Skip to content

ગઝલ સંગ્રહ 1 – દિલ પૂછે છે મારું દોસ્ત તુ ક્યાં જાય છે ?

    દિલ પૂછે છે મારું
    3976 Views

    ગુજરાતી ગઝલ સંગ્રહ – દિલ પૂછે છે મારું. Gujarati gazal collection , શ્રેષ્ઠ ગઝલો, મરીજ, બેફામની ગઝલો, gazal lyrics, ખલિલ ધનતેજવી ગઝલ, best gazal. ગઝલ pdf. ગઝલ કવ્વાલી, ગઝલ ભજન.

    ગઝલ – દિલ પૂછે છે મારું

    તૂ ક્યાં જાય છે…???
    “””””””””””””””””””””””””””””
    દિલ પૂછે છે મારું ,
    અરે દોસ્ત તું ક્યાં જાય છે ?

    જરાક તો નજર નાખ
    સામે સ્મશાન દેખાય છે.

    ના વ્યવહાર સચવાય છે,
    ના તહેવાર સચવાય છે.

    દિવાળી હોય કે હોળી બધુ
    ઓફિસ માં જ ઉજવાય છે

    આ બધુ તો ઠીક હતું
    પણ હદ તો ત્યાં થાય છે.

    લગ્નની મળે કંકોત્રી ત્યાં
    સીમંતમાં માંડ જવાય છે .

    દિલ પૂછે છે મારુ ,
    અરે દોસ્ત તું ક્યાં જાય છે ❓

    પાંચ આંકડા ના પગાર છે ,
    પણ પોતાના માટે પાંચ
    મિનિટ પણ ક્યાં વપરાય છે ?

    પત્નીનો ફૉન ૨ મિનીટ
    માં કાપીયે પણ કસ્ટમર
    નો કોલ ક્યાં કપાય છે ?

    ફોનબુક ભરી છે મિત્રોથી પણ કોઈનાયં ઘરે ક્યાં જવાય છે ?

    હવે તો ઘરના પ્રસંગો પણ
    હાફ – ડેમાં ઉજવાય છે.

    દિલ પૂછે છે મારુ ,
    અરે દોસ્ત તું ક્યાં જાય છે ?

    કોઈ ને ખબર નથી
    આ રસ્તો ક્યાં જાય છે ?

    થાકેલા છે બધા છતા ,
    લોકો ચાલતા જ જાય છે.

    કોઈક ને સામે રૂપિયા તો
    કોઈક ને ડોલર દેખાય છે,

    તમેજ કહો મિત્રો શું
    આનેજ જિંદગી કહેવાય છે ?

    દિલ પૂછે છે મારુ ,
    અરે દોસ્ત તું ક્યાં જાય છે ?

    બદલાતા આ પ્રવાહમા
    આપણા સંસ્કાર ધોવાય છે ,

    આવનારી પેઢી પૂછશે
    સંસ્કૃતી કોને કહેવાય છે ?

    ઍક વાર તો દિલને સાંભળો ,
    બાકી મનતો કાયમ મુંજાય છે.

    ચાલો જલ્દી નિર્ણય લઇએ
    મને હજુ સમય બાકી દેખાય છે.

    દિલ પૂછે છે મારુ ,
    અરે દોસ્ત તું ક્યાં જાય છે ?
    🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶

    વિસરાઇ ગયેલા બાળગીત
    વિસરાઇ ગયેલા બાળગીત
    શંકર ભગવાન ના ભજન
    શંકર ભગવાન ના ભજન

    અમરકથાઓ , www.amarkathao.in

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *