8723 Views
હોલીગીત – સંધ્યા શ્રાવણની રમે હોળીએ રે લોલ કવિતા પદ્મશ્રી કવિ દાદબાપુ દ્વારા લખાયેલ એક લોકગીત છે. જુના અભ્યાસક્રમમાં આ કવિતા ભણવામાં આવતી. ગુજરાતી લોકગીત, ગુજરાતી પ્રાચીન કવિતાઓ. sandhya shravan ni rame holie re lokgeet,
સંધ્યા શ્રાવણની રમે હોળીએ રે – કવિતા
સંધ્યા શ્રાવણની રમે હોળીએ રે લોલ
એણે એક રે ફૂલડું ઝબોળીને ફેંકીંયું રે લોલ
ત્યાં તો ધરતી આખી થઈ ગઈ રંગચોળ રે લોલ..
સંધ્યા શ્રાવણની રમે હોળીએ રે લોલ
ડુંગરડાની ટોચ્યું જાણે કેવી દીસતી રે લોલ
જાણે જોગીડાની જટામાં ગુલાલ રે… સંધ્યા…
શ્યામલ વાદળીઓ કેવી શોભતી રે લોલ
હબસણના રંગ્યા જાણે હોઠ રે… સંધ્યા…
હરિયા રૂખડા રે એવા રંગ ભર્યા રે લોલ..
વગડે જાણે વેલ્યુ હાલી જાય રે… સંધ્યા…
છાતીએ સિંદૂરિયા થાપા શોભતા રે લોલ
સૂરજ જાણે ધિંગાણામાં જાય રે… સંધ્યા…
ખોબલે ખોબલે સૂરજ વસુધાને સત ચડયાં રે લોલ
રજપૂતાણી બેઠી અગનજાળ રે… સંધ્યા…
આભમાં ઊડે અબીલ ગુલાલ રે… સંધ્યા…
✍ કવિશ્રી દાદ બાપુ
કેસુડાંની કળીએ બેસી…..આવ્યો ફાગણિયો
જુનાગઢના નાક સમાન ગણાતાં અને મેંદરડાની નજીક આવેલા કનડા ડુંગર ઉપર આજથી 135 વર્ષ પહેલા 1883ની 28મી જાન્યુઆરી એ દિવસે જુનાગઢના રસ્તે બળદગાડાની હારમાળા ચાલી આવતી હતી.
પરંતુ ગાડામાં ભરેલો સામાન કાંઇક અલગ જ પ્રકારનો હતો.
ગાડાઓમાંથી વહેતું રક્ત રસ્તાઓને લાલ-તરબોળ કરી રહ્યું હતું, ત્યારે 80થી પણ વધારે ધડ વગરના એ શીશ હતા કોના ?
એ શીશ હતા મહીયા રાજપૂત શુરવીરોના.
જુનાગઢના મહીયા રાજપૂતોઓએ અંગ્રેજ હકુમત દ્વારા જમીન ઉપરનો મહેસુલી કરના વિરોધમાં મહીયા રાજપૂતો સત્યાગ્રહ પર બેઠા હતા.
આ રાજપૂતોને અંગ્રેજ હકુમતના શાસન દરમિયાન જુનાગઢના નવાબની ફોજે દગાબાજીથી મહીયા રાજપૂતોના શુરવીરોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. અને માથાવાઢી ગાડા ભરીને જુનાગઢ લઈ જવાયા હતા.
સમગ્ર દેશમાં અંગ્રેજ સરકાર દ્વારા મહેસુલી કર વસુલવાના નિયમ સામે દેશનો આ પહેલો સત્યાગ્રહ હતો, જેમાં 80 જેટલા મહીયા રાજપૂત સમાજના નરબંકા યુવાનોને જુનાગઢ નવાબની ફોજે કાવતરું ઘડી દગાથી તલવારબાજી અને ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
જલીયાવાલા બાગ પહેલાનો દેશનો આ પ્રથમ હત્યાકાંડ જુનાગઢના પાદર સમા ગણાતા કનડા ડુંગર ઉપર 28 જાન્યુઆરીની 1883ની વહેલી સવારે થયો હતો.
ગુજરાતના ઇતિહાસમાં બહુ ઓછા સ્થળો છે, કે જ્યાં એક સાથે આટલી મોટી સંખ્યામાં શહિદોની ખાંભીઓ જોવા મળે છે.
કનડા ડુંગરની ટોચે 80થી પણ વધારે ખાંભીઓ આવેલી છે. આ ખાંભીઓ નિશાની છે એ મહીયા રાજપૂતોના વીર શહિદોના શહાદતની અને તેમની વિરતાને ને રંગ છે.
1882માં સૌરાષ્ટ્રના કનડા ડુંગર પર એક હત્યાકાંડ થયો હતો. સોએક મહિયા લડવૈયાઓને દગાથી મારી નખાયાં હતાં !’
કનડો ડુંગર વીર-વીરાંગનાના પ્રેમનું, ચિરવિજોગનું જ ધામ નથી; કનડાના ખોળામાં સિંદૂરવરણી ચોરાસી ખાંભીઓ ઊભી છે. એ ચોરાસી મહિયાઓની ખાંભી છે. સવંત્સર 1939ના પોષ મહિનાની અજવાળી પાંચમને કાળે પરોઢિયે એ ચોરાસી જણાને હારબંધ બેસારી જૂનાગઢ રાજની ફોજે તેઓનાં માથાં વાઢ્યાં હતાં – તરવારથી નહિ, કુહાડા વતી.
ઘિંગાણું નહોતું થયું; વિશ્વાસઘાત અને દગલબાજી રમાયાં હતાં.
જૂનાગઢ રાજની રક્ષા તેમ જ વિસ્તારને માટે પેઢાનપેઢીથી જાન કાઢી આપનારી મહિયા કોમ પર રાજ્યે જતે દહાડે નવા લાગા નાખ્યા, જૂના કોલકરારો ઉથાપ્યા, ત્યારે મહિયા કોમના ઘરેઘરથી નીકળેલા નવસો પ્રતિનિધિ મરદો આ કનડા ડુંગર પર રિસામણે ચડેલા.
આપણે આજે જેને `અહિંસાત્મક સંગ્રામ’ કહીએ છીએ ને, તેને તે દિવસોમાં મહિયાઓએ ભજવી બતાવ્યો. એનું નામ `રિસામણું’ અથવા `બેઠું બહારવટું રખાયું હતું. મહિયાઓના આગેવાને એક પણ હથિયાર ભેળું રાખવાની રામદુવાઈ ફરમાવી હતી.
સોરઠની ધરા પર એક હથિયારધારી શૂરવીર લડાયક જાતિના બેઠા બહારવટાનો આ કિસ્સો એક અને અનન્ય જ છે.
એમના માથે દેશી કાઠિયાવાડી પાઘડી હતી, સફેદ કડિયું, સફેદ ચોયણી, કાબરચિતરી ફરફરતી દાઢી, ખંભે ખેસ..
પોતાના સાથીદારો સાથે એ સર્જક ડુંગર તરફ આગળ વધી રહ્યાં હતાં. મહિનો શ્રાવણનો હતો અને ટાણુ સંધ્યાનું હતું. દિવસભરની કામગીરી આટોપીને સુરજ મહારાજ ઘર તરફ સીધાવી રહ્યાં હતાં. મોરલાનો ગહેકાટ વચ્ચે સંધ્યાસમયના પવનથી પર્ણમરમરથી વાતાવરણમાં કુદરતનું સંગીત સંભળાઈ રહ્યું હતું. અને એ વખતે જ તેમને કંઈક સુજ્યુ.. થેલામાં રહેલા કાગળ અને કલમ કાઢી તેમણે લખવાની શરૃઆત કરી…
તેમણે કવિતા લખી…
સંધ્યા શ્રાવણની રમે હોળીએ રે લોલ
એણે એક રે ફૂલડું ઝબોળીને ફેંકીંયું રે લોલ
ત્યાં તો ધરતી આખી થઈ ગઈ રંગચોળ રે
લોલ.. સંધ્યા શ્રાવણની રમે હોળીએ રે લોલ
ડુંગરડાની ટોચ્યું જાણે કેવી દીસતી રે લોલ
જાણે જોગીડાની જટામાં ગુલાલ રે… સંધ્યા
શ્યામલ વાદળીઓ કેવી શોભતી રે લોલ
હબસણના રંગ્યા જાણે હોઠ રે… સંધ્યા
હરિયા રૂખડા રે એવા રંગ ભર્યા રે લોલ..
વગડે જાણે વેલ્યુ હાલી જાય રે… સંધ્યા
છાતીએ સિંદૂરિયા થાપા શોભતા રે લોલ
સૂરજ જાણે ધિંગાણામાં જાય રે… સંધ્યા
ખોબલે ખોબલે સૂરજ વસુધાને સત ચડયાં રે લોલ
રજપૂતાણી બેઠી અગનજાળ રે… સંધ્યા
આભમાં ઊડે અબીલ ગુલાલ રે… સંધ્યા
🌺 New Nonstop Garba collection
એ સર્જકનું નામ કવિ દાદ. કવિતામાં જે સ્થળનું તેમણે વર્ણન કર્યુ છે, એનું નામ છે કનડો ડુંગર. મેંદરડા પાસે આવેલો કનડો ડુંગર ત્યાં થયલા હત્યાકાંડ માટે થોડો ઘણો જાણીતો છે. હત્યાકંડની વિગતવાર વાત આજ ના સમયાંતરમાં કરી છે. અત્યારે બેશક શ્રાવણ મહિનો નથી પણ કનડાનું સૌદર્ય એવુ જ છે. કવિ દાદથી વધારે સારી રીતે કોઈ કનડાને લાડ લડાવી શક્યુ નથી. કનડાની સફરે કવિ દાદ અને સાથીદારો જઈ રહ્યાં હતાં અને સાંજ પડવા આવી. એમાંથી જ દાદને આ કવિતા મળી. કવિતા જરા ધ્યાનથી વાંચીએ એટલે તેનું સૌંદર્ય સમજાતું જશે.
કનડા નો કહેર : મેંદરડા, જૂનાગઢ
કવિ દાદની કવિતાઓ, પદ્મશ્રી કવિ દાદબાપુ, Kavi Dad, પગ મને ધોવા દયો રઘુરાય, હોળી ગીત,