10381 Views
આરતી રે ટાણે વેલા આવજો lyrics, ધૂપનાં ધુમાંડે વેલા આવજો lyrics, અલખધણીની આરતી, ધૂપને રે ધૂમાડે વેલા આવજો, રામદેવપીરની આરતી, રામદેવપીરના ભજન lyrics, રામાપીરની આરતી, હરજી ભાટી ભજન, Ramdevpir ni arti.
આરતી રે ટાણે વેલેરા આવજો, ધૂપને રે ધૂમાડે વે’લા આવજો.
એવા ધૂપનાં ધુમાંડે વેલા આવજો,
આરતી રે ટાણે વેલેરા આવજો…
આવજો આવજો અજમલના કુંવર રે,
રણુજાનાં રાજા …ટેક
એવા પિતા અજમલજી કાગળ મોકલે,
વિરમદેવજી જુવે તમારી વાટ રે,
રણુજાનાં રાજા …. આરતી રે ટાણે …
એવા માતા રે મિનળ દે કાગળ મોકલે,
સગુણા બેની જુએ તમારી વાટ રે ,
રણુજાના રાજા …. આરતી રે ટાણે …
એવા ડાલી બાઇ સંદેશા મોકલે,
હરજી ભાટી જુવે તમારી વાટ રે,
રણુજાના રાજા …આરતી રે ટાણે …
એવા ધૂપનાં ધુમાંડે વેલા આવજો,
આરતી રે ટાણે વેલા આવજો…
Pingback: ખમ્મા ખમ્મા પીરને જાજી ખમ્મા મારા રણુંજાના રાય ને જાજી ખમ્મા lyrics 1 - AMARKATHAO
Pingback: રણુજા ધામમાં નોબત વાગે રામાપીર ના ભજન lyrics 3 - AMARKATHAO
Pingback: બાળગીત 7 વિસરાઇ ગયેલા બાળગીતો - AMARKATHAO