Skip to content

છોગાળા હવે તો છોડો બાળવાર્તાનો ખજાનો 2

છોગાળા હવે તો છોડો બાળવાર્તા
12234 Views

છોગાળા હવે તો છોડો – બાળવાર્તા 2, Gujarati child story collection, ગુજરાતી બાળવાર્તાઓનો ખજાનો, બાળવાર્તા સંગ્રહ, Gujarati balvarta, Gujarati child story, ગિજુભાઈ બધેકાની વાર્તાઓ, અમરકથાઓ, પ્રાચીન વાર્તાઓ , Old stories, bachpan stories, school time stories, baalgit, જોડકણા, ઉખાણા, બાળપણની યાદગાર વાર્તાઓ, gujarati bal varta collection

છોગાળા હવે તો છોડો – બાળવાર્તા

છોગાળા હવે તો છોડો

વાડની ઓથે એક બખોલ.

એમાં રહે સસલાભાઈ ને સસલીબાઈ.

એમને બચ્ચા બે. નાનાં ને રૂપાળા. ધોળા તો જાણે રૂ ના પોલ !

દિ ઊગેને સસલો – સસલી નીકળી પડે ચારો ચરવા. બચ્ચાને રાખે બખોલમાં નીકળતી વખતે બચ્ચાને કહે, “ આઘાપાછા થશો નહીં, બખોલ બહાર નીકળશો નહીં.

પણ બચ્ચા તે બચ્ચા. એકલા પડ્યા નથી કે બહાર નીકળ્યા નથી, નાચે, કુદે ને ગેલ કરે. અમરકથાઓ

એક વાર બચ્ચા રસ્તા વચ્ચે રમે.

ત્યાંથી નીકળ્યા હાથીભાઈ. હાથીભાઈ શાણા. થોડીવાર બાજુ પર ઊભા રહી ગયા, તોય બચ્ચા ખસે નહી.

હાથી કહે, “અલ્યા છોકરાં, તમારી માં ક્યાં છે ? “

બચ્ચા કહે, “ કેમ, શું કામ છે ? “

હાથી કહે, “ હોય તો બે બોલ કહેતો જાઉં. “

બચ્ચા કાઈ બોલ્યા નહી. હાથીભાઈ તો ચાલતા થયા.

એક દીવસ,
બે દીવસ,
ત્રણ દીવસ, ….
બચ્ચા તો રોજ રસ્તા વચ્ચે રમે.

હાથીભાઈએ ફરી પૂછ્યું, “અલ્યા છોકરાં, તમારી માં ક્યાં છે ? “ હોય તો બે બોલ કહેતો જાઉં.”

બચ્ચા કાઈ બોલ્યા નહી. હાથીભાઈ તો ચાલતા થયા.

આવું ઘણા દિ ચાલ્યું. એક દહાડે બચ્ચાંએ હાથીવાળી વાત માં ને કરી.

સસલીબાઈ તો ખીજાયા, “ એ મગતરા જેવડો હાથીડો સમજે છે શું ? કહેવા દો તમારા બાપને. જુઓ પછી એની શી વલે કરે છે ! “

એટલામાં આવ્યા સસલાભાઈ ને સસલીબાઈ કહે, “છેલછોગાળા રાણાજી ! “

સસલાભાઈ કહે “ શું કહો છો છેલછબીલા રાણીજી ?

સસલીબાઈએ માંડીને વાત કરી.

સસલાભાઈનો ગયો મિજાજ. “ સમજે છે શું એ હાથીડો ? આવવા દે એ મગતરા ને એની વાત છે.

સસલાભાઈતો આખી રાત ઊંઘ્યા નહી .
પથારીમાં પડખા ઘસ્યાં કરે. સવાર પડી.

સસલાભાઈ ઉઠ્યા. હાથીભાઈને વશ કરવાની વાત મનમાં બરાબર બેસી ગઈ. વાડમાંથી એક લાંબો, જાડો વેલો ગોતી કાઢ્યો એનો બનાવ્યો ગાળીયો.

ગાળીયાનો એક છેડો વાડના થોર સાથે બાંધ્યો. ગાળીયો નાંખ્યો રસ્તા વચ્ચે, ને બેઠા એ તો હાથીની આવવાની રાહ જોતા.

‘ હમણાં આવશે, હમણાં આવશે ને આ ગાળીયામાં એનો પગ ફસાશે.
પછી એને એવો ઠમઠોરું કે ખો ભૂલી જાય.
પણ વળી સસલાભાઇ સફાળા ઉઠ્યા.

થોરે બાંધેલો ગાળીયાનો છેડો છોડયો ને બાંધ્યો એને બાવળના થડે.
થોર ઉખડી પડે તો !

વળી એને થયું કે હાથી આગળ બાવળીયાની શી વિસાત !
આથી પાછો થડેથી ગાળીયો છોડવા લાગ્યો.

સસલીબાઈ ક્યારના બખોલની બહાર આવીને સસલા ભાઇ શું કરે છે તે જોતા હતા.

“કેમ, વળી પાછું શું થયું ? “—

“અરે, આ બાવળિયાનો ભરોસો શો ? —- સસલાભાઇ એ મૂછે તાવ દેતા કહ્યું , “આ છેડો હું મારા પગ સાથે જ બાંધીશ ——

સસલાભાઇએ ખોંખારો ખાધો. પોતાનો ડાબો પગ પાંચ વાર જમીન પર પછાડ્યો.
‘ થોર, બાવળનો ભરોસો નહિ ખરે ટાણે દગો દે.
પારકું એ પારકું — એમને તો ગાળિયાંનો છેડો ડાબા પગે મજબુત બાંધ્યો. ખોખારો ખાધો ને મૂછ પર તાવ દીધો .

સસલીબાઈ કહે, “ વાહ ! મારા છેલ છોગાળા રાણાજી !”

સસલાભાઈ તો છાતી કાઢીને બેઠા.
એવામાં હાથી આવતો દેખાયો. ધમ ધમ ચાલે છે. ધરતી કંપાવે છે. અમરકથાઓ

સસલાભાઈએ હિંમત ભેગી કરવા માંડી. “ આવી જા, મગતરા, જોઇલે આ છેલ છોગાળા રાણાજીનો વટ ! “

હાથીભાઈ તો મસ્તીમાં ને મસ્તીમાં ચાલતા હતા. એમના પાછલા પગમાં ગાળીયો ભરાયો. હાથીભાઈને તો એની ખબરેય ન પડી. એ તો ચાલે છે ધમ ધમ.

હવે તો સસલાભાઈ તણાયા. એ તો જાય તણાયા…… જાય તણાયા……એમના હોશકોશ ઊડી ગયા.

સસલીબાઈ તો બચ્ચાં લઈને દોડતા ત્યાં પહોચી ગયા. સસલાભાઈ હાથીને છોડતા નથી એ જોઈને એમને હાથીભાઈની દયા આવી. બિચારો હાથી ! સસલીબાઈ નરવે- ગરવે સાદે બોલ્યાં,
“ છોગાળા, હવે તો છોડો ! “

ત્યારે હતું એટલું જોર ભેગું કર્યું ને સસલાભાઈ બોલ્યાં, ” છોગાળા તો છોડે છે પણ આ સુંઢાળા ક્યાં છોડે છે ? “

✍ દલપત પઢીયાર – typing – Amarkathao.

અન્ય બાળવાર્તાઓ વાંચવા ફોટા પર ક્લીક કરો 👇

old text books
bachapan ki yaade
Gujarati Balvarta - Biladi ni Jatra
બિલાડીની જાત્રા બાળવાર્તા સંગ્રહ
ચાંદો પકડ્યો.
ચાંદો પકડ્યો – બાળવાર્તા સંગ્રહ

gujarati story
gujarati story varta
gujarati story for children
gujarati story book
gujarati story for kids
gujarati story song
gujarati story new

9 thoughts on “છોગાળા હવે તો છોડો બાળવાર્તાનો ખજાનો 2”

  1. Pingback: પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી : બાળવાર્તા 5 - AMARKATHAO

  2. Pingback: લાવરીની વાર્તા સુંદર બોધકથા બાળવાર્તા સંગ્રહ 8 - AMARKATHAO

  3. Pingback: વાંસળીવાળો અને ઉંદર - ધોરણ 2 | મઝાની ગુજરાતી બાળવાર્તા સંગ્રહ - AMARKATHAO

  4. Pingback: 101 ગુજરાતી બાળવાર્તા સંગ્રહ | Best Gujarati bal varata pdf collection - AMARKATHAO

  5. Pingback: 50+ બાળ જોડકણાંં pdf - ચકી ચોખા ખાંડે છે, એન ઘેન દીવા ઘેન

  6. જે વાર્તાઓ હૃદયના એક ખૂણે ક્યાંક સંગ્રહાયેલી હતી અને બાળપણની યાદો તાજા કર્યા કરતી હતી, એ બાળવાર્તાઓ અમરકથાઓમાં મળી ગઈ તમારો ખુબ ખુબ આભાર બાળપણને એક વાર ફરી ખૂબ મજાથી જીવંત કરવા બદલ.

  7. Pingback: old text books | GSEB Gujarati 90's book std 1 - AMARKATHAO

  8. Pingback: ગુજરાતી કવિતા સંગ્રહ ભાગ 1 | Best Gujarati Kavita collection - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *