7984 Views
‘ગરબો’ અને ‘ગરબી’ આ બેઉ શબ્દ અલગ અલગ અર્થ થાય, હોંકે ! કેવી રીતે શરૂ થયાં ગરબા ? રાસરાસડા એટલે શું ? જાણો આ પોસ્ટમાં. માનો ગરબો, ગરબો બતાવો, આનંદ ગરબો, દશામા નો ગરબો, આનંદ નો ગરબો lyrics, બહુચર મા નો આનંદ ગરબો, આનંદનો ગરબો download, ગરબીના કવિ, ગરબી એટલે શુ ? ગુજરાતી ગરબા lyrics, ગુજરાતી ગરબા pdf, પ્રાચીન ગરબા બુક, પ્રાચીન ગરબા લખાણ સાથે, ગુજરાતી ગરબા mp3 downland, ગુજરાતી ગરબા વિડીયો, નવરાત્રી ગરબા pdf, ગરબા ગુજરાતી, અંબેમાના ગરબા, માતાજીના ગરબા, જુના ગરબા, ગરબા સોંગ, નોન સ્ટોપ ગરબા, નવા ગરબા, માતાજીના ગરબા lyrics
ત્રણ તાળીના ગરબા lyrics
દુધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે
ઝીલણ જીલવા ગ્યા’તા કે ગરબે ઘુમવા ગ્યા’તા…
વાટકી જેવડી વાવડી એમાં ખોબલો પાણી માંઈ રે
જીલણ જીલવા ગ્યા’તા કે ગરબે ઘુમવા ગ્યા’તા…
ગરબો એટલે શુ ? અર્થ અને ઈતિહાસ
ગરબો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પરથી આવેલો છે, પરંતુ ‘ગરબો’ એ શબ્દની વ્યુત્પત્તિ માટે આપણા વિદ્વાનો હજુ સુધી એકમત નથી, તેથી દીપગર્ભ, ઘટ, ગર્ભો, ગરભો વગેરે શબ્દોનું અપભ્રંશ થતાં થતાં ગરબો એ શબ્દનું અસ્તિત્વ આવ્યું હશે તેમ માની શકાય છે. યુગોથી ચાલી આવતી આ ગરબા પ્રણાલિકાના મુખ્ય બે પ્રકાર છે. એક પ્રકાર સ્થૂળરૂપે રહેલો છે અને બીજો પ્રકાર વાણીરૂપે પ્રગટ થાય છે.
ગરબાના પ્રથમ સ્થૂળ સ્વરૂપમાં માટીનો કે ધાતુનો ગરબો આવે છે અને બીજા પ્રકારમાં તાળીઓ પાડતા દીવા કે માંડવીની આસપાસ ફરતાં ગાવું અર્થાત્ વાણી સ્વરૂપે પ્રગટ થાય છે તે ગરબો. ગ્રામ્ય ભાષામાં ‘મોરિયો’ તરીકે ઓળખાતા આ ગરબાનું નવરાત્રિના દિવસોમાં અનેરું મહત્ત્વ હોય છે.
ભગવદ્ગોમંડલમાં ગરબો શબ્દનો અર્થ કરતાં કહ્યું છે કે માટીની કે ધાતુની બનાવેલી કાણાંઓવાળી માટલીના અંદર રહેલા ગર્ભને ગરબો કહે છે.
આ કાણાંઓમાંથી ગર્ભમાં રહેલ દીપ પોતાનો તેજોમય પ્રકાશ પાથરે છે. માટીના ગરબાનો અર્થ કાઢતાં આપણાં શાસ્ત્રો કહે છે કે જેમ માટી એ પૃથ્વી તત્ત્વનો ભાગ છે તેમ આપણું શરીર પણ પૃથ્વી તત્ત્વનો જ એક ભાગ છે. ગરબાનો દીપ તે આપણા આત્માનું સ્વરૂપ છે. એ આત્મારૂપી દીપમાંથી તેજોમય કિરણો બહાર પ્રસરીને જગતને આનંદરૂપી પ્રકાશ આપે છે.
🚩 જેના ગર્ભમાં દીવો છે એવો ઘડો એટલે સંસ્કૃતમાં ‘દીપગર્ભો ઘટ’, તેમાંથી થયો ‘દીપગર્ભો’, પછી ‘ગરભો’ અને અંતે ‘ગરબો’ !
તેને માથે રાખી કે વચ્ચે રાખીને થતું વર્તુળાકાર નર્તન પણ કાળક્રમે ‘ગરબો’ જ કહેવાયું. સૌમ્ય નૃત્યલાલિત્યને ‘લાસ્ય’ કહેવાય છે, જેનો ધબકાર ગરબામાં ઝિલાય છે.
🚩 સદીઓ પૂર્વે રચાયેલા ગ્રંથ ‘હરિવંશ’માં કૃષ્ણને ‘રાસેશ્વર’ કહેવાયા છે.
👉 સ્ત્રી-પુરુષ સાથે હાથમાં દાંડિયા પકડી રમે તે ‘રાસ’, તાળી સાથે સ્ત્રીઓ રમે તે ‘ગરબો’ કહેવાય.
અને પુરુષો રમે તે ‘ગરબી’ ! કહેવાય.
🚩 પુરુષો અને સ્ત્રીઓ હાથે તાળીઓ પાડી ગરબો લે તેને ‘ હીંચ લેવી’ કહેવાય, પણ માત્ર સ્ત્રીઓ જમણા પગનો પંજો ધરતી સાથે અથડાવી ગરબો લે તેને
‘હમચી ખૂંદવી’ કહેવાય.
🚩 હવેલી સંગીતનાં ગીતો-રાસડાઓના
કવિ વલ્લભ મેવાડા જયારે શ્રીનાથજીનાં દર્શન ગયા ત્યારે પૂજારીએ તેમને ‘દર્શન બંધ થઇ ગયા છે’ તેમ કહીને પાછા વળાવ્યા. ભગ્નહૃદયથી વલ્લભ મેવાડાએ વિચાર્યું કે, ‘જે બાપ (કૃષ્ણ) પોતાનાં સંતાનો (ભક્તો)ને દર્શન ન આપે તેની સ્તુતિ કરવા કરતાં હું સદાય સુલભ એવી મમતામયી મા (મા અંબિકા)ના સ્તવનો શા માટે ન લખું ?’
અને
દયારામના પુરોગામી તરીકે તેમણે આજે પણ પ્રચલિત એવા લોકપ્રિય ગરબાઓ રચ્યા, આજે ‘સ્ટેજ શો’માં ફેરવાઇ ગયેલા ગરબાઓ ગુજરાતની ગલી ગલીમાં ઘોળાઇ ગયા, ખોળિયું બદલતા ગયા ! મહાડ, કાફી, પીલુ, ધનાશ્રી, કાલિંગડો, સારંગ વગેરે રાગ અને ખેમટો, કેરવો કે દીપચંદી તાલમાં ગવાતો ગરબો આજે લેસર સિન્થેસાઇઝરના ડ્રમ-બીટ્સના ડિજીટલ ફયુઝન મ્યુઝિકમાં ફેરવાઈ ગયો છે.
🚩 ‘ભાવપ્રકાશ’ નામના અતિ પ્રાચીન ગ્રંથમાં 📚 રાસના ત્રણ પ્રકાર વર્ણવ્યા છે.
1. ‘તાલરાસક’ એટલે તાળી-રાસ,
2. ‘દંડ-રાસક’ એટલે દાંડિયા-રાસ અને
3. ત્રીજા પ્રકારના છે ‘લતા રાસક’,
એટલે સ્ત્રી-પુરુષનું યુગલ પરસ્પર ગૂંથાઇને જેમ લતા વૃક્ષ ફરતી વીંટળાઇ વળે, તે રીતે એકબીજામાં સમરસ થઇને રમે તેવો રાસ !
ભાણદાસ રચિત
‘ગગનમંડળ ગુણ ગરબી રે’ ગરબો ક્યારેક ચાંદાનાં અજવાળે વાંચજો-સાંભળજો કે…
જેમાં પૃથ્વી એ કોડિયું છે, સમુદ્રરૂપી તેલ છે, પર્વતરૂપી વાટ અને સૂર્યરૂપી દીવો છે, શેષનાગની ઇંઢોણી છે…
● ગરબા રમવું એટલે શું..⁉️🤔 ●
🚩 ગરબો તે બ્રહ્માંડ નૂ પ્રતિક છે ..
👉 ગરબા મા 27 છિદ્ર હોય છે.
નવ નવ ની ત્રણ લાઈન એટલે 27 છિદ્ર તે
27 નક્ષત્ર છે..
👉 એક નક્ષત્ર ને ચાર ચરણ હોય છે. 27× 4=108.
🚩 નવરાત્રી મા ગરબા ને મધ્ય મા રાખી
108 વખત ગરબી રમવાથી અથવા
ઘૂમવાથી બ્રહ્માંડ ની પ્રદિક્ષણા કરવાનૂ પૂણ્ય મળે છે.
ગરબા રમવાનું મહાત્મ્ય છે
દર પુનમે આપણાં ધર ના ઉંબરે આસોપાલવ નું તોરણ બાંધવાથી કુળદેવી માતાજી ના આશીર્વાદ મળે છે
લીલાં લહેર ના પુનમ દિવસે ગાય ના ધી નો અખંડ દિપ કરવાથી કુળદેવી માં પુનમે કુંભ ભયોઁ છે સાંભળજો કરુણા જીવન ની તમામ કરુણા પુનમે દિપ કુળદેવી નો કરવાથી સવો મનોકામના અવશ્ય પૂર્ણ કરે છે.
નવરાત્રિ મા ગરબા ની પરંપરા
ગરબાની ભાવનાનું પ્રાગટય જ્યારે ધરતી સૃષ્ટિના સંચાલન હેતુ વર્ષાઋતુ પાસેથી જળરૂપી અમૃત લઈને આનંદિત થઈ જાય છે ત્યારે ધરતી પ્રકૃતિનો આભાર માનતા નાચી ઊઠે છે.
આ સમયે મનુષ્યો પણ આ ઋતુને આનંદિત કરવા કૃતજ્ઞાતાપૂર્વક સૃષ્ટિ સાથે એકાકાર થઈ જવા માટે પોતાની ઊર્મિઓને રજૂ કરે છે, પરંતુ ભાષા અને શબ્દો કોઈ નિશ્ચિત સીમા સુધી ભાવોને વ્યક્ત કરવા સમર્થ હોય છે, તેથી વધતા ભાવોની ઊર્મિઓને મનુષ્ય કોઈ ને કોઈ પ્રતિક્રિયા દ્વારા વ્યક્ત કરે છે. આવા જ એક ભાવોની ઊર્મિઓમાં નાદ અને નર્તન બંને એક સ્વરૂપ લઈને સમાઈ જાય છે. આવા જ એક નાદ અને નર્તનના પ્રકારમાં ગરબા પણ સમાયેલા છે.
બીજા મત અનુસાર ભય અને અસુરક્ષાની ભાવનામાંથી બહાર નીકળવા આદિમાનવ ધર્મ તરફ વળ્યો ત્યારે એણે બલિદાન, પૂજન, નાદ અને નર્તન રૂપે જ પોતાના ભાવને વ્યક્ત કર્યો છે. આ રીતે જોતાં ગરબાને સર્વાંશે ધર્મનું પ્રતીક માની શકાય, પરંતુ ગરબાની સાથે સાથે શક્તિનું માહાત્મ્ય, પૂજન અને અર્ચન પણ જોડાયેલું હોવાથી તેને શક્તિનાં વિવિધ સ્વરૂપો સાથે પણ જોડવામાં આવ્યો છે.
ગરબાનો ઇતિહાસ
‘અભિનય દર્પણ’ નામના ગ્રંથમાં જણાવેલ છે કે માતા ગૌરીએ પોતાની પુત્રી ઓખાને લાસ્ય નર્તન વિષે શીખવ્યું હતું. માતા ગૌરીના શાપને કારણે ઓખાએ અસુરરાજ બાણાસુરને ત્યાં તેની પુત્રી ઉષા બનીને જન્મ લીધો, પરંતુ તેને તેના પૂર્વજન્મના સંસ્કારોની ભૂમિકા હંમેશાં યાદ રહી. વિવાહયોગ્ય ઉંમર થતાં ઉષાનો વિવાહ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના પૌત્ર સાથે થયો, ત્યારે આ લાસ્ય નર્તન ઉષાએ દ્વારિકાની સ્ત્રીઓને શીખવ્યું.
દ્વારિકાથી ગરબો સુરાષ્ટ્ર (આજનું સૌરાષ્ટ્ર) અને રૈવતક (આજનું જૂનાગઢ) દેશ ગયો. રૈવતક દેશથી ગરબો આનર્ત દેશ (ગુજરાત) તરફ ગયો. આ રીતે ઉષા દ્વારા શરૂ થયેલ ગરબાએ દ્વારિકાથી પોતાનો પ્રવાસ દૂર-સુદૂર સુધી કર્યો. ઉષા દ્વારા લાવેલા આ લાલિત્ય ધરાવતા લાવણ્યમય લાસ્યનું સમયાંતરે અપભ્રંશ થઈ જતાં રાસ્ય શબ્દ અસ્તિત્વમાં આવ્યો. આ રાસ્યનું રાસક બન્યું અને આજે તે રાસ તરીકે પ્રચલિત બન્યું.
રાસ્ય અને લાસ્ય એ બંને શબ્દોને સ્વીકારીએ તો પણ આ બંને શબ્દો નર્તન સાથે જોડાયેલા છે અને જ્યાં નર્તન છે ત્યાં નાદ પણ વિવિધ સ્વરૂપે રહેલો છે. નર્તન અને નાદનો એ સંયોગ જ્યારે ઘટમાંના ગર્ભદીપ સાથે જોડાયો ત્યારે એનું સ્વરૂપ ગર્ભા, ગરભા અને ગરબા તરીકે ઓળખાયું. આ રીતે ‘ગરબો’ શબ્દની છાયાઓ ક્રમશઃ વિસ્તાર પામતી રહી. આથી જ લોકનર્તન શાસ્ત્રોમાં કહે છે કે ગરબો લેવાય છે, ખેલાય છે, ગવાય છે, ઘુમાય છે, ખરીદાય છે અને તેનું પૂજન પણ કરાય છે.
એક અન્ય માન્યતા એ પણ છે કે ગરબો એ એક લોકસંસ્કૃતિ અને લોકનૃત્યનું પ્રતીક છે. એક સમય એવો હતો જ્યારે ગામડાંમાં રહેતા લોકો અનાજ પાકી જાય અને આનંદના દિવસો આવે ત્યારે ભેગા થઈને દેવી-દેવતાની સ્તુતિ કરીને આભાર વ્યક્ત કરતા. આમાંથી એક લોકસંગીતનો પ્રકાર ઊભો થયો, જે ગરબો કહેવાયો. જૂની પરંપરામાં રાસ, દાંડિયા રાસ, ગોફ, મટકી, ટિપ્પણી, હિંચ, હૂડો, દાંડિયા, મણિયારો વગેરે પ્રકાર હતા.
ગરબી એટલે શુ ?
નવરાત્રીના તહેવારમાં લહેકાવીને ગાવાનું દેવીનું પદ્ય. આ પદ્ય માત્ર પુરુષો દ્વારા ગાવામાં આવે છે. ગરબામાં ગાયન સાથે નૃત્ય પણ હોય શકે, જ્યારે ગરબીમાં માત્ર ગાયન જ હોય છે. ગુજરાતી ભાષામાં દયારામની ગરબી તરીકે ઓળખાતી પદ્યરચનાઓ બહુ પ્રસિદ્ધ છે.
દેવીને માટે નવરાત્રીમાં મૂકવા બનાવેલું લાકડા કે ધાતુનું ચોકઠું. (મંદીર) જેને આધારે નવરાત્રી તહેવારો નિમિત્તે થતું રાસ ગરબાનું આયોજન “ગરબી” તરીકે ઓળખાય છે.
રાસ અને રાસડા
રાસ અથવા દાંડિયા
રાસ ભારતના ગુજરાત અને રાજસ્થાન રાજ્યોના લોકનૃત્યોનો એક પ્રકાર છે, અને હોળી અને રાધા-કૃષ્ણની વૃંદાવનની રાસલીલાઓ સાથે સંબંધ ધરાવે છે. નવરાત્રી દરમિયાન ગરબાની સાથે રાસ નૃત્ય પણ કરવામાં આવે છે.
“રાસ” નામ સંસ્કૃત શબ્દ રાસ પરથી આવ્યો છે. રાસનું મૂળ પ્રાચીન સમયમાંથી મળે છે, જે કૃષ્ણની રાસલીલા સાથે સંબંધિત છે.
સૌરાષ્ટ્રમાં સામાન્યતઃ રાસ પુરુષો રમે છે જ્યારે રાસડા માત્ર સ્ત્રીઓ કે ક્યારેક સ્ત્રી-પુરુષો જોડે રમે છે. રાસને સામાન્ય રીતે દાંડિયારાસ તરીકે ઓળખવામાં આવે છે; પરંતુ રાસને દાંડિયા વગર પણ ઘણી વાર “પગના ઠેકા સાથે, હાથના હિલોળા અને અંગમરોડ સાથે” પણ રમવામાં આવે છે.
લેખક રજની વ્યાસના અનુસાર, “દાંડિયારાસ એ સૌરાષ્ટ્રનું સર્વોત્તમ નૃત્ય છે” અને તેના “અનેક પ્રકારો છે.” આ નૃત્યોમાં “તેનાં ગીતોની સરળતા, ભાવવાહિતા અને આખાય સમૂહમાં ચેતન રેલાવવાની અદ્ભૂત શક્તિ છે” અને તેમાં રહેલાં “લય, ગઈત અને તરલતાને કારણે આ કલાવારસો ચિરંજીવ બન્યો છે.”
હવે સમય અનુસાર ભારતના જુદા જુદા પ્રદેશમાં જુદી જુદી રીતે ગરબા લેવાતા થયા ને એમાં જુદા જુદા વિચાર, લય, ગૂંથણી, તાળી, ચપળતા, પદગતિ, લચક, ઠેસ, સંગીત, નર્તન, વાદ્યો, પગલાં વગેરે જેમ મળતાં ગયાં તેમ ગરબામાં પણ વૈવિધ્ય આવવા લાગ્યું. ગ્રામ્ય સ્ત્રી માથા પર એકથી વધુ બેડાં લઈ, ગરબી, માંડવી, દીવા, દાંડિયા વગેરે લઈ વિવિધ અંગભંગની ક્રીડાઓ, વૈવિધ્ય સાથેનાં નર્તન કરવા લાગી ત્યારે ગરબાઓમાં વધુ નાવીન્ય આવવા લાગ્યું.
ગરબાની જેમ ગરબીના પણ હિન્દુ શાસ્ત્રોએ ઘણા જ ગુણગાન ગાયા છે. વર્તુળાકારે થતાં, તાળી રાસમાં ગવાતાં વૃંદગીતોને ગરબા અને શક્તિની આરાધના કરતાં કરતાં જે સ્થળ કે મંડપ નીચે ગરબાનાં આરાધકો કે આરાધિકાઓ ભેગાં થાય છે તે મંડપ ગરબી તરીકે ઓળખાય છે. ગરબાની જેમ ગરબીનાં પણ બે સ્વરૂપ છે. ગરબી લેવાય પણ છે અને ગરબી આવે પણ છે.
ગુજરાતમાં આવી શેરી ગરબીઓ અને શેરી ગરબાઓ ખૂબ પ્રખ્યાત છે. પ્રાચીન ગરબાનું વિષયવસ્તુ મુખ્યત્વે લોકકૃતિ, લોકગીત છે જે શક્તિની આરાધના કરતા અને શ્રીકૃષ્ણની લીલાઓ દર્શાવતા ભક્તિપ્રધાન હોય છે. આ ઉપરાંત લોકજીવનને સ્પર્શતા વિષયો, સાધારણ લોકસમુદાય સહજતાથી ગાઈ શકે તેવા પ્રધાન લોકઢાળમાં ગવાતાં ગરબા કે ગીતો હોય છે.
અમરકથાઓ
કૃષ્ણભક્તિના અને શક્તિ આરાધનાના ગરબાને બાદ કરતાં પ્રાચીન ગરબાઓ માટે ઈ.સ. ૧૭૮૦માં થયેલા વલ્લભ મેવાડાનું નામ લેવાય છે અને તે જ રીતે ગરબીમાં ઈ.સ. ૧૭૨૧માં થયેલા ભાણદાસજીનું નામ લેવાય છે. આ ઉપરાંત કવિ શામળશા, કવિ પ્રેમાનંદ, કવિ દયારામ વગરે સર્જકોએ પણ ગુજરાતને વિવિધ ગરબા અને ગરબીઓની ભેટ આપી છે. મધ્યકાલીન સમય સુધી ગરબામાં ભક્તિ અને શક્તિના ઓચ્છવો અને ઉત્સવોનું પ્રતિબિંબ જોવા મળતું હતું,
પરંતુ સમય જેમ પસાર થતો ગયો તેમ લોકસમાજની માંગ અનુસાર ગરબાએ સામાજિક સ્વરૂપ લઈ લીધું. વાર-તહેવારે અને આનંદ-ઉત્સવમાં ઘરઆંગણ સુધી આવી જતો ગરબો એ કોઈ પણ સ્વરૂપમાં હોય, પણ તન-મનમાં થનગનાટ કરાવી જાય છે.
અંતમાં જે ગીતથી લેખની શરુઆત કરી એ પુરા ગીત સાથે લેખની પુર્ણાહુતિ કરીએ
દુધે તે ભરી તલાવડીને મોતીડે બાંધી પાળ રે lyrics
દુધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે
ઝીલણ જીલવા ગ્યા’તા કે ગરબે ઘુમવા ગ્યા’તા…
વાટકી જેવડી વાવડી એમાં ખોબલો પાણી માંઈ રે
જીલણ જીલવા ગ્યા’તા કે ગરબે ઘુમવા ગ્યા’તા…
ગરબો માથે કોરીયો એમા ઝગમગ
દીવડો થાય મારી માડી
ગરબો રૂડો ડોલરીયો એ તો
ઘમ્મર ઘમ્મર ઘૂમે મારી માડી
હે તાળીઓની રમઝટ પગે પડે ત્યાં
ધરણી ધમ ધમ થાય રે
જીલણ જીલવા ગ્યા’તા કે ગરબે ઘુમવા ગ્યા’તા…
ધીમે હાલુ તો કેડ વળી જાય
ઉતાવળે હાલુતો પગ લચકાય
સાળુ સંકેલુતો ઉડી જાય
ઢળકંતો છેડલો સરીસરી જાય
હે પગના ઠેબે ધૂળની ડમરી ગગનમાં છવાઇ રે
જીલણ જીલવા ગ્યા’તા ગરબે ઘુમવા ગ્યા’તા…
કેમ જાવું આજ ઘરના આંગણે
ગરબો રંગે જામ્યો મારા વાલા
ઈ જાવ હું તો ઘેલી ઘેલી ને
હૈયા હિલોળા ખાય મારા વાલા
હે સરખે સરખી સાહેલી ટોળે વળી ને
ઝટપટ ઝટપટ જાયે રે
જીલણ જીલવા ગ્યા’તા તે ગરબે ઘુમવા ગ્યા’તા….
આ લેખો પણ વાંચો 👇
👉 નવરાત્રી પ્રાચીન ગરબા લખાણ સાથે
👉 શંકર ભગવાન નાં ભજનો લખાણ સાથે
👉 હર હર શંભુ શિવ મહાદેવા (નવુ)
👉 રામદેવપીરની આરતી / અલખધણી ની આરતી
ગુજરાતના લોકનૃત્યો
(૧) ગરબો:
ગરબો શબ્દ ‘ગર્ભદીપ’ ઉપરથી બન્યો છે. ગુજરાતમાં શકિતપૂજા પ્રચલિત થઇ ત્યારથી ગરબો લોકપ્રીય છે. ગરબામાં માટલીમાં છિદ્રો રાખીને દીવો ગોઠવવામાં આવે છે. આ ગરબાને માથા ઉપર લઇને નવરાત્રીમાં સ્ત્રીઓ આદ્યશકિત અંબિકા, બહુચરા વગેરેના ગરબા ગાય છે.
(૨) રાસ:
હલ્લીસક અને લાસ્ય નૃત્યમાંથી તેનો જન્મ થયો છે. વૈષ્ણવ સંપ્રદાયની અસર વધતાં રાસ લોકપ્રીય બન્યો છે.
(૩) હાલીનૃત્ય:
હાલીનૃત્ય સુરત જિલ્લામાં દૂબળા આદિવાસીઓનું નૃત્ય છે. એક પુરુષ અને એક સ્ત્રી ગોળાકારમાં ગોઠવાઇને, કમ્મર ઉપર હાથ રાખીને નાચે છે. સાથે ઢોલ અને થાળી વગાડતાં હોય છે.
(૪) ભીલનૃત્ય:
પંચમહાલનાં ભીલનૃત્યો પૈકી યુદ્ઘનૃત્ય વિશેષ જાણીતું છે. યુદ્ઘનું કારણ પ્રેમપ્રસંગ હોય છે. આ નૃત્ય પુરુષો કરે છે. ઉન્માદમાં આવી જઇને તેઓ ચિચિયારીઓ પાડે છે અને જોરથી કુદકા મારે છે. આ નૃત્ય કરતી વખતે તેઓ તીરકાંમઠાં, ભાલાં વગેરે સાથે રાખે છે અને પગમાં ઘૂઘરા બાંધે છે. સાથે મંજીરા પૂંગીવાદ્ય અને ઢોલ પણ વાગતાં હોય છે. ભરૂચ જિલ્લામાં શિયાળામાં થતું આ નૃત્ય ‘આગવા’ તરીકે ઓળખાય છે.
ઓખામંડળના વાઘેરો અને પોરબંદરના મેર તલવાર સાથે કૂદકા મારતાં આ નૃત્ય કરે છે.
(૫) દાંડિયા રાસ:
દાંડિયા રાસમાં ભાગ લેનારના હાથમાં બે દાંડિયા હોય છે. આ દાંડિયા સાથે તે તાલબદ્ઘ રીતે ગોળાકારમાં ફરે છે અને સામસામા બેસીને અથવા ફરતાં ફરતાં પરસ્પર દાંડિયા અથડાવે છે. આ રાસ સાથે ઢોલ, તબલાં, મંજીરા વગેરે પણ વાગતાં હોય છે.
(૬) ગોફગૂંથણ:
રંગીન કાપડની પટ્ટી, રાશ કે દોરીને એક કડીમાં બાંધીને ગુચ્છો બનાવાય છે. એક હાથમાં દોરીનો છેડો અને બીજા હાથમાં દાંડિયો પકડીને નૃત્ય કરવામાં આવે છે. આ નૃત્યમાં દોરીની ગૂંથણી અને હલનચલન મુખ્ય છે. આ નૃત્યમાં પુરુષો ભાગ લે છે.
(૭) ટિપ્પણી નૃત્ય:
આ નૃત્ય ધાબું ધરવા માટે ચૂનાને પીસતી વખતે થાય છે. ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનો ટિપ્પણી વડે ટીપવાની ક્રિયા સાથે તાલબદ્ઘ નૃત્ય કરે છે.
(૮) પઢારોનું નૃત્ય:
નળકાંઠાના પઢારો મંજીરાં લઇને ગોળાકારમાં નૃત્ય કરતા હોય છે. પગ પહોળા રાખીને હલેસાં મારતા હોય છે કે અડધા બેસીને, અડધા સુઇને નૃત્યની વિવિધ મુદ્રાઓ કરતા હોય છે. આ નૃત્ય સાથે એકતારો, તબલાં, બગલિયું અને મોટાં મંજીરા વગાડવામાં આવે છે.
(૯) માંડવી અને જાગનૃત્ય:
ઉત્તર ગુજરાતમાં નવરાત્રિમાં સોજા, મહેરવાડા, રૂપાલ વગેરે સ્થળોએ તથા અમદાવાદમાં ઠાકરડા, પાટીદાર, રજપૂત વગેરે કોમની બહેનો માથે માંડવી કે જાગ મૂકીને આ નૃત્ય કરે છે. એક બહેન ગવરાવે છે અને બીજી બહેનો માથે માંડવી મૂકી હાથમાં તાળી આપી નૃત્ય કરે છે.
(૧૦) રૂમાલનૃત્ય:
મહેસાણા જિલ્લાના ઠાકોરો હોળી તથા મેળાના પ્રસંગોએ હાથમાં રૂમાલ રાખી નૃત્ય કરતા હોય છે. ઘોડા કે અન્ય પશુનું મહોરું પહેરીને પણ આ નૃત્ય કરાય છે.
(૧૧) હમચી કે હીંચનૃત્ય:
સીમંત, લગ્ન કે જનોઇના પ્રસંગે રાંદલ માતાને તેડવામાં આવે છે. રાંદલ માતા ફરતી બહેનો રાંદલમાની સ્તુતિ કરતાં હમચી ખૂંદે છે કે હીંચ લે છે.
(૧૨) રાસડા:
રાસડામાં લોકસંગીત મુખ્ય હોય છે. આ ત્રણ તાલી રાસનો એક પ્રકાર છે. કોળી અને ભરવાડ કોમોમાં સ્ત્રી-પરુષો સાથે રાસડા લે છે. રાસડામાં ઉપયોગમાં લેવાતાં વાદ્યોમાં મોરલી, પાવા, શરણાઇ, કરતાલ, ઝાંઝ, ઘૂઘરા, મંજીરા, ઢોલ, ઢોલક, ડફ અને ખંજરી મુખ્ય છે.
(૧૩) કોળી નૃત્ય:
કોળી સૌરાષ્ટ્રની રંગીલી કોમ છે. તેઓ મધ્યમ કદના હોય છે. તેમના શરીર પાતળાં અને ચેતનવંતા હોય છે. કોળી સ્ત્રી ત્રણ તાલીના રાસમાં ચગે છે. મીઠી હલકે, મીઠા કંઠે અને મોકળા મને ગાતી તેમજ વાયુના હિલોળાની જેમ ઝૂમતી કોળી સ્ત્રીને જોવી એ એક લહાવો છે.
(૧૪) મેરનૃત્ય:
મેર જાતિનું લડાયક ખમીર અને આકર્ષક બાહુબળ આ નૃત્યમાં આગવું સ્વરૂપ ધારણ કરે છે. ઢોલ અને શરણાઇ એમનાં શૂરાતનને બિરદાવતાં હોય છે. મેર લોકોમાં પગની ગતિ તાલબદ્ઘ હોવા છતાં તરલતા ઓછી હોય છે. કયારેક તેઓ એક થી દોઢ મીટર જેટલાં ઊંચા ઊછળે છે અને વીરરસ તથા રૌદ્રરસની પ્રસન્ન ગંભીર છટા ઊભી કરે છે.
(૧૫) સીદીઓનું ધમાલનૃત્ય:
જાફરાબાદ પાસે જંબુસર ગામમાં સીદી લોકોની ત્રણસો વર્ષ જૂની વસાહત છે. તેઓ મૂળ આફ્રિકાના અહીં આવીને વસેલા મુસલમાનો છે. હાથમાં મશીરાને (નાળિયેરની આખી કાચલીમાં કોડીઓ ભરીને) તાલબદ્ઘ ખખડાવે છે. મોરપીચ્છનો ઝુડો ફેરવતો જાય છે.
(૧૬) મેરાયો:
આ બનાસકાંઠાના વાવ તાલુકાના ઠાકોરોનું લોકનૃત્ય છે. સરખડ અથવા ઝૂંઝાળી નામના ઘાસમાંથી તોરણ જેવાં ઝૂમખાં ગૂંથીને ‘મેરાયો’ બનાવવામાં આવે છે. મેરાયો ઘુમાવતી આ ટોળી મેળામાં સ્થળે પહોંચે છે. પછી ખુલ્લી તલવારથી પટાબાજી ખેલતા બે મોટિયારો દ્વંદ્વયુદ્ઘ માટે એકબીજાને પડકારે છે. આ દ્રશ્ય જોનારને હ્રદય થંભી જતું હોય એમ લાગે છે. ત્યાં એકાએક બંને લડવૈયા સામસામે એકબીજાને ભેટી પડે છે. આ વખતે ‘હુડીલા’ (શૌર્યગાન) ગવાય છે.
(૧૭) ડાંગીનૃત્ય:
ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગીનૃત્ય ‘ચાળો’ તરીકે ઓળખાય છે. ‘માળીનો ચાળો’ , ‘ઠાકર્યા ચાળો’ વગેરે. ડાંગીનૃત્યના ૨૭ જાતના તાલ છે. તેઓ ચકલી, મોર, કાચબા વગેરે જેવાં પ્રાણીઓ અને પંખીઓની નૃત્ય સ્વરૂપે કરે છે. થાપી, ઢોલક, મંજીરા કે પાવરી નામનાં વાજિંત્રોમાંથી સૂર વહેતાં થતાં જ સ્ત્રી-પુરુષો નાચવા માંડે છે.
Garba Lyrics Gujarati, Prachin Garba Lyrics pdf, Prachin Garba list, Khelaiya Garba Lyrics in Gujarati, Ambe Maa Na Garba Lyrics in Gujarati, Gujarati prachin garba, Prachin Garba, MP3 download, Traditional Garba songs, Garba list Gujarati, Navratri Garba date 2022, Prachin Garba competition, Ambe maa na prachin garba, Navratri Garba Wikipedia, Navratri Garba dance, Garba Lyrics in Hindi, Garba Lyrics in English, Prachin Garba competition, Gujarati Garba Lyrics Book, Gujarati Garba lakhela, Kesariyo rang tane lagyo na garba lyrics, Randal Maa Na Garba Lyrics in Gujarati, માતાજીના ગરબા lyrics