9298 Views
vikram or betal story in Gujarati PART-4, વિક્રમ વેતાળ ભાગ 4, વૈતાલ પચ્ચીસી, વિક્રમ અને વેતાળની વાર્તા, વિક્રમ વેતાલ book pdf, Vikram betal ki kahaniya, સિંહાસન બત્રીસી, બત્રીસ પૂતળીની વાર્તા, ગુજરાતી વાર્તા books.
vikram or betal part 4
વિક્રમ રાજાએ ફરી એકવાર વેતાળને પકડી લીધો. તેઓ વેતાળને પોતાના ખભા પર ઉઠાવી તેને સ્મશાન તરફ લઈ જવા લાગ્યા. રસ્તામાં વેતાળે રાજાને નવી વાર્તા કહેવાનું શરૂ કર્યું. વેતાળ બોલ્યો…
એક સમયે કાશીમાં એક રાજા હતો, જેનું નામ પ્રતાપ મુકુટ હતું. તેમને એક પુત્ર હતો, જેનું નામ વજ્રમુકુટ હતું. એક દિવસ વજ્રમુકુટ દિવાનના પુત્ર સાથે શિકાર કરવા જંગલમાં ગયો. ઘણું ફર્યા પછી બંનેએ એક તળાવ જોયું જેમાં કમળ ખીલેલા હતા અને હંસ ઉડી રહ્યા હતા.
બંને મિત્રો ત્યાં રોકાઈ ગયા અને તળાવના પાણીથી હાથ-મોં ધોઈને નજીકમાં આવેલા મહાદેવ મંદિરે દર્શન કરવા ગયા. બંનેએ મંદિરની બહાર પોતાના ઘોડા બાંધ્યા. પછી જ્યારે બંને મિત્રો દર્શન કરીને મંદિરની બહાર આવ્યા તો જોયું કે એક રાજકુમારી તેમની બહેનપણીઓ સાથે તળાવમાં નહાવા આવી હતી.
રાજકુમાર રાજકુમારીને જોઈને ખૂબ ખુશ થયો. રાજકુમાર અને રાજકુમારી બંને એકબીજાને જોઈને મોહિત થઈ ગયા. તે સમયે દીવાનનો પુત્ર ત્યાં એક ઝાડ નીચે આરામ કરી રહ્યો હતો. રાજકુમારને જોઈને રાજકુમારીએ પોતાના વાળમાંથી કમળનું ફૂલ કાઢ્યું, અને તેને કાન પર લગાવ્યું, પછી દાંતથી તેના પર બચકું ભર્યું, પછી તેને પોતાના પગ નીચે દબાવી દીધુ અને પછી પોતાની છાતી પર લગાવીને પોતાની બહેનપણીઓ સાથે નીકળી ગઈ.
તેના ગયા પછી રાજકુમાર ખૂબ જ દુઃખી થયો અને પોતાના મિત્ર પાસે પાછો આવ્યો અને બધી વાત કહી. રાજકુમારે કહ્યું, “હું રાજકુમારી વિના રહી શકતો નથી, પરંતુ હું આ રાજકુમારી વિશે કંઈપણ જાણતો નથી. તે ક્યાં રહે છે, તેનું નામ શું છે?”
દિવાનના દીકરાએ બધું સાંભળ્યું અને રાજકુમારને આશ્વાસન આપતા કહ્યું, “રાજકુમાર, તમે ગભરાશો નહિ. તે રાજકુમારીએ પોતાના વિષે બધું કહી દીધું.” આશ્ચર્યચકિત થઈને રાજકુમારે પૂછ્યું, “તે કેવી રીતે?”
દિવાનના દીકરાએ રાજકુમારને કહ્યું કે, રાજકુમારીએ વાળમાંથી કમળનું ફૂલ કાઢીને કાન પર લગાવ્યું એટલે કે રાજકુમારી કહે છે કે તે કર્ણાટકની છે. ફૂલને દાંત વડે બચકું ભર્યું એટલે કે તેના પિતાનું નામ દંતાવટ છે. ફૂલને પગથી દબાવવાનો અર્થ એ થયો કે રાજકુમારીનું નામ પદ્માવતી છે અને ફૂલને પોતાની છાતી પર લગાડવાનો અર્થ એ થયો કે, હવે તમે તેના હૃદયમાં વસી ગયા છો.
આ બધું સાંભળીને રાજકુમાર ખૂબ ખુશ થઈ ગયો. રાજકુમારે ખુશ થઈને દિવાનના પુત્રને કહ્યું કે મારે કર્ણાટક જવું છે, મને ત્યાં લઈ જાઓ. બંને મિત્રો ઘણા દિવસો સુધી ભટક્યા અને કર્ણાટક પહોંચ્યા. જ્યારે બંને મહેલની નજીક પહોંચ્યા, ત્યારે તેમણે ચરખો ચલાવતી એક મહિલાને જોઈ.
સ્ત્રીને જોઈને બંને ઘોડા પરથી નીચે ઉતર્યા અને તેમની પાસે ગયા અને કહ્યું, “માજી, અમે બંને વેપારી છીએ, અમે ઘણા દૂરથી આવ્યા છીએ. અમારો સમાન હજુ સુધી આવ્યો નથી, થોડા દિવસોમાં અમારો સમાન પણ આવી જશે. અમને બંનેને રહેવા માટે થોડી જગ્યા જોઈએ છે.”
તેમની વાત સાંભળીને વૃદ્ધ સ્ત્રીનો સ્નેહ જાગી ગયો, તેમણે કહ્યું, “દીકરાઓ, આને તારું જ ઘર સમજો. તમારું જ્યાં સુધી મન કરે ત્યાં સુધી અહીં રહી શકો છો.” એ પછી બંને તેમના ઘરમાં રહેવા લાગ્યા. દિવાનના દીકરાએ મહિલાને પૂછ્યું, “માજી, તમે શું કામ કરો છો? તમારી સાથે કોણ રહે છે? તમે ગુજરાન કેવી રીતે કરો છો?”
ધીમે ધીમે મહિલાએ દરેક પ્રશ્નોના જવાબ આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું, “મારો એક પુત્ર છે, જે રાજાને ત્યાં નોકરી કરે છે. હું રાજાની પુત્રી પદ્માવતીની દાસી હતી. હું વૃદ્ધ થઇ ગઈ છું, તેથી હું ઘરે જ રહું છું. મહારાજે મારા ભોજનની વ્યવસ્થા કરી દીધી છે અને હું દિવસમાં એકવાર રાજકુમારીને મળવા જાઉં છું.”
આ સાંભળીને રાજકુમારે વૃદ્ધ મહિલાને થોડું ધન આપ્યું અને રાજકુમારીને એક સંદેશો પહોંચાડવાનું કહ્યું. રાજકુમારે વૃદ્ધ સ્ત્રીને કહ્યું, “માજી, આવતીકાલે જ્યારે તમે રાજકુમારી પાસે જશો ત્યારે તેમને કહેજો કે જેઠ સુદ પંચમીના રોજ તમને નદી પાસે જે રાજકુમાર મળ્યા હતા તે તમારા રાજ્યમાં આવી ગયા છે.” બીજા દિવસે વૃદ્ધ મહિલા રાજકુમારનો સંદેશો લઈને રાજકુમારી પાસે ગઈ. તે સ્ત્રીની વાત સાંભળીને રાજકુમારી ગુસ્સે થઈ ગઈ. તેઓએ હાથમાં ચંદન લગાવીને મહિલાના ગાલ પર થપ્પડ મારતા કહ્યું, “મારા ઘરની બહાર નીકળી જાવ.”
વૃદ્ધ સ્ત્રી ઘરે પરત ફરી અને રાજકુમારને આ બધાની જાણ કરી. સ્ત્રીની વાત સાંભળીને રાજકુમાર ચોંકી ગયો. પછી દિવાનના દીકરાએ રાજકુમારને ધીરજપૂર્વક કહ્યું, “રાજકુમાર, ચિંતા ન કરો. રાજકુમારીએ શું કહ્યું તે સમજવાનો પ્રયાસ કરો. નોંધ કરો કે રાજકુમારીએ પોતાની આંગળીઓને સફેદ ચંદનમાં બોળીને તેમના ગાલ પર થપ્પડ મારી છે. એટલે કે ચંદ્રપ્રકાશના થોડા દિવસો છે. તે પૂરા થયા પછી અંધારી રાતમાં તમને મળશે.”
થોડા દિવસો પછી વૃદ્ધ મહિલા ફરી રાજકુમારી પાસે સંદેશો લઈને પહોંચી. આ વખતે રાજકુમારીએ કેસરી રંગમાં ત્રણ આંગળીઓ બોળીને વૃદ્ધ મહિલાના ચહેરા પર મારીને કહ્યું, “ભાગો અહી થી.” પછી વૃદ્ધ મહિલાએ આવીને રાજકુમારને બધી વાત જણાવી. આ સાંભળીને રાજકુમાર ખૂબ જ દુઃખી થયો. આના પર દિવાનના દીકરાએ રાજકુમારને કહ્યું, “રાજકુમાર, એમાં દુઃખી થવા જેવું કંઈ નથી. રાજકુમારીએ કહ્યું છે કે તેમની તબિયત અત્યારે સારી નથી, તેથી વધુ ત્રણ દિવસ રોકાઓ.
ત્રણ દિવસ પછી વૃદ્ધ સ્ત્રી ફરીથી રાજકુમારી પાસે ગઈ. આ વખતે ફરીથી રાજકુમારીએ મહિલાને ઠપકો આપ્યો અને તેમને પશ્ચિમની બારીમાંથી બહાર જવા કહ્યું. સ્ત્રી ફરીથી રાજકુમાર પાસે ગઈ અને બધી વાત કહી. ત્યારે દિવાનના પુત્રએ રાજકુમારને સમજાવતા કહ્યું કે, મિત્ર રાજકુમારીએ તમને તે બારી તરફ બોલાવ્યા છે.
આ સાંભળીને રાજકુમાર આનંદથી ઉછળી પડ્યો. તેણે વૃદ્ધ મહિલાના કપડાં પહેરીને સ્ત્રીનો વેશ ધારણ કર્યો, અત્તર લગાવ્યું અને હથિયાર બાંધીને રાજકુમારીને મળવા ગયો. રાજકુમાર મહેલમાં પહોંચ્યો અને બારીમાંથી રાજકુમારીના રૂમમાં પહોંચ્યો. રાજકુમારી ત્યાં તૈયાર થઈને રાજકુમારની રાહ જોઈ રહી હતી.
રૂમમાં પ્રવેશતા જ રાજકુમારની આંખો પહોળી થઈ ગઈ. રાજકુમારીના રૂમમાં ઘણી મોંઘી વસ્તુઓ રાખેલી હતી. રાજકુમાર અને રાજકુમારી આખી રાત સાથે રહ્યા. પછી જેવી જ સવાર થવાની હતી તો રાજકુમારીએ તે રાજકુમારને સંતાડી દીધો. રાત પડતી ત્યારે રાજકુમાર બહાર આવતો. આમ કરતા કરતા ઘણા દિવસો પસાર ગયા. પછી અચાનક રાજકુમારને તેનો મિત્ર યાદ આવ્યો. રાજકુમારને તેના મિત્રની ચિંતા હતી. તે જાણતો ન હતો કે તેનો મિત્ર ક્યાં હશે, અને તેની સાથે શું થયું હશે?
રાજકુમારને ઉદાસ જોઈને રાજકુમારીએ રાજકુમારના દુ:ખનું કારણ પૂછ્યું. તે પછી રાજકુમારે રાજકુમારીને તેના મિત્ર વિશે જણાવ્યું. રાજકુમારે કહ્યું, “તે મારો ખૂબ જ સારો અને ચતુર મિત્ર છે. તેના કારણે જ હું તમને મળી શક્યો છું.”
આ સાંભળીને રાજકુમારીએ રાજકુમારને કહ્યું, “હું તમારા મિત્ર માટે સ્વાદિષ્ટ મીઠાઈ મોકલુ છુ. તમે તેને ખવડાવીને અને સમજાવીને પાછા આવી જજો.”
પછી રાજકુમાર મીઠાઈ લઈને તેના મિત્ર પાસે પહોંચ્યો. બંને મિત્રો લગભગ ઘણા મહિનાઓથી એકબીજાને મળ્યા ન હતા. મળ્યા પછી રાજકુમારે પોતાના મિત્રને બધી વાત કહી. રાજકુમારે કહ્યું, “મેં રાજકુમારીને તારી ચતુરાઈ વિશે કહ્યું. રાજકુમારીએ તારા માટે મીઠાઈ મોકલી છે.”
આ બધું સાંભળીને દિવાનનો દીકરો વિચારમાં પડી ગયો. તેણે રાજકુમારને કહ્યું કે, આ તમે યોગ્ય નથી કર્યું. રાજકુમારી સમજી ગઈ છે કે જ્યાં સુધી હું તમારી સાથે છું ત્યાં સુધી તે તમને પોતાના નિયંત્રણમાં રાખી શકશે નહીં. આથી તેણીએ આ મીઠાઈમાં ઝેર નાખીને મોકલ્યું છે.
આટલું કહીને દિવાનના પુત્રએ તે ભોજનમાંથી એક લાડુ લીધો અને સામે બેઠેલા કૂતરાને આપ્યો. લાડુ ખાધા બાદ કૂતરો મરી ગયો. આ જોઈને રાજકુમારને ખૂબ જ ખરાબ લાગ્યું. તેમણે કહ્યું કે, ભગવાન આવી સ્ત્રીની રક્ષા કરજો. હવે હું એ રાજકુમારી પાસે નહિ જાઉં.
દીવાનના દીકરાએ રાજકુમારને કહ્યું, “ના, હવે આપણે એવી કોઈ યુક્તિ બનાવીએ કે આપણે તેને આપણી સાથે ઘરે લઈ જઈ શકીએ. તમે આજે રાત્રે ત્યાં જાઓ અને જ્યારે રાજકુમારી સૂતી હોય, ત્યારે તેની ડાબી જાંઘ પર ત્રિશૂળનુ નિશાન બનાવો અને ત્યાથી તેના ઘરેણાં લઈને આવી જાઓ.”
રાજકુમારે પોતાના મિત્રની વાત સાંભળી અને તેણે કહ્યું તેમ કર્યું. પછી દિવાનના પુત્રએ યોગીનો વેશ ધારણ કર્યો. તેણે રાજકુમારને કહ્યું કે, તમે આ ઘરેણાં બજારમાં વેચી દો. જો તમને કોઈ પકડે તો કહેજો કે, મારા ગુરુ પાસે ચાલો અને તેમને મારી પાસે લઈ આવજો.
રાજકુમાર ઘરેણાંને મહેલની નજીક એક સોની પાસે લઈ ગયો. સોનીએ તે ઘરેણાં રાજુકુમારી માટે બનાવ્યા હતા અને તે તેને જોઇને તરત જ ઓળખી ગયો. પછી તે રાજકુમારને કોટવાળ પાસે લઈ ગયો અને બધી વાત જણાવી. જ્યારે કોટવાળે રાજકુમારને પ્રશ્નો પૂછ્યા, ત્યારે રાજકુમારે કહ્યું, “આ ઘરેણાં મારા ગુરુજીએ મને આપ્યા છે.” આ સાંભળીને કોટવાળ તેને અને તેના ગુરુ એટલે કે દિવાનનાના પુત્રને રાજાના દરબારમાં લઈ ગયા.
રાજા ઓળખી ગયા કે આ તો મારી દીકરીના જ ઘરેણાં છે. રાજાએ પૂછ્યું, “યોગી મહારાજ, તમે આ કિંમતી ઘરેણાં ક્યાંથી લાવ્યા?”
યોગીના વેશમાં દિવાનના પુત્રએ કહ્યું, “મહારાજ, હું કાળી ચૌદસે સ્મશાનમાં ડાકણ મંત્ર પ્રાપ્ત કરી રહ્યો હતો કે ત્યારે એક ડાકણ મારી સામે આવી. મેં તેના ઘરેણાં ઉતાર્યા અને તેની ડાબી જાંઘ પર ત્રિશૂળની છાપ બનાવી દીધી.” અને આ ડાકણ તમારી પુત્રીનાં રુપમાં તમારી ઘરે છે.
આ સાંભળીને રાજા મહેલમાં ગયા અને રાણી કહ્યું પદ્માવતીની ડાબી જાંઘ પર ત્રિશૂળની છાપ છે કે નહીં તે જુઓ. રાજાની વાત સાંભળીને રાણી તરત પદ્માવતીના ઓરડામાં ગઈ અને તપાસ કરી. રાણીએ જોયું કે રાજકુમારીની ડાબી જાંઘ પર ત્રિશૂળની છાપ હતી. આ જાણીને રાજા ખૂબ જ દુઃખી થયા. પછી રાજા યોગી પાસે ગયા અને કહ્યું કે, યોગી મહારાજ તમે જ જણાવો કે, ધર્મ શાસ્ત્રોમાં દુષ્ટ સ્ત્રીઓ માટે શું સજા છે?
યોગીએ જવાબ આપ્યો – જો કોઈ બ્રાહ્મણ, રાજા, ગાય, સ્ત્રી, પુરુષ અને તેના રાજ્યમાં રહેનાર કોઈનાથી પણ કોઈ ખરાબ કામ થઇ જાય તો તેને રાજ્યની બહાર કાઢી મુકવા જોઈએ. આ સાંભળીને રાજાએ પદ્માવતીને વનમાં મોકલી દીધી. ત્યાં રાજકુમાર અને દિવાનનો પુત્ર તે જ ક્ષણની રાહ જોતા બેઠા હતા. રાજકુમારીને એકલી જોઈને બંને તેને પોતાના નગરમાં લઈ આવ્યા અને ખુશીથી રહેવા લાગ્યા.
વાર્તા પૂરી થઈ અને દર વખતની જેમ ફરી એકવાર વેતાળે વિક્રમને પૂછ્યું, “તો રાજન, આ વાર્તામાં સૌથી મોટુ પાપી કોણ છે? રાજકુમાર, રાજકુમારી, દિવાનનો પુત્ર, રાજા કે કોટવાળ ? તે જણાવ.
વિક્રમે જવાબ આપ્યો, “ દિવાનના પુત્રએ પોતાના માલિકનું કામ કર્યું, કોટવાળે રાજાના હુકમનું પાલન કર્યું, અને રાજકુમારે પોતાના પ્રેમને મેળવવાની ઈચ્છા પૂરી કરી. પણ આ વાર્તામાં રાજા પાપી હતો. તેણે સમજ્યા વિચાર્યા અને પુરી તપાસ કર્યા વિના રાજકુમારીને રાજ્યની બહાર કાઢી મુકી.
રાજા વિક્રમ આટલું બોલ્યા અને વેતાળ ઊડીને ઝાડ પર લટકી ગયો.
Pingback: વિક્રમ વેતાળની વાર્તા 5 : અપરાધી કોણ ? - AMARKATHAO
Pingback: વિક્રમ અને વેતાળની વાર્તા 3 - AMARKATHAO
Pingback: વીર વિક્રમ અને સિંહાસન બત્રીસી 11 મી પૂતળીની વાર્તા - AMARKATHAO