Skip to content

Sharad Poonam Ni Raat Lyrics, song, Garba, video, mp3 collection

Sharad Poonam Ni Raat Lyrics, song, Garba, video, mp3 collection
8167 Views

Sharad Poonam Ni Raat song Garba Lyrics, video, mp3 collection, sharad poonam status, sharad poonam shayri, sharad poonam ni raat lyrics, Sharad Poonam Ni Raat Film, sharad poonam ni raat ma lyrics, sharad poonam ni raat song lyrics mp3, sharad poonam ni raat naresh kanodiya na picture, sharad poonam ni raat mp3 song download, શરદ પૂનમ ની રાત ગરબા lyrics, શરદ પૂનમ ના ગીત, શરદ પૂનમની રાત શરદ પૂનમ 2022, શરદ પૂનમ ક્યારે છે ?, શરદ પૂનમની રાત, Sharad Poonam Ni Raat – Film, શરદ પૂનમની રાત નિબંધ, શરદ પૂનમ નું મહત્વ.

શરદ પૂનમની રાત – (Sharad Poonam Ni Raat song lyrics)

શરદ પૂનમ ની રાત માં , ચાંદલિયો ઉગ્યો છે
શરદ પૂનમ ની રાત માં , ચાંદલિયો ઉગ્યો છે

હે મારું મનડું નાચે, કે મારું તનડું નાચે,
હે મારું મનડું નાચે, કે મારું તનડું નાચે,

એના કિરણો રેલાય છે આભ માં,
આભ માં, આભ માં….

શરદ પૂનમ ની રાત માં , ચાંદલિયો ઉગ્યો છે
શરદ પૂનમ ની રાત માં , ચાંદલિયો ઉગ્યો છે

સોના નું બેડું મારું રૂપાની ઈંઢોણી
બેડલું લઇ ને હૂતો, પાણીડા ગઈ તી,

સોના નું બેડું મારું રૂપાની ઈંઢોણી
બેડલું લઇ ને હૂતો, પાણીડા ગઈ તી,

હો કાનો આવી મારી પુઠે સંતાતો ચોરી
મારું મુખડું શરમ થી લાજે રે ,
લાજે રે ,લાજે રે ….

શરદ પૂનમ ની રાત માં , ચાંદલિયો ઉગ્યો છે
શરદ પૂનમ ની રાત માં , ચાંદલિયો ઉગ્યો છે

હે મારું મનડું નાચે, કે મારું તનડું નાચે,
એના કિરણો રેલાય છે આભ માં,
આભ માં, આભ માં….

શરદ પૂનમ ની રાત માં , ચાંદલિયો ઉગ્યો છે
શરદ પૂનમ ની રાત માં , ચાંદલિયો ઉગ્યો છે
~~~~~~~~~~~~~~~~~~~~~~ amarkathao

પૂનમની પ્યારી પ્યારી રાત – poonam ni pyari pyari raat lyrics

હો.. પૂનમની પ્યારી પ્યારી રાત
મારી પ્રિતમ સાથે છે મુલાકાત,
આજ તું ના જાતી…ના જાતી… ના જાતી…
હો.. પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી…

ચમકે છે નભમાં જેટલાં તારા,
સપનાં તે એટલાં મનમાં
આજની આ પૂનમ છે જેવી રૂપાળી,
એવું જ રૂપ મારા તનમાં
જોજે થાયે ન આજે પ્રભાત,
મારી પ્રિતમ સાથે છે મુલાકાત
આજ તું ના જાતી…
ના જાતી… ના જાતી…

હો.. પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી…

જાગી છે પ્રિત્ત મારી જન્મો જનમની,
રમશું રે રાતભર રંગમાં
જાવ જાવ સખીઓ થાશે રે મોડું,
સાજન છે કોઇનાં સંગમાં
મને કરવા દોને થોડી વાર,
મારી પ્રિતમ સાથે છે મુલાકાત
આજ તું ના જાતી…
ના જાતી… ના જાતી…
હો.. પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી…
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ લિરિક્સ ગુજરાતીમાં – chando ugyo chok ma lyrics

હે ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઊગ્યો ચોકમાં

ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઊગ્યો ચોકમાં
હે લેરીડા હરણ્યું આથમી રે હાલાર શેરમાં રે અરજણિયા
હે લેરીડા હરણ્યું આથમી રે હાલાર શેરમાં રે અરજણિયા

 
હે પાવો રે વગાડ મા ઘાયલ
હે પાવો રે વગાડ મા ઘાયલ પાવો રે વગાડમા
પાવાના સુરે મન મોયા અરજણિયા
પાવાના સુરે મન મોયા અરજણિયા
હે ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઊગ્યો ચોકમાં

 હરણ્યું આથમી રે હાલાર શેરમાં રે અરજણિયા
 હરણ્યું આથમી રે હાલાર શેરમાં રે અરજણિયા…

હે ઝાંપે મારી ઝૂંપડી ઘાયલ
હે ઝાંપે મારી ઝૂંપડી ઘાયલ ઝાંપે મારી ઝૂંપડી
આવતા જાતાનો વાહો કરજે ગોરાંદે
આવતા જાતાનો વાહો કરજે ગોરાંદે
 
હે ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઊગ્યો ચોકમાં
હરણ્યું આથમી રે હાલાર શેરમાં ગોરાંદે
હરણ્યું આથમી રે હાલાર શેરમાં ગોરાંદે…
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ amarkathao

આવી રૂડી અજવાળી રાત ગુજરાતી લિરિક્સ
Aavi Rudi Ajawali Raat Lyrics in Gujarati

આવી રૂડી અજવાળી રાત,
રાતે તે રમવા નીસર્યા રે માણારાજ

આવી રૂડી અજવાળી રાત,
રાતે તે રમવા નીસર્યા રે માણારાજ…

હે રમ્યા રમ્યા પૂર બે પૂર,
સાયબોજી તેડાં મોકલે રે માણારાજ

રમ્યા રમ્યા પૂર બે પૂર,
સાયબોજી તેડાં મોકલે રે માણારાજ…

હે ઘેર આવો ઘર કેરી નાર રે,

ઘેર આવો ઘર કેરી નાર રે
અમારે જાવું ચાકરી રે માણારાજ

અમારે જાવું ચાકરી રે માણારાજ..
 
આવો રૂડો સહિયરું નો સાથ,
મેલીને સાયબા નહિ આવું રે માણારાજ

આવો રૂડો સહિયરું નો સાથ,
મેલીને સાયબા નહિ આવું રે માણારાજ…

હે ગોરી મુને ચડી રીસ રે,

ગોરી મુને ચડી રીસ રે,
ઘોડે તે પલાણ માંડશું રે માણારાજ

ઘોડે તે પલાણ માંડશું રે માણારાજ…

હેજી રે રૂડી ઝાલશું ઘોડલાની વાઘ,
તમોને જાવા નહિ દઇએ રે માણારાજ

હેજી રે રૂડી ઝાલશું ઘોડલાની વાઘ,
તમોને જાવા નહિ દઇએ રે માણારાજ…

મેલો ગોરી ઘોડલાની વાઘ

મેલો ગોરી તમે ઘોડલાની વાઘ

અમારે જાવું ચાકરી રે માણારાજ

અમારે જાવું ચાકરી રે માણારાજ…

આવી રૂડી અજવાળી રાત,
રાતે તે રમવા નીસર્યા રે માણારાજ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શરદ પુનમ ની રાતડી રંગ ડૉલરિયો લિરિક્સ ગુજરાતીમાં

Sharad Poonam Ni Raat Lyrics in Gujarati

શરદ પૂનમ ની રાતડી રંગ ડોલરિયો,
માતાજી રમવા દ્યો ને રંગ ડોલરિયો.

રમી ભમીને ઘેર આવ્યા રંગ ડોલરિયો
માતાજી જમવા દ્યોને રંગ ડોલરિયો

માતા એ પીરસી લાપસી રંગ ડોલરિયો
મ્હી પળીએ નાખ્યા ઘી રંગ ડોલરિયો

શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો
સાસુજી રમવા દ્યોને રંગ ડોલરિયો

રમી ભમિને ઘરે આવિયા રંગ ડોલરિયો
સાસુજી જમવા દ્યોને રંગ ડોલરિયો

સાસુએ પીરસ્યું થુલિયું રંગ ડોલરિયો
મહીં ચપટીક નાખ્યા તેલ રે રંગ ડોલરિયો

અમે રમીભમીને ઘેર આવ્યા રંગ ડૉલરિયો
સાસુજી જમવા દયો ને રંગ ડૉલરિયો

હે બાઇજી પિરસી માજરિયું રંગ ડૉલરિયો
મહી પડી એક અલ્યા તેલ રે રંગ ડૉલરિયો

હે શરદ પુનમ ની રાતડી રંગ ડૉલરિયો
માતાજી રમવા દયો ને રંગ ડૉલરિયો 
~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Gujarati Prachin Garba Lyrics
Gujarati Prachin Garba Lyrics click ☝

વનમાં ચાંદલિયો ઊગ્યો લિરિક્સ ગુજરાતીમા

Vanma Chandaliyo Ugyo Lyrics in gujarati

વનમાં ચાંદલિયો ઊગ્યો
મારે મન સૂરજ થઈ લાગ્યો

વનમાં ચાંદલિયો ઊગ્યો
મારે મન સૂરજ થઈ લાગ્યો…

આવિયા છો તમે ઉતારા કરતા જાવ
આવિયા છો તમે ઉતારા કરતા જાવ

હે ઉતારા અમે કેમ કરીયે ગોરી
ઉતારા અમે કેમ કરીયે ગોરી

હારે ભાઈબંધની જોડી
વનમાં ચાંદલિયો ઊગ્યો….

આવિયા છો તમે દાતણ કરતા જાવ
આવિયા છો તમે દાતણ કરતા જાવ

હે દાતણીયા અમે કેમ કરીયે ગોરી
દાતણીયા અમે કેમ કરીયે ગોરી

હારે ભાઈબંધની જોડી
વનમાં ચાંદલિયો ઊગ્યો….

 આવિયા છો તમે નાવણ કરતા જાવ
આવિયા છો તમે નાવણ કરતા જાવ

હે નાવણીયા અમે કેમ કરીયે ગોરી
નાવણીયા અમે કેમ કરીયે ગોરી

હારે ભાઈબંધની જોડી
વનમાં ચાંદલિયો ઊગ્યો….

આવિયા છો તમે ભોજન કરતા જાવ
આવિયા છો તમે ભોજન કરતા જાવ

હે ભોજનિયા અમે કેમ કરીયે ગોરી
ભોજનિયા અમે કેમ કરીયે ગોરી

હારે ભાઈબંધની જોડી
વનમાં ચાંદલિયો ઊગ્યો….

 આવિયા છો તમે પોઢણ કરતા જાવ
આવિયા છો તમે પોઢણ કરતા જાવ

હે પોઢણીયા અમે કેમ કરીયે ગોરી
પોઢણીયા અમે કેમ કરીયે ગોરી
amakathao
હારે ભાઈબંધની જોડી
વનમાં ચાંદલિયો ઊગ્યો….
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક (રાધા-કૃષ્ણ ગીત )

(જ્યારે…. જમુના કિનારે રાસ રમતા રાધિકાનો હાર તુટે છે, અને મોતી ખોવાય જાય છે…….)

અલ્લક દલ્લક, ઝાંઝર ઝલ્લક,
રઢિયાળો જમનાનો મલ્લક,
એથી સુંદર રાધા ગોરી,
મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક !

આભે પૂનમ ચાંદ ઊગ્યો છે,
રાસ ચગ્યો છે છમ્મક છમ્મક !
ગોપી ભેળો કાન ઘૂસ્યો છે,
ઢોલક વાગે ઢમ્મક ઢમ્મક !

રાધિકાનો હાર તૂટે છે,
મોતી ચળકે ચલ્લક ચલ્લક !
બધાં જડ્યાં પણ એક ખૂટે છે,
રુએ રાધિકા છલ્લક છલ્લક !

લીધું હોય તો આલને કાના !
મોતી મારું ચલ્લક ચલ્લક !
તારાં ચરિતર છે ક્યાં છાનાં ?
જાણે આખો મલ્લક મલ્લક !

કાને ત્યાંથી દોટ મૂકી છે,
રીસ ચડી ગોપીજનવલ્લભ,
કદંબછાયા ખૂબ ઝૂકી છે,
બંસી છેડે અલ્લપ ઝલ્લપ !

રાધા દોડે ચિત્ત અધીરે,
રાસ રચ્યો છે અલ્લક દલ્લક!
સૂર વણાયે ધીરે ધીરે !
ઉર તણાયે પલ્લક પલ્લક !

અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક:
રઢિયાળો જમનાનો મલ્લક,
એથી સુંદર રાધા ગોરી,
મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક !

✍ બાલમુકુંદ દવે.
આ ગીતને સાંભળ્યા વગર આ ગીતને માણવુ અધુરુ રહેશે. આ મધુર ગીતને અહીથી સાંભળો 👇👇👇

ALLAK DALLAK KAVITA SONG

Sharad Punam Ni Raat Ma Lyrics

શરદ પૂનમ ની રાત માં , ચાંદલિયો ઉગ્યો છે
શરદ પૂનમ ની રાત માં , ચાંદલિયો ઉગ્યો છે

હે મારું મનડું નાચે, કે મારું તનડું નાચે,
હે મારું મનડું નાચે, કે મારું તનડું નાચે,

એના કિરણો રેલાય છે આભ માં,
આભ માં, આભ માં…

શરદ પૂનમ ની રાત માં , ચાંદલિયો ઉગ્યો છે
શરદ પૂનમ ની રાત માં , ચાંદલિયો ઉગ્યો છે

સોના નું બેડું મારું રૂપાની ઈંઢોણી
બેડલું લઇ ને હૂતો, પાણીડા ગઈ તી,

સોના નું બેડું મારું રૂપાની ઈંઢોણી
બેડલું લઇ ને હૂતો, પાણીડા ગઈ તી,

હો કાનો આવી મારી પુઠે સંતાતો ચોરી
મારું મુખડું શરમ થી લાજે રે ,

લાજે રે ,લાજે રે…

શરદ પૂનમ ની રાત માં , ચાંદલિયો ઉગ્યો છે
શરદ પૂનમ ની રાત માં , ચાંદલિયો ઉગ્યો છે

હે મારું મનડું નાચે, કે મારું તનડું નાચે,
એના કિરણો રેલાય છે આભ માં,

આભ માં, આભ માં…

શરદ પૂનમ ની રાત માં , ચાંદલિયો ઉગ્યો છે
શરદ પૂનમ ની રાત માં , ચાંદલિયો ઉગ્યો છે

👉 રાધા કૃષ્ણ નાં સુંદર ગીતો

👉 રે કાન્હા હુ તને ચાહુ

👉 ગુજરાતી યાદગાર કવિતા સંગ્રહ

👉 ગોરમાંના ગીતો 6 – ગૌરી વ્રત

શરદ પૂનમ વિશે નિબંધ – લેખ

શરદ પૂનમ :

વર્ષાઋતુ વિદાય લે તે સાથે સોહામણી શરદઋતુની શરૂઆત થાય છે, આકાશને આવરી રહેલા જળસભર કાળા ડિબાંગ વાદળોનું સ્થાન હવે રૂ ના પોલ જેવી શ્વેત વાદળીઓ લે છે. એ મુલાયમ વાદળીઓ નીલા આકાશને અનેરી સુંદરતા બક્ષે છે.

આકાશની અનુપમ ભવ્યતાની ખરી શોભા શરદઋતુની રાતોમાં જોવા મળે છે. શરદના ચંદ્રમાંની શોભા, ખરેખર, અનન્ય હોય છે. શરદ પૂનમની ચાંદની રાતોની મહારાણી ગણાય છે. શરદ પૂર્ણિમાના સોળેય કળાએ ખીલેલા ચંદ્રની રૂપેરી ચાંદની સમગ્ર સૃષ્ટિને અનેરા સૌન્દર્યથી મઢી દે છે. અને ચંદ્ર જાણે પૂર્ણતાને પ્રાપ્ત કરી સર્વને પૂર્ણ બનાવી દે છે. તેના માટે કહી શકાય

“ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते |

पुर्णष्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते || “

શરદઋતુનું સૌમ્ય પ્રાકૃતિક સૌન્દર્ય માનવમનને આનંદવિભોર કરે છે. માનવીનો એ આનંદ વિવિધ ઉત્સવોમાં વ્યક્ત થાય છે. નવરાત્રીમાં રાસ ગરબાની ધૂમ મચે છે. દશેરાએ ભવ્ય સવારીઓ નીકળે છે. અને શમીપુજન થાય છે. શરદપૂર્ણિમાની રાત્રે નદી કિનારે, સાગરતટે અને ભવ્ય પ્રાકૃતિક
સ્થળોએ માનવ મહેરામણ ઉમટે છે. લોકો શીતલ ચાંદનીમાં દૂધ પૌઆ ની મહેફિલ માણે છે. રોશનીની રાણી દીપાવલી અને થનગનતું નૂતન વર્ષ પણ શરદઋતુની જ ભેટ છે.

શરદપૂર્ણિમા આસો સુદ પૂનમના દિવસે ઊજવવામાં આવે છે. આસો સુદ પૂર્ણિમાએ રાત્રે લક્ષ્મીનું પૂજન કરવું અને જાગરણ કરવું. કારણ કે એમ કહેવાય છે કે વરદાયી લક્ષ્મીજી આ દિવસે રાત્રે જાગનારને ઈચ્છિત વરદાન આપે છે. શરદપૂર્ણિમા એટલે જાગૃતિનો ઉત્સવ, વૈભવનો ઉત્સવ, આનંદનો ઉત્સવ ! તે દિવસે ચંદ્ર પોતાની સોળે કળાએ ખીલે છે. જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટીધારે એ તે દિવસે ચંદ્ર પૃથ્વીની વધારેમાં વધારે નજીક હોય છે. આખા વર્ષમાં તે દિવસનો ચંદ્ર સૌથી મોટો લાગે છે.

ચંદ્રમાં સુંદરતા અને શીતળતાનો સમન્વય જોવા મળે છે. ચંદ્ર ઉપયોગી અને ઉપકારક પણ છે. ખેતરમાં પડી રહેલા અન્ન ને તેમજ અનેક પ્રકારની ઔષધીઓના ગુણ ને પુષ્ટ કરવામાં ચંદ્ર ખુબજ મહત્વનો ભાગ ભજવે છે. આ દિવસે નવા તૈયાર થયેલા અનાજના પૌઆ દૂધ સાથે ખાવામાં આવે છે.
ચંદ્ર, ચાંદની, દૂધ, પૌઆ, સાકર બધું જ સફેદ છે. તેથી શરદપૂર્ણિમા એ શ્વેતરંગી ઉત્સવ ગણાય છે.

શરદ પૂનમની રાતને જો મનોવૈજ્ઞાનિક રીતે જોવામાં આવેતો તે ખૂબ જ સારો સમય હોય છે. જ્યારે મોસમમાં પરિવર્તનની શરૂઆત થાય છે અને શીત ઋતુનું આગમન થાય છે. શરદ પૂનમની રાતે વિશેષ કરીને દૂધ-પૌઆ ખાવાની પરંપરા સંકળાયેલી છે. શીતઋતુમાં આપણે ગરમ પદાર્થોનું સેવન કરવું જોઈએ કારણ કે આપણેને તેનાથી જીવનદાયિની ઊર્જા પ્રાપ્ત થાય છે. ચંદ્રમાંથી નીકળનારા શીતળ કિરણો તંદુરસ્તી માટે ઘણા જ ફાયદાકારક મનાય છે.

શરદ પૂનમની રઢિયાળી સદા,

મને સાંભરે આપણી રાત, સખી !

હસે આકાશે ચંદ્રમા, તારા લસે;

મને સાંભરે આપણી રાત, સખી !

રાત રૂપાળી, રૂડી, રસાળી હતી;

આશકોની અપૂર્વ દિવાળી હતી;

આખી ઉત્સવ માફક ગાળી હતી;

મને સાંભરે આપણી રાત, સખી !

✍– કવિ કાન્ત

આ રાતે ખુલ્લા આકાશની નીચે દૂધ- પૌઆ બનાવવામાં આવે છે. ચંદ્રમાંથી નીકળનારી કિરણો સીધી દૂધ- પૌઆ પર પડે છે. ચંદ્રની કિરણોના પ્રભાવથી દૂધ- પૌઆ ઔષધીય ગુણો મળે છે. આ દૂધ- પૌઆ ખાવાથી શ્વાસ સંબંધિત બિમારીઓમાં રાહત મળે છે. દમના રોગીઓ માટે આ ખીર અમૃત સમાન હોય છે. એટલા માટે જ આપણા વડલાઓ દ્વારા આને પ્રથા તરીકે વિકસાવવામાં આવી છે વળી, આ રાતે સામાજિક સંસ્થાઓ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં દમના રોગીઓ માટે દૂધ- પૌઆ બનાવવામાં આવે છે.

ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે ”હું ઔષધિઓનું પોષણ કરૃં છું. આયુર્વેદ અનુસાર શરદઋતુમાં સ્વાસ્થય તંદુરસ્ત રાખનારનું આખું વર્ષ નિરોગી રહે છે. જેની શરદઋતુ સુધરી તેનું આખુય વર્ષ સુધર્યું. શરદઋતુના દોષોને દૂર કરનારા આ દૂધ પૌંઆ છે આયુર્વેદમાં શરદઋતુનું મહત્વ દર્શાવ્યુ છે. શરદને જે સાચવે તેને માંદગી ન આવે.

વર્ષાઋતુમાં પ્રાકૃત્તિક રીતે જે શરીરમાં પિત્તનો પ્રકોપ થાય છે આ પ્રકોપ શરદી, ઝાડા પાચન તંત્રની બિમારીઓની જનની છે. આ શરદઋતુમાં આમ્લ રસ લીવરમાં પેદા થાય છે તેથી બેચેની ચક્કર, કફ-પિત્ત થાય છે સુકી ઉધરસ આવે છે. પિત્ત રોગોની જનની છે. આ દૂધ પૌંઆ પિત્તનાશક આહાર છે. દૂધ સાકર મીશ્રીત ખીર સર્વોત્તમ આહાર ગણાયો છે.
આથી આ ઋતુમાં શ્રાધ્ધમાં પણ ખીર બનાવવામાં આવે છે. આમ આરોગ્ય અને ધર્મનો શરદ પૂનમનો અનેરો મહિમા છે.

શરદ પૂનમની રઢિયાળી રાત્રિએ ચારેકળાએ પૂર્ણસ્વરૃપે ખિલેલા ચંદ્રમાના શિતળ કિરણો દ્વારા આકાશમાંથી અનરાધાર રીતે અમૃત વરસે છે. આ પૂનમને મહાપૂનમ પણ કહે છે. ચંદ્ર એ જળતત્ત્વ છે. ચંદ્રમાં મનને શાન્તી આપવાનો ગુણ છે. સમુદ્રમંથન થયું ત્યારે ચૌદ રત્નો પૈકી ચંદ્રરૃપી રત્ન પણ મળ્યું હતું. આમ ચંદ્રનો પિતા સમુદ્ર હોઈ શરદ પૂનમે દરિયો ગાંડોતૂર બને છે. આ રાત્રિએ ચંદ્ર પૃથ્વીની વધુ નજીક હોઈ વાતાવરણમાં શીતળતા વધુ પ્રમાણમાં ફેલાય છે. આમ આ પૂનમે શિતળતા, આનંદ પામવાનો રુડો અવસર છે. આ પૂનમને ‘માણેકઠારી’ પૂનમ પણ કહે છે. કારણ કે આ દિવસની રાત્રિએ ચંદ્રનો પ્રકાશ ‘છીપલાં’ પર પડે ત્યારે ‘છીપલાં’માં રહેલું પાણી મોતી બની જાય છે.

શરદ પૂનમે રાસલીલાની રાત પણ હોય છે. ધર્મશાસ્ત્રો પ્રમાણે શરદ પૂનમની રાતે જ ભગવાન શ્રીકૃષ્ણએ ગોપીઓની સાથે રાસલીલા કરી હતી. વૃંદાવનમાં ઠાકોરજીએ અદ્ભૂત દિવ્ય રાસ ખેલી શરદોત્સવનો મહિમા વધાર્યો છે. વૃંદાવનમાં એ રાસલીલા રચી ગોપીજનોને રાસ ખેલવા આમંત્રણ આપ્યાં ગોપીઓનો પ્રેમ નિષ્કામ છે તે જાણવા પ્રભુએ ઠપકો આપ્યો તમો તમારા સંસારનું સુખ મૂકીને કેમ રાસ રમવા આવ્યા છો અને વિશ્વનું મહાન ગીત ‘ગોપીગીત’ થયું. ગોપીગીતએ ગોપીઓના વિરહ અને પ્રેમનું સુંદર ગીત છે. પ્રભુએ વૃંદાવનમાં રાસ ખેલીને ગોપીઓને આલૌકીક સુખ આપ્યું છે.

આજનો ચાંદલિયો મને લાગે બહુ વહાલો

કહી દો સુરજને કે ઊગે નહિ ઠાલો ….

તારા રે નામનો છેડો ઓ એક તારો

હું તારી મીરાં તું ગીરીધર મારો ….

આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો …કહી દો …

પ્રભુએ ગોપીઓના પ્રેમની આકરી કસોટી કરી ‘રાસ’ ખેલ્યો હતો એક ગોપી અને એક કાન અને વચમાં રાધાકૃષ્ણ દ્વારા અદ્ભૂત રાસ ખેલાયો સ્વર્ગમાંથી આ રાસ જોવા દેવો આવ્યા આવો દિવ્ય રાસ ગોપીઓના પ્રેમની અનુભુતિ સ્વરૃપ બન્યો. રાસમાં પ્રભુના કંઠમાં ગીત છે ! મુખ ઉપર મધુરૃ સ્મિત છે અને હૃદયમાં મીત છે. આ લાભ ગોપીઓએ મેળવ્યો. વૈકુંઠમાં નારાયણ શંખ વગાડે છે વજ્રમાં પ્રભુ વેણુ વગાડી રાસ ખેલે છે. વાસ્તવમાં રાસલીલા એ શુધ્ધ આત્મા અને પ્રભુ કૃષ્ણ વચ્ચેનું દિવ્ય મિલન છે. પ્રભુની નિષ્કામ લીલા એ રાસલીલા છે. પ્રભુ અને ગોપીઓના પ્રેમની પરાકાષ્ટા એટલે જ રાસ. મદન એટલે કામ અને તેને મોહ પમાડવો એટલે શ્રીકૃષ્ણ મદન મોહન પ્રભુ કહેવાયા.

શ્રીમદ્ ભાગવતનો દસમ સ્કંદ, શ્રી નાથજીબાવાનું હૃદય છે ‘રાસલીલા’ તેનો પ્રાણ છે. ‘ઉત્સવ’માં ભોગ તો હોય પ્રભુને દૂધ પૌંઆ આરોગાવામાં આવે છે. ભોગ વીના ઉત્સવ ફીક્કો લાગે. પૂનમે નિરભ આકાશમાં મંદ સોળે કળાએ પ્રકાશે છે મંદની શીતલ ચાંદની સૌને ગમે છે. ચાંદની મધુર લાગે છે.

વૃંદાવન રાસ રચ્યો ગિરધારી ।

આજે નાથ દ્વારામાં બધુ જ સફેદ દુધ- સફેદ પૌઆ – સફેદ ચાંદની શ્વેત ચાંદીના વાસણમાં ચંદ્રકલા અને ખીર શ્વેત, સામગ્રી પ્રભુને આરોગાવાય છે શરદ પૂનમે સાક્ષાત લક્ષ્મીજી સ્વયં આકાશમાં વિહાર કરે છે જે પ્રભુના ગુણલાં ગાતા હોય તેના ઘરે લક્ષ્મી આગમન કરે. સનન્કુમાર સંહિતામાં કોગાજર વ્રત કથા આવે છે. લક્ષ્મીજીની પ્રાપ્તિ માટે ઘણા આ વ્રત કરે છે.

શરદ પૂનમની રાતડી, રંગ ડોલરિયો

માતાજી ! રમવા દ્યો રે, રંગ ડોલરિયો

રમી – ભમી ઘેર આવિયાં, રંગ ડોલરિયો

માતાજી જમવા દ્યો રે, રંગ ડોલરિયો

માતાએ પીરસી લાપસી, રંગ ડોલરિયો

મહી પળી એક આલ્યું ઘી રે, રંગ ડોલરિયો.

શરદ પૂનમની રાતડી …

શરદ પૂનમના દિવસે મહિલાઓ વ્રત રાખે છે અને રાત્રે ખીર બનાવીને ખુલ્લા આકાશમાં રાખે છે. શરદ પૂનમની રાત્રે 12 વાગ્યા બાદ ખુલ્લા આકાશનમાં ખીર રાખવાની પરંપરા છે. માન્યતા છે કે આ પૂનમની રાત્રે આકાશમાંથી અમૃત વરસે છે. એટલા માટે બહાર ખીર રાખવામાં આવે છે જેથી તેમાં અમૃત વર્ષા થાય. શરદ પૂનમને લઇને બીજી અન્ય માન્યતાઓ પણ છે.

