ગૌરી વ્રત ( મોળાકતનુ વ્રત ) એ નાની બાળાઓ દ્વારા કરવામાં આવતુ વ્રત છે. આપ ગૌરી વ્રત નું ધાર્મિક મહત્વ જાણતા હશો પણ આજે જાણો મોળાકત વ્રત બાળાઓ માટે માનસિક સાથે શારીરિક શક્તિ આપનારુ વ્રત છે.
મોળાકત
હમણા એક ફેશન ચાલી છે. હિન્દુ સનાતન ધર્મના તહેવારોને ટાર્ગેટ કરવાની કોઇપણ તહેવાર સમયે આ ગેંગ એક્ટિવ થઇ જાય છે. અને ભણેલા ગણેલા લોકો જલ્દી આ બાબતમાં ફસાઇ જાય છે. પરંતુ આ તહેવાર પાછળ આપણી ભારતીય સંસ્કૃતિ, પ્રાચીન આયુર્વેદ, અને ઋષિ મુનિઓની દીર્ઘ દ્રષ્ટિથી આ બધી ગોઠવણ કરેલી છે. એવુ વિચારવાની તસ્દી નથી લેતા. હમણા ઘણી એવી પોસ્ટ જોવા મળી કે “હુ મારી દીકરીને વ્રત કરાવીને કુપોષિત નથી બનાવવા માંગતી. એના જવાબ માટે આ પોસ્ટ છે
ઘણા બુદ્ધિજીવીઓની પોસ્ટ જોઈ.
મારી દીકરીને એક પણ વ્રત નથી કરાવ્યા, તો શું એમને યોગ્ય વર મળશે!! હું મારી દીકરી ને વ્રત કરાવી ને કુપોષણ નો શિકાર બનાવવા નથી માંગતો…હું મારી દીકરી ને કુપ્રથાનો ભોગ બનાવવા નથી ઈચ્છતો….
ફ્રાંસ, ઈટલી, ગ્રીસ માં સમુદ્રી જહાજ ના મહુર્ત સમયે પહેલા જે તે જહાજ ઉપર એક ઘાએ આલ્કોહોલ ની બોતલ ફોડવામાં આવે, તુર્કીમાં લોકો દ્વારા માન્યતા છે કે CHEWING GUM રાત્રે ખાવાથી જાદુઈ રીતે પરિવર્તિત થાય. લંડનમાં ટાવર પર કાગડાઓને સાચવવા માટે સ્પેશ્યલ સ્ટાફ નિમણુક કરવામાં આવે, જાપાન જેવા દેશોમાં કોરોનાને કંટ્રોલ કરવા બુદ્ધદેવી ને માસ્ક પહેરાવે…
આં દરેક બાબત ખુબજ કહેવાતા બુદ્ધિશાળી દેશોમાં પ્રચલિત છે, એ કદાચ સમૃદ્ધ છે એટલે એમની વાતો પણ ડાહી લાગે, ત્યાં કુપ્રથા અને અંધવિશ્વાસ ના ચશ્મા આપણે જાતે જ ઉખાડી ફેંકીએ છીએ. હોંશે હોંશે જિંગલ બેલ જિંગલ બેલ કરીને હાંઢીયા ની જેમ ઠેકડા મારીયે છીએ.
આપડા અમુક દોઢ ડાહ્યા લોકો ક્યારેય પશ્વિમી કેક કાપીને મોઢા પર લપેડા કરવા વાળા , ટ્રક ભરીને ટામેટા એક બીજા પર ફેંકી ને ઉત્સવ મનાવવા વાળા ને સવાલ નહિ પૂછે, એમની સામે ચું…નહિ કરે.
ભારતમાં ઘણી અંધશ્રદ્ધા છે, એમાં ના નહીં. હું એની તરફદારી નથી કરતો….પરંતુ આપડી દરેક વાત બુદ્ધિહીન કે અંધશ્રદ્ધા અને પશ્વિમી લોકોની દરેક વાત એટલે બુદ્ધિની એરણ પર ઘડેલી. એવું નથી ત્યાં પણ જ્યોતિષ , ભૂત, ભુવા ને ડાકણ આં બધું છે જ.
આપડે મોર્ડન થઈએ એની ના નથી …પણ એ વાત પાછળ શું તર્ક છે?? શું વૈજ્ઞાનીક અભિગમ છે?? ક્યાં કારણોસર લોકો એટલી આસ્થાથી એ વાત ઉપાડે છે, એ દરેક સાઈડ ચકાસી ને સમજ્યા બાદ કોઈ જાહેર પ્લેટફોર્મ પર ટીકા ટિપ્પણી કરીએ.
નાનકડી બાળાઓને પાંચ દિવસ ગૌરી માતાનું પૂજન કરવાનું હોય છે…ટોપલીમાં જવારા વાવવામાં આવે, વ્રત દરમિયાન ફળાહાર કરવાનું હોય, આ દરમિયાન મીઠું ખાઈ શકાતું નથી.
ભવિષ્યમાં મળનારું પાત્ર ગમતું હશે કે નહિ અથવા તો એક વાર ગમ્યા પછી ગમતું રહેશે કે નહિ?? એ વિશે પણ કહી ન શકાય, તેમ છતાં વ્રત જરૂરી છે કારણ કે વ્રતની સૌથી ઊંડી અસર આપણી સમજણ પણ થાય છે. વ્રત કર્યા પછી સમજાય છે: આપણ ને પામતા આવડે જ છે, આપણે છોડતા શીખવાની જરૂર છે.
કોઈપણ જાતના ખચકાટ, પસ્તાવા કે અફસોસ વગર કશુંક ત્યાગ કરીને એ ત્યાગની ઉજવણી કરવાનો અવસર એટલે જિંદગી. વ્રત એ કશુંક પામવા માટેની તૈયારી નથી …એ કશુંક છોડી શકવાની તાલીમ છે …અને આપણ ને દરેકને બાળપણથી આં તાલીમ મળવી જરૂરી છે.
આફ્ટર ઓલ ફક્ત કશુંક પામવું જ નહિ, કશુંક છોડી શકવું એ સૌથી મોટું અચિવમેન્ટ છે.
વળી પાછું ચોમાસાની ઋતુ!! આં દિવસોએ સૂર્યકિરણ ત્રાસા પડે,આં ઋતુમાં આરોગ્ય સાચવવા ખાવાપીવામાં ધ્યાન રાખવું ખુબજ જરૂરી, આં દિવસો સુસ્ત હોય, પુરુષ (ખેડૂત વર્ગ) ખેતીમાં વ્યસ્થ હોય, ચાર મહિના એમની પાસે બીજો સમય ન હોય ,માટે એ લોકો પ્રફુલ્લિત રહે એ હેતુથી ધાર્મિક તહેવારોની ગોઠવણ થઈ.
આં તહેવારોમાં ધાર્મિક સાથે વૈજ્ઞાનિક અભિગમ તો ખરો જ,માટે આપણા ઋષિઓએ આં “વૈજ્ઞાનિક સત્ય” ધર્મ સાથે જોડી જીવન ન ખોરવાય એ માટે ચાતુર્માસનો રસ્તો બતાવી વ્રત તપ જેવા રસ્તાઓ ઘડ્યા. ખાનપાનની પરેજી સાથે ધ્યાન ઉપાસનાથી તનમન સ્વસ્થ રહે તે માટે આયોજન બદ્ધ દરેક માહત્મ્યની ગોઠવણ કરી…
શ્રાવણ માસમાં લીલોતરી આરોગવાથી મંદવાડ આવે ( માટે એ મહિનામાં કઠોળ નું સેવન અથવા તો અઠવાડિયે એક દિવસ ઉપવાસની સિસ્ટમ ફીટ કરી) …પશુ, ડુંગરમાં ઊગેલ નવા ઘાસ સાથે કીટકો ને આરોગે, જે થકી પશુ અને માણસ બન્ને માં “લુઝ મોશન” ની તકલીફ જોવા મળે, માટે એ આખો મહિનો ઉપવાસથી ભરી દીધો ..શ્રાવણ માસ પૂરતું દૂધ શિવજીને અર્પણ કરવાની યુનિક પદ્ધતિ ગોઠવી, જેથી લોકોની આસ્થા બની રહે, મન પ્રફુલ્લિત અને સ્વાસ્થ્ય સુદ્રઢ રહે….
ચોમાસામાં રોગચાળા ની અસરથી બચાવવા માટે નાનકડી બાળાઓને અષાઢ મહિનાથી જ આં સીઝન સામે લડવા સક્ષમ બનાવી દેવામાં આવે …જે 5 દિવસના ઉપવાસ રહી આગામી ચોમાસા ની ઋતુમાં રોગ થી બચી શકે.
“મોળાકત” થી માંડી જયા પાર્વતી સુંધીના ઉપવાસ આહાર અને વ્રતની સિસ્ટમ સ્ત્રીના માસિક ધર્મમાં ખુબ મહત્વ નો ભાગ ભજવે છે…
માસિક ધર્મ દરમિયાન ડોક્ટર દ્વારા સલાહ પાઠવવામાં આવશે: માસિક દરમિયાન ફિલ્મ જોવાની આદત રાખો, જેથી મન પ્રફુલ્લિત રહે, મૂડ સારો રહે એ ખૂબ જ જરૂરી છે. ( આપણા ઋષિઓએ મન પ્રફુલ્લિત રાખવા ફિલ્મની જગ્યાએ વ્રત ના ચાર માસ ગોઠવી, વાર્ષિક દર મહિને એક તહેવાર ફીટ કરી પ્રાકૃતિક આનંદનો માહોલ ઉભો કર્યો એ પણ સમૂહ માં)
માસિકધર્મ દરમિયાન મૂડ સારો રહે એટલું જ જરૂરી છે પૌષ્ટિક આહાર લેવામાં આવે, આં સમયે મીઠા વાળી વસ્તુ ખાવાની ડોક્ટર દ્વારા મનાઈ કરવામાં આવે, તમને આં બાબત ડોક્ટર કહે ત્યારે ગંભીર રીતે પકડો, પરાણે મીઠાનો ત્યાગ કરો.
જ્યારે આપડા ઋષિમુનિઓ ના બતાવેલ માર્ગે એક નાનકડી બાળા સ્વેચ્છાએ હોંશે – હોંશે બાળપણથી જ મીઠા નો 5 દિવસ ત્યાગ કરીને આગળ ના સફર માટે તૈયાર થતી હોય છે…એકદમ ઢીંગલી જેવી તૈયાર થઈને બાળકીઓ ભેગી હર્ષોલ્લાસ માં હરતી ફરતી હોય છે
( જોડે ફ્રૂટ નો યોગ્ય પોષણક્ષમ આહાર તો ખરો જ)
તો આજના ડોક્ટર ને અનુસરણ કરશો કે પછી ઋષિઓ ના બતાવેલ રસ્તે ચાલીને પછી ડોક્ટર ને અનુસરશો !! જે લોકો કહે છે: હું વ્રત કરાવીને મારી દીકરી ને કુપોષણ નો શિકાર બનાવવા નથી માંગતો, એ લોકો પછી ભવિષ્યમાં કેવાક ટીકડા લઈ ડાયટ કરાવી પોષણક્ષમ થાય છે, એ આપડે બાધા ક્યાં નથી જાણતા!!? …
માટે ખોટા હવામાં તીર ન મારો …કહેવાતા ડોક્ટરો અને પશ્વિમી સંસ્કૃતિ કરતા ઋષિમુનિઓ કેટલુંય આગળનું વિચારીને ગયા છે… વ્રત તપથી કોઈ નુકશાન કે સાઈડ ઇફેક્ટ નથી માત્ર ને માત્ર આનંદ ઉલ્લાસ છે, સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક આહાર વિહારની એક યુનિક પદ્ધતિ છે,મન પ્રફુલ્લિત અને સ્વાસ્થ્ય ભરપૂર રહે એ માટેની એક સમજણ પૂર્વકની ગોઠવણ એટલે વ્રત તપ ને ઉપવાસ
કેટલું દૂરંદેશી!!
આગળ ફોટામા બધી ઢીંગલીઓ મારી ભત્રીજી ને ભાણીબા છે…એનું વસ્ત્ર પરિધાન, એની યુનિટી એની લાગણી અને સમર્પણ જોવો…સાક્ષાત જગદમ્બા લાગે છે…😍😍

🎯ગોહિલ પ્રદીપસિંહજી(ટોડા)
👉 ગૌરી વ્રત – ગોરમા નાં સુંદર મઝાના ગીતો 👈

