Skip to content

Virat yuddha Mahabharat Part 5

Virat yuddha mahabharat
7413 Views

મહાભારત વિરાટયુદ્ધનાં અગાઉનાં ચાર ભાગ વાંચ્યા જ હશે આજે વાંચો આ શ્રેણીનો છેલ્લો ભાગ Virat yuddha Part-5. જો અગાઉના ભાગ વાંચવાના બાકી હોય તો પોસ્ટના અંતમા તમામ ભાગની લિંક મળી જશે. – Read Mahabharat Katha – Virat yuddha pdf, mahabharat gujarati book pdf

Virat yuddha 5


કૃપાચાર્ય અને દ્રોણાચાર્ય નો પરાજય

અર્જુન દ્વારા કર્ણ ની પરાજય થતાં દુર્યોધન વગેરે વીરો અર્જુન તરફ આગળ વધ્યા.

દુર્યોધન તથા અન્ય‌ વીરો સેના ની મધ્ય માં રહીને અર્જુન પર બાણ ચલાવવા લાગ્યાં.

અર્જુન બાણ વર્ષા થી સેના ને છિન્નભિન્ન કરવા લાગ્યો. અર્જુન ના બાણો સૈનિકો ના શરીર માંથી આરપાર નીકળી જતા હતા. કૌરવ સેના ને થયું કે અર્જુન ના રૂપ માં સાક્ષાત મહાકાલ યુદ્ધ કરે છે.

કૌરવ સેના ને છિન્નભિન્ન કરતો અર્જુન કૃપાચાર્ય અને દ્રોણાચાર્ય તરફ આગળ વધ્યો.

અર્જુન ના કહેવાથી ઉત્તરે કૃપાચાર્ય ના રથ ની પ્રદક્ષિણા કરી અને રથ ને કૃપાચાર્ય ના રથ ની સામે ઉભો રાખ્યો.

કૃપાચાર્ય ના સામે ઉભા રહી ને અર્જુને શંખનાદ કર્યો, કૃપાચાર્ય પણ શક્તિ સંપન્ન હતા તે પણ યુદ્ધ માટે સાવધાન થયા.

અર્જુન ના શંખનાદ થી કૃપાચાર્ય ક્રોધિત થઈ ગયા અને દસ બાણ થી અર્જુન ને વીંધી નાખ્યો.

આ બાજુ અર્જુને પણ કૃપાચાર્ય પર બાણો છોડ્યા પણ કૃપાચાર્ય અર્જુન ના બાણો ને આકાશ માં કાપી નાખે છે.

અર્જુન પોતાના અદભૂત કૌશલ નો પરિચય આપતા કૃપાચાર્ય ને બાણો થી ઢાંકી દીધા.
અર્જુન ના બાણો થી કૃપાચાર્ય ઘાયલ થઈ ગયા, ઘાયલ કૃપાચાર્ય ક્રોધિત થઈ ને સામે બાણ ચલાવવા લાગ્યાં.

કૃપાચાર્ય ના છોડેલા બાણો વચ્ચે બાણો થી માર્ગ કરીને અર્જુને પોતાના બાણો દ્વારા કૃપાચાર્ય ને રથ પર થી નીચે ફગાવી દીધા.

કુલગુરુ ને રથ પરથી પડી ગયેલા જોઈને અર્જુને કૃપાચાર્ય પર પ્રહાર ન કર્યા

કૃપાચાર્ય ફરી રથ પર સવાર થયા અને અર્જુન પર બાણ વર્ષા કરવા લાગ્યાં.

લડતા લડતા અર્જુને કૃપાચાર્ય ના ધનુષ ને કાપી નાખ્યું અને કવચ ના ટુકડેટુકડા કરી નાખ્યા.

અર્જુને કૃપાચાર્ય ના કવચ ને એટલી કુશળતા થી તોડ્યું કે કૃપાચાર્ય ના શરીર પર બાણ થી ઘાવ ન થાય.

કૃપાચાર્ય બીજુ ધનુષ ધારણ કરે છે પણ અર્જુન તે ધનુષ ના પણ ટુકડા કરી નાખે છે‌. આમ, અર્જુને પોતાની સ્ફુર્તિ થી કૃપાચાર્ય ના અનેક ધનુષ કાપી નાખ્યાં.

હવે કૃપાચાર્યે ધનુષ ઉપાડવાની ઈચ્છા ન કરતા એક અગ્નિ સમાન પ્રજ્વલિત શક્તિ થી પ્રહાર કર્યો.

કૃપાચાર્ય દ્વારા છોડેલ શક્તિ ના અર્જુને આકાશ માં અનેક ટુકડા કરી નાખ્યા.

આટલા સમય માં ફરી કૃપાચાર્ય એક ધનુષ ધારણ કરે છે અને અર્જુન ને દસ બાણ મારે છે.

કૃપાચાર્ય ના બાણ થી ઘાયલ અર્જુન ક્રોધિત થઈને કૃપાચાર્ય ના રથ ને ધ્વસ્ત કરી નાખે છે અને એક તીક્ષ્ણ બાણ કૃપાચાર્ય ની છાતી પર મારે છે.

રથ વિહિન કૃપાચાર્ય ગદા ઉપાડી ને અર્જુન તરફ ફેંકે છે પણ અર્જુન પોતાના બાણો થી ગદા પાછી કૃપાચાર્ય ના પગ માં પડે છે.

કૃપાચાર્ય ને સંકટમાં જોઈને કૌરવ સૈનિકો અર્જુન પર બાણો તથા ભાલા થી પ્રહાર કરવા લાગ્યા અને કૃપાચાર્ય ને એક રથ પર બેસાડી ને અર્જુન થી દુર લઇ ગયા.

કૃપાચાર્ય ને પરાજિત કરીને અર્જુન દ્રોણાચાર્ય તરફ આગળ વધ્યો.

દ્રોણાચાર્ય ના રથ ની પ્રદક્ષિણા કરીને અર્જુન બોલ્યો.
” ગુરુદેવ, અમે ભાઈઓ એ શત્રુઓ થી પ્રતિશોધ લેવા ઘણું કષ્ટ સહન કર્યું છે. ગુરુ શ્રેષ્ઠ, તમે અમારા પર ક્રોધ કરો તે ઉચિત નથી.”

“મારો નિશ્ચય છે કે જ્યાં સુધી તમે મારા પર પ્રહાર નહીં કરો ત્યાં સુધી હું તમારા પર પ્રહાર નહીં કરું તેથી તમે જ પ્રથમ બાણ છોડો.”

આટલું સાંભળીને આયાર્યે વિના વિલંબે અર્જુન પર એકવીસ બાણ છોડ્યા પણ અર્જુને કુશળતા થી તે બાણો આકાશ માં કાપી નાખ્યા‌.

આચાર્ય દ્રોણ અને અર્જુન વચ્ચે ભયંકર યુદ્ધ શરુ થયું. બંને વીરો નિરંતર એકબીજા પર બાણ વર્ષા કરવા લાગ્યાં. બંને કુશળ યોદ્ધા તથા દિવ્યાસ્ત્રો ના જાણકાર હતા.

આચાર્યે અર્જુન પર એકસાથે સેંકડો બાણ ચલાવ્યા પણ અર્જુને કુશળતા થી એ બાણ વચ્ચે જગ્યા કરીને આચાર્ય ને વીંધી નાખ્યાં.

દ્રોણાચાર્ય અને અર્જુન ના યુદ્ધ ને જોઈને દરેક યોદ્ધા સ્તબ્ધ થઈ ગયા.
કોણ ગુરુ અને કોણ શિષ્ય તે કહેવું કઠિન હતું.

દ્રોણાચાર્યે એકસાથે બાણ સમૂહ ઉત્પન્ન કરીને અર્જુન ને ઘાયલ કર્યો.
ઘાયલ અર્જુન પર આચાર્યે ફરી બાણ સમૂહ છોડ્યા પણ અર્જુને કુશળતા થી બાણ સમૂહ ને નિષ્ફળ કર્યા.

હવે અર્જુન રથ ને અલગ અલગ દિશામાં ફેરવતા ફેરવતા બાણ વર્ષા કરવા લાગ્યો જેથી ગુરુ દ્રોણાચાર્ય ના અનેક બાણો વિફળ ગયા અને અર્જુન ના બાણો એ દ્રોણાચાર્ય ના રથ ને ક્ષતિગ્રસ્ત કરી નાખ્યો.

ગુરુ શિષ્ય નું યુદ્ધ ભયંકર રુપ ધારણ કરી રહ્યું હતું, બંને એકબીજા ના અસ્ત્રો ને વિરોધી અસ્ત્રો થી કાપી નિષ્ફળ કરવા લાગ્યાં.
ભયંકર યુદ્ધ માં ગુરુ દ્રોણાચાર્ય અર્જુન ની સ્ફૂર્તિ અને ગતિ સહન ન કરી શક્યા.

