Skip to content

અષાઢી સાંજનાં અંબર ગાજે lyrics – વર્ષાગીત 1

    અષાઢી સાંજનાં અંબર ગાજે lyrics
    3099 Views

    અંબર ગાજેને… અષાઢી સાંજનાં અંબર ગાજે ગીત lyrics, ઝવેરચંદ મેઘાણી નું સરસ મઝાનું વર્ષાગીત છે. Ambar gaje ne meghadambar gaje.. ashadhi sanj na ambar gaje song lyrics. અષાઢી બીજ સ્ટેટસ, અષાઢી બીજ ગીત. વરસાદ ગીત, મેઘાણી ના ગીતો, Gujarati song lyrics.

    અષાઢી સાંજનાં અંબર ગાજે

    કોટે મોર ટહુક્યા વાદળ ચમકી વીજ,
    મારા વા’લાને સોરઠ સાંભર્યો, જો ને આવી અષાઢી બીજ.

    અંબર ગાજે ને, મેઘાડંબર ગાજે
    અષાઢી સાંજનાં અંબર ગાજે
    અંબર ગાજે ને, મેઘાડંબર ગાજે
    અષાઢી સાંજનાં અંબર ગાજે

    માતેલા મોરલાના ટૌકા બોલે
    માતેલા મોરલાના ટૌકા બોલે
    ટૌકા બોલે ને, ધીરી ઢેલડ ડોલે
    અષાઢી સાંજનાં અંબર ગાજે

    ambar gaje ne megha dambar gaje video

    ગરવા ગોવાળિયાના પાવા વાગે
    ગરવા ગોવાળિયાના પાવા વાગે
    પાવા વાગેને, સૂતી ગોપી જાગે
    અષાઢી સાંજનાં અંબર ગાજે

    વીરાની વાડીઓમાં અમૃત રેલે
    વીરાની વાડીઓમાં અમૃત રેલે
    અમૃત રેલેને, ભાભી ઝરમર ઝીલે
    અષાઢી સાંજનાં અંબર ગાજે

    ભાભીની રાતીચોળ ચૂંદડ ભીંજે
    ભાભીની રાતીચોળ ચૂંદડ ભીંજે
    ચૂંદડ ભીંજેને, ખોળે બેટો રીઝે
    અષાઢી સાંજનાં અંબર ગાજે

    અષાઢી સાંજનાં અંબર ગાજે
    અંબર ગાજે, મેઘાડંબર ગાજે!
    અષાઢી સાંજનાં અંબર ગાજે
    અષાઢી સાંજનાં અંબર ગાજે

    ✍ ઝવેરચંદ મેઘાણી

    અષાઢી સાંજનાં અંબર ગાજે lyrics
    અષાઢી સાંજનાં અંબર ગાજે lyrics

    આ પણ વાંચો 👇

    👉 કેસુંડાની કળીએ બેસી ફાગણિયો લહેરાયો

    👉 11 સુંદર રાધા કૃષ્ણ ગીત

    👉 શંકર ભગવાન નાં ભજન

    👉 દેશભક્તિ ગીત

    👉 ગુજરાતી ગઝલ

    ગુજરાતી કવિતા સંગ્રહ ભાગ 1
    ગુજરાતી કવિતા સંગ્રહ ભાગ 1

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *