swiss replica watches
Skip to content

વાંસળીવાળો અને ઉંદર – ધોરણ 2 | મઝાની ગુજરાતી બાળવાર્તા સંગ્રહ

વાંસળીવાળો - ધોરણ 2

વાંસળીવાળો અને ઉંદર આ વાર્તા તમે બાળપણમાં સાંભળી જ હશે. તો ફરી એક વાર માણો મઝાની ગુજરાતી બાળવાર્તા “વાંસળીવાળો” , Std 2 Gujarati vaslivalo, Gujarati bal varta collection, દાદીમાં ની વાર્તાઓ, બોધદાયક વાર્તાઓ, પ્રેરણા દાયક વાર્તાઓ વાંચો…

વાંસળીવાળો

એક હતું ગામ. એમાં ઘણા ઉંદર.
ઘરમાં ઉંદ૨, બાગમાં ઉંદર,
પેટીમાં ઉંદર, કબાટમાં ઉંદર.

મોટા ઉંદર, નાના ઉંદર,
જાડા ઉંદર, પાતળા ઉંદર,
કાળા ઉંદર , ધોળા ઉંદર,
જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર.

સુખે ખાવા ન દે , સુખે પીવા ન દે,
સુખે બેસવા ન દે , સુખે ઊંઘવા ન દે,
સુખે ચાલવા ન દે , સુખે ફરવા ન દે.

આમ જાઓ તો ચૂં ચૂં ચૂં !
તેમ જાઓ તો ચૂં ચૂં ચૂં !
જ્યાં જાઓ ત્યાં ચૂં ચૂં ચૂં !

હવે શું કરવું ? હવે ક્યાં જવું ?
લોક બધા કંટાળ્યા.
એક દિવસ એક વાંસળીવાળો આવ્યો.
જરાક જેટલી દાઢીવાળો,
લાંબા – લાંબા વાળવાળો ;
લાલ ટોપી પહેરી છે,
પીળો ડગલો પહેર્યો છે.

લોક કહે, “ ભાઈ ! અમે તો કંટાળ્યા,
આ ઉંદરથી હારી ગયા.
ઉંદર સઘળા કાઢો તમે,
હજાર રૂપિયા દઈએ અમે. ’’

વાંસળીવાળો રસ્તા વચ્ચે ઊભો રહ્યો.
ને વાંસળી વગાડવા લાગ્યો.
પછી તો પૂછવું જ શું ?

દોડતા – દોડતા ઉંદરો આવવા લાગ્યા.
કોઈ નાચતા આવ્યા, કોઈ કૂદતા આવ્યા ;
કોઈ દોડતા આવ્યા, કોઈ ધસતા આવ્યા

ચારેકોર ઉંદર , ઉંદર ;
ચારેકોર ચૂં ચૂં ચૂં !
વાંસળીવાળો આગળ ચાલે.
ઉંદર બધા પાછળ દોડે.

એટલામાં નદી આવી.
વાંસળીવાળો નદીમાં ઊતર્યો ને આગળ ચાલ્યો.
ઉંદર પણ નદીમાં ઊતર્યા.
વાંસળીવાળો નદી ઓળંગી ગયો,
ઉંદર બધા પાણીમાં ડૂબી ગયા.
લોક બધા રાજી થયા.

વાંસળીવાળો ગામમાં પાછો આવ્યો.
તે બોલ્યો, “લાવો ભાઈ , હજાર રૂપિયા.”
લોકો કહે, ‘‘ રૂપિયા કેવા ને વાત કેવી !
જા , છાનોમાનો ચાલ્યો જા !
ઉંદર મારવાના તે હજાર રૂપિયા હોય ! “

વાંસળીવાળો કાંઈ બોલ્યો નહિ.
વાંસળી લઈ તેણે વગાડવા માંડી.
વાંસળી વાગી પછી પૂછવું જ શું ?

એક છોકરું બહાર આવ્યું,
બીજું છોકરું બહાર આવ્યું,
ત્રીજું છોકરું બહાર આવ્યું,
બધાં છોકરાં બહાર આવ્યાં.

ઘરમાંથી આવ્યાં, બહારથી આવ્યાં,
નાનાં આવ્યાં, મોટાં આવ્યાં,
જાડાં આવ્યાં, પાતળાં આવ્યાં,
કાળાં આવ્યાં, ગોરાં આવ્યાં.

વાંસળીવાળો પાઠ ધોરણ 2
વાંસળીવાળો પાઠ ધોરણ 2


આમ જુઓ તો છોકરાં,
તેમ જુઓ તો છોકરાં !
કોઈ નાચતું આવ્યું, કોઈ કૂદતું આવ્યું,
કોઈ દોડતું આવ્યું, કોઈ ધસતું આવ્યું.
ચારેકોર છોકરાં જ છોકરાં.
ચારેકોર હો … હો … હો … !

“ અરે, ઊભાં રહો, ઊભાં રહો. ”
પણ છોકરાં શાનાં ઊભાં રહે ?
એ તો ચાલ્યાં નદી તરફ.
લોક બધાં ગભરાયાં, રખેને છોકરાં પાણીમાં ડૂબી જાય !
દોડીને તે નદીએ આવ્યાં.
લે , ભાઈ વાંસળીવાળા, લે તારા હજાર રૂપિયા
ને જા હવે તું બીજે ગામ. ’’

વાંસળીવાળો હજાર રૂપિયા લઈ ચાલતો થયો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

અન્ય મઝાની બાળવાર્તાઓ 👇 વાંચો

ગુજરાતી શ્રેષ્ઠ વાર્તાઓ અને બાળવાર્તાઓ નો ખજાનો છે.. અમરકથાઓમાં જોડાયેલા રહો.

💥 છોગાળા હવે તો છોડો

💥 ચકલા-ચકલીની વાર્તા

💥 વાણીયાની ચતુરાઇની બે વાર્તાઓ

💥 પોપટ ભુખ્યો નથી, પોપટ તરસ્યો નથી – વાર્તા

💥 મુલ્લા નસરુદ્દીન

💥 મૂરખનાં સરદારો

💥 શેખચલ્લી ની વાર્તા

💥 સસ્સારાણા સાંકળીયા ડાબે પગે ડામ

💥 રાજા ખાય રીંગણા

💥 બહુ તંત બલવંત

💥 ટીડા જોશીની વાર્તા

💥 સાચા બોલા હરણા

💥 શેઠની ચતુરાઇ

💥 લાખો વણજારો – કુત્તે કી વફાદારી

💥 સુપડકન્ના રાજાની વાર્તા

💥 ઠાગાઠૈયા કરુ છુ, ચાંચુડી ઘડાવુ છુ.

💥 ટચુકીયાભાઈની વાર્તા

💥 મા મને છમ્મ વડું

ગુજરાતી બાળવાર્તાઓનો ખજાનો, બાળવાર્તા સંગ્રહ, બોધદાયક વાર્તાઓ, મિત્રતાની વાર્તા, Gujarati balvarta, Gujarati child story, ગિજુભાઈ બધેકાની વાર્તાઓ, અમરકથાઓ, પ્રાચીન વાર્તાઓ , Old stories, bachpan stories, school time stories, baalgit, જોડકણા, ઉખાણા, બાળપણની યાદગાર વાર્તાઓ. બાળવાર્તાઓ pdf, બોધવાર્તા, યાદગાર વાર્તાઓ.

Replique Montre