6136 Views
બે બાવા જાતા તા અંગલ મંગલ કરતા તા યાદ છે ? બાળપણમા આ ગાવાની ખુબ જ મઝા પડતી ખરુ ને ? તો આજે ફરી એકવાર બાળપણમા લટાર મારીએ, પા ! પા ! પગલી, અમરકથાઓ બાળગીત સંગ્રહ, બાળપણનાં જોડકણાં, Be Bava jata ta, Best gujarati jodakana collection, jodakana pdf, Baalgeet pdf, kavita collection
બે બાવા જાતા તા
બે બાવા જાતા તા અંગલ મંગલ કરતા તા
ચકલી ચાળા પાડતી તી, ચકલી ચાળા પાડતી તી
ઈ ચકલી કેવી ? ઈંડા મુકે એવી
ઇ ઇંડા કેવા ? ચા બને એવા
ઇ ચા કેવી ? મે’માન પીવે એવી
ઈ મે’માન કેવા ? પૈસા આપે એવા.
ઈ પૈસા કેવા ? સાડી લેવાય એવા
ઈ સાડી કેવી ? કાકી પે’રે એવી
ઈ કાકી કેવી ? ધોકો મારે એવી
ઈ ધોકો કેવો ? લોહી કાઢે એવો.
ઈ લોહી કેવુ ? કાગડો પીવે એવુ
ઇ કાગડો કેવો ? આકાશમાં ઉડે એવો
ઈ આકાશ કેવુ ? વરસાદ આવે એવુ
ઈ વરસાદ કેવો ? ગારો કરે એવો
ઈ ગારો કેવો ? ભાભા પડે એવો
ઈ ભાભા કેવા ? ચોકલેટ આપે એવા
ઈ ચોકલેટ કેવી ? છોકરા ખાય એવી
ઇ છોકરા કેવા ? મસ્તી કરે એવા
બે બાવા જાતા તા અંગલ મંગલ કરતા તા
ચકલી ચાળા પાડતી તી, ચકલી ચાળા પાડતી તી
- આ બાળગીતને જુદી રીતે પણ ગવાય છે, જે નીચે મુકેલ છે.
બે બાવા જાતા તા
Be bava jata ta angal mangal karta ta
બે બાવા જાતા તા અંગલ મંગલ કરતા તા
ચકલી ચાળા પાડતી તી, ચકલી ચાળા પાડતી તી
ઈ ચકલી કેવી ? ચણ ખાય એવી
ઇ ચણ કેવી ? રોટલા બને એવી
ઇ રોટલા કેવા ? મે’માન ખાય એવા
ઈ મે’માન કેવા ? પૈસા આપે એવા.
ઈ પૈસા કેવા ? સાડી લેવાય એવા
ઈ સાડી કેવી ? મામી પે’રે એવી
ઈ મામી કેવી ? ધોકો મારે એવી
ઈ ધોકો કેવો ? લોહી કાઢે એવો.
ઈ લોહી કેવુ ? કાગડો પીવે એવુ
ઇ કાગડો કેવો ? આકાશમાં ઉડે એવો
ઈ આકાશ કેવુ ? વરસાદ આવે એવુ
ઈ વરસાદ કેવો ? ગારો કરે એવો
ઈ ગારો કેવો ? દાદા પડે એવો
ઈ દાદા કેવા ? ચોકલેટ આપે એવા
ઈ ચોકલેટ કેવી ? છોકરા ખાય એવી
ઇ છોકરા કેવા ? મસ્તી કરે એવા
ઇ છોકરા કેવા ? મસ્તી કરે એવા
બે બાવા જાતા તા અંગલ મંગલ કરતા તા
ચકલી ચાળા પાડતી તી, ચકલી ચાળા પાડતી તી
Be bava jata ta angal mangal karta ta
Be bava jata ta angal mangal karta ta
chakli chala padati ti, chakli chala padati ti
E chakli kevi ? chan khay evi
E chan kevi ? Rotla bane evi
E Rotla keva ? Meman khay eva
E meman keva ? paisa ape eva
E paisa keva ? sadi levay eva
E sadi kevi ? kaki pere evi
E kaki kevi ? Dhoka mare evi
E Dhoko kevo ? lohi kadhe evo
E lohi kevu ? kagdo pive evu
E kagdo kevo ? Akash ma ude evo
E Akash kevu ? vadal lave evu
E vadal keva ? varsad lave eva
E varsad kevo ? garo kare evo
E garo kevo ? dada pade evo
E dada keva ? choklet ape eva
E choklet kevi ? chhokara khay evi
E chhokara keva ? masti kare eva
E chhokara keva ? masti kare eva
Be bava jata ta angal mangal karta ta
chakli chala padati ti, chakli chala padati ti
- પ્રાર્થના પોથી | Best 21 Prarthana in Gujarati Lyrics, PDF, Book
- 5 Best Akbar Birbal stories | અકબર બીરબલની વાર્તાઓ pdf
- 50+ બાળ જોડકણાંં pdf – ચકી ચોખા ખાંડે છે, એન ઘેન દીવા ઘેન
પા ! પા ! પગલી ફૂલની ઢગલી
પા ! પા ! પગલી
ફૂલની ઢગલી
ઢગલીમાં ઢેલડ
જીવે મારી બેનડ !
પા ! પા ! પગલી
બાગમાં બગલી
બગલી બોલાવે
ડોક ડોલાવે
નીર ઝુલાવે
તીર તળાવે
પા ! પા ! પગલી
નાજુક ડગલી
ડગલી ભરતાં
દડવડ દડતાં
બેની મારી પડતાં !
પા ! પા ! પડિયાં
થોડુંક રડીયાં
આંસુડાં દડીયાં
ભાઇ સાથે લડીયાં
ભાઇ ભરે બકી
જાણે ચકો-ચકી.
પા ! પા ! પાલર
ઝૂલે છે ઝાલર
ઝાલર જડીયો
બેનીબાનો ચણિયો
જાણે નાનો દરિયો !
પા ! પા ! પૂજન
આંબે કૂજન
કૂ કૂ કરતી
જંગલ ભરતી
કોયલ ફરતી.
પા ! પા ! પાણી
નદી છલકાણી
પાણીમાં પડિયાં
તગ ! તગ ! તરિયાં
નીર નીતરિયાં
ઊંડાં ઊતરિયાં
નાવણ કરિયાં
બેડલાં ભરિયાં.
પા ! પા ! પૂનમ
તારા ટમટમ
ચાંદો ચમચમ
રાત્રી રમઝમ
સાગર ઘમમમ !
પા ! પા ! પોળી
ધીમાં ઝબોળી
બોળીને ખાજો !
ગલુ ભાગ દેજો !
પા ! પા ! પલકે
વીજળી વ્રળકે
મેહુલો મલકે
મોર મીઠી હલકે
કેહુ ! ગેહુ ! ગળકે
નીર ધારા ખળકે.
પા ! પા ! પરીઓ
ઠેકે દરિયો
દરિયો ડોલે
હીંચે હીંડોળે
છલછલ છોળે.
પા ! પા ! પોપટ
લીલો લટપટ
લળીલળી ચાલે
સરોવરની પાળ્યે
પાંખો પલાળે
કાંઠલે કાળે
પ્રેમે બેની પાળે.
પા ! પા ! પંખી
મા મરે ઝંખી
મા ગૂંથે માળા
સાફ સુંવાળા
ધોળા ને કાળા
બાળ રૂપાળા.
પા ! પા ! પોઢણ
આભનાં ઓઢણ
ઓઢીને ઊંઘો
સોણલાં સૂંઘો
ઝટ પાછાં જાગો
પ્રભુ પાસે માંગો !
પા ! પા ! પ્રભુજી !
એક જ અરજી
ઝટ દો પગ જી !
પગે ઝાડ ચડશું
પહાડે રખડશું
વેરી સાથે લડશું
મા કાજે મરશું,
ફરી અવતરશું !
પા પા પગલી – સં. ઝવેરચંદ મેઘાણી