Skip to content

કનકાઈ માતા મંદિર : ગીરનાં જંગલમાં આવેલ અદ્ભુત સ્થળ | Kankai Temple Gir

કનકાઈ માતાનું મંદિર
7920 Views

કનકેશ્વરી માતા, કનકાઈ માનુ મંદિર, કનકાઈ બાણેજ, કનકાઈ – ગીર મંદિર, કનકાઈ મા ની આરતી, કનકાઈ માતા નો ઇતિહાસ, કનકાઈ માતા નું મંદિર ગીર, કનકાઈ માતાજીનાં ફોટા, ગીર કનકાઈ, kankai-mata-temple-gir-history-in-gujarati Kankai mata mandir, Kankai Mata History in Gujarati, Kankai Stavan Lyrics, Kankai Banej, Kankai Mataji photo, Kankai Temple Gir contact number,

કનકાઈ માતા મંદિર

ધોધમાર વરસાદ પડે અને નદી-નાળાં છલકાય જાય, પહાડો લીલોતરીથી છવાઈ જાય અને ધરતી લીલી ચાદર ઓઢી લે પછી ગીરનું સૌંદર્ય કંઈક ઓર જ જામે છે! આ સૌંદર્યને નિહાળવું હોય તો ગીરમાં એકાદ આંટો દેવો જ પડે. આમ તો ગીરનું એક-એક ઝાડ કે એક-એક ટેકરી કુદરતના સાનિધ્યમાં હોવાનો અનુભવ કરાવે છે. પણ ગીરના જંગલોની બિલકુલ મધ્યમાં આવેલું આદ્યશક્તિ શ્રીકનકાઈ માતાજીનું ‘ગીર-કનકાઈ’ મંદિર જંગલના કુદરતી સૌંદર્યને એટલું મનભરીને માણવાનું સ્થાન છે કે ન પૂછો વાત!

Kankai mata temple gir forest
Kankai mata temple gir forest

કનકાઈ માતાનું મંદિર ક્યા આવેલું છે ?

શ્રી કનકાઈ માતાજીનું આ મંદીર એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા  ગુજરાત  રાજયનાં  જૂનાગઢ  જિલ્લામાં મધ્યગિરમાં આવેલું છે. જે તુલસીશ્યામથી આશરે ૨૨ કિલોમીટર દુર જંગલ માર્ગે આવેલું છે. આ સ્થળ કુદરતી સૌદર્યથી ભરપુર છે. આમ કનકાઈથી સાસણ ૨૪, વિસાવદર ૩૨, અને અમરેલી ૭૫ કિલોમીટર દુર આવેલ છે. 

ગીર અભ્યારણ્ય અને નેશનલ પાર્કની બિલકુલ વચ્ચે આવેલું કનકેશ્વરી માતાનું આ મંદિર લાખો લોકોની આસ્થાનું પ્રતિક છે. મંદિર સુધી જવા માટેનો રસ્તો ગીરના જંગલની મધ્યમાં થઈને પસાર થાય છે. મન ભરીને માણો છતાંય ન ધરાઓ એટલી લીલોતરીના અહીં દર્શન થાય છે. ગાઢ જંગલ, એમાં વચ્ચે દેખાઈ પડતાં ચિત્તલ, હરણાં, સસલાં અને વાંદરાં સહિતના અનેક પ્રાણીઓ તો ખરાં જ!

શિખરબંધ મુખ્ય મંદીરમાં શ્રી કનકેશ્વરી માતાજી બિરાજમાન છે. તેમજ આ સ્થાનકમાં શિવ, ગણેશ અને હનુમાનનાં મંદીરો પણ આવેલા છે. મંદીરની બરાબર નીચે શીંગવડો નદી વહે છે. માતાજીના મંદીર પાછળ ભુદરજીનું મંદીર છે. તેની બાજુમાં પાંચેક પાળીયા ઉભા છે. 

ગીર કનકાઈ માતાજીનું મંદિર પણ આવી અદ્ભુત-મનોહર લીલોતરીથી ઘેરાયેલું છે. ઘડીભર તમને ખ્યાલ જ ના આવે કે આ સૃષ્ટિ પર ખરેખર જંગલ સિવાય પણ બીજું કંઈ છે! આવું મનોહર દ્રશ્ય જીંદગીભર વિસરી ના શકાય એ હદે યાત્રિકોને પ્રભાવિત કરે છે.

કનકાઈ માતા મંદિરનો ઈતિહાસ

કહેવાય છે, કે વનરાજ ચાવડાના વંશજ કનક ચાવડાએ કનકાવતી નગરીની સ્થાપના કરેલી અને નગરીના અધિષ્ઠાત્રી તરીકે માતા કનકાઈને પૂજ્યાં હતાં. એક કથા એવી પણ છે, કે મૈત્રકવંશના રાજવી (જેનું કુળ અયોધ્યાના સૂર્યવંશીઓનું હતું) કનકસેને ગીરના જંગલની મધ્યમાં કનકાવતી નગરીની અને માતા કનકાઈના મંદિરની સ્થાપના કરેલી. હાલનું મંદિર આશરે 12મી સદી આસપાસનું હોવાનું જણાઈ આવે છે.

બીજી એક લોકવાયકા એવી પણ છે કે, વળાના મૈત્રક વંશનાં મુળ પુરુષ કનકસેન અયોધ્યાનાં સુર્યવંશી રાજવી હતાં. તેણે સૌરાષ્ટ્રમાં વીરનગરમાં આવીને પરમાર રાજાને હરાવ્યો હતો. અને વંશજ વિજયસેને વિજયપુર (ધોળકા) વસાવ્યું. વિજયસેનનાં વંશજ ભટ્ટાર્કે વલભીપુરની સ્થાપના કરી. અને કનકસેને મધ્યગિરમાં આવીને કનકાવતી નગરી વસાવી. આથી તેને શહેરના અધિષ્ઠાત્રી દેવી તરીકે માં કનકાઈની સ્થાપના કરી હતી.

kankai mata photo
Kankai mata Gir forest Gujarat

કનકાઈ માતાજી મંદિરનો જીર્ણોધાર

શ્રી કનકાઈ મંદીરની જે તે સમયે સ્થાપના થયા પછી કાળબળની થપાટે જીર્ણ થયેલાં આ મંદીરને ઘણા બધા સમયના વ્હાણા વિતી ગયા. આ કનકાઈ મંદીરનો સૌપ્રથમ જીર્ણોધાર સંવત ૧૮૬૪ માં કરવામાં આવ્યો હતો. આ જીર્ણોધાર કોણે કરાવ્યો તેની ખાસ કાંઈ માહિતી નથી.

ત્યાર બાદ લગભગ ૧૪૨ વર્ષ જેટલો સમય ચાલ્યો ગયો. લોકોમાં વધારે જાગૃતિ આવી અને ફરીથી આ મંદીરનો જીર્ણોધાર કરવા માટે વિક્રમ સંવત ૨૦૦૬માં એક સમિતિ ની રચના કરવામાં આવી. ત્યાર બાદ આ સમિતિએ જરૂરી ખર્ચની રકમ ભેગી કરી મંદીરનું કામ ચાલુ કર્યુ. અને સંવત ૨૦૦૮ એટલે કે તારીખ ૦૩/૦૩/૧૯૫૨ ને દિવસે ઉત્સાહભર્યા વાતાવરણમાં જે મુર્તિ જુના મંદીરમા હતી તે જ મુર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

આમ તો માતા કનકાઈ અઢારે વરણની કુળદેવી છે. પણ મુખ્યત્ત્વે આહિર, ઉનેવાળ બ્રાહ્મણ, ઝાલા કારડિયા રાજપૂત, દરબાર, વૈશ્યની અમુક જ્ઞાતિઓ, કોળીની અમુક જ્ઞાતિઓ અને મરાઠાવાડના કીર્તિકર બ્રાહ્મણો અહીં કુળદેવી કનકેશ્વરી માતાના દર્શને જરૂર આવે છે. એ ઉપરાંત પણ અહીં શ્રધ્ધાળુઓની ભીડ હોય છે. ઉપર કહ્યું તેમ, ‘માતાજી અઢારે વરણના કુળદેવી છે!’

કનકાઈ માતાજીના મંદિરની આસપાસનું વાતાવરણ ગમતીલાં વૃક્ષોથી છવાયેલું અને હરિયાળું છે. બાજુમાંથી જ કોઈ શીંગવડો નદી ખડખડાટ કરતી વહી જાય છે. ઘટાઓમાં અવારનવાર મોરલાઓ ગહેકી ઉઠે છે! મુખ્ય મંદિર ઉપરાંત અહીં ગણેશજી, શિવજી અને હનુમાનજીનું મંદિર છે. ભૂદરજીનું પણ મંદિર છે અને બાજુમાં પાંચ પાળિયા પણ છે. ધર્મશાળાની પણ સુવિધા કરવામાં આવેલી છે.

કનકેશ્વરી માતાના આમ તો ગુજરાતમાં ચાર-પાંચ પ્રસિધ્ધ મંદિરો આવેલાં છે, પણ સૌથી પ્રસિધ્ધ અને મનોહર કુદરતને ખોળે તો આ જ હશે!

lions in Gir forest near Kankai banej
lions in Gir forest near Kankai banej

કનકાઈ માતા મંદિરે જતા શુ સાવચેતી રાખવી ?

અહીં એક વાત ખાસ જાણી લેવી જોઈએ, કે ગીર-કનકાઈ માતાજીનું મંદિર ગીરના જંગલના સંવેદનશીલ વિસ્તારમાં આવેલું હોઈ, જંગલ ખાતાના કડક નિયમોનું પાલન કરવું પડે છે. ચેક-પોસ્ટ પર એન્ટ્રી મળે પછી ગીરના જંગલના રસ્તે વાહન હંકારી શકાય છે. આખા જંગલના રસ્તે ક્યાંય પણ ધુમ્રપાન કરી શકાતું નથી કે ના તો ક્યાંય પ્લાસ્ટિકનો કે કોઈ પણ જાતનો કચરો ફેંકી શકાતો.

વન્યજીવોને પણ કોઈ રીતે પરેશાની આપી શકાતી નથી. વચ્ચે વાહન રોકી શકાતું નથી. વળી, સાંજના 6 વાગ્યા સુધી જ ચેક-પોસ્ટ પરથી પ્રવેશ મળે છે અને દિ’ આથમ્યા પહેલાં અહીંથી પરત પણ ફરી જવાનું હોય છે. માતાજીના મંદિરમાં પણ સાંજ પછી રોકાઈ શકાતું નથી.

વરસાદની ઋતુમાં વાહનવ્યવહાર નહિવત થઇ જાય છે. તેમજ આ સ્થળે જવા માટે દિવસ દરમિયાન જવુ પડે છે કારણકે જંગલખાતાની ચેક પોસ્ટથી સાંજનાં ૭ વાગ્યા પછી અવર જવરની મનાઈ હોય છે. તેમજ સાસણગિરમાં સિંહોની વસ્તી હોવાથી જંગલમાં હિંસક પ્રાણીઓનો ભય હોવાથી સલામતી જાળવવી પડે છે.

આટલી સાવચેતી રાખો અને ગીરના જંગલની અદ્ભુત સૌંદર્યતાનું પાન કરો! આખરે ભવાની સ્વરૂપ માતાજી બેઠાં પણ એવે જ ઠેકાણે છે કે જ્યાં પહોંચતા ભાવિકોનું મન આપોઆપ પ્રફુલ્લિત થઈ જ જાય!

આ સ્થાનકમાં મંદીરોની ઉપરના ભાગમાં મોટું મેદાન આવેલુ છે. તેમાં બે બાજુ ફરતી ધર્મશાળાઓ બાંધવામા આવેલ છે. ઘણા સમય પહેલા આ મંદીરની જાળવણી માટે ટ્રસ્ટ્રની રચના કરવામા આવેલી છે. જેના પ્રયત્નોથી મદીરમાં રાત્રિ રોકાણ માટે રહેવાની સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ સ્થળના દર્શને આવેલ યાત્રિકોને સાંજના ૬ વાગ્યા પછી હિંસક પ્રાણીઓનાં ડરથી જગ્યામાં રોકી દેવામાં આવે છે. આમ આ સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપુર છે જેથી કુદરતનાં ખોળે આળોટવા એક વખત દર્શને આવવું જોઈએ.


તમે આ લેખ Amar kathao ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

ગીરનું જંગલ
ગીરના જંગલનાં નેચરલ ફોટા

આ સુંદર લેખો પણ ક્લીક કરીને વાંચો 👇

ચોટીલા ચામુંડા માતાજીનો ઈતિહાસ અને કથાઓ.

ગેલ ગાત્રાડ માનો ઈતિહાસ અને પરચાઓ ભાગ 1 થી 4

ખોડીયાર માનું પ્રાગટ્ય અને ઈતિહાસ

ગીરનાં સિંહો વિશે અદ્ભુત લેખ 👈 વાંચવાનું ભુલશો નહી

કનકેશ્વરી માતા, કનકાઈ માનુ મંદિર, કનકાઈ બાણેજ, કનકાઈ – ગીર મંદિર, કનકાઈ મા ની આરતી, કનકાઈ માતા નો ઇતિહાસ, કનકાઈ માતા નું મંદિર ગીર, કનકાઈ માતાજીનાં ફોટા, Kankai mata mandir, Kankai Mata History in Gujarati, Kankai Stavan Lyrics, Kankai Banej, Kankai Mataji photo, Kankai Temple Gir contact number, Kankai meaning, Kankai Safari, Kankai to Banej distance, Dhari to kankai, Kankai Mata History, Kankai temple trust, Tulsishyam to kankai distance, Aaradhu kankai maa Lyrics, How to reach Kankai temple Gir


1 thought on “કનકાઈ માતા મંદિર : ગીરનાં જંગલમાં આવેલ અદ્ભુત સ્થળ | Kankai Temple Gir”

  1. Pingback: સતાધારના પાડાપીરનો ઈતિહાસ - પાડાને કતલખાને લઈ ગયા પછી થયો એવો ચમત્કાર કે - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *