Skip to content

Gujarati Gazal 2

    Gujarati Gazal
    3059 Views

    આજે સુંદર 2 Gujarati Gazal (ગુજરાતી ગઝલ) માણો.

    જુદાઇ – Gujarati Gazal 1

    છે ચિત્ત મારું તારી સાથે, પણ તું નથી અહી મારી પાસે.
    તારાથી દૂર નહોતું જવું મારે, પણ મજબુરીથી જવું પડ્યું પરાણે.

    કેમ કરું મારું મન થયું હતું ભારે, મને કહ્યું હતું તારા અશ્રુઓએ.
    દિલથી નજીક પણ નજરથી દૂર, એ દૂરીથી ભૂલી જતી નહી મને.

    આવે છે યાદ તારી હર ઘડીએ, એ યાદને કેમ કરું બાદ ?
    લાવે છે સ્વપ્ન મારા નયનને, એ સ્વપ્નને કેમ કરું સાકાર ?

    છે ચિત્ત મારું તારી સાથે, પણ તું નથી અહી મારી પાસે.
    તારાથી દૂર નહોતું જવું મારે, પણ મજબુરીથી જવું પડ્યું પરાણે.

    ————————————————————–

    સંબંધ – Gujarati Gazal 2

    નાજુક ફૂલ સરખા આ સંબંધ,
    ચગદાઈ જતા અહમથી આ સંબંધ.

    ખુશ્બુ આપીને પરસ્પરને મહેકાવે,
    મધમધતા સ્નેહાળ આ સંબંધ.

    વહી જાય તો જળ સરખા સંબંધ,
    જામી જાય તો કોઈ નામ પામે સંબંધ.

    લાગણીઓનાં અંતરથી હોય અકબંધ,
    પાસે ના હોય તોય હોય સંબંધ.

    ઋણાનુંબંધનું બીજું નામ સંબંધ,
    હૃદયથી જે શરુ થાય તે હોય સંબંધ.

    બદનામી પામે તો કદી ખ્યાતિ,
    પુષ્પો સરખા કોમળ આ સંબંધ.

    કોઈ પણ સ્વરૂપમાં ઢળે આ,
    સ્નેહથી વિશેષ કશું નથી આ સંબંધ.

    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    ગુજરાતી ગઝલ, શાયરી ગઝલ, બાળગીત, લોકગીત, દેશભક્તિ ગીત.

    અહીથી વાંચો – શ્રેષ્ઠ ગુજરાતી કવિતાઓ