1. શરદ પૂનમને લઇને શ્રીમદ્દ ભાગવતગીતામાં લખ્યુ છે કે આ પૂનમની રાત્રે ભગવાન કૃષ્ણે એવી વાંસળી વગાડી હતી કે તમામ ગોપીઓ તેમની તરફ આકર્ષિત થઇ હતી. શરદ પૂનમની આ રાતને ‘મહારાસ’ અથવા ‘રાસ પૂર્ણિમા’ કહેવામાં આવે છે. માન્યતા છે કે આ રાત્રે દરેક ગોપી માટે ભગવાન કૃષ્ણે એક-એક કૃષ્ણ બનાવ્યા અને આખી રાત આ જ કૃષ્ણ અને ગોપીઓ નાચતાં રહ્યા, જેને મહારાસ કહેવામાં આવે છે. આ મહારાસને લઇને કહેવાય છે કે કૃષ્ણે પોતાની શક્તિથી શરદ પૂનમની રાતને ભગવાન બ્રહ્માની એક રાત જેટલી લાંબી કરી દીધી હતી. બ્રહ્માજીની એક રાત મનુષ્યોની કરોડો રાત સમાન હોય છે.

2. શરદ પૂનમને લઇને એક અન્ય માન્યતા અનુસાર આ રાત ધનના લક્ષ્મીએ આકાશમાં વિચરણ કરતાં કહ્યું હતું કે ‘કો જાગ્રતિ’. સંસ્કૃતમાં ‘કો જાગ્રતિ’ નો અર્થ છે ‘કોણ જાગે છે’. માનવામાં આવે છે કે જે પણ શરદ પૂનમના દિવસે અને રાત્રે જાગતા રહે છે માતા લક્ષ્મી તેમના પર પોતાની ખાસ કૃપા વરસાવે છે. આ માન્યતાને કારણે જ શરદ પૂનમને ‘કોજાગર પૂર્ણિમા’ પણ કહેવામાં આવે છે.

3. આ પૂનમને કોજાગરી પૂર્ણિમા પણ કહેવાય છે. કહેવાય છે કે આ દિવસે માતા લક્ષ્મીજીનો જન્મ થયો હતો. એટલા માટે શરદ પૂનમના દિવસે ભારતના કેટલાય ભાગમાં માતા લક્ષ્મીજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે.

4. શરદ પૂનમના દિવસે કુવારી છોકરીઓ પણ સારો વર પ્રાપ્ત કરવા માટે વ્રત રાખે છે. ખાસકરીને ઓડિશામાં શરદ પૂનમને ‘કુમાર પૂનમ’ કહેવામાં આવે છે. આ દિવસે કુંવારી છોકરીઓ ભગવાન કાર્તિકેયની પૂજા કરે છે અને સાંજે ચાંદ નિકળ્યા બાદ વ્રત ખોલે છે.

5. શરદ પૂનમની આ માન્યતાઓ ઉપરાંત રાત્રે બનાવવામાં આવતી ખીર સાથે પણ કેટલીક માન્યતાઓ જોડાયેલી છે. માનવામાં આવે છે કે આ રાત્રે બનાવવામાં આવતી ખીરને રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લા આકાશમાં રાખ્યા બાદ ખાવાથી ચર્મરોગ, અસ્થમા, હૃદયની બીમારીઓ, ફેફસાંની બીમારીઓ અને આંખોની રોશની સાથે સંકળાયેલ પરેશાનીઓમાં લાભ થાય છે.

👉 Gujarati Lagna Geet part 1 (ગુજરાતી લગ્નગીતોનો ખજાનો 1 )

👉 Gujarati Lagna Geet part 2 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 2)

👉 Gujarati Lagna Geet part 3 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 3)

👉 Gujarati Lagna Geet part 4 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 4)

👉 Gujarati Lagna Geet lyrics Part 5 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 5)

sharad poonam story, sharad poonam status, sharad purnima status, sharad purnima story, sharad purnima story in hindi, sharad purnima status in hindi, sharad purnima status video, sharad purnima status video download

शरद पूर्णिमा की हार्दिक शुभकामनाएं संदेश स्टेटस शायरी कोट्स मैसेज 2022 : Sharad Purnima 2022 Quotes In Hindi And English. Top 20 Best Sharad Purnima For Whatsapp Status. Sharad Purnima 2022 Whatsapp Status, Facebook Messages, Images, Wallpaper, Quotes, Wishes Images, Photos, Pictures, Shayari In Both Hindi And English

1 thought on “Sharad Poonam Ni Raat Lyrics, song, Garba, video, mp3 collection”

  1. Pingback: 100+ Best Gujarati Kavita Pdf, lyrics, mp3 song | ગુજરાતી કવિતા સંગ્રહ - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *