Skip to content

રણુજા ધામમાં નોબત વાગે રામાપીર ના ભજન lyrics 3

રણુજા ધામમાં નોબત વાગે mp3
11026 Views

રણુજા ધામમાં નોબત રે વાગે lyrics, રણુજા ધામમા નોબતુ રે વાગે, પ્રગટ થયા છે રામાપીર, પીરના નેજા સવાયા ભજન mp3, અષાઢી બીજ ગીત-ભજન, રણુજા ધામમા નોબત રે વાગે pdf, Ranuja dham ma nobat vage bhajan video,Ramdevpir Na Bhajan Gujarati lyrics, Ramapir na bhajan mp3 downland, રામાપીરનાં પરચા, રામદેવપીર ની સમાધી, Khama khama Pir Ne Jaji Khamma lyrics in Gujarati

રામદેવપીરના ગુજરાતી ભજન lyrics

રણુજા ધામમાં નોબતુ રે વાગે

રણુજા ધામમાં નોબતુ રે વાગે
પ્રગટ થયા છે રામાપીર પીરનાં નેજા સવાયા.
દ્વારીકાથી ને વાલો રણુજા પધાર્યા
અજમલ ધેર લીધો અવતાર
પીરના નેજા સવાયા.
રણુજા ધામમાં નોબતુ રે વાગે

પેલો તે પરચો કુમકુમને પગલે
પેલો તે પરચો વા’લે કુમકુમને પગલે
ઉતારી ઉકળતી દેગ, પીરનાં નેજા સવાયા
ઉતારી ઉકળતી દેગ, પીરનાં નેજા સવાયા
રણુજા ધામમાં નોબતુ રે વાગે…

બીજો તે પરચો વણજારાને આપ્યો
બીજો તે પરચો પીરે વણજારાને આપ્યો
મીસરીનું કીધુ વા’લે લૂણ પીરના નેજા સવાયા
મીસરીનું કીધુ વા’લે લૂણ પીરના નેજા સવાયા

રણુજા ધામમાં નોબતુ રે વાગે…
પ્રગટ થયા છે રામાપીર પીરનાં નેજા સવાયા.

ત્રીજો તે પરચો પીરે વાણીયાને આપ્યો
ત્રીજો તે પરચો વા’લે વાણીયાને આપ્યો
ડુબતા તાર્યા એના વ્હાણ, પીરના નેજા સવાયા
ડુબતા તાર્યા એના વ્હાણ, પીરના નેજા સવાયા
રણુજા ધામમાં નોબતુ રે વાગે…

ચોથો તે પરચો સગુણાને આપ્યો
ચોથો તે પરચો વા’લે સગુણાને આપ્યો
સજીવન કીધો ભાણેજ, પીરના નેજા સવાયા
સજીવન કીધો ભાણેજ, પીરના નેજા સવાયા

રણુજા ધામમાં નોબતુ રે વાગે…
પ્રગટ થયા છે રામાપીર પીરનાં નેજા સવાયા.

પાંચમો તે પરચો ભેરવાને આપ્યો
પાંચમો તે પરચો પીરે ભેરવાને આપ્યો
ઉતાર્યો ભૂમિનો ભાર, પીરના નેજા સવાયા
ઉતાર્યો ભૂમિનો ભાર, પીરના નેજા સવાયા
રણુજા ધામમાં નોબતુ રે વાગે…

હરિ ચરણે ભાટી હરજી રે બોલ્યા
હરિ ચરણે ભાટી હરજી રે બોલ્યા
પીરના ગુણલા ગવાય, પીરના નેજા સવાયા
પીરના ગુણલા ગવાય, પીરના નેજા સવાયા
રણુજા ધામમાં નોબતુ રે વાગે…

પ્રગટ થયા છે રામાપીર, પીરનાં નેજા સવાયા.
દ્વારીકાથી ને વાલો રણુજા પધાર્યા
અજમલ ધેર અવતાર, પીરના નેજા સવાયા.
રણુજા ધામમાં નોબતુ રે વાગે
રણુજા ધામમાં નોબતુ રે વાગે

બોલો રામદેવ પીર ની જય..

રણુજા ધામમા નોબત વાગે
રણુજા ધામમાં નોબત વાગે

આપ અહીથી સાંભળી પણ શકો છો 👇 અમરકથાઓ

Ranujadham ma nobat vage bhajan

🌺 રામદેવપીરના ભજન, આરતી 👇

👉 રામદેવપીરની આરતી માટે ક્લીક 👈

👉 ધૂપને રે ધૂમાડે વેલા આવજો.

👉 હે કોઈ રોકી લ્યો રામાપીરને.. સમાધી ગીત.

👉 હેલો મારો સાંભળોને.. રામાપીર નો હેલો

👉 ખમ્મા ખમ્મા ખમ્મા પીરને જાજી ખમ્મા

નોબત નગારાં આજે વાગે રામાપીરના

નોબત નગારાં આજે વાગે રામાપીરના(૨)
હે રણુજા ધામ રુડું લાગેરે…લાગેરે…
નોબત નગારા આજે…

હે આરતી ટાણે રામાપીર વેલા આવજો(૨)
ભક્ત જણો ને રુડાં દર્શનીયા આપજો
હે જતી સતી આશિષ માગેરે…માગેરે…
નોબત નગારા આજે…

હે ધુપ ને ધુમાડે રામાપીર વેલા આવજો(૨)
રણુજા શહેર થી પીર વેલા પધારજો
હે આરતી ગવાતી રુડીં લાગેરે…લાગેરે…
નોબત નગારા આજે…

હે ઢોલ શરણાયું રુડીં જાલર રણકેં(૨)
હિંન્દવા પીરના લીલા આવા નેજા ફરુકેં
હે રણુજામાં રામાપીર જાગેરે…જાગેરે…
નોબત નગારા આજે…

કોઇ રોકી લ્યો રોકી લ્યો રામાપીરને
કોઇ રોકી લ્યો રોકી લ્યો રામાપીરને

રામાપીર ની સમાધી ગળાય…. કોઇ રોકી લ્યો

રામાપીર ની સમાધીયું ગળાય રે,
કોઇ રોકી લ્યો રોકી લ્યો રામાપીરને રે……

એવી માલણ રે લાવે રૂડા ફુલડાં રે જી,
ઇ ફુલડાંમાં સુગંધ નહી હોય રે,
કોઇ રોકી લ્યો…..

માતા મિનળદે ઝાલે રે ઘોડાનાં પેંગડા રે જી,
નેતલદે ઝાલી છે લગામ રે,
કોઇ રોકી લ્યો…..

વિરમદેવ રૂવે રંગમહેલમાં રે જી,
ડેલીએ રૂવે છે દિવાન રે,
કોઇ રોકી લ્યો…..

હાટે રે રૂવે છે હાટ વાણીયા રે,
ચોરે રૂવે ચારણ ભાટ રે,
કોઇ રોકી લ્યો…..

હરીના ચરણે રે હરજી ભાટી બોલીયા રે જી
દેજો અમને તમારા ચરણે વાસ રે,
કોઇ રોકી લ્યો….

1 thought on “રણુજા ધામમાં નોબત વાગે રામાપીર ના ભજન lyrics 3”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *