Skip to content

મારી મેંદીનો રંગ ઊડી જાય રે સૂરજ ધીમા તપો

    મારી મેંદીનો રંગ ઊડી જાય રે સૂરજ ધીમા તપો
    4811 Views

    મારી મેંદીનો રંગ ઊડી જાય રે સૂરજ ધીમા તપો – ગુજરાતી યાદગાર કવિતા. ગુજરાતી કવિતા સંગ્રહ, Gujarati kavita – Suraj Dhima Tapo. old gujarati poems collection. ગુજરાતી કાવ્યસંગ્રહ. Gujarati kavy

    મારી મેંદીનો રંગ ઊડી જાય રે…

    મારી મેંદીનો રંગ ઊડી જાય રે
    સૂરજ! ધીમા તપો, ધીમા તપો

    મારો કંકુનો ચાંદલો ચોળાય રે
    સૂરજ! ધીમા તપો, ધીમા તપો

    મારી વેણી લાખેણી કરમાય રે
    સૂરજ! ધીમા તપો, ધીમા તપો

    મારાં કાજળ નેણેથી ઝરી જાય રે અમરકથાઓ
    સૂરજ! ધીમા તપો, ધીમા તપો

    મારી ચૂડી અણમોલી તરડાય રે
    સૂરજ! ધીમા તપો, ધીમા તપો

    મારે સેંથેથી હીંગળો રેળાય રે
    સૂરજ! ધીમા તપો, ધીમા તપો

    મારી પાની સુંવાળી બળી જાય રે
    સૂરજ! ધીમા તપો, ધીમા તપો

    મારા કેમે નો પંથે પૂરા થાય રે
    સૂરજ! ધીમા તપો, ધીમા તપો

    જેને શોધું તે દૂર સરી જાય રે અમર કથાઓ
    સૂરજ! ધીમા તપો, ધીમા તપો

    ✍ ઝવેરચંદ મેઘાણી

    સૂરજ ધીમા તપો
    સૂરજ ધીમા તપો

    ગુજરાતી યાદગાર કવિતા સંગ્રહ 👈

    ચાંદો સૂરજ રમતા તા

    Best Gujarati story and Old Gujarati poems, school time poems, childhood memoires, balgit, balvarta and more only 👉www.amarkathao.in

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *