Skip to content

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના ગઝલ

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના ગઝલ
8012 Views

વસંતનો વૈભવ મનોજ ખંડેરીયાની ગઝલ ” આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના ” માં ખુબ જ સુંદર રીતે વર્ણવવામાં આવ્યો છે. મને ખુબ જ પસંદ એવી આ ગુજરાતી ગઝલ આપ સૌ મિત્રો સમક્ષ રજુ કરુ છુ.

🌺 વસંત પંચમીના વધામણા 🌺

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,
ફૂલો એ બીજું કૈં નથી, પગલાં વસંતના.

મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લૈ,
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના !

આ એક તારા અંગે ને બીજો ચમન મહીં,
જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના !

મહેંકી રહી છે મંજરી એક એક આંસુમાં,
મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના !

ઊઠી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ,
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના !

ફાંટુ ભરીને સોનું સૂરજનું ભરો હવે,
પાછા ફરી ન આવશે તડકા વસંતના !

✍ મનોજ ખંડેરીયા

ગઝલ “જુદાઇ” અને સંબંધ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *