Skip to content

મહાભારત – વિરાટ યુદ્ધ 2

મહાભારત - વિરાટ યુદ્ધ
8376 Views

આજે વાંચો મહાભારત – વિરાટ યુદ્ધ 2. આગળનો ભાગ વાંચવાનો બાકી હોય તો અહીથી વાંચો. મહાભારત વિરાટ યુદ્ધ ભાગ -1 👈

મહાભારત ગાથા

                    વિરાટ યુદ્ધ ભાગ - 2

સુશર્મા ની પરાજય તથા કૌરવોનુ આક્રમણ

👉સુશર્માએ રાજા વિરાટ ને જીવિત પકડી લીધા તેથી મત્સ્ય દેશ ની સેના માં ભાગદોડ થવા લાગી. ઘણા સૈનિકો રણમેદાન છોડીને ભાગવા લાગ્યાં.

👉ભાગતી સેના ને જોઈને યુધિષ્ઠિરે ભીમસેન ને કહ્યું
“આજે રાજા વિરાટ ના આપણા પર કરેલા ઉપકારો નો બદલો આપવાનો સમય આવી ગયો છે. શીઘ્ર તમે જાવ અને રાજા વિરાટ ને મુક્ત કરાવો.

👉ભીમસેન – ” જેવી તમારી આજ્ઞા, Mahabharat in Gujarati
તમે બધા શાંત રહીને મારું પરાક્રમ જોવો‌. સામે જે વૃક્ષ છે તે વૃક્ષ ઉખાડી ને હું શત્રુ ને મારી નાખીશ.”

👉આટલું કહીને ભીમસેન વૃક્ષ ઉખાડવા આગળ વધે છે એટલે યુધિષ્ઠિર બોલ્યા.
” આ વૃક્ષ ને ત્યાં જ રહેવા દો, જો તમે આવું પરાક્રમ બતાવશો તો આપણુ રહસ્ય ખુલી જશે.”
” તમે બીજા હથિયારો થી રાજા વિરાટ ને મુક્ત કરાવો. નકુલ અને સહદેવ તમારી સહાયતા કરશે.”

👉ભીમસેને એક ધનુષ હાથ માં લીધું અને બાણ વર્ષા શરુ કરી‌. ભીમ ભયંકર રુપ બતાવી ને ત્રિગર્તો નો સંહાર કરવા લાગ્યા.

👉સુશર્મા એ ભીમસેન ના ભયંકર રુપ ને જોઈને સાથી ઓ ને કહ્યું.
” આ યોદ્ધા ને શીધ્ર મારી નાખો અન્યથા આ આપણા પર ભારે પડશે.”

👉ભીમસેન ભયંકર પરાક્રમ બતાવતા રથીઓ, ઘોડેસવાર, હાથીઓ નો વધ કરતા આગળ વધ્યા‌. ભીમસેન ના આ પરાક્રમ થી ભાગતા મત્સ્ય સૈનિકો માં નવું જોશ આવ્યું અને તે પણ પાછા આવી ને લડવા લાગ્યા.
રાજા વિરાટ ના પુત્ર શ્વેતે પણ ભયંકર સંહાર શરુ કર્યો.

Mahabharat
Mahabharat – Virat yuddh

👉આ બાજુ સહદેવે સુશર્મા પર આક્રમણ કરી નાખ્યું.
આ જોઈને યુધિષ્ઠિર પણ સહદેવની સહાયતા માટે તેની પાસે ગયા.

👉સુશર્મા એ યુધિષ્ઠિરને અને તેમના ઘોડા ને ઘાયલ કરી નાખ્યાં.યુધિષ્ઠિર ને ઘાયલ થયેલ જોઈને ભીમસેન ને ક્રોધ ચડ્યો.
ભીમસેને સુશર્મા ને લલકાર્યો.

👉ભીમે સુશર્મા ના અંગરક્ષકો નો વધ કરીને સુશર્મા ને રથ થી નીચે ફેંકી દીધો.

👉 અવસર પ્રાપ્ત થતાં જ રાજા વિરાટ સુશર્મા ની ગદા લઈને તેના રથ પર થી કુદી પડ્યાં અને સુશર્મા ને મારવા દોડ્યા.

👉રાજા વિરાટ ને પોતાની તરફ આવતા જોઈને સુશર્મા ભાગવા લાગ્યો.

Read online Mahabharat, Best stories in Mahabharat, history of Mahabharar

👉ત્યારે ભીમસેને સુશર્મા ને કહ્યું
“સુશર્મા તમને યુદ્ધ માંથી ભાગવું શોભા નથી દેતું, બસ આટલા પરાક્રમ થી રાજા વિરાટ ને વશ કરવા આવ્યા હતા. પોતાની સેનાને મરતી મુકીને ક્યાં ભાગો છો”

👉ભીમસેન દ્વારા થયેલ તિરસ્કાર સાંભળી ને સુશર્મા પાછો વળીને ભીમસેન ને લલકારે છે.

👉સુશર્મા ભીમ ને મારવા તેની તરફ દોડ્યો. સામે ભીમસેન રથ મુકીને સુશર્મા તરફ દોડ્યો.

👉સુશર્મા ભીમસેન ની પાસે પહોંચ્યો ત્યાં જ ભીમસેને સુશર્મા ને ઉપાડીને પૃથ્વી પર પછાડ્યો. ભીમસેન ના પ્રહાર થી સુશર્મા મુર્છિત થઈ ગયો.

👉રાજા ના મુર્છિત થતાં જ ત્રિગર્ત સેના ભાગવા લાગી. ભીમસેન સુશર્મા નો વધ કરવા માંગતા હતા પણ યુધિષ્ઠિરે સુશર્મા ને જીવનદાન આપ્યું.

👉ભીમસેને સુશર્મા ને કહ્યું
” તું જીવિત રહેવા માંગતો હોય તો મારી વાત ધ્યાન થી સાંભળ, તારે દરેક રાજસભામાં બોલવું પડશે કે હું રાજા વિરાટ નો દાસ છું.
જો આ સ્વીકાર હોય તો જ તને જીવિત છોડીશ.”

👉યુધિષ્ઠિરે ભીમને કહ્યું –
” હે મહાબલી, તું મારી વાત માનતો હોય તો આ પાપી ને જીવિત છોડી દે, આ રાજા વિરાટ નો દાસ તો બની જ ગયો છે.

👉ત્યાર બાદ સુશર્મા ને કહ્યું
” સુશર્મા જાવ, હવે તમે દાસ નથી રહ્યા પરંતુ બીજીવાર આવી ભૂલ ન કરતા.

👉સુશર્મા રાજા વિરાટ ને પ્રણામ કરીને ચાલ્યો ગયો.

👉આમ, રાજા વિરાટ ને છોડાવી, ગાયો ની રક્ષા કરી ને સેના ત્યાં જ રાત્રિ વિશ્રામ કરવા લાગી.

👉રાજા વિરાટે પાંડવો નો આભાર માન્યો અને મનોવાંછિત વસ્તુ માંગવા આગ્રહ કર્યો. પણ યુધિષ્ઠિરે સન્માન સાથે ભેટનો અસ્વીકાર કર્યો.

👉યુધિષ્ઠિર ના કહેવાથી રાજા વિરાટે એક દુત ને વિજય ના શુભ સમાચાર આપવા નગર માં મોકલ્યો.

👉જે સમયે રાજા વિરાટ ત્રિગર્તો સામે લડવા નીકળ્યા હતા તે સમયે જ બીજી દિશા થી કૌરવ સેના મત્સ્ય દેશ પર ચડાઈ કરવા નીકળી હતી.

👉કૌરવ સેના માં ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કર્ણ, શકુનિ, દુર્યોધન, દુઃશાસન, વિકર્ણ, ચિત્રસેન તથા અન્ય ઘણા મહારથીઓ હતાં.

👉મત્સ્ય દેશ માં પહોંચી ને કૌરવ સેના એ અનેક ટુકડીઓ બનાવી ને ગાયો ને ઘેરવા નું શરુ કર્યું.

👉કૌરવો એ 60 હજાર ગાયો ને ઘેરી લીધી ત્યારે એક ગોવાળ નગર તરફ ભાગ્યો અને રાજકુમાર ઉત્તર ને કહ્યું.
” ” હે રાજપુત્ર, કૌરવ સેના આપણી 60 હજાર ગાયો નું અપહરણ કરી ને જાય છે. મહારાજ ઉપસ્થિત નથી તેથી તમે જ અમારા રક્ષક છો.
માટે કૌરવો થી આપણી ગાયો ને છોડાવો.”

” મહારાજ હંમેશા તમારી પ્રશંસા કરે છે, તમે ઉત્તમ ધનુર્ધર છો તથા દરેક અસ્ત્ર શસ્ત્ર થી લડવામાં સક્ષમ છો
આજે મહારાજ ના કથન ને સત્ય સિદ્ધ કરવાનો સમય આવી ગયો છે.”

👉આમ રાજકુમાર ઉત્તર નો ઉત્સાહ વધારવા ગોવાળે ઘણી પ્રશંસા કરી.

👉ઉત્તરે કહ્યું
” મારું ધનુષ મજબૂત છે અને હું યુદ્ધ કરવા તૈયાર છું પણ મારા રથ માટે કોઈ ઉત્તમ સારથિ નથી. જો કોઈ કુશળ સારથિ હોય તો અવશ્ય કૌરવો ને પરાજિત કરી ને હું ગાયો ને છોડાવી આવીશ.”

” મારો સારથિ પહેલા થયેલા યુદ્ધ માં માર્યો ગયો છે તેથી શીઘ્ર મારા માટે એક સારથિ ની તપાસ કરો. એક ઉત્તમ સારથિ મળી જાય તો જેમ અર્જુન તેના શત્રુ ને ભયભીત કરીને ભગાડે છે એમ હું ભીષ્મ, દ્રોણ, કર્ણ, અશ્વત્થામા, કૃપાચાર્ય, દુર્યોધન ને ભગાડી ને ગાયો ને છોડાવી આવીશ.”

👉આમ, વારંવાર ઉત્તર કુમાર પોતાની તુલના અર્જુન સાથે કરવા લાગ્યો.

👉થોડે દૂર સ્ત્રીવેશ માં ઉભેલ અર્જુન મરક મરક હસવા લાગ્યો. આ સમય સુધી માં પાંડવો નો અજ્ઞાતવાસ પૂર્ણ થઈ ગયો હતો.

👉અર્જુને દ્રૌપદી ને એકાંતમાં બોલાવી ને કહ્યું.
” કલ્યાણી, તમે રાજકુમાર ને કહો કે આ બૃહન્નલા પહેલા ના સમય માં અર્જુન નો સારથિ હતો. આના કારણે અર્જુને અનેક યુદ્ધો જીત્યા છે. આ તમારો સારથિ બનવા એકદમ યોગ્ય છે.”

👉દ્રૌપદી ઉત્તર ની પાસે જઈને કહે છે.
” રાજકુમાર, આ બૃહન્નલા પહેલા ના સમયે કુંતીપુત્ર અર્જુન નો સારથિ રહી ચુક્યો છે. મેં મારી આંખો થી આને સારથિ રુપે જોયેલ છે. અર્જુને ખાંડવ દહન કર્યું હતું ત્યારે દેવો સાથે ના યુદ્ધ માં આને જ અર્જુન ના રથ ની બાગડોર સંભાળી હતી. આના સહયોગ થી અર્જુને ખાંડવ વન માં દેવો અને દૈત્યો પર વિજય મેળવ્યો હતો.”

👉ઉત્તર – ” સૈરન્ધ્રી, આ બૃહન્નલા આટલો ગુણ સંપન્ન હોય તો તે નપુંસક ન હોય શકે. આ તો મને અત્યંત શૂરવીર લાગે છે. હું તેને સારથિ બનવાનું કેમ કહી શકું.”

👉દ્રૌપદી – ” તમારી બહેન ઉત્તરા ની વાત બૃહન્નલા અવશ્ય માનશે.”

👉દ્રૌપદી ના આટલું કહેતા ઉત્તરે ઉત્તરા ને બૃહન્નલા પાસે મોકલી.
ઉત્તરા એ અર્જુન ને બધું કહી સંભળાવ્યું અને છેલ્લે કહ્યું કે જો તમે મારી વાત નહીં માની તો હું પ્રાણો નો ત્યાગ કરી નાખીશ.

👉અર્જુન ઉત્તર પાસે આવી ને કહે છે
” મારા માં સારથિ કર્મ કરવા જેટલી શક્તિ નથી. ગાવાનું, નૃત્ય કરવાનું હોય તો કરી શકું. પણ આ સારથિ નું કામ મારા થી નહીં થાય.”

👉ઉત્તર – ” પાછા આવી ને ગાયક, નૃર્તક જે બનવું હોય એ બનજો પણ અત્યારે મારા રથ ના સારથિ બનો.”

👉આમ, ઉત્તર અને અર્જુન કવચ ધારણ કરીને રથ પર સવાર થયા ત્યારે ઉત્તરા એ કહ્યું કે “બૃહન્નલા, કૌરવ વીરો ને હરાવી ને તેમના વસ્ત્રો મારી ઢીંગલી ઓ માટે લઈ આવજો.”

👉ત્યારબાદ અર્જુન અને ઉત્તર કૌરવ સેના તરફ જવા રવાના થયા.


વિરાટ યુદ્ધ – ઉત્તર નો ભય અને કર્ણ-દુર્યોધન ની આત્મ પ્રશંસા

“विराट थी समक्ष सेना खड़ी
होना युद्ध प्रलयंकारी था,
भयभीत कुमार उत्तर अनजान खड़ा
धूरा थाम चुका उसके रथ की गांडीवधारी था।”

👉કૌરવો મત્સ્ય દેશ ની ગાયો નું હરણ કરે છે તે ગાયો ની રક્ષા કરવા રાજકુમાર ઉત્તર અને તેના સારથિ તરીકે સ્ત્રીવેશ માં અર્જુન રથ પર સવાર થઈ ને કૌરવ સેના તરફ જાય છે.

👉ઉત્તર – ” બૃહન્નલ્લા, જ્યાં કૌરવો દેખાય છે ત્યાં રથ લઈ જાવ. હું શીઘ્ર કૌરવ સેના ને હરાવી ને નગર માં પાછો ચાલ્યો જઈશ.

👉આટલું સાંભળતા અર્જુન વધુ વેગ થી રથ ચલાવા લાગ્યો. રથ સ્મશાન ભૂમિ સુધી પહોચ્યો ત્યાં દુર થી કૌરવ સેના દેખાવા લાગી એટલે અર્જુને રથ ને રોક્યો.

👉કુમાર ઉત્તર દુર થી જ વ્યૂહબંધ સાગર જેવી વિશાળ સેના ને જોવા લાગ્યો.

👉વિશાળ કૌરવ સેના જોઈને ઉત્તર ના રુંવાડા ઊભાં થઇ ગયાં. તે ભયભીત થવા લાગ્યો.

👉ઉત્તરે અર્જુન ને કહ્યું.
” જોવો આ વિશાળ સેના, આ કેટલી ભયાનક લાગે છે. આ સેના નો બીજો છેડો જ નથી દેખાતો. આ સેના સાથે તો દેવતા પણ લડવાનું સાહસ ન કરી શકે માટે આ કૌરવો ની વિશાળ સેના સાથે લડવાનું સાહસ મારા માં નથી.
આ સેના માં ઘુસવા નું તો દુર હું આ સેના વીશે કાંઈ બોલી પણ નથી શકતો. મારું હ્રદય વ્યથિત થઈ રહ્યું છે.”

“દ્રોણાચાર્ય, ભીષ્મ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિવશંતિ, દુર્યોધન, સોમદત, વિકર્ણ આ બધા મહાન ધનુર્ધર છે અને દરેક યુદ્ધ કલા માં નિપુણ છે. આ યોદ્ધાઓ સામે હું બાળક છું. કૌરવ સેના ને જોઈને મને મુર્છા આવે છે.”

“પિતાજી સંપૂર્ણ સેના લઈને ત્રિગર્તો સામે લડવા ચાલ્યાં ગયાં. મારી પાસે એક સૈનિક પણ નથી.
મેં અસ્ત્ર વિદ્યા ની વધુ તાલીમ પણ નથી લીધી માટે હું આવા મહાન યોદ્ધાઓ સામે યુદ્ધ કરવા સક્ષમ નથી.
તેથી તમે રથ ને નગર તરફ પાછો લઇ ને ચાલો‌.”

👉અર્જુન – “રાજકુમાર, તમે આવો વ્યવહાર કરી ને યુદ્ધ પહેલા જ શત્રુ નું સાહસ વધારો છો. તમે ધૈર્ય રાખો. આ કૌરવો ગાયો ની ચોરી કરવા આવ્યા માટે આપણે કૌરવ સેના વચ્ચે જવું પડશે અને ગાયો ની રક્ષા કરવી પડશે.”

“તમે નગર માં યુદ્ધ કરવાની પ્રતિજ્ઞા કરીને આવ્યા છો અને હવે યુદ્ધ કર્યા વગર પાછા જઈશું તો નગરવાસી આજીવન તમારો ઉપહાસ કરશે.”

“ત્યાં નગરમાં સૈરન્ધ્રી દ્વારા કહેવાયું છે કે હું પણ કુશળ સારથિ છું માટે હું ગાયો ને પાછી લીધા વિના નહીં જઈ શકું.”

“ત્યાં તમે બધા એ મારી ખૂબ પ્રશંસા કરેલી માટે હવે મારે જ યુદ્ધ કેમ ન કરવું પડે તો પણ પાછળ હટીશ નહીં”

👉ઉત્તર – “બૃહન્નલ્લા, આ કૌરવ ભલે ધન અને ગાયો લઈ જાય, પ્રજા નગર માં ભલે મારો ગમે તેટલો ઉપહાસ કરે પણ આ યુદ્ધ માં મારું કોઈ કામ નથી.”

“મારું નગર સુનું પડ્યું છે, પિતાજી મને જ નગર નો ભાર સોંપી ને ગયા છે. હું પિતાજી થી ખૂબ ડરું છું.”

👉આટલું કહીને ઉત્તર કુમાર રથ પર થી કુદીને ભાગવા લાગ્યો. ભાગતા ઉત્તર ને જોઈને અર્જુન ઉત્તર ને પકડવા પાછળ દોડવા લાગ્યો.

👉દુર ઉભેલા કૌરવ સૈનિકો ઉત્તર ને ભાગતા જોઈને હસવા લાગ્યા અને પોતપોતાના માં વાતો કરવા લાગ્યા.

” આ કોણ છે, જે રાખ મા છુપાયેલી અગ્નિ સમાન લાગે છે પરંતુ વેશભૂષા નપુંસક જેવી છે. આની કદ કાઠી તો અર્જુન સમાન છે. વિશાળ ભુજાઓ પણ અર્જુન સમાન દેખાય છે. સંસારમાં અર્જુન સિવાય એવો કોણ વીર છે જે એકલો જ આટલી વિશાળ સેનાનો સામનો કરવાનું સાહસ કરી શકે.”
“આ અવશ્ય અર્જુન જ છે જે ભાગતા રાજકુમાર ને પકડવા જાય છે.”

👉આમ, કૌરવ સૈનીકો પોતપોતામાં વાતો કરવા લાગ્યા પરંતુ તેઓ કોઈ નિષ્કર્ષ પર ન પહોંચી શક્યા.

👉હવે દુર્યોધન અહંકાર માં બોલ્યો.
” આજે અર્જુન, બલરામ અને પ્રધુમ્ન પણ રણભૂમિમાં આપણો સામનો નહીં કરી શકે.”

“કોઈ મનુષ્ય નપુંસક ના રુપ માં આપણા સામુ આવશે તો હું મારા તીખા બાણો દ્વારા તેને યમલોક મોકલી દઈશ.”

👉આ બાજુ અર્જુને ભાગતા ઉત્તર ને પકડી લીધો. ઉત્તર વિલાપ કરતા બોલ્યો.
” બૃહન્નલ્લા, મને જવા દો, હું તમને સોનું, રથ, હાથી, ઘોડા અને તમે જે માંગશો એ આપીશ પણ મને જવા દો.”

👉અર્જુન હસતા હસતા ઉત્તર ને રથ તરફ લઈ ગયો અને કહ્યું.
“તમારા માં યુદ્ધ કરવાનું સાહસ નથી તો મારા સારથિ બનો હું યુદ્ધ કરીશ પણ રાજકુમાર આમ ભયભીત ન થાવ.”

” તમે ક્ષત્રિય છો, આમ શત્રુ સામે આવીને સંતાપ કરવો ક્ષત્રિય ને શોભે નહીં.”

👉આમ, અર્જુને ઉત્તર ને બે ઘડી સમજાવ્યો અને પોતાનો સારથિ બનવા તૈયાર કરી લીધો.

👉અર્જુન ના કહેવાથી ઉત્તર રથ ને સ્મશાન સ્થિત સમી વૃક્ષ ની પાસે લઈ ગયો.

👉આ બાજુ ભીષ્મ અને દ્રોણાચાર્ય ને અપશુકનો ના સંકેત મળે છે‌ અને કાંઈ અમંગળ થવાનો ડર લાગવા લાગે છે.

👉દ્રોણાચાર્ય કૌરવ સેના ને કહે છે.
” બધા સૈનિકો સાવધાન રહે અને સેના નું વ્યૂહ બનાવી રાખે. મને એવો આભાસ થાય છે કે અહીંયા ભયંકર નરસંહાર થવાનો છે.”

👉પછી દ્રોણાચાર્ય પાસે જ ઉભેલા ભીષ્મ પિતામહને કહે છે.
” ગંગાપુત્ર, જેવુ વાતાવરણ અને અમંગળ સંકેતો મળે છે તેના થી એવું જ લાગે છે કે જેની ધ્વજા પર દિવ્ય કપિ બિરાજે છે, જે ઈન્દ્ર નો પુત્ર છે, તે કીરીટધારી અર્જુન જ નારી વેશ માં રાજકુમાર ના રથ પર છે અને આ બાજુ આવી રહ્યો છે.”

“સવ્યસાચી અર્જુન યુદ્ધમાં આવ્યા પછી સામે દેવતા હોય તો પણ પાછળ હટતો નથી.”

“એકલા જ આવી વિશાળ કૌરવ સેના સામે આવીને લડવાનું સાહસ અર્જુન સિવાય કોણ કરી શકે માટે આ સમય દુર્યોધન ની રક્ષા કરવાનો છે.”

” મેં સાંભળ્યું છે કે હિમાલય પર્વત પર કિરાત વેશધારી મહાદેવ ને અર્જુને યુદ્ધ કલા થી સંતુષ્ટ કર્યા છે. જો આ સત્ય હોય તો મને અહીંયા કોઈ યોદ્ધો નથી દેખાતો જે રણભૂમિ માં અર્જુન નો સામનો કરી શકે.”

👉આમ, દ્રોણાચાર્યે અર્જુન હોવાની આશંકા વ્યક્ત કરી.

👉બાજુ માં જ ઉભેલા અંગરાજ કર્ણ બોલ્યા.
“આચાર્ય, તમે અમારા સામે હંમેશા અર્જુન ની જ પ્રશંસા કરો છો પરંતુ અર્જુન મારી અને દુર્યોધન ની ધનુર્વિદ્યા ના સોળમી કળા બરાબર પણ નથી.”

👉કર્ણ હંમેશા સ્વયં ને અર્જુન થી નિપુણ જ માનતા હતાં તથા અર્જુન ની નિરંતર શીખતા રહેવાની અભિલાષા અને અર્જુને શીખેલી નવી કળા ઓ ને નકાર્યા કરતાં.

👉બાજુ માં ઉભેલ દુર્યોધન બોલ્યો.
“મિત્ર, જો આ અર્જુન છે તો મારું કામ થઈ ગયું. આ પાંડવો પાછા બાર વરસ વન માં ભટકશે અને જો આ નપુંસક વેશ માં અર્જુન નહીં પણ બીજું કોઈ હશે તો એક ક્ષણ માં હું તેનો વધ કરી નાખીશ.”

👉દુર્યોધન આટલું બોલ્યો એટલે તરત ત્યાં ઉપસ્થિત સૈનિકો એ તેનો જયજયકાર કર્યો પણ કોઈ નિશ્ચિત કહી ન શક્યું કે નપુંસક રુપ માં અર્જુન જ છે.

👉આ બાજુ અર્જુને ઉત્તર ને કહ્યું.
“રાજકુમાર, તમે આ સમી વૃક્ષ પર ચડીને ત્યાં રાખેલા ધનુષ્ય ઉતારો.”
“તમારું આ ધનુષ મારા બાહુબળ ને સહન નહીં કરી શકે. તમારા અસ્ત્રો અત્યંત કોમળ છે આ અસ્ત્રો મારા હાથમાં જ તુટી જશે.”

“તમે આ વૃક્ષ પર જાવ ત્યાં પાંડવો ના ધનુષ રાખ્યા છે.
તેમાં અર્જુન નું પ્રસિદ્ધ ગાંડીવ ધનુષ્ય પણ છે જે તમારા ધનુષ જેવા એક લાખ ધનુષ જેટલું શક્તિશાળી છે. તે ધનુષ ભારે માં ભારે બાહુબળ ને વહન કરવામાં સમર્થ છે.”

📚 આગળ વાંચો 👉 વિરાટ યુદ્ધ ભાગ-૩ માટે અહી ક્લીક કરો

વિરાટ યુદ્ધ – મહાભારત ભાગ – 1 અહીંથી વાંચો

mahabharat part 1

🍁 નાગમતિ- નાગવાળો – ઝવેરચંદ મેઘાણી

🍁 વીર વિક્રમ અને અજબ ચોર – ઝવેરચંદ મેઘાણી

🍁 ઝૂમણાં ની ચોરી – ઝવેરચંદ મેઘાણી

✍ મહેન્દ્રસિંહ ગોહિલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *