Skip to content

“ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગૂ તેલી” આ પ્રસિદ્ધ કહેવત ક્યાંથી આવી, શુ છે તેનો ઈતિહાસ ?જાણો 1

ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગૂ તેલી વાર્તા
4663 Views

“ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગૂ તેલી” કહેવતનો અર્થ, ગંગૂ તેલી કોણ હતો ? કહેવત પાછળની સ્ટોરી, ક્યાં ગંગુ તેલી, ક્યાં રાજા ભોજ, ગુજરાતી કહેવત, ગુજરાતી કહેવતની સ્ટોરી, ગુજરાતી કહેવતો, ગુજરાતીમાં કહેવત, રાજા ભોજ, રાજા ભોજ વાર્તા, રાજા ભોજ સ્ટોરી, kaha raja bhoj, kya raja bhoj, raja bhoj, raja bhoj story gujarati, कहाँ राजा भोज कहाँ गंगू तेली meaning, गंगू तेली का इतिहास, राजा भोज गंगू तेली भाग, छछूंदर के सर पे ना भाए चमेली कहां राजा भोज कहां गंगू तेली, धनुआ तेली का इतिहास, राजा भोज के जीवन से जुड़ी एक प्रसिद्ध कहानी

રાજા ભોજ અને ગાંગો તૈલી વાર્તા

મિત્રો રાજા ભોજ અને ગંગૂ તેલી વિશે ઘણી કાલ્પનિક વાર્તાઓ પ્રખ્યાત છે. ઈતિહાસ માં નજર નાખતા પહેલા એક સરસ વાર્તા વાંચો.

કાલીદાસ તે વખતે પ્રવાસ પર હતા. અને ભોજના દરબારમાં પ્રતિષ્ઠાનપુર નો પંડિત આવ્યો. તેણે રાજાને કહ્યું કે તમારા પંડિતોને મારી સાથે શાસ્ત્રાર્થ કરવા દો અને જો હું જીતુ તો મને માનપત્ર આપો કે હું સૌથી વિદ્વાન છું. ભોજને ખબર પડી કે કાલિદાસ નથી તેથી જ આ પંડિત અહિં આવ્યો છે. અને કાલિદાસ સિવાય તેની સાથે શાસ્ત્રાર્થ કોણ કરી શકે? અને તેને તેવું માનપત્ર આપવું પણ વ્યાજબી ન હતુ.

ભોજ ચિંતામાં નદી તીરે ફરતા હતા ત્યાં ગાંગો તૈલી મળ્યો. તેણે રાજાને ચિંતાનું કારણ પુછ્યું. રાજાએ નાછુટકે બધુ કહ્યુ. ગાંગો તૈલી વિચારીને કહે કોઇ ચિંતા કરો મા. તેની સાથે શાસ્ત્રાર્થ હું કરીશ. રાજાને થયુ આ ગાંગો તૈલી શું કરવાનો હતો. મારા દરબારમાં મોટા મોટા પંડિતો છે જે કશુ કરી શક્તા નથી તો ગાંગો તૈલી શું કરશે. ગાંગાએ કહ્યું કે તમે નગરમાં વાત ફેલાવી દો કે કાલિદાસ ના ગુરુ આવ્યા છે અને પંડિત સાથે ચર્ચા કરશે.

રાજા પાસે બીજો કોઇ ઊપાય પણ ન હતો. તેથી તેણે જે થાય તે થવા દો માની નગર માં જાહેરાત કરી કે કાલિદાસ ના ગુરુ આવ્યા છે અને પંડિત સાથે તે વાદવિવાદ કરશે.

બીજા દિવસે ગાંગો તૈલી બની ઠની ને સભામાં આવ્યો. પંડિત તો કાલિદાસના ગુરુ આવ્યા છે સમજીને મનમાંજ હારી ગયો હતો. રાજાએ વાદવિવાદ શરુ કરવાનું કહ્યુ.
પંડિતે એક આંગળી ઉંચી કરી. ગાંગાએ બે આંગળી બતાવી.
પંડિતે પાંચ આંગળી બતાવી. ગાંગાએ મુઠી બતાવી.

પંડીત ઉભો થઇને ગાંગાને પગે લાગ્યો અને રાજાને કહ્યુ કે પોતે હારી ગયો છે. આમની સાથે વાદવિવાદ કરવા જેવું બીજુ કશુ છે નહી. બધા આશ્ચર્ય પામ્યા કે વાત થઇ શું અને પંડિત હાર્યો કેવી રીતે.

આથી રાજાએ પંડીતને પાછળથી બોલાવી પુછ્યુ કે શાસ્ત્રાર્થ શું થયો?

પંડીતે કહ્યુ કે કાલિદાસના ગુરુને મારાથી તો શુ પુછાય? તેથી મેં એક આંગળી ઉંચી કરી કે તત્વ એક જ છે – શિવ. તેમણે બે આંગળી ઉંચી કરી કહ્યુ કે તે દ્વેત રૂપે વ્યાપ્ત છે – શિવ અને શક્તિ, જગત અને જગદીશ, પરમાત્મા અને પ્રકૃતિ.

મેં પાંચ આંગળી બતાવી કે તેને સમજવ માટે પાંચ ઇન્દ્રીયો છે. તો તેમણે મુઠ્ઠી બતાવી કે બધી ઇન્દ્રીયો કાબૂમાં હોવી જોઇએ.

રાજાએ તેને ખુશ થઇ ઇનામ આપી જવા દીધો. પછી ગાંગાને બોલાવ્યો કે તે શાસ્ત્રાર્થ શુ કર્યો?

ગાંગાએ પોતાની અદામાં જ કહ્યુ કે આ બધા પંડિતો ડરપોક છે. હું એક આંખે કાણો છુ તેથી તેણે એક આંગળી બતાવી કે મારી એક આંખ ફોડી નાંખશે. મેં તેને બે આંગળી બતાવી કે હું તારી બન્ને આંખ ફોડી નાંખીશ. પછી તેણે પંજો બતાવ્યો કે તે મને લાફો મારશે તો મે તેને મુઠ્ઠી બતાવી કે હુ તને મુક્કો મારીશ. બસ, તે ડરીને હારી ગયો.

રાજાએ ગાંગાને પણ ઇનામ આપી વિદાય કર્યો.

સમ્રાટ વિક્રમાદિત્ય નો સંપુર્ણ ઇતિહાસ
સમ્રાટ વિક્રમાદિત્ય નો સંપુર્ણ ઇતિહાસ


તાત્પર્ય: વિદ્વાન માણસ કોઈ પણ વાતને પોતાની રીતે સમજે છે અને તેનો સાચો અર્થ કરે છે. સજ્જન માણસો સાનમાં સમજી જાય છે. આપણામાં રહેલી ઇન્દ્રીયો ભગવાને બનાવેલી છે. તેથી તે સજ્જન છે. તે આપણા પર આધિપત્ય જમાવીને બેઠી છે. જો આપણે ભગવાનનું નામ પણ લઇશુ તો તે સમજી ને પંડિતની માફક હારી જશે.

રાજા ભોજ અને ગંગૂ તેલીનો ઈતિહાસ શુ છે ?

“ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તેલી” – આ કહેવત તો તમે સાંભળી જ હશે. આવો આજે આ કહેવત વિશે અધિકૃત આધારો પરથી જાણીએ. આ કહેવતનું વર્ણન રાજા ભોજના શૌર્ય વિશે કરવામાં આવ્યું છે. ભોજ પરમાર એવા મહારાજા હતા જેમણે સાહિત્ય, કલા, જ્યોતિષ, કારીગરી, ધર્મશાસ્ત્ર, તત્વજ્ઞાનના ઘણા પુસ્તકો લખ્યા, જેમાંથી 80 ના નામો હજુ પણ જાણીતા છે.

તેમણે ક્યારેય ત-લ-વા-ર સાથે સમાધાન કર્યું ન હતું, તેમણે તેમના 55 વર્ષના આયુષ્યમાં ઘણા યુદ્ધો પણ લડ્યા હતા અને તમામમાં વિજય મેળવ્યો હતો. તેમના દ્વારા બનાવવામાં આવેલું વાગદેવીનું મંદિર મધ્યપ્રદેશના ધારમાં આવેલું છે, જેને ભોજશાળા કહેવામાં આવે છે. આના સર્વેક્ષણમાં ભોજશાળામાં ખડકો પર કોતરાયેલું પારિજાતમંજરી નાટક જોવા મળ્યું હતું, જે પરમાર રાજા અર્જુન વર્મનની આજ્ઞા મુજબ કોતરાવવામાં આવ્યું હતું. આમાં ભોજના સમયની ધારાનગરી અને ખુદ રાજા ભોજનું વર્ણન છે.

આ લખાણ પરથી જાણવા મળે છે કે, ચેદીદેશના રાજા ગાંગેયદેવ કલચુરીને રાજા ભોજે પરાજીત કર્યા હતા, જ્યારે ભોજે જયસિંહ તેલંગ પર હુ-મ-લો કર્યો ત્યારે ગાંગેયદેવે તેને ટેકો આપ્યો હતો. ગોદાવરીના કિનારે અવરોધ હોવા છતાં પણ રાજા ભોજે બીજા કોઈ માર્ગે કોંકણ જીતી લીધું. આ યુદ્ધમાં ગાંગેય રાજાનો પરાજય થયો અને રાજ્યનો કેટલોક હિસ્સો ભોજ પાસે આવ્યો. આ બે રાજાઓના પરાજયને કારણે એક કહેવત પ્રચલિત થઈ – ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગેય તેલંગ. જે પાછળથી વિકૃત થઈ ગાંગી તેલન અને પછી ગંગુ તેલીમાં ફેરવાઈ ગઈ.

આજે પણ ધારમાં એક મોટો મહેલ છે, જે લાટ મસ્જિદ તરીકે ઓળખાય છે. અહીં એક વિશાળ લોખંડનો સ્તંભ ત્રણ વિભાગમાં રાખવામાં આવ્યો છે. તેને ‘ગંગુ તેલી કી લાટ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ઈતિહાસકારો માને છે કે, ગાંગેયદેવ તેલંગ પર ભોજના વિજયના પ્રતીક તરીકે કદાચ અહીં વિજય સ્તંભ ઊભો કરવામાં આવ્યો હતો. આ સ્તંભ નીચેથી ચતુષ્કોણીય અને ઉપરથી અષ્ટકોણ હતો. તે સમયે ભારતમાં આવેલા વિદેશી લેખક અને વિદ્વાન ગણાતા અલબરુનીએ પણ ઇસ 1030 માં તેનું વર્ણન કર્યું હતું. જે મુજબ આના પર પરમારોનું રાજચિન્હ માનવના આકારનું ગરુડ હતું, જેણે હાથમાં સાપ પકડ્યો હતો.

👉 આ પણ વાંચો – વીર વિક્રમ અને અજબ ચોર

👉 ખાપરો અને કોડીયો કોણ હતા ? જાણો રસપ્રદ માહિતી

👉 મૂરખનાં સરદારો – ચતુર બિરબલ

👉 સિંહાસન બત્રીસી – ભાગ 1 થી.

जानिये “कहां राजा भोज और कहाँ गंगू तेली” के पीछे की कहानी

Story Of Kaha Raja Bhoj Kaha Gangu Teli

इस कहावत को फिल्मी गाने में भी पिरोया गया। यही नहीं, तंज कसने के लिए भी इस कहावत का प्रयोग किया जाता हैं। कहावत लोकप्रिय है। ह ऐसी है कि आम बोलचाल में कहीं न कहीं सभी के जुबान से निकल ही जाती है। लेकिन इस कहावत की कहानी की सत्यता क्या है ?? हम इस पर प्रकाश डालेंगे।

मध्यप्रदेश के भोपाल से करीब ढ़ाई सौ किलोमीटर दूर धार जिला ही राजा भोज की “धारानगरी” कहां जाता है। 11 वीं सदी में ये शहर मालवा की राजधानी रह चुका है और जिस राजा भोज ने इस नगरी को बसाया उस राजा की प्रशंसा करते आज तक बड़े बड़े विद्वान् ही नहीं राजा महाराजा और सामान्य जन भी करते आ रहे हैं।

राजा भोज के प्रशंसकों की देश-विदेश में कमी नहीं है। बहुमुखी प्रतिभा के धनी राजा भोज शस्त्रों के ही नहीं बल्कि शास्त्रों के भी ज्ञाता थे। उन्होंने वास्तुशास्त्र, व्याकरण, आयुर्वेद, योग, साहित्य और धर्म पर कई ग्रंथ और टीकाएँ लिखे। जो विद्वज्जनों से तिरोहित नही है।

कहा जाता है कि मध्य प्रदेश की राजधानी भोपाल को एक जमाने में “भोजपाल” कहा जाता था और बाद में इसका “ज” गायब होकर ही इसका नाम “भोपाल” पड़ गया | वीआईपी रोड से भोपाल शहर में प्रवेश करते ही राजा भोज की एक विशाल मूर्ति के दर्शन होते हैं |

11 वीं सदी में अपने 40 साल के शासन काल में महाराज भोज ने कई मंदिरों और इमारतों का निर्माण करवाया उसी में से एक है भोजशाला। हा जाता है कि राजा भोज सरस्वती के उपासक थे और उन्होंने भोजशाला में सरस्वती की एक प्रतिमा भी स्थापित कराई थी जो आज लंदन में मौजूद है।

“गंगू तेली नहीं अपितु गांगेय तैलंग”

राजा भोज ने भोजशाला तो बनाई ही मगर वो आज भी जन जन में जाने जाते हैं एक कहावत के रूप में- “कहां राजा भोज कहां गंगू तेली” । किन्तु इस कहावत में गंगू तेली नहीं अपितु “गांगेय तैलंग” हैं। गंगू अर्थात् गांगेय कलचुरि नरेश और तेली अर्थात् चालुका नरेश तैलय दोनों मिलकर भी राजा भोज को नहीं हरा पाए थे।

ये दक्षिण के राजा थे। और इन्होंने धार नगरी पर आक्रमण किया था मगर मुंह की खानी पड़ी तो धार के लोगों ने ही हंसी उड़ाई कि “कहां राजा भोज कहां गांगेय तैलंग” । गांगेय तैलंग का ही विकृत रूप है “गंगू तेली” । जो आज “कहां राजा भोज कहां गंगू तेली” रूप में प्रसिद्ध है ।

धार शहर में पहाड़ी पर तेली की लाट रखी हैं. कहा जाता है कि राजा भोज पर हमला करने आए तेलंगाना के राजा इन लोहे की लाट को यहीं छोड़ गए और इसलिए इन्हें तेली की लाट कहा जाता है।

“कहाँ राजा भोज, कहाँ गंगू तेली” कहावत का यही असली रहस्य हैं । इसी पर चल पड़ी थी यह कहावत।

બાબરો ભૂત
બાબરો ભૂત વાર્તાkaha raja bhoj, kya raja bhoj, raja bhoj, raja bhoj story gujarati, કહેવત, કહેવત પાછળની સ્ટોરી, ક્યાં ગંગુ તેલી, ક્યાં રાજા ભોજ, ગુજરાતી કહેવત, ગુજરાતી કહેવતની સ્ટોરી, ગુજરાતી કહેવતો, ગુજરાતીમાં કહેવત, રાજા ભોજ, રાજા ભોજ વાર્તા, રાજા ભોજ સ્ટોરી

कहाँ राजा भोज कहाँ गंगू तेली meaning, गंगू तेली का इतिहास, राजा भोज गंगू तेली भाग, छछूंदर के सर पे ना भाए चमेली कहां राजा भोज कहां गंगू तेली, धनुआ तेली का इतिहास, राजा भोज के जीवन से जुड़ी एक प्रसिद्ध कहानी

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *