Skip to content

ગોરમા ના ગીત (ગૌરી વ્રત – મોળાકત વ્રતનાં ગીત 6)

ગૌરી વ્રત - મોળાકત વ્રતનાં ગીત
6368 Views

ગોરમા ના ગીત, ગૌરી વ્રત ના ગીત, ગોરમાનો વર કેસરિયો, ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં, ગોરમા ગોરમા રે ,પૂજું તમને પ્રેમે, ગૌરીવ્રત શા માટે કરવામાં આવે છે ? , ગૌરી વ્રતનું મહત્વ, ગોરમાનું વ્રત, ગૌરી વ્રત નું ગીત, ગૌરી વ્રત ક્યારે છે ?, ગૌરી વ્રતનું ધાર્મિક મહત્વ, ગૌરી વ્રતનું વૈજ્ઞાનિક મહત્વ, ભારતીય વ્રત સાથે વિજ્ઞાન, ગૌરી વ્રતની કથા, ગૌરી વ્રતનું ફળ, ગૌરી વ્રતની પૂજાવિધી, Gorma na geet lyrics, Gouri vrat na geet

ગૌરી વ્રત ક્યારે ઉજવાય છે ?

Gouri vrat kyare Ujavay chhe ?

ગોરમાનું વ્રત કરતી કન્યાનો ઉત્સાહ કદી જોયો છે ? એ જે કરે એ એને ઓછું જ પડે…
ગોરમાને પૂજવા રૂના નાગલા ખૂટી પડે ને શરીરના શણગારમાં કમખાના આભલાંય એને ઓછાં જ લાગે.
નેવેથી પાણીનાં રેલા દડતા હોય એમ મઘ મઘ જૂઈની વેલ માંડવે ચડી હોય અને કુંવારી કન્યા ત્રોફેલા મોર સાથે કે પછી કોઈ ચિત્તચોર સાથે મનમાં વાતો કરતી હોય એવામાં અતિથિના આવણાંની છડી પોકારતા કાગડાના બોલ પણ શરમાવી દે છે

ગૌરી વ્રત હિંદુ ધર્મના મુખ્ય વ્રતો માંથી એક છે. ગૌરી વ્રત હિંદુ પંચાંગ અનુસાર અષાઢ માસની એકાદશીથી શરુ થઈને પુનમ (પૂર્ણિમા) સુધી 5 દિવસ દરમિયાન થાય છે.

આ વ્રત 6 થી 14 વર્ષ સુધીની બાળાઓ કરે છે, અને ભક્તિભાવ સાથે ઉજવણી કરે છે.

ગૌરી વ્રતનું મહત્વ

Gaouri vrat nu mahatv, Gorma nu vrat sha mate ?

ગૌરી વ્રતને લઈને પૌરાણિક માન્યતા એ છે કે, જેમ માતા પાર્વતીએ પોતાના પતિ શિવજીને પામવા માટે કઠોર તપ કર્યું હતું. એ જ પ્રમાણે જો કુમારિકાઓ પણ માતા પાર્વતીનું ધ્યાન ધરી તપ કરે તો એમને ઇચ્છિત વરની પ્રાપ્તિ થાય છે. આજ આસ્થા સાથે શ્રેષ્ઠ વર પામવાના કોડ મનમાં લઇ કન્યાઓ ગૌરી વ્રત રાખે છે.

આ સિવાય વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આ વ્રત ખુબ જ ઉપયોગી છે. વિશેષ જાણકારી માટે

ગૌરી વ્રત ગોરમાનુ વ્રત વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ફાયદો કે નુકશાન ? click


કન્યાઓ આ 5 દિવસના વ્રત દરમિયાન ઉપવાસ રાખે છે અને મીઠા વગરનો આહાર, ફળ કે દૂધ ગ્રહણ કરે છે. ગૌરી વ્રતના અંતિમ દિવસે અન્ય હિંદુ વ્રતો જેવા કે હરતાલિકા, કરવાચોથની માફક વ્રતનું પાલન કરી અંતિમ દિવસની પૂજા વિધિ કરવામાં આવે છે.

ગૌરી વ્રત નાં ગીત – ગોરમા ના ગીત

Gorma na geet lyrics, Gouri vrat na geet

ગોરમા ના વ્રત – ગૌરી વ્રત નિમિત્તે ગવાતા કેટલાક પ્રસિદ્ધ ગીતો આપના માટે અહી મુકવામાં આવ્યા છે.

ગોરમાનો વર કેસરિયો lyrics

Gorma no var kesariyo lyrics

ગોરમાનો વર કેસરિયો, ગોરમાનો વર કેસરિયો,
ગોરમા બારી ઉઘાડો રે, ગોરમાનો વર કેસરિયો.

આવી પેલી પંથ પૂજારણ, ગોરમાનો વર કેસરિયો,
કંઈ બેન ભોળા ને વાંકા અંબોડા,ગોરમાનો વર કેસરિયો.

વાંકા અંબોડા ને ઘૂઘરિયા ચૂડા, ગોરમાનો વર કેસરિયો,
ઘૂઘરિયા ચૂડ સિંદૂરના સેંથા, ગોરમાનો વર કેસરિયો.

ગોરમાનો વર કેસરિયો તે નદીએ નાહવા જાય રે ગોરમા,
પગમાં પહેરી પાવડી ને પટપટ કરતો જાય રે ગોરમા.

માથે તો મુગટ મોડિયું ને છમછમ ફરતો જાય રે ગોરમા,
હાથે પટોળી લાકડી રે તે, ઠમઠમ કરતો જાય રે ગોરમા.

હાથે બાજુબંધ બેરખાં રે, ગોરમાનો વર કેસરિયો,
ગોરમાનો વર કેસરિયો, ગોરમાનો વર કેસરિયો

ગોરમાનો વર કેસરિયો lyrics
ગોરમાનો વર કેસરિયો lyrics

ગોરમા રે ગોરમા રે કંથ દેજો કહ્યાગરો lyrics

Gorma Gormaa re kanth dejo kahyagaro lyrics

ગોરમા રે ગોરમા રે સસરો દેજો સવાદિયા,
તમે મારી ગોરમા છો!

ગોરમા રે ગોરમા રે સાસુ દેજો ભુખાવળા,
તમે મારી ગોરમા છો!

ગોરમા રે ગોરમા રે કંથ દેજો કહ્યાગરો
તમે મારી ગોરમા છો!

ગોરમા રે ગોરમા રે નણંદ દેજો સાહેલડી
તમે મારી ગોરમા છો!

ગોરમા રે ગોરમા રે દેરાણી જેઠાણી ના જોડલાં
તમે મારી ગોરમા છો!

ગોરમા રે ગોરમા રે દેર ને જેઠ બે ઘોડલે
તમે મારી ગોરમા છો!

ગોરમા રે ગોરમા રે ભગરી ભેંસના દૂઝણાં
તમે મારી ગોરમા છો!

ગોરમા રે ગોરમા રે કાઠા તે ઘઉંની રોટલી
તમે મારી ગોરમા છો!

ગોરમા રે ગોરમા રે મહીં રે માવળીયો ગોળ
તમે મારી ગોરમા છો!

ગોરમા પૂરો મારાં મનડાંની આશ

Gormaa puro mara manada ni aash lyrics

ગોરમા પૂરો મારાં મનડાંની આશ,
ઝાઝું તો નથી માંગતી,
ગોરમા મળી મુને એવો ભરથાર,
શમણે હું જેવી ઝુલતી.

ગણેશ પૂજું, મહાદેવ પૂજું, પૂજું પાર્વતી માત,
ગોરમા ગોરમા રે, કંથ દેજો કોડામણો,
હો માડિ કંથવર દેજો રે…
કામદેવ સરખો સોહામણો.

કેસર ચંદન થાળી ભરીને સરખી સાહેલી જાય,
સૈયરનો લટકો, તનમન મટકો, બેની નદીએ ના’ય.

ગોરમા ગોરમા રે, કંથ દેજો કોડામણો,
હો માડી કંથવર દેજો રે…
કામદેવ સરખો સોહામણો.

ગોરમા ગોરમા રે, પૂજું તમને પ્રેમે

Gormaa gormaa re pooju tamne preme lyrics

ગોરમા ગોરમા રે ,પૂજું તમને પ્રેમે ,

ગોરમા ગોરમા રે ,માંગું તમ થી એટલું ,

ગોરમા ગોરમા રે,ખાવા દેજો જાર બાજરો ,

ગોરમા ગોરમા રે, કાંઠા તે ઘઉં ની રોટલી ,

ગોરમા ગોરમા રે, સસરા દેજો સવાદિયા ,

ગોરમા ગોરમા રે, સાસુ દેજો ભૂખાળવા ,

ગોરમા ગોરમા રે ,દેરાણી જેઠાની ના જોડલા ,

ગોરમા ગોરમા રે ,નણદી સાહેલડી જેવી ,

ગોરમા ગોરમા રે, દિયર દેજો રંગીલો ,

ગોરમા ગોરમા રે ,કંથ દેજો કહ્યાગરો ,

ગોરમા ગોરમા રે, પુત્ર દેજો પુરુષોત્તમ ,

ગોરમા ગોરમા રે ,રૂમઝુમતી વહુ મારે આંગણે ,

ગોરમા ગોરમા રે ,દીકરી દેજો ઘાટલડી ,

ગોરમા ગોરમા રે ,છેલ છબીલો જમાઈ ,

ગોરમા ગોરમા રે આટલું દિયો તો બસ છે.

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં lyrics

Gorama ne panche angaliye pujya lyrics

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યા રે લોલ
કમ્મખે દોથો ભરીને કાંઈ ટાક્યાં ને આભલાં ઓછાં પડ્યાં રે લોલ

માંડવે મ્હેક મ્હેક જૂઈની વેલ કે જૂઈના રેલા દડે રે લોલ
સૈ, મારે નેવાંનું હારબંધ ટોળું કે સામટું મોભે ચડે રે લોલ

ત્રાજવે ત્રંફેલા મોરની ભેળી હું છાનકી વાતું કરું રે લોલ
લોલ, મારે મોભારે કાગડો બોલે ને અમથી લાજી મરું રે લોલ

મેંદીએ મેલું હું મનની ભાત્ય ને હાથમાં દાઝ્યું પડે રે લોલ
આડોશપાડોશ ઘમ્મકે વેલ્યું ને લાપસી ચૂલે ચડે રે લોલ

સૈ, મારે ઊંબરાની મરજાદ કે ઓરડા ઠેસે ચડ્યા રે લોલ
લોલ મારે પથ્થરને પાણિયારે કે જીવતાં મોતી જડ્યાં રે લોલ

લોલ, ઊભી આંગણે નાગરવેલ કે પાંદડાં તૂટ્યા કરે રે લોલ
ઓરડે વાની મારી કોયલ આવે ને કાંઈ ઊડ્યા કરે રે લોલ

✍ રમેશ પારેખ
💫💫💫💫💫

🌼 ગોરમાનું વ્રત કરતી કન્યાનો ઉત્સાહ કદી જોયો છે ? એ જે કરે એ એને ઓછું જ પડે…
ગોરમાને પૂજવા રૂના નાગલા ખૂટી પડે ને શરીરના શણગારમાં કમખાના આભલાંય એને ઓછાં જ લાગે.
નેવેથી પાણીનાં રેલા દડતા હોય એમ મઘ મઘ જૂઈની વેલ માંડવે ચડી હોય અને કુંવારી કન્યા ત્રોફેલા મોર સાથે કે પછી કોઈ ચિત્તચોર સાથે મનમાં વાતો કરતી હોય એવામાં અતિથિના આવણાંની છડી પોકારતા કાગડાના બોલ પણ શરમાવી દે છે…..
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
– રમેશ પારેખ (૨૬ સપ્ટેમ્બર, ૧૯૬૮)

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં lyrics
ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં lyrics

માટીમાંથી ગોર બનાવી પૂજુ વારંવાર

નાનકડી પગલીમાં આવે સપનાની વણઝાર કે હાલું હળવે હળવે

સોળ વરસની પરિયું જાણે ઉછળે પારાવાર કે હાલું હળવે હળવે

નાનકળા કુંડામાં રોપ્યા ઘઉં, ચોખા ને જાર કે હાલું હળવે હળવે

લીલવણી ઉગ્યા તો માથે પતંગિયાનો ભાર કે હાલું હળવે હળવે

પૂજાની થાળી શણગારી હાલી ઘરની બ્હાર કે હાલું હળવે હળવે

માટીમાંથી ગોર બનાવી પૂજુ વારંવાર કે હાલું હળવે હળવે

ચોખા ચંદન સાથે ચોળી ફૂલ ચડાવું ચાર કે હાલું હળવે હળવે

અણદિઠેલાં રૂપ સજાવી વિનવું વારંવાર કે હાલું હળવે હળવે

👉 આ પોસ્ટ પણ વાંચો 👇

બાળપણ ની યાદો… કવિતા, વાર્તા, જોડકણા

📚 101 ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓ – અમરકથાઓ

અષાઢી સાંજનાં અંબર ગાજે lyrics
અંબર ગાજેને મેઘાડંબર ગાજે ગીત click photo
ગુજરાતી ઉખાણાં અને જવાબ
ગુજરાતી મજેદાર ઉખાણાં અને જવાબ માટે ક્લીક કરો