Skip to content

100+ નવા ઉખાણાં | પ્રાણી પક્ષીઓના ઉખાણાં

બાળકોનાં ઉખાણાં | પ્રાણી પક્ષીઓના ઉખાણાં
7129 Views

આજે વાંચો બાળકોનાં ઉખાણાં જેમા ખાસ બાળકો માટે પ્રાણી અને પક્ષીઓના અને શાકભાજીના કોયડા છે, જોડકણાં પ્રકારના હોવાથી બાળકોને પણ ખુબ જ મજા પડશે.

બાળકોનાં ઉખાણાં

રંગે એ તો કાળી છે,
બોલે મીઠુ મીઠુ ભાઈ
કાગડાની તો દુશ્મન એ
કુઉ..કુઉ..બોલે એ તો ભાઇ. 

👉 કોયલ

એક પગે રામનામ જપે
જગ એને ઠગભગત કહે
નદી તળાવે માછલી પકડે
રંગે ધોળા એ છે ભાઇ. 

ગુજરાતી ઉખાણાં અને જવાબ
ગુજરાતી મજેદાર ઉખાણાં અને જવાબ માટે ક્લીક કરો

નોંધ – ફોટામા આપેલ ઉખાણાં ના જવાબ માટે નીચે આપેલ વધુ ઉખાણાની લિંક ઉપર ક્લીક કરો.

👉 બગલો

ભલુ ને એ ભોળુ છે
શાંતિદુત બનતું એ તો ભાઇ,
ઘૂ…..ઘૂ….ઘૂ….કરતું એ,
સંદેશા વાહક બનતુ એ તો. 

👉 કબૂતર

લુચ્ચો છે ને કાળો છે
કા..કા..કા..કા.. બોલીવાળો
એઠવાડ એ તો સાફ કરે
શ્રાદ્ધમાં એ હર ઘરે ફરે. 

બાળ ઉખાણા
બાળ ઉખાણા

👉 કાગડો

પરોઢિયે એ તો બોલે છે,
સર્વેની નિદ્રા ભગાડે ભાઇ,
માથે એની કલગી સુંદર
કૂકડે કૂક એ બોલતો ભાઇ. 

👉  કૂકડો

ગળે કાંઠલો કાળો છે
રંગે એ લીલો છે ભાઇ,
ચાંચ એની લાલ છે
મરચાં એ બહું ખાય છે ભાઇ. 

👉 પોપટ

ટહુકતી એ આંબાડાળે
બચ્ચાં ઉછેરતી કાગના માળે,
કાળા રંગે બહું કામણગારી,
મીઠાં ગીત ગાતી અલગારી. 

👉 કોયલ

મારે ટોડલે બેસે છે,
ટેહુક ટેહુક કરતો ભાઈ
ઠૂમક ઠૂમક કળા કરે
કલગીવાળો એ છે ભાઇ. 

👉 મોર

કલબલ એ તો કરતી જાય
ઠૂમકા મારે એ તો ભાઈ
ચાલે એ તો ધીમી ચાલ
નાના પરીવારની એ જાત. 

👉 કાબર

વાઘ કેરી હું છું માસી
ઘરના ખુણે રહેતી બેસી
ઉંદર જાય જો ઘરમાં પેસી
કરતી તેની ઐસી તૈસી 

👉 બિલાડી

કાળો છું રે કાળો છું
કા….. કા…. કરતો ઉડું છું,
એક આંખે કાણો છુ
ને સફાઇનું કામ કરુ છું. 

प्रहेलिकाः ઉખાણાં
प्रहेलिकाः ઉખાણાં

👉 કાગડો

હૂપ….હૂપ… કરતો હું આવ્યો
ડાળી મકાન કુદતો આવ્યો
મગન કાકાનો રોટલો લાવ્યો,
એ તો મને જરી ના ભાવ્યો. 

👉 વાંદરો

મોતીયો, ડાઘીયો મારુ નામ
રહેઠાણ મારુ આખુ ગામ
રક્ષણ કરવું મારુ કામ
તોય માંગું ના એકે દામ. 

👉 કૂતરો

હું તો કરતો ચૂં….ચૂં…ચૂં…
નામ છે મારુ શું…શું…શું…
ભાળી જાઉ બિલ્લી માસી
થઇ જાતો હું છું…છું…છું… 

👉 ઉંદર

પોચું પોચું ધોળું ધોળું
આમ દોડુ તેમ દોડુ,
જો કોઇને આવતા ભાળુ
ચાર પગે દોટ કાઢું 

👉 સસલું

ચાંપ દબાવો જગ ઢંઢોળે,
ઉંદર સંગે બારીઓ ખોલે,
તમે ભલે માનો ન માનો,
આવ્યો છે એનો જ જમાનો. 

👉 કમ્પ્યુટર

શાકભાજી ના ઉખાણા
શાકભાજી ના ઉખાણા

એવી કઈ શાકભાજી છે

જેમાં તાળું અને ચાવી બંને આવે છે?

જવાબ – લોકી (દૂધી)

કોલસે સળગતી એને દીઠી,
ચોમાસે લાગે છે મીઠી,
એની છે અનેરી વાત,
દેખાવે લાગે તે દાંત. 

👉 મકાઇ

નર બત્રીસ અને એક છે નારી,
જુઓ જગતમાં છે સૌની પ્યારી,
કહો કરીએ મનમાં પુરો વિચાર,
મરે પહેલા નર અને જીવે નાર. 

👉 જીભ

હાથમાં એ તો લાગે નાનો,
પણ દુનિયાનો તે ખજાનો,
હોય પાસે તો વટ પડે,
વારંવાર ‘હલો’ તે કહે. 

👉 મોબાઇલ

આંખ છે પણ આંધળી છું,
પગ છે પણ લંગડી છુ,
મોઢુ છે પણ મૌન છુ
બોલો, હું કોણ છું ?

👉 ઢીંગલી

ગુજરાતી ઉખાણા જવાબ સાથે pdf
ગુજરાતી ઉખાણા જવાબ સાથે pdf

નોંધ – ફોટામા આપેલ ઉખાણાં ના જવાબ માટે નીચે આપેલ વધુ ઉખાણાની લિંક ઉપર ક્લીક કરો.

👉 અટપટા ઉખાણાં અહીથી વાંચો

30+ ગુજરાતી ઉખાણાં અને પહેલીયા । GUJARATI UKHANA WITH ANSWER RIDDLES IN GUJARATI

10 Gujarati Ukhana ગુજરાતી ઉખાણાં જવાબો સાથે

10 ગુજરાતી ઉખાણા – best gujarati ukhana Photo

ukhana gujarati, ગુજરાતી ઉખાણાં અને જવાબ, ukhana in gujarati, ગુજરાતી ઉખાણાં, જુના ઉખાણા, અટપટા ઉખાણા, મજેદાર ઉખાના, ગુજરાતી ઉખાણા જવાબ સાથે, ઉખાણાં ગુજરાતી pdf

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *