Skip to content

હું ને ચંદુ છાનામાના કાતરિયામા – કવિતા સંગ્રહ 8

હું ને ચંદુ છાનામાના કાતરીયામાં પેઠા
3668 Views

હું ને ચંદુ છાનામાના કાતરિયામા પેઠા – રમેશ પારેખની સુંદર કવિતા જે જુના અભ્યાસક્રમમા આવતી હતી. બાળગીત સંગ્રહ, મજાની કવિતાઓ, ગુજરાતી કાવ્ય સંગ્રહ, ગુજરાતી કાવ્ય રચનાઓ, જૂની કવિતા, કવિ અને કવિતા, કાવ્ય પંક્તિઓ, જીવન કવિતા, ગીત કાવ્ય, ગુજરાતી કવિતા pdf, Hu ne Chandu chhanamana katariya ma petha

હું ને ચંદુ છાનામાના કાતરીયામાં પેઠા

હું ને ચંદુ છાનામાના કાતરીયામાં પેઠા
લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠા


મમ્મી પાસે દોરી માંગી પપ્પાની લઇ લુંગી
પડદો બાંધી અમે બનાવી ફિલમ એની મૂંગી


દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધા કાચ
એનાથી ચાંદરડા પાડ્યા પડદા ઉપર પાંચ


ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું
હું ફિલમ પાડું ત્યારે જોવા આવે છે ચંદુ


કાતરીયામાં છુપાઇને બેઠી તી બિલ્લી એક
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક


ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી
બીક લાગતા ચંદુડીયાએ બુમાબુમ ચગાવી
ઓ મા… ઓ મા……


દોડમ દોડ ઉપર આવી પહોચ્યાં મમ્મી પપ્પા
ચંદુડીયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા

  • રમેશ પારેખ

🌺 ચાલોને રમીએ હોડી હોડી – chalo ne ramie hodi hodi

🌺 સાદ કરે છે, દિલ હરે છે. – sad kare chhe kavita

🌺 કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ – મિન પ્યાસી – kabutaro nu ghoo ghoo kavita

🌺 અડકો દડકો દહી દડુકો – Adko dadko dahi daduko

હું ને ચંદુ છાનામાના કાતરીયામાં પેઠા
હું ને ચંદુ છાનામાના કાતરીયામાં પેઠા

બા મને ચપટી વગાડતા આવડી ગઈ – રમેશ પારેખ

Hu ne chandu chhanaana katariya ma petha lyrics

Hu ne chandu chhanaana katariya ma petha

lesson padtu muki film film ramva betha

mammi pase dori mangi pappa ni lai lungi

padao bandhi ame banavi film eni mungi

Dadaji na chashma mathi kadhi lidha kach

enathi chandarda padya padada upar panch

chandu film pade tyare jova avu hu

hu film padu tyare jova ave chandu

Katariyama chhupaie bethiti billi ek

Undardi ne bhaline ene tarat lagavi thek

Undardi chhatki ne billi chandu upar avi

Bik lagta chandudiyae bumabum chagavi

O..maa… O..Maa…

Dodam dod upar avi pahochya mammi pappa

chandudiya no kan amalyo mane lagavya dhabba

Hu ne chandu chhanaana katariya ma petha

lesson padtu muki film film ramva betha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *