાલો riddles in gujarati (gujarati ukhana) શરૂ કરીએ.
ગુજરાતી ઉખાણાં – Gujarati ukhana
(૧)
પહેલો હોય કે છેલ્લો અક્ષર,
આવે છે એકસમાન
હું છું એક એવી ભાષા,
જવાબ આપો તો તમે સાચા.

જવાબ – મલયાલમ
(૨)
આમ તો નીચી નજરે ચાલે,
રીસાય ત્યારે પગ પછાડે,
લોકોનો એ ભાર વેંઢારે,
તોય કોઇ સારો ન માને.

જવાબ – ગધેડો
(૩)
તણખલા રૂના સંગાથે,
ઝૂલું ડાળે ડાળ,
જ્યારે પંખી ઊડી જાતા,
બચ્ચાની રાખું સંભાળ.

જવાબ – માળો
(૪)
બોખું બોખું મોં ફરે, કરે મઝાની વાતો,
આખા ઘરમાં ખુલ્લો મુકે, વાર્તાનો ખજાનો.

જવાબ – દાદા-દાદી
(૫)
મા ગોરી રૂપકડી,
ને બચ્ચા કાળાં મેશ,
મા મરે, બચ્ચા જો ભળે,
દૂધ-ચામાં સુગંધ પ્રસરે.

જવાબ – એલચી
(૬)
લીલુ ફળને ધોળું બી,
મારે માથે કાંટા,
ચોમાસામાં મને સેવો તો,
ટળે દવાખાનાના આંટા.

જવાબ – કારેલુ
(૭)
લાગે ઢમઢોલ શરીર,
પણ નથી મારો કંઇ ભાર,
દેહ છે મારો રંગબેરંગી,
બાળકોનો છું હું સંગી.

જવાબ – ફુગ્ગો
(૮)
નદી-સરોવરમાં રહેતી,
પાણીની રાણી કહેવાતી,
રંગબેરંગી જોવા મળતી,
કહો ક્યા નામે ઓળખાતી ?

જવાબ – માછલી
(૯)
આખો દિવસ ઊંધ્યા કરું,
રાત પડે ને રડ્યા કરું,
જેટલું રડું એટલું ગુમાવું ?
તો બોલો મિત્રો કોણ હું ?

જવાબ – મિણબત્તી
(૧૦)
સાત વેંતનું સાપોલિયું,
મુખે લોઢાનાં દાંત,
નારી સાથે રમત રમુ,
જોઇને હસે કાંત.

જવાબ – સાંબેલુ.

એવુ શુ છે ? જેને તમે ડાબા હાથથી પકડી શકો છો, પણ જમણા હાથથી નહી
જવાબ – જમણો હાથ
ન તો હું સાંભળી શકું,
ન તો હું બોલી શકું આંખ તો મારે છે
પણ નહીં તોયે જગ આખાને ભણાવતી જાઉં.
જવાબ ~ ચોપડી
ટર ટર ટર ટર કરતાં ગાય છે,
જાણે પોતાનું ગીત સંભળાવે છે,
જ્યારે તેઓ તળાવે તરે છે ત્યારે લાંબી પતવાર બનાવે છે.
જવાબ ~ દેડકો
………………………………………………………………..
આંધી વર્ષામાં છાતી પહોળી કરી ઠાઠથી હું ઊભો છું,
જીવોની હું રક્ષા કરી ,
ફળ ફૂલનું દાન આપું છું.
જવાબ ~ વૃક્ષ
………………………………………………………………..
પાણી તો પોતાનું ઘર,
ધીમી જેની ચાલ ભય જોઈને કોકડું વળતો,
બની જાતો ખુદની ઢાલ.
જવાબ ~ કાચબો
………………………………………………………………..
કાન મોટા ને કાયા નાની,
ને કોમળ એના વાળ કોઈ એને
પકડી નાં શકે તેવી છે તેજી એની ચાલ.
જવાબ ~ સસલું
………………………………………………………………..
છતથી લઈને ખૂણેખાંચરે મળી જાતી છ પગવાળી નાર
લાળથી વણતું મલમલ જેવુ કપડું જાળીદાર.
જવાબ ~ કરોળિયો
………………………………………………………………..
મંદિર, મસ્જિદ ગુરુદ્વારે જે પાતી બહુમાન પાતળી કાયા હોવા છતાં મહેંક દ્વારા કરે પાન પાન.
જવાબ ~ અગરબતી
………………………………………………………………..
હાથી ઘોડા ફર્યા કરે પણ,
પગ એમના ચાલે ના સવાર પીઠે ઘૂમ્યા કરે,
ને ફરવાની મજા લીધા કરે
જવાબ ~ ચકડોળ
………………………………………………………………..
કાગળની છે કાયા,
અક્ષરની છે આંખ અલકમલકની સહેલ કરાવે,
ખૂલે છે જ્યારે પાંખ
જવાબ ~ પુસ્તક
………………………………………………………………..
પંદર દિવસ વધતો જાય,
પંદર દિવસ ઘટતો જાય સૂરજની તો લઈને સહાય,
રાત્રીભર પ્રકાશ પાથરતો જાય
જવાબ ~ ચંદ્ર
………………………………………………………………..
રંગે બહુ રૂપાળો છું થોડું ખાઉં
તો ધરાઇ જાઉં વધુ ખાઉં તો ફાટી જાઉં
જવાબ ~ ફુગ્ગો
………………………………………………………………..
પાણીનું અબૂકલું ઢબૂકલું છું,
પાણીમાં જ રહીને ફરું છું પાણીના તરંગોમાં નાચું છું,
પાણીમાં જ તરવું મારૂ કામ છે
જવાબ ~ માછલી
………………………………………………………………..
અબૂકલું ઢબૂકલું,
પવનથી હલકો થઈને આકાશમાં ઊંચે ચઢું છું
મારા અનેક રંગ છે,
નાના મોટાઓનો આનંદ મારી સાથે છે
જવાબ ~ પતંગ
………………………………………………………………..
લાલ કિલ્લામાં કાળા સિપાઈ
લીલી દીવાલમાં ગયા સમાઈ
જવાબ ~ તરબુચ
………………………………………………………………..
આટલીક દડી ને હીરે તે જડી
દિવસે ખોવાણી તે રાત્રે જડી
જવાબ ~ તારા
………………………………………………………………..
બહેનીના માથેથી મોતી ભર્યો થાળ વધાવ્યો રે
ગોળ ગોળ થાળ ફરતો જાય,
પણ મોતી તેમાંથી એકપણ ન પડે
જવાબ ~ તારા
………………………………………………………………..
વડ જેવા પાન ને શેરડી જેવી
પેરી મોગરા જેવા ફૂલ ને આંબા જેવી કેરી
જવાબ ~ આંકડો
………………………………………………………………..
ચાલે છે પણ જીવ નથી,
હલે છે પણ પગ નથી ખવાય છે પણ ખૂટતો નથી,
બેઠક છે પણ બાજઠ નથી…
જવાબ ~ હિંચકો
………………………………………………………………..
લીલી માછલીના ઈંડા લીલા પણ,
માછલી કરતાં ઈંડાનું મૂલ્ય વધારે.
જવાબ – વટાણા
………………………………………………………………..
થાકવાનું ન મારે નામ,
રાત દિવસ હું ચાલતી રહેતી જ્યારે પૂછો ત્યારે સમય બતાવતી,
આગળ વધવાનો સંદેશો હું જાતી.
જવાબ ~ ઘડિયાળ
………………………………………………………………..
ખુલ્લા આસમાનમાંથી જનમું છું,
લીલા ઘાસ પર સૂઈ જાઉં છું,
મોતી જેવી સૂરત મારી વાદળોની પૌત્રી છું.
જવાબ ~ ઝાકળબિંદુ
………………………………………………………………..
ન ખાય છે ન પીવે છે,
બસ અજવાળાને સાથે લઈને ચાલે છે,
પણ છાયાને અને અંધારાને જોઈને મરી જાય છે.
જવાબ ~ પડછાયો
………………………………………………………………..
શાકભાજીમાં હું છું સૌથી કડવો,
પણ ગુણ મારા અપાર રોગોને હું ઝટથી કાપું,
મારું નામ બતાવો ચતુર સુજાણ.
જવાબ ~ કારેલા
………………………………………………………………..
તડકો લાગે તો ઊભો થાતો,
છાયોં આવે તો મરી જાતો જો કોઈ મહેનત કરે તો
ફરી પાછો ઊભો થાતો, હવા આપો તો મરી જાતો.
જવાબ ~ પરસેવો
………………………………………………………………..
જો તે જાય તો પાછો ન આવે,
પણ જઈ રહ્યો હોય તોય નજર ન આવે,
આખી દુનિયામાં ચર્ચા એની એ તો
સૌથી બળવાન ગણાતો.
જવાબ ~ સમય
………………………………………………………………..
એક બગીચામાં અનેક ફૂલ,
ને તે ફૂલોનો છે એક રાજા રાજા જ્યારે
આવે બગીચામાં ત્યારે નાચતાં ફૂલો આખા.
જવાબ ~ ચંદ્ર અને તારા
………………………………………………………………..
ભરી બજારે થેલો લઈને આવ્યો ચોર બંધ ડબ્બાનું તાળું ખોલી,
સામાન સઘળો લઈ જાતો.
જવાબ ~ પોસ્ટમેન
………………………………………………………………..
રૂડો ને રૂપાળો ને ગોરો ગોરો માખણ જેવો છું
મા નો તો ભાઈ નહીં પણ બાળકોનો વ્હાલો મામો છું.
જવાબ ~ ચાંદામામા
………………………………………………………………..
જેમ જેમ સેવા કરતો જાઉં છું તેમ તેમ મારું કદ ઘટતું જાય છે,
રંગબેરંગી મારો સ્વભાવ હોવા છતાં પાણી સાથે મળી જાઉં છું.
જવાબ ~ સાબુ
………………………………………………………………..
સુવાની એ વસ્તુ છે પણ
શાકભાજીવાળો વેચે નહીં ભાવ તો વધારે છે નહી,
પણ ભારમાં એ ભારી છે.
જવાબ ~ ખાટલો
………………………………………………………………..
અડધું છું ફળ ને અડધું છું ફૂલ,
કાળો રંગ મારો છતાં સ્વભાવે મીઠો મધુર છું.
જવાબ ~ ગુલાબ
………………………………………………………………..
જાંબુખિલે એક ફૂલ, થાય અંધારું ડૂલ..
જવાબ ~ દીવો
………………………………………………………………..
એવી કઈ વસ્તુ જે ખાવા માટે
ખરિદિયે પણ તેને ખાતા નથી?
જવાબ – પ્લેટ
👉 વધુ મજેદાર અટપટા ઉખાણાં માટે અહી ક્લીક કરો
🤔 10 નવા ઉખાણા માટે ક્લીક કરો 👈
❤ રામાયણ વિશે સુંદર ધાર્મિક Quiz 👈

મિત્રો આ ગુજરાતીમાં કેટલાક Gujarati Ukhana / riddles in gujarati with answers હતા. યા ગુજરાતી ઉખાણાં અને પહેલીયા તમને કેવી રીતે ગમે છે તે અમને કોમેન્ટમાં જણાવો. જો તમે કેટલાક અન્ય ukhana with answer પણ જાણો છો તો અમને કોમેન્ટમાં જણાવો. આપ અહીથી 👇 ઉખાણાં ને share કરી શકશો. અમરકથાઓ – મિત્રો અમને ફોલો કરવાનું ભુલશો નહી. મુલાકાત બદલ આભાર. Gujarati ukhana with answer
Vaa bhai mne bov Sara laiga
આભાર
Pingback: प्रहेलिकाः ઉખાણાં ગુજરાતી અને સંસ્કૃત std 7 - AMARKATHAO
Pingback: 20+ બાળકોનાં ઉખાણાં | પ્રાણી પક્ષીઓના ઉખાણાં - AMARKATHAO
પહેલા જમાઇનૈ૩ મુઠ્ઠી સોંપારી આપી બીજાને પાઁચ મુઠ્ઠી ત્રીજાને સાત મુઠ્ઠી આપી પછ બધાને સરખી સોપારી મળી તૌ ત્રીય જમાઇને એક એડ મુઠ્ઠીમાં કેટલી સોપારો ખાપી કુલ કેટલી સોપારી આપી છે