11962 Views
રામદેવપીરનો હેલો, રામાપીર નો હેલો, હેલો મારો સાંભળોને રણુજાનાં રાજા, રામાપીર નાં ભજન, રામદેવપીર નો હેલો કિંજલ દવે, રામદેવપીર નાં ભજન pdf, રામદેવપીર બીજ મંત્ર, Maro helo sambhalo, રામદેવપીરના પરચા, રામદેવપીર ફોટા, રામદેવપીર રીંગટોન, Ramdev pir bhajan, રામદેવપીરનો હેલો lyrics
રામદેવપીરનો હેલો
હો હો હેલો મારો સાંભળો,
રણુંજાના રાજા, અજમલજીના બેટા,
વિરમદે ના વીરા,રાણી નેતલ ના ભરથાર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…
હેલો મારો સાંભળો, રણુંજાના રાજા
હુકમ કરો તો વીર જાત્રાયુ થાય,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…
વાણીયો ને વાણીયણ જાત્રાએ જાય,
માલ દેખી ચોર વાંહે વાંહે જાય,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…
ઊંચી ઊંચી ઝાડીઓ ને વસમી છે વાટ,
બે હતા વાણીયા ને ત્રીજો મળ્યો ચોર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…
ઉંચા ઉંચા ડુંગરા ને વચમાં ચોર,
મારી નાખ્યો વાણીયો ને માલ લઈ ગ્યા ચોર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…
ઉભી ઉભી અબળા કરે રે પોકાર,
ચોગઠે રમતા વીરને કાને ગ્યો અવાજ,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…
લીલુડો છે ઘોડલો ને હાથમાં તીર,
વાણીયાની વ્હારે ચડ્યા રામદેવપીર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…
હેલો મારો સાંભળો,રણુંજાના રાજ
હુકમ કરો તો વીર જાત્રાયુ થાય,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…
ઊઠ ઊઠ અબળા તુ ધડ-માથું જોડ,
ત્રણેય ભૂવનમાંથી ગોતી લાવુ ચોર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…
ભાગ ભાગ ચોરટા તુ કેટલેક જાઈશ,
વાણીયાનો માલ તુ કેટલા દાડા ખાઈશ,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…
આંખે કરું આંધળોને દિલે કાઢું કોઢ,
દુનિયા જાણે રે પીર રામદેનો ચોર …
મારો હેલો મારો સાંભળો…
રણુંજાના રાજા,અજમલજીના બેટા,
વિરમદે ના વીરા,રાણી નેસલ ના ભરથાર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…
રામાપીર નો હેલો
👉 રામદેવપીરની આરતી માટે ક્લીક 👈
👉 હે કોઈ રોકી લ્યો રામાપીરને.. સમાધી ગીત.
ખમ્મા, ખમ્મા, ખમ્મા પીરને જાજી ખમ્મા
મારા હીંદવા પીરને જાજી ખમ્મા
રણુજાના રાયને જાજી ખમ્મા
મારા હીંદવા પીરને જાજી ખમ્મા
ખમ્મા, ખમ્મા, ખમ્મા પીરને જાજી ખમ્મા…
એ ?હીંદવા પીરને જાજી ખમ્મા …
મારા રણુજાના રાય ને જાજી ખમ્મા …
ખમ્મા, ખમ્મા, ખમ્મા પીરને જાજી ખમ્મા…
એ પીર ને જાજી ખમ્મા
એ જી મારા પીરને જાજી ખમ્મા
એ મારા હીંદવા પીર ને જાજી ખમ્મા…
રામદેવપીર ઈતિહાસ , રામદેવપીર ટેટસ, બારબીજનાં ધણી, જય બાબારી, અષાઢી બીજ ટેટસ, રામદેવપીરનો હેલો, રામાપીર નો હેલો, હેલો મારો સાંભળોને રણુજાનાં રાજા, રામાપીર નાં ભજન, રામદેવપીર નો હેલો કિંજલ દવે, રામદેવપીર નાં ભજન pdf, રામદેવપીર બીજ મંત્ર, Maro helo sambhalo, રામદેવપીરના પરચા, રામદેવપીર ફોટા, રામદેવપીર રીંગટોન
Pingback: રણુજા ધામમાં નોબત વાગે રામાપીર ના ભજન lyrics 3 - AMARKATHAO
Yes