Skip to content

Ramayan Quiz 1 | ધાર્મિક પ્રશ્નોત્તરી આપ કેટલું જાણો છો ?

Ramayan Quiz 1
31894 Views

Ramayan Quiz – મિત્રો આજે આપની સમક્ષ રજુ કરી રહ્યા છીએ એકદમ રસપ્રદ બાબત રામાયણ પ્રશ્નોત્તરી. મિત્રો પસંદ આવે તો મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહી.

Ramayan Quiz

આપને અહી રામાયણના ૨૫ પ્રશ્નો પૂછવામાં આવશે, દરેક પ્રશ્નના ચાર વિકલ્પ આપેલા છે, સફળ થવા માટે ઓછામાં ઓછા પંદર પ્રશ્નોના સાચા જવાબ આપવાના રહેશે. એક પ્રશ્નનો જવાબ આપ્યા પછી સુધારી શકાશે નહી, સાથે અને અંતમાં પરિણામ અને સાચા જવાબો પણ મળી રહેશે.

Results

31895 Views
😃 ખુબ ખુબ અભિનંદન આ પ્રશ્નોત્તરી આપે સફળતાપૂર્વક પસાર કરી છે. 💐
31899 Views

😞 Oh.. આપ આ કસોટીમાં શ્રેષ્ઠ દેખાવ કરી શક્યા નથી. exit થઇને ફરીથી પ્રયત્ન કરી શકો છો… કસોટીમાં ભાગ લેવા બદલ ધન્યવાદ..

#1. શ્રીરામનો જન્મ ક્યા નક્ષત્રમાં થયો હતો ?

12293 Views

શ્રીરામ ભગવાનનો જન્મ ચૈત્ર શુક્લપક્ષ નવમી, પુનવઁસુ નક્ષત્ર, કકઁલગ્ન, અભીજીત મુહ્રતમા બપોરે ૧૨ કલાકે થયો હતો

#2. શ્રીરામના ગુરુ કોણ હતા ?

12261 Views

કુલગુરુ વશિષ્ઠજી. શ્રીરામે અસ્ત્રશસ્ત્ર વિદ્યા વિશ્વામિત્ર ઋષિ પાસેથી મેળવેલ જેથી એ પણ ગુરુ કહેવાય છે.

#3. લક્ષ્મણ અને શત્રુઘ્નની માતાનું નામ શું હતું ?

12235 Views

મા સુમીત્રાજી

#4. હનુમાનજી કોના મુખમાં જઇ પાછા આવ્યા હતા ?

12209 Views

નાગમાતા સુરસાના મુખમાંથી પાછા આવ્યા હતા.
(સીતામાતાની શોધમાં જતા ત્યારે..)

#5. વાલીની પત્નીનું નામ શું હતું ?

12206 Views

વાનરરાજ વાલી કિષ્કિંધાના રાજા અને સુગ્રીવના મોટાભાઈ હતા, વાલીના લગ્ન વાનરના વૈધરાજ સુષેણની દિકરી તારા સાથે થયા હતા, તારા એક અપ્સરા હતી જે સમુદ્રમંથન દરમ્યાન પ્રગટ થઇ હતી

#6. શ્રીરામે લંકામાં પોતાનાં દુત તરીકે કોને મોકલ્યા હતા ?

12179 Views

ભગવાન શ્રીરામે લંકામા પોતાના દુત તરીકે અંગદને મોકલ્યા હતા. (પ્રથમ હનુમાનજી લંકામા ગયા હતા પરંતુ દુત તરીકે નહી )
અંગદ વાનરરાજ વાલીના પુત્ર હતા, મરતા સમયે વાલીને જ્ઞાન થઈ ગયુ કે રામ પોતે જ પરબ્રહમ (ઈશ્ર્વર) છે માટે અંગદને શ્રીરામ ના સેવકના રુપમા સોંપી દિધા, ભગવાન શ્રીરામે અંગદને કિષ્કિંઘાના યુવરાજ બનાવ્યા તેમજ માતા સીતાની શોધ દરમ્યાન વાનરસેનાનુ નેતૃત્વ પણ સોપ્યુ હતુ.

#7. વાલ્મિકી કૃત રામાયણમાં કેટલા શ્લોક છે ?

12163 Views

શ્રીમદ વાલ્મિકી રામાયણ ભારતની એક મહાકાવ્ય કવિતા છે જેના કુલ 24000 શ્ર્લોકો છે, રામાયણના દર 1000 શ્ર્લોક પછી આવનાર પહેલા અક્ષરથી ગાયત્રીમંત્ર બને છે ગાયત્રીમંત્રમા 24 અક્ષર છે.

#8. શ્રીરામને વનવાસ આપવાની પ્રેરણા કૈકેયીને કોના તરફથી મળી ?

12157 Views

મંથરા

#9. મથુરાપુરી નગરીની સ્થાપનાં કોના દ્વારા કરવામાં આવી હતી ?

12127 Views

શત્રુધ્ન
યમુના કિનારે વસેલું આ સુંદર શહેર દેવતાઓ દ્વારા નિર્મિત નગરી કહેવાય છે.
ત્રેતાયુગમાં મર્યાદા પુરુષોત્તમ રામના ભાઈ શત્રુઘ્ન દ્વારા લવણાસુર નામના રાક્ષસનો વધ કરીને તેની સ્થાપના કરવામાં આવી હતી.
દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણના જન્મને કારણે આ નગરીનો મહિમા વધુ વધી ગયો છે.

#10. હનુમાનજીએ અશોકવાટીકામાં સીતાજીને ક્યા વૃક્ષ નીચે બેઠેલા જોયા ?

12111 Views

‘વાલ્મીકિ રામાયણ’ અનુસાર સિતાજીને અશોક વાટિકા લંકામાં સ્થિત એક સુંદર બગીચો હતો, અને અશોક વાટિકામાં સ્થિત એક વિશાળ વડના ઝાડ નીચે રાખવામાં આવ્યા હતા.

સીતા માતાને જે વટવૃક્ષની નીચે રાખવામાં આવી હતી તેનું નામ શિનશાપા (શીંશપા ) હતું.

#11. ઇન્દ્રજીતનું બીજુ નામ શું હતું ?

12092 Views

ઇન્દ્રજીત નુ બિજુ નામ મેઘનાદ હતુ. જયારે તે જન્મ્યો ત્યારે તેના રૂદનનો અવાજ મેઘગર્જના જેવો હતો. તેથી તેનુ નામ મેઘનાદ પાડેલુ.
ઈન્દ્રને જીતવાનાં કારણે જ બ્રહ્માજીએ તેનું નામ ઈન્દ્રજીત રાખ્યું હતું.

#12. શ્રીરામ અને હનુમાનજીનું મિલન ક્યા પર્વત પર થયુ હતુ ?

12082 Views

ઋષ્યમૂક પર્વત – વાનરોની રાજધાની કિષ્કિંધા પાસે ઋષ્યમૂક પર્વત આવેલો હતો. અહીંની એક ગુફામાં સુગ્રીવ તેના મંત્રીઓ અને વિશ્વાસુ વાનર સાથે રહેતા હતા.
રામ અને લક્ષ્મણ સીતાની શોધમાં ઋષ્યમૂક પર્વત પર પહોંચ્યા જ્યાં તેઓ હનુમાનજીને બ્રહ્મચારીના વેશમા (રૂપ) મળ્યા હતા.

#13. રામાયણમાં કેટલા કાંડ છે ?

12072 Views

રામાયણમા કુલ સાત કાંડ છે જેનુ વર્ણન નીચે મુજબ છે

1) બાલકાંડ
2) અયોધ્યા કાંડ
3) અરણ્યકાંડ
4) કિષ્કિંધકાંડ
5) સુંદરકાંડ
6) લંકાકાંડ (યુદ્ધ)
7) ઉતરકાંડ

#14. શ્રીરામનાં બહેનનું નામ શું હતું ?

12056 Views

શાંતા મહારાજા દશરથ અને કૌશલ્યાની મોટી પુત્રી (શ્રીરામના મોટા બહેન) હતી, જેને અંગ દેશના રાજા રોમપદ અને કૌશલ્યાની મોટી બહેન વર્ષીણી દ્વારા દત્તક લેવામાં આવી હતી વર્ષીણીને કોઈ સંતાન નહોતું એકવાર વર્ષિણી તેના પતિ સાથે તેની બહેનને મળવા અયોધ્યા આવી હતી. વર્ષિણીએ મજાકમાં શાંતાને દત્તક લેવાની ઈચ્છા વ્યક્ત કરી. વર્ષીણીની આ વાત સાંભળીને રાજા દશરથે તેને તેની પુત્રી શાંતાને દત્તક દેવાનું વચન આપ્યું અને આ રીતે શાંતા અંગ દેશની રાજકુમારી બની.

#15. લક્ષ્મણને નાગપાશમાથી કોણે મુક્ત કર્યા હતા ?

12051 Views

નાગપાશના કારણે શ્રીરામ અને લક્ષ્મણ બેહોશ થઈ ગયા હતા જ્યારે ગરુડજીને ખબર પડી કે રાક્ષસ ઈન્દ્રજીતે કપટ કરી કદ્રુના પુત્રોનો (સર્પોનો) ઉપયોગ કર્યો છે ત્યારે શ્રીરામ અને લક્ષ્મણજી સાથે મિત્રતાની ભાવના રાખીને તેઓ તેમને તેમનાથી બચાવવા આવ્યા તેમને જોઈને તે સાપ ત્યાંથી ભાગી ગયા અને ગરુડજીના સ્પર્શથી શ્રી રામ અને લક્ષ્મણજી સ્વસ્થ થઈ ગયા

#16. જટાયુનાં ભાઇનું નામ શું હતુ ?

12039 Views

પુરાણો અનુસાર સંપાતિ અને જટાયુ બંને ભાઈઓ હતા સંપાતિ મોટો હતો અને જટાયુ નાનો હતો.
તે બંને વિંધ્યાચલ પર્વતની તળેટીમાં રહેતા અને નિશાકર ઋષિની સેવા કરતા હતા અને દંડકારણ્યના સમગ્ર વિસ્તારમાં ભ્રમણ કરતા હતા.

#17. શ્રવણ નાં પિતાનું નામ શું હતું ?

12036 Views

શ્રવણ કુમારના માતા-પિતા અંધ હતા, તેઓ કંઈ જોઈ શકતા ન હતા, શ્રવણ કુમારને સૌથી મોટો માતૃભક્ત અને પિતૃભક્ત કહેવામાં આવે છે.
શ્રવણ કુમારનો જન્મ ત્રેતાયુગમાં થયો હતો. તેમના પિતાનું નામ શાંતનુ હતું જેઓ એક મહાન તપસ્વી હતા અને માતાનું નામ જ્ઞાનવંતી દેવી હતું જે એક જ્ઞાની સ્ત્રી હતી.

#18. રામ અને લક્ષ્મણને આશ્રમની રક્ષા કરવા માટે ક્યા ઋષિ વનમાં લઇ ગયા હતા ?

12030 Views

વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને આ આશ્રમમાં લાવ્યા હતા, રામ-લક્ષ્મણે અહીં રાક્ષસોનો વધ કર્યો અને અહલ્યાનો ઉધ્ધાર કર્યો હતો.

#19. સંજીવની જડીબુટ્ટીનું રહસ્ય બતાવનાર વૈદ્યનું નામ ?

12018 Views

સુશેણ – રાવણના શાહી વૈઘ હતા. જેમને હનુમાન લંકાથી મકાન સહીત મુર્છીત લક્ષ્મણ પાસે લાવ્યા હતા. સુશેણ વૈદ્યએ જણાવ્યું કે હિમાલયના મંદાર પર્વત પર સંજીવની ઔષધિ છે. જો આ સંજીવની બુટી મળી જાય તો લક્ષ્મણજીને હોશમાં લાવી શકાય છે.

#20. હનુમાનજીનાં પિતાનું નામ શું હતું ?

12013 Views

કેસરી – હનુમાનજીનો જન્મ વાનર તરીકે થયો હતો. તેમની માતા અંજની એક અપ્સરા હતી, જે એક શ્રાપને કારણે પૃથ્વી પર વાનર તરીકે જન્મી હતી.

વાલ્મીકિ રામાયણ મુજબ, હનુમાનજીના પિતા કેસરીજી બૃહસ્પતિના પુત્ર હતા, જે પોતે રામની સેના સાથે રાવણ સામે લડ્યા હતા. અંજના અને કેસરીએ પુત્ર પ્રાપ્તિ માટે ભગવાન શિવની પૂજા કરી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને પુત્રનું વરદાન આપ્યું.

#21. હનુમાનજીની દાઢી પર કોણે વજ્રથી પ્રહાર કર્યો હતો ?

12006 Views

ઇન્દ્ર – બાલ્ય અવસ્થા દરમ્યાન સુર્યને લાલ ફળ સમજી હનુમાનજી મહારાજ સુર્યને પોતાના મુખમા સમાવી લ્યે છે, તેમજ તે દિવસે સુર્યગ્રહણના લિધે રાહુ સુર્ય પાસે ગ્રહણ માટે આવે છે અને આ બનાવ જોઈ અચંબીત થઈ જાય છે ત્યાતો તો હનુમાનજી રાહુને કાળુ ફળ સમજી એના તરફ દોટ મુકે છે રાહુ જેમતેમ કરી પોતાને બચાવી દેવરાજ ઈન્દ્ર પાસે જઈ સધળી વાત કરે છે, ઈન્દ્રદેવ ક્રોધીત થઈ હનુમાનજીની દાઢી (ठुड्डी )પર વજ્રનો હુમલો કરે છે (જે વજ્ર દધીચિ ઋષિનાં કરોડરજ્જુનાં હાડકાંમાથી બનેલુ હતુ)

#22. રામાયણ અનુસાર હનુમાનજી કેટલી વાર લંકા ગયા હતા ?

11993 Views

ત્રણ – હનુમાનજી કુલ ત્રણ વખત લંકામા ગયા હતા

1) સીતામાતાની શોધ માટે સમુદ્ર પાર કરી લંકા ગયા હતા

2) લક્ષ્મણજી મુર્છીત થયા ત્યારે વૈદજી સુષેણને લેવા માટે લંકા ગયા હતા

3) લંકા વિજય (રાવણ વધ) થયા પછી માતા સીતાને ખુશખબર આપવા માટે ગયા હતા.

#23. વિભીષણની પત્નીનું નામ ?

11994 Views

સરમા.- ‘રામાયણ’માં લંકાના રાજા રાવણના ભાઈ વિભીષણની પત્ની તરીકે કરવામાં આવ્યું છે.

સરમા વિશે બહુ ઓછી પૌરાણિક માહિતી ઉપલબ્ધ છે અશોક વાટિકામાં સીતાના નિવાસ સમયે, વિભીષણની પત્ની સરમાની હાજરીનો ઉલ્લેખ છે સરમા શૈલુષ નામના ગાંધર્વની પુત્રી હોવાનું કહેવાય છે.

#24. નરાન્તક કોનો પુત્ર હતો ?

11992 Views

નરાન્તક રાવણનો પુત્ર હતો.

#25. દુંદુભિ રાક્ષસનો વધ કોણે કર્યો હતો ?

11980 Views

રામાયણના કિષ્કિંધકાંડમાં દુંદુભી એ ભેંસ જેવો રાક્ષસ હતો તે માયા નામના રાક્ષસનો પુત્ર અને માયાવી નામના રાક્ષસનો નાનો ભાઈ હતો બંને ભાઈઓ બાલીના હાથે માર્યા ગયા હતા.

Finish

Ramayan quiz Test, ધાર્મિક પ્રશ્નોત્તરી અહીથી share 👇 કરો.

અમરકથાઓ ગ્રુપની અન્ય પોસ્ટ અહીથી વાંચો. 👇

સુભાષચંદ્ર બોઝનું બાળપણ

સ્વામી સચ્ચિદાનંદનાં પ્રસંગો

Ram aayenge to angana lyrics
Ram aayenge to angana lyrics in gujarati, Hindi

27 thoughts on “Ramayan Quiz 1 | ધાર્મિક પ્રશ્નોત્તરી આપ કેટલું જાણો છો ?”

      1. પંચોલી અલ્પેશ હસમુખભાઈ

        ખૂબ સરસ..અમારકથાઓ ખૂબ સુંદર કાર્ય કરે છે..આનાથી ધર્મ અગે ની જાણકારી મળી શકશે…અને આપણા સમાજમાં માં જાગૃતિ આવશે..

      2. ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધન ખાતે તમારો આ પ્રશંસનીય પ્રયત્ન છે ન જાણેલી ઘણી ધાર્મિક બાબતો જાણવા મળી ખૂબ ખૂબ 🙏

  1. જયદીપ લાડ

    ખૂબજ સરસ, આવી ધાર્મિક પ્રશ્ર્નોત્તરી આપતા રહો જેથી ધર્મ વિશે નુ જ્ઞાન સમાજ મા વધે

  2. Pingback: રઘુવંશમ્ | મહારાજા અજ અને દશરથ - AMARKATHAO

  3. Pingback: પ્રાયશ્ચિત નવલકથા ભાગ 22 - AMARKATHAO

  4. Pingback: ધોરણ 8 સ્વમુલ્યાંકન ગુજરાતી - સાંઢ નાથ્યો પાઠ - AMARKATHAO

  5. Pingback: 10 ગુજરાતી ઉખાણા - AMARKATHAO

  6. Pingback: 30+ ગુજરાતી ઉખાણાં અને પહેલીયા । GUJARATI UKHANA WITH ANSWER RIDDLES IN GUJARATI - AMARKATHAO

  7. Pingback: સાંઢ નાથ્યો પાઠ ઇશ્વર પેટલીકર quiz - AMARKATHAO

  8. Pingback: મંદોદરી - રામાયણની રોચક વાતો 1 | Mandodari - AMARKATHAO

  9. Pingback: નળ દમયંતી ની કથા ભાગ 1 | Nal damyanti ni varta - AMARKATHAO

  10. Pingback: અયોધ્યા રામ મંદિરનો સાચો ઇતિહાસ - આશુતોષ ગીતા - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *