774 Views
આ મુદ્દો ઘણા સમયથી સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે કે શું SBI Bank નો લોગો કાંકરિયા તળાવ પરથી લેવામાં આવ્યો છે ? સત્ય શુ છે ? ચાલો જાણીએ. (Is SBI Bank logo taken from Kankaria Lake? , SBI LogoWhat is the truth?)
SBI Bank logo
પાછલા ઘણા સમય થી સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે. કે SBI Bank નો લોગો કાંકરિયા તળાવ પર થી લેવામાં આવ્યો છે. એમ તો આ મેસેજ ઘણા સમય થી ફરે છે. પણ આપણા આ ગ્રૂપ માં વિદ્યાર્થીઓ ઘણા છે અને આ પ્રશ્ન સ્પર્ધાત્મક પરીક્ષા માં પુછાઇ શકે છે એટલે આ વાત ને સાચી રીતે મૂકવી જરૂરી છે.
વાત એમ છે કે sbi bank ના લોગો અને કાંકરિયા તળાવ ને કોઈ લેવા દેવા નથી. એસબીઆઇ એ 1969 માં sbi bank બનાવવા નું કામ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન ને સોંપ્યું. ત્યાર બાદ ડિઝાઈન ટીમ બનાવવા માં આવી જેમાં શેખર કામથ અને વિકાસ સાત્વલેકર શામેલ હતા. શેખર કામથે એક ડિઝાઈન બનાવી જેમાં તાળું એને એની વચ્ચે ચાવી માટે નો હોલ મૂકવામાં આવ્યો. આ લોગો નો મતલબ હતો કે એસબીઆઇ તમારા પૈસા ને સુરક્ષિત રાખશે. 1 ઓક્ટોબર 1971 માં આ લોગો ને અપનાવી લેવામાં આવ્યો.
એક ઇન્ટરવ્યૂમાં શેખર કામથ ને કાંકરિયા વિશે પૂછવામાં આવ્યું તો એ પહેલા તો હસી પડ્યા અને પછી કહ્યું કે મેં કાંકરિયા જોયું પણ નથી. એને કાંકરિયા જોડે આ લોગો થી કોઈ લેવા દેવા નથી.
વાત એટલી જ છે કે સોશ્યલ મીડિયા અને ખાસ કરીને વોટસઅપ પર આવતી તમામ માહિતી સાચી નથી હોતી. આવી માહિતી ફેલાવીને તમે સમાજ અને યુવાનો નું સારું તો નથી કરી શકતા પણ નુકસાન ઘણું કરી રહ્યા છો. કોઈ યુવાન પરીક્ષા માં આ સવાલ નો જવાબ કાંકરિયા લખીને આવી જાય તો જવાબદાર કોણ થશે. માહિતી ચકાસો અને પછી આગળ મોકલો.
કાંકરિયા તળાવ
કાંકરિયા તળાવ એ અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ છે.
આ તળાવ અમદાવાદ શહેરના દક્ષિણ ભાગમાં મણીનગર વિસ્તારમાં આવેલું છે.
આ તળાવનો પરિઘ આશરે ૨.૫ કિલોમીટર છે. કાંકરિયા તળાવની મધ્યમાં એક બાગ આવેલો છે જેનું નામ નગીના વાડી છે (નગીના શબ્દનો અર્થ ઉર્દૂમાં સુંદર થાય છે). તળાવના એક છેડેથી એનો પ્રવેશ બાંધેલો છે જે તળાવના મધ્ય સુધી લઇ જાય છે. કાંકરિયા તળાવ સહેલાણીઓ માટેનું એક આકર્ષણ સ્થળ છે જ્યાં ફરવા અને ખાણીપીણીની ઘણી સુવિધા ઉપલબ્ધ છે.
વર્ષના બારે મહિના લોકો સાંજના સમયથી મોડી રાત્રી સુધી અહીં ફરવા જાય છે.
👉 આ પણ વાંચો – બિટકોઇન શુ છે ? બિટકોઇનની શરુઆત

Pingback: President Election - ભારતમાં રાષ્ટ્રપતિની ચુંટણી કેવી રીતે થાય છે ? જાણો સરળ રીતે - AMARKATHAO