Skip to content

વિક્રમ અને વેતાળની વાર્તા 3

વિક્રમ અને વેતાળની ગુજરાતી વાર્તા

વિક્રમ અને વેતાળની વાર્તા ભાગ 3 – vikram or betal stories part 3, विक्रम और बेताल की कहानियां, વૈતાલ પચ્ચીસી , stories of vikram betal, vikram or betal in Hindi, Vikram vetal in Gujarati, विक्रम बेताल नीचे हिंदी में दिया गया है। વેતાલ પચ્ચીસી , વેતાલ ભટ્ટ , Vikram betal series

વિક્રમ અને વેતાળની ગુજરાતી વાર્તા

સ્મશાનના સિદ્ધવડ પરથી વેતાળને મહામુશ્કેલીથી વશમા કરી વેતાલને પીઠ પર લાદી વિક્રમ રાજા નીકળી રહ્યા હતા. વેતાલે માર્ગ કાપવા માટે રાજાને વાર્તા સંભળાવવાની શરૂઆત કરી.

ચન્દ્રશેખર નગરમાં રત્નદત નામનો એક શેઠ રહેતો હતો. તેની એક દીકરી હતી. તેનું નામ ઉન્માદિની. દીકરી રુપરુપનો અંબાર અને ગુણોનો ભંડાર હતી. જ્યારે એ મોટી થઈ તો રત્નદતે રાજા પાસે જઇને કહ્યુ : ‘મહારાજા આજે હું તમારી પાસે એક આશા લઈને આવ્યો છુ.’

રાજાને આશ્ચર્ય થયું કારણ કે શેઠ પાસે કોઈ વાતની કમી નહોતી તો પછી રાજા પાસે આશા લઈને શું આવ્યો હશે ? મહારાજાએ શેઠને કહ્યું, ‘બોલો શેઠ શું આશા છે?’  

‘તમે મારી પુત્રી ઉન્માદિની સાથે વિવાહ કરી લો.’

રાજાએ શેઠની પુત્રીને કોઈ દિવસ જોઈ નહોતી. તેણે તાળીઓ વગાડી દાસીઓને આવવાનો હુકમ કર્યો. દાસીઓ રાજા સામે આવી અને રાજાએ આદેશ કર્યો, ‘દાસીઓ જાઓ અને શેઠની પુત્રી કેવી છે તે જોઈ આવો. જો તમે કહેશો તેમ તે રૂપથી સુંદર અને સુલક્ષણી હશે તો હું તેની સાથે વિવાહ કરીશ.’

ત્રણે દાસીઓ ઉન્માદિની પાસે ગઈ અને જોયું તો ગુલાબનું ફૂલ જ હતું. ગાયના આંચળમાંથી નીકળતા તાજા દૂધની શેર જેવો સફેદ તેનો વાન હતો. કટારની ધાર જેવી અણિયાળી આંખો હતી. તેમાં લગાવેલું કાજલ તેની સુંદરતામાં વધારો કરતું હતું. ત્રણે દાસીઓ તેના સૌંદર્યને જોઈ સળગી ઉઠી. એક સ્ત્રીને બીજી સ્ત્રી પ્રત્યે ભારે ઈર્ષ્યા હોય છે. એ બીજી સ્ત્રીની સુંદરતાને પચાવી નથી શકતી.

એક દાસીએ કહ્યું, ‘રાજા તો આની પાછળ ગાંડો થઈ જશે.’

‘રાજાને અસત્ય જ કહેવું પડશે. નહીં તો આની સાથે પરણી જશે અને પછી મહેલમાં આપણે તેની ચાકરી કરવી પડશે.’ બીજી દાસીએ કહ્યું.

અને ત્રીજી દાસીએ ત્રણે સાથે હકારમાં માથુ ધુણાવી ત્યાંથી ચાલતી પકડી. રાજા સામે જઈ સુંદર હોવા છતાં ઉન્માદિનીના મુખની ટીકા કરવામાં આવી. તેને કુલક્ષણી કહેવામાં આવી. તેની કાયાને ગોળમટોળ સાબિત કરી દીધી.

રાજાએ દાસીઓના મુખમાંથી ઉન્માદિની માટે આવા શબ્દો સાંભળીને શેઠને કહ્યું, ‘શેઠ હું તમારી પુત્રી સાથે વિવાહ નહીં કરી શકું.’

શેઠ નિરાશ થયા. રાજાની ના પછી કંઈ પરાણે તો દીકરીને તેને પરણાવાય નહીં. રાજાનો હુકમ તે રાજાનો હુકમ. તો દીકરીને ઘરમાં પણ બેસાડી ન રખાય. તેણે તો રાજાના સેનાપતિ બલભદ્રની સાથે જ પુત્રીના વિવાહ નક્કી કરી નાખ્યા. બલભદ્ર રાજાનો ખુબ જ વફાદાર સેનાપતિ હતો.

બંનેના વિવાહ થયા અને પતિ પત્ની ખુશ રહેવા લાગ્યા.

એક દિવસની વાત છે. રાજા હાથીની અંબાડી પર બેસીને નગરચર્યા કરી રહ્યા હતા. તેમની સવારી બલભદ્રના ઘર પાસેથી નીકળી. એ સમયે ઉન્માદિની પોતાના ઘર પાસે ઊભી હતી.

રાજાની તેના પર નજર ગઈ તો તે તેને દિલ દઈ બેઠો. રાજા મહેલમાં ગયા અને તે યુવતીની ઓળખ મેળવી. રાજાને જ્યારે ખબર પડી કે તે શેઠની દીકરી છે તો તેમને દાસીઓના છલની ખબર પડી ગઈ.  

રાજાએ દાસીઓને બોલાવી અને કડક અવાજમાં પૂછ્યું તો દાસીઓ ફટાફટ સત્ય બોલી ગઈ.

એટલામાં સેનાપતિ બલભદ્ર ત્યાં આવી પહોંચ્યો. તેને રાજાની સ્થિતિ વિશે ખબર પડી ગઈ હતી. તેણે રાજાને કહ્યું, ‘સ્વામી ઉન્માદિનીને તમે લઈ લો.’


રાજાએ ગુસ્સામાં બલભદ્રને કહ્યું, ‘શું હું અધર્મી છું પાપી છુ કે બીજાની સ્ત્રીને લઈ લઉં.’

એ પછી રાજા બીમાર રહેવા લાગ્યો. તે હમેશા ઉન્માદિની નાં વિચારમાં રહેવા લાગ્યો. તે વ્યાકુળ રહેતો અને આ વ્યાકુળતાએ જ તેનો જીવ લઈ લીધો.

રાજાના મૃત્યુ બાદ સેનાપતિ બલભદ્ર પોતાના ગુરૂ પાસે ગયો અને તેને રાજા સાથે શું થયું તે બધું પુછ્યુ.

ગુરુએ બધુ સત્ય કહી સંભળાવ્યું. ગુરૂએ સેનાપતિને કહ્યું, ‘સેવકનો તો ધર્મ છે કે તે સ્વામી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દે.’

રાજાની ચિતા તૈયાર થઈ. સેનાપતિ બલભદ્ર ત્યાં પહોંચ્યો અને રાજાનાં મૃત્યુનું કારણ તે પોતે છે એમ સમજી આગમાં કૂદી પડ્યો.

ઉન્માદિનીને આ વાતની ખબર પડી તો તે પતિની સાથે સતિ થવાને પોતાનો ધર્મ સમજી એ જ આગમાં કૂદી પડી. એ પણ મૃત્યુ પામી.

આટલું કહીને વેતાલે પૂછ્યું, ‘રાજન્ બતાવ. ઉન્માદિની સેનાપતિ અને રાજામાં કોણ વધારે સાહસીક ?’

રાજા વિક્રમે કહ્યું, ‘રાજા વધારે સાહસી હતો. કારણ કે તેણે રાજધર્મ પર દૃઢ રહેવા માટે ઉન્માદિનીને તેના પતિના કહેવા પર પણ સ્વીકાર ન કરી અને ચિંતામાં ને ચિંતામાં પોતાના પ્રાણ ત્યાગી દીધા.

સેનાપતિ કુલીન સેવક હતો. પોતાના સ્વામીની ભલાઈમાં પ્રાણ આપવા તે મોટી વાત નથી. સાચું કામ તો રાજાએ કર્યું છે. પ્રાણનો ત્યાગ કર્યો પણ રાજધર્મનો ત્યાગ બિલકુલ ન કર્યો.’

રાજા વિક્રમનો જવાબ સાંભળ્યા પછી વેતાલ વિક્રમ રાજાની બુદ્ધિ પર ખુશ થયો. પણ શરતનો ભંગ થવાથી તે ઉડી ગયો. ઊંચે આકાશમાં અને સિદ્ધવડ પર જઈ લટકી ગયો.

વિક્રમ અને વેતાળ ભાગ 4 👈

વિક્રમ વેતાલની વાર્તા ભાગ 1 વાંચવા માટે 👈

Vikram or Betal - વિક્રમ વેતાલ
Vikram or Betal – વિક્રમ વેતાલ

विक्रम और बेताल की कहानी 3

अधिक साहसी कौन : बेताल पच्चीसी

चन्द्रशेखर नगर में रत्नदत्त नाम का एक सेठ रहता था। उसके एक लड़की थी। उसका नाम था उन्मादिनी। जब वह बड़ी हुई तो रत्नदत्त ने राजा के पास जाकर कहा कि आप चाहें तो उससे ब्याह कर लीजिए। राजा ने तीन दासियों को लड़की को देख आने को कहा। उन्होंने उन्मादिनी को देखा तो उसके रुप पर मुग्ध हो गयीं, लेकिन उन्होंने यह सोचकर कि राजा उसके वश में हो जायेगा, आकर कह दिया कि वह तो कुलक्षिणी है राजा ने सेठ से इन्कार कर दिया।

इसके बाद सेठ ने राजा के सेनापति बलभद्र से उसका विवाह कर दिया। वे दोनों अच्छी तरह से रहने लगे।

एक दिन राजा की सवारी उस रास्ते से निकली। उस समय उन्मादिनी अपने कोठे पर खड़ी थी। राजा की उस पर निगाह पड़ी तो वह उस पर मोहित हो गया। उसने पता लगाया। मालूम हुआ कि वह सेठ की लड़की है। राजा ने सोचा कि हो-न-हो, जिन दासियों को मैंने देखने भेजा था, उन्होंने छल किया है। राजा ने उन्हें बुलाया तो उन्होंने आकर सारी बात सच-सच कह दी। इतने में सेनापति वहाँ आ गया। उसे राजा की बैचेनी मालूम हुई। उसने कहा, “स्वामी उन्मादिनी को आप ले लीजिए।” राजा ने गुस्सा होकर कहा, “क्या मैं अधर्मी हूँ, जो पराई स्त्री को ले लूँ?”

राजा को इतनी व्याकुलता हुई कि वह कुछ दिन में मर गया। सेनापति ने अपने गुरु को सब हाल सुनाकर पूछा कि अब मैं क्या करूँ? गुरु ने कहा, “सेवक का धर्म है कि स्वामी के लिए जान दे दे।”

राजा की चिता तैयार हुई। सेनापति वहाँ गया और उसमें कूद पड़ा। जब उन्मादिनी को यह बात मालूम हुई तो वह पति के साथ जल जाना धर्म समझकर चिता के पास पहुँची और उसमें जाकर भस्म हो गयी।

इतना कहकर बेताल ने पूछा, “राजन्, बताओ, सेनापति और राजा में कौन अधिक साहसी था?”

राजा ने कहा, “राजा अधिक साहसी था; क्योंकि उसने राजधर्म पर दृढ़ रहने के लिए उन्मादिनी को उसके पति के कहने पर भी स्वीकार नहीं किया और अपने प्राणों को त्याग दिया। सेनापति कुलीन सेवक था। अपने स्वामी की भलाई में उसका प्राण देना अचरज की बात नहीं। असली काम तो राजा ने किया कि प्राण छोड़कर भी राजधर्म नहीं छोड़ा।”

राजा का यह उत्तर सुनकर बेताल फिर पेड़ पर जा लटका। राजा उसे पुन: पकड़कर लाया और तब उसने यह कहानी सुनायी।

विक्रम बेताल 1 पढने के लिए

विक्रम बेताल 2 पढने के लिए