12576 Views
દલો તરવાડી વાર્તા, વશરામ ભુવાની વાર્તા, Gujarati balvarta, Gujarati old stories, Gijubhai badheka ni varta, Dalo tarvadi varta, ગિજુભાઈ બધેકાની વાર્તાઓ, જેવા સાથે તેવા, પ્રેરણાદાયક વાર્તાઓ, motivation stories in gujarati.
દલો તરવાડી વાર્તા
એક હતો તરવાડી. એનું નામ હતું દલો.
દલા તરવાડીની વહુને રીંગણાં બહુ ભાવે.
એક દિવસ દલા તરવાડીની વહુએ દલા તરવાડીને કહ્યું – તરવાડી રે તરવાડી !
તરવાડી કહે – શું કહો છો ભટ્ટાણી ?
ભટ્ટાણી કહે – રીંગણાં ખાવાનું મન થયું છે. રીંગણાં લાવોને, રીંગણાં ?
દલો તરવાડી કહે – ઠીક.
તરવાડી તો પછી હાથમાં ખોખરી લાકડી લઈ ઠચૂક ઠચૂક ચાલ્યા. નદીકાંઠે એક વાડી હતી ત્યાં ગયા; પણ વાડી એ કોઈ ન હતું. તરવાડીએ વિચાર કર્યો કે હવે કરવું શું ? વાડીનો ધણી અહીં નથી અને રીંગણાં કોની પાસેથી લેવાં ?
છેવટે તરવાડી કહે – વાડીનો ધણી નથી તો વાડી તો છે ને ! ચાલો, વાડીને જ પૂછીએ.
દલો તરવાડી કહે – વાડી રે બાઈ વાડી !
વાડી ન બોલી એટલે પોતે જ કહ્યું – શું કહો છો, દલા તરવાડી ?
દલો તરવાડી કહે – રીંગણાં લઉ બે-ચાર ?
ફરી વાડી ન બોલી એટલે વાડીને બદલે દલો કહે – લે ને દસ-બાર !
દલા તરવાડીએ રીંગણાં લીધાં અને ઘેર જઈ તરવાડી તથા ભટ્ટાણીએ ઓળો કરી ને ખાધો. ભટ્ટાણીને રીંગણાંનો સ્વાદ લાગ્યો, એટલે તરવાડી રોજ વાડીએ આવે ને આ રીતે રીંગણા લઇ જાય.
આ વાડી વશરામ ભુવા નામના ખેડુતની હતી
વાડીમાં રીંગણાં ઓછા થવા લાગ્યાં. વશરામ ભુવાએ વિચાર કર્યો કે જરૂર કોઈ ચોર હોવો જોઈએ; તેને પકડવો જોઈએ. એક સાંજે વશરામ ભુવા ઝાડ પાછળ સંતાઈને ઊભો. થોડી વારમાં દલા તરવાડી આવ્યા અને બોલ્યા – વાડી રે બાઈ વાડી !
વાડીને બદલે દલો કહે – શું કહો છો, દલા તરવાડી ?
દલો તરવાડી કહે – રીંગણા લઉ બે-ચાર ?
ફરી વાડી ન બોલી. એટલે વાડીને બદલે દલો કહે – લે ને દસ-બાર !
દલા તરવાડી એ તો ફાંટ બાંધીને રીંગણાં લીધાં. અને જ્યાં ચાલવા જાય છે ત્યાં તો વાડીનો વશરામ ભુવા ઝાડ પાછળથી નીકળ્યો ને કહે – ઊભા રહો, ડોસા ! રીંગણાં કોને પૂછીને લીધાં ?
દલો કહે – કોને પૂછીને કેમ ? આ વાડીને પૂછીને લીધાં.
માલિક કહે – પણ વાડી કાંઈ બોલે ?
દલો કહે – વાડી નથી બોલતી પણ હું બોલ્યો છું ના ?
વશરામ ઘણો ગુસ્સે થયો અને દલા તરવાડીને બાવડે ઝાલી એક કૂવા પાસે લઈ ગયો. દલા તરવાડીને કેડે એક દોરડું બાંધી તેને કૂવામાં ઉતાર્યો. પછી તે બોલ્યો – કૂવા રે ભાઈ કૂવા !
કૂવાને બદલે વશરામ કહે – શું કહો છે વશરામ ભૂવા ?
વશરામ કહે – ડુબકાં ખવરાવું બે-ચાર ?
વળી કૂવાને બદલે વશરામ બોલ્યો – ખવરાવ ને, ભાઈ ! દસ-બાર.
આમ કહીને કુવામાં દસ – બાર ડુબકીઓ ખવડાવી.
દલા તરવાડીના નાકમાં અને મોમાં પાણી પેસી ગયું, તેથી દલો તરવાડી બહુ કરગરીને કહેવા લાગ્યો – ભાઈસા’બ ! છોડી દે. હવે કોઈ દિવસ ચોરી નહી કરું. આજ એક વાર જીવતો જવા દે; તારી ગાય છું !
પછી વશરામ ભૂવાએ દલા તરવાડીને બહાર કાઢ્યા અને જવા દીધા. તરવાડી ફરી વાર ચોરી કરવી ભૂલી ગયા ને ભટ્ટાણીનો રીંગણાંનો સ્વાદ સુકાઈ ગયો.
આ વાર્તાઓ પણ વાંચવાનું ચુકશો નહી 👇
💥 સસ્સારાણા સાંકળીયા ડાબે પગે ડામ
💥 લાખો વણજારો – કુત્તે કી વફાદારી
💥 ઠાગાઠૈયા કરુ છુ, ચાંચુડી ઘડાવુ છુ.
વાંસળીવાળો અને ઉંદર
એક હતું ગામ. એમાં ઘણા ઉંદર.
ઘરમાં ઉંદ૨, બાગમાં ઉંદર,
પેટીમાં ઉંદર, કબાટમાં ઉંદર.
મોટા ઉંદર, નાના ઉંદર,
જાડા ઉંદર, પાતળા ઉંદર,
કાળા ઉંદર , ધોળા ઉંદર,
જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર.
સુખે ખાવા ન દે , સુખે પીવા ન દે,
સુખે બેસવા ન દે , સુખે ઊંઘવા ન દે,
સુખે ચાલવા ન દે , સુખે ફરવા ન દે.
આમ જાઓ તો ચૂં ચૂં ચૂં !
તેમ જાઓ તો ચૂં ચૂં ચૂં !
જ્યાં જાઓ ત્યાં ચૂં ચૂં ચૂં !
હવે શું કરવું ? હવે ક્યાં જવું ?
લોક બધા કંટાળ્યા.
એક દિવસ એક વાંસળીવાળો આવ્યો.
જરાક જેટલી દાઢીવાળો,
લાંબા – લાંબા વાળવાળો ;
લાલ ટોપી પહેરી છે,
પીળો ડગલો પહેર્યો છે.
લોક કહે, “ ભાઈ ! અમે તો કંટાળ્યા,
આ ઉંદરથી હારી ગયા.
ઉંદર સઘળા કાઢો તમે,
હજાર રૂપિયા દઈએ અમે. ’’
Pingback: 101 ગુજરાતી બાળવાર્તા સંગ્રહ | Best Gujarati bal varata pdf collection - AMARKATHAO
Pingback: ઝેની - નિર્દોષ પ્રેમકથા | Zeni -Innocent love story 1
Pingback: ભટુડીની વાર્તા ગિજુભાઇ બધેકાની વાર્તાઓ - AMARKATHAO
Pingback: ભૂતિયું ઘર - રમણલાલ સોની | Gujarati bal varata - AMARKATHAO
Pingback: ટાઢા ટબુકલાની વાર્તા | ટાઢુ ટબુકલુ અને ડોશીમાની વાર્તા 10
Pingback: વિસરાતી જતી બાળવાર્તાઓ 5 | Best Balvartao pdf - AMARKATHAO
Pingback: Panchtantra ni Best varta in Gujarati pdf | પંચતંત્રની 75 વાર્તાઓ - AMARKATHAO