6003 Views
ગુજરાત અને દેશની શાન અને ભારતિયોના આસ્થાનું કેન્દ્ર એટલે સોમનાથ મંદિર… અનેક આક્રમણકારીઓના આક્રમણ સામે આસ્થાનો વિજય એટલે સોમનાથ. Somnath Temple History In Gujarati, સોમનાથ મંદિર નો ઇતિહાસ, somnath temple timings, સોમનાથ મહાદેવ, સોમનાથ મંદિર વિશે નિબંધ, Somnath Mandir, સોમનાથ મંદિર ના ફોટા,સોમનાથ મંદિર વિશે માહિતી ગુજરાતી, સોમનાથ મંદિર ટ્રસ્ટ, સોમનાથ જ્યોતિર્લિંગ, આરતી સમય, કેવી રીતે પહોંચવું, સોમનાથ ના જોવા લાયક સ્થળો, ગેસ્ટહાઉસ સુવિધા, Best time to visit, places to visit near somnath
અમરકથાઓના માધ્યમથી જુદા જુદા પ્રાચીન મંદિરોના ઇતિહાસ અને મહત્વ વિશે લેખ મુકીશુ, આજે પ્રથમ ભાગમાં સોમનાથના ઇતિહાસમાં એક ડોકીયુ…..
સોમનાથ મહાદેવ
સોમનાથમંદિરએ ગુજરાત રાજ્યમાં પશ્ચિમ કિનારે સૌરાષ્ટ્રના વેરાવળ નજીક આવેલા પ્રભાસ પાટણમાં સાગરકાંઠે ગીર સોમનાથમાં આવેલું ભવ્ય મંદિર છે.
ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિગ મંદિર જે અન્ય જ્યોતિર્લિગ મંદિરોમાં પ્રથમ માનવામાં આવે છે, તે સોમનાથમાં આવેલ છે. તે ગુજરાતના એક મહત્વપૂર્ણ યાત્રાધામ અને પર્યટન સ્થળ છે.
ઋગ્વેદમાં પણ સોમનાથનો ઉલ્લેખ થયો છે.
મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે.
સોમનાથ મહાદેવ ઉત્પત્તિની દંતકથા.
સોમ એટલે ચંદ્ર ભગવાને સોનાનું,
રાવણે ચાંદીનું અને શ્રી કૃષ્ણે લાકડાનું મંદિર બાંધ્યું હતું.
ચંદ્રદેવને ૨૭ પત્નીઓ હતી જેને આપણે આજે ૨૭ નક્ષત્રોના નામોથી ઓળખીએ છીએ. તે બધી દક્ષ પ્રજાપતિની પુત્રીઓ હતી. તેમાંથી રોહિણી નામવાળી પત્ની સાથે ચંદ્ર સદાય પ્રેમમગ્ન રહેતા. બાકીની ૨૬ પત્નીઓ કે જે સગી બહેનો હતી તે પતિ વિયોગે ઉદાસ રહેવા લાગી. એક દિવસ પિતા દક્ષ દીકરીઓનું દુઃખ જાણીને દુભાયા અને જમાઈ ચંદ્રને આજ્ઞા કરી કે દરેક પત્ની સાથે સરખો પ્રેમભાવ રાખવો. પણ ચંદ્રે વડીલની આજ્ઞા અવગણી.
આથી દક્ષરાજે ક્રોધે ભરીને તેમને “ચંદ્ર તારો ક્ષય થાવ” એવો શ્રાપ આપ્યો. આથી કરીને દિન-પ્રતિદિન ચંદ્રની પ્રભા (તેજ- પ્રભાવ) ઘટવા લાગ્યું અને ચંદ્ર આખરે નિસ્તેજ થઇ ગયા.
આથી પ્રજાપિતા બ્રહ્માની સલાહથી સૌથી પ્રિય પત્ની રોહિણી સાથે ચંદ્રએ આ સ્થળે ‘પ્રભા’ પાછી મેળવવાની આશા સાથે પ્રભુ શિવનું ધ્યાન કર્યું ને તપસ્યા કરી. તેણે આ ક્ષેત્રમાં શિવજીની મહામૃત્યુંજય મંત્રથી પૂજા કરી હતી. તપથી પ્રસન્ન થયેલા શિવ શંકરના અનુગ્રહથી ચંદ્રનો શ્રાપમાંથી આંશિક છૂટકારો થયો. ત્યારથી શિવજીની કૃપાથી ૧૫ દિવસ સુધી વધતો (સૂદ અથવા કૃષ્ણ પક્ષ) અને પછી ૧૫ દિવસ ઘટતો (વદ અથવા શુકલ પક્ષ) ચંદ્ર થાય છે
સોમનાથ મંદિરનો ઈતિહાસ
મધ્ય કાલીન યુગમાં સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે.
ઇ.સ. ૬૪૯ની સાલમાં વલ્લભીવંશના શાસક રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. આ સમય સને ૪૮૭ થી ૭૬૭ સુધીનો ગણાય છે.
પરમારોના એક શિલાલેખ મુજબ માળવાના ભોજ પરમારે અહીં મંદિર બંધાવ્યું હતું. આ મંદિર ૧૩ માળ ઊંચું હતું અને મંદિરના દ્વાર હીરાજડિત હતા. તેના ઉપર ૧૪ સુવર્ણ કળશો વિરાજમાન હતા. તેની ઉંચે ફરકતી ધજાથી નાવિકો તેને સોમનાથનું મંદિર પિછાણી તે તરફ વહાણો હંકારતા.
ઈ.સ. ૭૫૫ માં વલ્લભી સામ્રાજ્યના પતન સાથે આરબ આક્રમકોએ સોમનાથનું પતન કર્યું. સિંધના અરબ શાસક જૂનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો. પ્રતિહાર રાજા નાગ ભટ્ટ બીજાએ ૮૧૫ માં ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પથ્થર) વાપરી મંદિરનું નિર્માણ કર્યું.
૧૦૨૪ની સાલમાં મહંમદ (કે મહમૂદ) ગઝનવીએ પ્રભાસનો મજબૂત કિલ્લો હિંદુઓ સાથેના ૮ દિવસ ચાલેલા લોહીયાળ જંગ પછી તોડ્યો.
રાજા ભીમદેવ પહેલા હાર્યા. ૫૦,૦૦૦ હિન્દુઓની કતલ થઇ. તેણે મહાદેવજીની પાંચ ગજ ઉંચી અને બે ગજ પહોળી મૂર્તિ તોડવા માંડી ત્યારે શિવભક્ત ભૂદેવોએ તેને તે સમયે પાંચ કરોડ રૂપિયા આપવાની તૈયારી બતાવી. પણ તેણે કહ્યું: રૂપિયા લેવા કરતાં મને મૂર્તિ ભાંગવામાં વધારે મજા પડે છે! અને આખરે સોમનાથ લૂંટાયું અને તેણે સળગાવીને તેનો વિનાશ કરવામાં આવ્યો.
શિવલિંગના ટુકડે-ટુકડા કરવામાં આવ્યા.
મહમૂદને એક જ માસમાં રાજા પરમદેવે ત્યાંથી ભગાડ્યો.
૧૦૨૬-૧૦૪૨ના સમયમાં માળવાના પરમાર રાજા ભોજ તથા અણહિલવાડ પાટણના સોલંકી રાજા ભીમદેવે ચોથા મંદિરનું નિર્માણ કર્યું. તે જીર્ણ થતાં સમ્રાટ કુમારપાળે સને ૧૧૬૯માં આ મંદિરની રચના પુન: કરાવીને ફરીથી મંદિરની મહિમાનો અને જાહોજલાલીનો યુગ શરૂ કર્યો.
આ પછી ૧૨૦ વર્ષે, સને ૧૨૯૯ની સાલમાં જ્યારે દિલ્લી સલ્તનતે ગુજરાતનો કબજો કર્યો ત્યારે અલ્લાઉદ્દીન ખીલજીના સેનાપતિ ઉલુઘખાને મૂર્તિના ટુકડે ટુકડા કર્યા અને ગાડામાં ભરીને તે દિલ્હી લઇ ગયો. સોમનાથનો વિનાશ કરવામાં આવ્યો. અગિયારમી સદીમાં આ વિનાશ પહેલા સોમનાથની સમૃદ્ધિ કેટલી વિપુલ હતી તેનો ઉલ્લેખ મળે છે કે સ્થાનિક રાજાઓએ મંદિરના નિભાવ માટે ૧૦,૦૦૦ ગામડાં અર્પણ કર્યા હતા.
આ પવિત્ર સ્થળમાં ૨૦૦ મણ વજનની સાંકળો ઉપર સોનાની ઘંટડીઓ ઝૂલતી હતી, જેના દ્વારા શિવપૂજાના સમયની જાહેરાત કરાતી. ૫૬ જેટલા સાગના વિરાટ સ્તંભો ઉપર આ મંદિર ઉભું હતું. સેંકડો નટ-નટીઓ નૃત્ય કરી ભગવાન શિવને રીઝવતા. થાંભલે થાંભલે હિન્દુસ્તાનના રાજવીઓના નામ, ઈતિહાસ અને ખજાના ભર્યા હતા. માત્ર અને માત્ર ગંગાજીના પાણીથી જ અહીં પૂજન થતું. ભોયરામાં રત્નો અને સોનાના ભંડારો હતા. પરંતુ મૂર્તિ ગઈ, લૂંટ થઇ. પછી ફરી મંદિર વેરાન બની ગયું.
એ પછી રા’નવઘણ ચોથાએ માત્ર લિંગની પ્રતિષ્ઠા કરી અને રાજા મહિપાળ દેવે સને ૧૩૦૮ અને ૧૩૨૫ વચ્ચે સમગ્ર મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. સને ૧૩૪૮ માં રાજા રા’ખેંગાર ચોથાએ સોમનાથમાં રહેતા મુસ્લિમ હાકેમને હાંકી કાઢ્યો. અમરકથાઓ
પરંતુ માત્ર ૭૦ જ વર્ષ પછી સને ૧૩૯૪-૯૫માં ગુજરાતના ધર્માંધ સુલતાન મુઝ્ઝફરખાન બીજાએ તેનો ફરીથી મૂર્તિ સહિત વિનાશ કર્યો. મંદિરમાં મસ્જિદ બનાવી. મૌલવીઓ અને કાઝીઓ રાખ્યા. સોમનાથ ફરી એક વાર ભ્રષ્ટ કરાયું. લોકોએ થોડા જ વર્ષોમાં ફરી નવી મૂર્તિ પધરાવી. સને ૧૪૧૪ માં અમદાવાદનો સ્થાપક અહમદશાહ પહેલો મૂર્તિ ઉઠાવીને લઇ ગયો અને સોમનાથ પાયમાલ કરી મૂક્યું.
એ પછી સને ૧૪૫૧માં રા’માંડલિકે મુસ્લિમ થાણા ઉઠાવી પુન: મંદિર પ્રતિષ્ઠા કરી. પરંતુ, ૧૫મી સદીમાં મહમદ બેગડો (સને ૧૪૫૯ થી ૧૫૧૧) ચઢી આવ્યો. તેણે મંદિરને મસ્જીદમાં ફેરવી નાખ્યું. ઈ.સ. ૧૫૬૦માં અકબરના સમયમાં મંદિર હિન્દુઓને પાછું મળ્યું અને પાછો પુનરુદ્ધાર થયો. ત્યાર બાદ શાંતિનો સમય ૨૦૦ વર્ષ સુધી ચાલ્યો.
એ પછી ઔરંગઝેબ અને માંગરોળના શેખે મંદિરની અવદશા કરી. ૧૭૦૬ની સાલમાં મોગલ શાસક ઔરંગઝેબે મંદિરના સર્વનાશનો હુકમ કર્યો અને ફરીથી મંદિર તોડી પાડ્યું. ભારત દેશ સ્વતંત્ર થયો તે પહેલાનો મંદિરનો છેલ્લો જીર્ણોદ્ધાર સને ૧૭૮૭ માં મહારાણી અહલ્યાબાઈએ કરાવ્યો.
વીર હમીરજી ગોહિલ સોમનાથ મંદિરના રક્ષણ માટે વીરગતી પ્રાપ્ત કરે છે. 👈 સંપૂર્ણ ઈતિહાસ વાચો
સ્વતંત્ર ભારતમા પુન:નિર્માણ
સ્વતંત્રતા પૂર્વે, પ્રભાત પાટણ જુનાગઢનું રજવાડું હતું. જેના શાસકે ઈ.સ. 1947 માં પાકિસ્તાનને સ્વીકાર્યું હતું. ભારતએ તેનો નિર્ણય સ્વીકારવાનો ઇનકાર કર્યો તે પછી, આ રાજ્યને ભારતનો ભાગ બનાવવામાં આવ્યો હતો અને 12 નવેમ્બરના રોજ ગૃહ પ્રધાનમંત્રી (નાયબ વડા પ્રધાન) સરદાર પટેલ જુનાગઢ આવ્યા હતા. આમ ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે 13, નવેમ્બર 1947નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. ઈ.સ. 1947 માં ભારતીય ભૂમિ દ્વારા રાજ્યના સ્થિરીકરણનું નિર્દેશન કરવું અને તે જ સમયે સોમનાથ મંદિરના પુનઃનિર્માણ કરવાનો આદેશ આપ્યો.
જયારે સરદાર પટેલ, કે.એમ. મુનશિ અને કૉંગ્રેસના અન્ય નેતાઓ સોમનાથ મંદિરના પુનઃનિર્માણની દરખાસ્ત સાથે મહાત્મા ગાંધી પાસે ગયા, ગાંધીએ આ પગલાને આશીર્વાદ આપ્યા, પરંતુ એવું સૂચવ્યું કે બાંધકામ માટે ભંડોળ જાહેર જનતા પાસેથી એકત્ર કરવું અને મંદિરનું ભંડોળ રાજ્ય દ્વારા ન આપવું જોઈએ.
માનવામાં આવે છે કે સોમનાથ મંદિર ના નવનિર્માણ ની ઘોષણા બાદ સરદારે નવા સોમનાથ મંદિરના પ્રાંગણમાં થયેલી સભામાં ધીરજ, ગંભીરતા અને મક્કમ સ્વરે જાહેર કર્યું કે “આજના શુભ દિવસે અમે એવો નિર્ણય લીધો છે કે ભગવાનના દેવાલયનું પુનઃનિર્માણ કરીશું અને તે માટે બધા એ બનતું કરવું જોઈએ કારણ કે આ પવિત્ર કાર્યમાં પ્રત્યેક વ્યક્તિએ પોતાના યથાશક્તિ ફાળો આપવો જોઈએ.” કહેવાય છે કે ત્યારે ઉપસ્થિત નામદાર મહારાજા જામસાહેબે ભગવાન સોમનાથના મંદિરના નવનિર્માણ માટે ત્યાં જ 1 લાખનું દાન અને આરઝી હુકુમત ના સરનશીન શામળદાસ ગાંધી એ રૂપિયા 51 હજારનું દાન આપવાની જાહેરાત કરી.
તેમણે દર્શાવ્યું હતું કે તેઓ પોતાને મંદિરનું નવીનીકરણના પ્રોજેક્ટ સાથે સાંકળવામાં ગૌરવ અનુભવે છે.
જો કે ટૂંક સમયમાં બન્ને ગાંધીજી અને સરદાર પટેલ મૃત્યુ પામ્યા અને મંદિરના પુનઃનિર્માણનું કાર્ય મુન્શીજી એ ચાલુ રાખ્યું, જેઓ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના નેતૃત્વમાં ભારત સરકારના ખાદ્ય અને નાગરિક પુરવઠા માટેના પ્રધાન હતા.
આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું
મે 1951માં મુનશીજી દ્વારા આમંત્રિત ભારતના પ્રજાસત્તાકના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી ત્યારે તેમણે એ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, “મારુ મંતવ્ય છે કે સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ તે દિવસે પૂર્ણ થશે જ્યારે આ ફાઉન્ડેશન(સંસ્થા) પર એક ભવ્ય ઇમારત ઊભી થશે, તેઓ કહે છે કે સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે”. ઈ.સ. 1962 માં આ પવિત્ર દેવાલય બંધાઇ ગયું.
101 તોપોનું મહાદેવજીને સન્માન અપાયું.
નૌકાદળે સાગરમાંથી તોપો ફોડી.
સેંકડો બ્રાહ્મણોએ વેદઘોષ કરીને પ્રતિષ્ઠા કરી.
શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું હતું અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે. જ્યારે 1 ડિસેમ્બર, 1995ના દિવસે આ મંદિરનું પુનઃનિર્માણ સમાપ્ત થયું અને ત્યારે તે સમયના ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાળ શર્માએ દેશને મંદિર સમર્પિત કર્યું. ત્યાર બાદ ટ્રસ્ટનાં ચેરમેન ભુતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં.
ભારતની સંસ્કૃતિ ખરેખર સમૃદ્ધ છે. સોમનાથનું મંદિર પ્રાચીન સંસ્કૃતિનું પ્રતીક છે. સોમનાથનું મંદિર દર્શાવે છે કે “પુનર્નિર્માણની શક્તિ વિનાશની શક્તિ કરતાં હંમેશા વધારે છે.” ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનુ ‘કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર’ ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે.
છેલ્લા 800 વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી. સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી.
olso Read – જગન્નાથ મંદિર અને રથયાત્રાનો ઇતિહાસ
સોમનાથના જોવા લાયક સ્થળો
મંદિરની દરિયાઇ સુરક્ષા દિવાલ પર બાણ સ્તંભ પણ જોઈ શકાય છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મંદિર એવી જગ્યા એ છે કે એન્ટાર્કટિકા સુધી સોમનાથ દરિયા કિનારે સીધી રેખામાં કોઈ જમીન નથી. સોમનાથ મંદિર ઉપરાંત, સોમનાથ તેના દરિયાકિનારા, સંગ્રહાલયો અને અન્ય આકર્ષણો માટે પણ લોકપ્રિય છે. સોમનાથ ના જોવા લાયક સ્થળો નીચે મુજબ છે.
1 – રૂદ્રેશ્વર મંદિર,
2 – પરશુરામ મંદિર,
3 – ગીતા મંદિર,
4 – કામનાથ મહાદેવ મંદિર,
5 – ભાલકા તીર્થ,
6 – વલ્લભઘાટ
7 – ત્રિવેણી સંગમ મંદિર
8 – પંચ પાંડવ ગુફા
9 – સૂરજ મંદિર
10 – સોમનાથ મ્યુઝિયમ
11 – જૂનાગઢ ગેટ
12 – સોમનાથ બીચ
આ પણ વાચો – चार धाम की रोचक जानकारी (4 ધામ યાત્રા)
સોમનાથ મહાદેવ મંદિર મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય
દરિયાકાંઠાનું શહેર હોવાને કારણે સોમનાથમાં આખા વર્ષ દરમિયાન ભેજનું વાતાવરણ અનુભવાઈ છે. સોમનાથ મંદિરની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબર થી ફેબ્રુઆરી ના ઠંડા મહિનામાં છે. તેમ છતાં આ સ્થળ આખા વર્ષ દરમિયાન ખુલ્લું રહે છે.શિવરાત્રી (સામાન્ય રીતે ફેબ્રુઆરી અથવા માર્ચમાં) અને કાર્તિક પૂર્ણિમા (દિવાળીની નજીક) અહીં ખૂબ ઉત્સાહ થી ઉજવવામાં આવે છે. આ તહેવારો દરમિયાન દેશના વિવિધ ભાગોમાંથી મોટી સંખ્યામાં પર્યટકો આવે છે.
સોમનાથ મંદિર ક્યાં આવેલું છે ?
સોમનાથ મંદિર વેરાવળથી 6 કિ.મી. દૂર છે, દીવથી 83 કિ.મી. દૂર છે, જૂનાગઢ થી 94 કિ.મી. દૂર છે, પોરબંદરથી 131 કિ.મી. દૂર છે, રાજકોટથી 197 કિ.મી. દૂર છે, જામનગરથી 221 કિ.મી. દૂર છે, દ્વારકાથી 233 કિ.મી. દૂર છે, સોમનાથ મંદિર અમદાવાદ થી 408 કિ.મી. દૂર છે.
સોમનાથ મહાદેવ આરતી સમય: 7 AM, 12 PM અને 7 PM
સાઉન્ડ અને લાઇટ શો: 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી
પ્રવેશ: મફત (સાઉન્ડ અને લાઇટ શો માટે વ્યક્તિ દીઠ 25)
-: મહામૃત્યુંજય મંત્ર :-
ॐ त्र्यम्बकं यजामहे
सुगन्धिं पुष्टिवर्धनम् ।
उर्वारुकमिव बन्धनान्
मृत्योर्मुक्षीय मामृतात् ॥
જય સોમનાથ મહાદેવ
ज्ञानवापी का इतिहास | काशी विश्वनाथ मंदिर history
Pingback: વીર હમીરજી ગોહિલ | Hamirji Gohil History in Gujarati - AMARKATHAO
त्र्यंबकेश्वर एक प्राचीन एवं पवित्र हिन्दू मंदिर है | यह मंदिर नासिक शहर के समीप त्रयंबक नामक स्थान में है | भारतीयों का यह मानना है कि यह काल सर्प पूजा मुख्यत इसी मंदिर में की जाती है | कई जातको का मानना है कि इस मंदिर में काल सर्प पूजा के पश्चात उन्हें काल सर्प दोषो से मुक्ति मिली है| इसमें भगवान शिव की पूजा की जाती है एवं इस पूजा का मुख्य उद्येश्य काल सर्प दोष के नकारात्मक प्रभावों को नष्ट कर जातक के जीवन को खुशहाल करना है |
सर्वप्रथम जातक पक्ष पावन गोदावरी नदी में डुबकी लगाते है जिससे जातक का तन एवं मन के मैल धुल जाता है | इसके बाद भगवान महामृतुन्जय त्र्यंबकेश्वर की पूजा की जाती है| पूजा की अवधि लगभग ३ घंटे होती है | यह पूजा घर परिवार के सदस्यों के साथ अथवा किसी अन्य समूह में की जाती है | पंडित मंत्रो का जाप करता है और भक्त पूजा में विलीन होकर उन मंत्रो में खुद को समाहित होते है |
त्र्यंबकेश्वर में काल सर्प पूजा हेतु मंदिर का प्रांगण प्रातः ५ बजे से रात्रि १० बजे तक खुलता है | पुरुषो को धोती एवं बनियान तथा महिलाओं के लिए साड़ी पहनने की सलाह दी जाती है | काला एवं हरा रंग पहनना इस पूजा में बाधित है एवं भक्त सफ़ेद रंग पहनना पसंद करते है|
Pingback: અમરનાથ મહાદેવની અમરકથા અને અમરનાથ યાત્રા વિશે રોચક જાણકારી - AMARKATHAO
Pingback: ઇલોરાની ગુફાઓમાં આવેલું અદ્ભુત શિલ્પકલા ધરાવતુ પ્રાચીન મંદિર કૈલાસમંદિર - AMARKATHAO