અંતે, કુપિત દ્રોણાચાર્યે દિવ્યાસ્ત્રો નું સંધાન કર્યું પણ અર્જુને આચાર્યા ના ઐન્દ્ર, વાયવ્ય અને આગ્નેયાસ્ત્ર ને કાપી નાખ્યાં.

અર્જુને અત્યંત ઝડપથી ગુરુ પર બાણ વર્ષા કરીને ગુરુ ને ઘાયલ કરી નાખ્યાં અને આચાર્ય ના અંગરક્ષકો તથા તેમની સૈન્ય ટુકડી નો સંહાર કરી નાખ્યો.

પિતાને રણભૂમિમાં અર્જુન સામે થાકેલા જોઈને અશ્વત્થામાએ રથસેના ના સમૂહ થી અર્જુન ને ચારે તરફ થી ઘેરી લીધો.

અશ્વત્થામા ના આવતા ઘાયલ આચાર્ય દ્રોણ રણભૂમિનો ત્યાગ કરે છે.

Virat yuddha


અર્જુન નું અશ્વત્થામા અને કર્ણ થી યુદ્ધ

દ્રોણાચાર્ય અને કૃપાચાર્ય પરાજિત થયા એટલે અશ્વત્થામા એ રથસમૂહો થી અર્જુન ને ઘેરી લીધો.

અશ્વત્થામા એ અર્જુન પર બાણવર્ષા શરુ કરી સામે અર્જુને પણ બાણ વર્ષા શરુ કરી

બંને વચ્ચે વિનાશકારી યુદ્ધ શરુ થયું.
અર્જુન અને અશ્વત્થામા ના બાણો થી આકાશ ઢંકાઈ ગયું. બંને ના બાણો એકબીજા સાથે ટકરાઈ ને ધરતી પર પડવા લાગ્યા.

અર્જુને અશ્વત્થામા ના ઘોડા તથા સારથિ ને ઘાયલ કર્યા

અર્જુન જ્યારે રથ ને ફેરવતો હતો ત્યારે અશ્વત્થામા એ અર્જુન ના ધનુષ ની પણછ કાપી નાખી અને અર્જુન ની છાતી માં બાણ‌ માર્યા.

અશ્વત્થામા ના પરાક્રમ ને જોઈને કૌરવ સેના અશ્વત્થામા નો જયજયકાર કરવા લાગી.

અર્જુને વિજળીવેગે ધનુષ પર બીજી પણછ ચડાવી ને રથ ને અર્ધચંદ્રાકાર સ્થિતિ માં ઘુમાવી ને અશ્વત્થામા સાથે લડવા લાગ્યો.

બંને વીરો વચ્ચે ઘમાસાણ યુધ્ધ શરુ થયું,બંને એકબીજા ના બાણો ને કાપવા લાગ્યા તથા એકબીજા ને ઘાયલ કરવા લાગ્યા.

અર્જુન અશ્વત્થામા વચ્ચે યુદ્ધ ઘણા સમય સુધી થતું રહ્યું પરંતુ શીઘ્ર બાણ ચલાવવા ના કારણે અશ્વત્થામા ના બાણ સમાપ્ત થઈ ગયા.
(અર્જુન પાસે બે અક્ષય તુણીર હતાં)

અશ્વત્થામા ના બાણ સમાપ્ત થયા તે સમયે અંગરાજ કર્ણ ધનુષ ની ટંકાર કરતા અર્જુન તરફ આવવા લાગ્યા.

અર્જુને કર્ણ ને આવતો જોયો તેથી તેનો ક્રોધ સાતમા આસમાને પહોંચી ગયો.

અર્જુને રથ ને કર્ણ તરફ ઘુમાવ્યો, આ બાજુ અશ્વત્થામા માટે કૌરવ સૈનિકો બાણો લઈ આવ્યા.

અર્જુન કર્ણ થી લડવા કર્ણ તરફ ગયો અને કર્ણ ને કહ્યું.
“તે રાજસભામાં મોટી મોટી ડીંગો મારી હતી કે મારા સમાન યુદ્ધ માં કોઈ નથી તે આજે સત્ય સાબિત કરી બતાવ.”

“તમે લોકો એ રાજસભામાં દ્રૌપદી ને દુઃખ આપ્યું છે અને તે દ્રૌપદી પર કટાક્ષ કર્યો હતો તેનો દંડ આજે તને પ્રાપ્ત થશે.”

“તે સમયે હું ધર્મ અને મોટાભાઈ ના કારણે બંધાયેલો હતો પણ આજે હું બંધન મુક્ત છું તેથી આજે તમને તમારા કર્મો નો દંડ મળશે.”

” કર્ણ, આજ મારા થી યુદ્ધ કર, આ કૌરવો આજે આપણા યુદ્ધ ના સાક્ષી બનશે કે આપણા બંને માંથી કોણ શ્રેષ્ઠ છે.”

👉 સામે કર્ણ જવાબ આપે છે.
“અર્જુન, તું ફક્ત બોલ નહીં પણ કરી બતાવ. રાજસભામાં તું અસમર્થ હતો એટલે અમારો સામનો ન કરી શક્યો અને અહીંયા પણ તું મારો સામનો કરવા અસમર્થ છો.”

“આજે સાક્ષાત ઈન્દ્ર અને કેશવ પણ તારી સહાયતા કરવા આવે તો પણ હું મારા પરાક્રમ થી તને રણભૂમિ થી ભાગવા વિવશ કરી દઈશ.”

👉અર્જુન – ” કર્ણ, હમણાં તું મારા સામે યુદ્ધ માં પીઠ બતાવી ને ભાગી ગયો છો, તારા ભાઈને મે યમલોક મોકલી દીધો. પોતાના ભાઈને મારનાર સામે યુદ્ધ છોડી ને તારા જેવો કાયર જ ભાગી શકે છે અને પાછળ થી મોટી મોટી ડીંગો મારે.”

આટલું કહીને અર્જુને કર્ણ પર બાણ છોડ્યા જે કર્ણ ના કવચ ને ભેદી ને કર્ણ ના શરીર પર વાગ્યાં.

કર્ણે પર બાણ વર્ષા કરતા અર્જુન ના રથ ને ઢાંકી નાખ્યો તથા ઘોડા અને સારથિ ને ઘાયલ કરી નાખ્યાં.

અર્જુને કર્ણ ના તુણીર ની દોરી એક બાણથી કાપી નાખી. કર્ણે બીજા તુણીર થી બાણ લઈને એક બાણ અર્જુન ની ધનુષ પકડેલી મુઠ્ઠી પર માર્યું.

ક્રોધિત અર્જુને કર્ણ પર અનેક બાણ છોડ્યાં અને વચ્ચે એક બાણ થી કર્ણ ના ધનુષ ને કાપી નાખ્યું.

કર્ણે અર્જુન ને મારવા એક શક્તિ ચલાવી પણ અર્જુને તે શક્તિ ના આકાશ માં જ ટુકડા કરી નાખ્યા.

અર્જુન ને કર્ણ પર હાવી થતાં જોઈને કર્ણ ની રક્ષા માટે તૈનાત કૌરવ સૈનિકો અર્જુન તરફ દોડ્યા, અર્જુને બધા સૈનિકો ને મારી નાખ્યા તથા કર્ણ ના સારથિ અને ઘોડા ને ઘાયલ કરી નાખ્યાં.

અર્જુને એક અગ્નિ થી પ્રજ્વલિત બાણ કર્ણ ની છાતી પર માર્યું, તે બાણ થી કર્ણ અમુક સમય માટે મુર્છિત થઈ ગયો.

મુર્છિત કર્ણ ને ચેતના આવી એટલે કર્ણ રણભૂમિનો ત્યાગ કરીને ઉત્તર દિશા તરફ નીકળી ગયો.

કર્ણ ને પલાયન કરતા જોઈને અર્જુને શંખનાદ કર્યો અને ઉત્તર ને કહ્યું.
” સારથિ, મારા રથ ને પિતામહ સામે લઈ જાવ, હું પિતામહ સામે યુદ્ધ કરીશ.”

ઉત્તર- ” ભીષ્મ પિતામહ ની સેના તો રથિઓ, હાથી અને ઘોડાઓ થી ભરેલી છે, તે સેના માં જવાનો કોઈ માર્ગ જ નથી, હું હવે તમારા રથ ને નથી સંભાળી શકતો.”

અર્જુન- ” રાજકુમાર, તમે ધૈર્ય રાખો અને રથ ને પિતામહ ની સેના સામે લઈ જાવ.”

“આજે શત્રુ મારુ પરાક્રમ જોશે, શત્રુ સેના ને ખબર જ નહીં પડે કે અર્જુન ક્યાં હાથે બાણ છોડે છે.”
“અત્યારે તમને સેના માં માર્ગે નથી દેખાતો પણ થોડી ક્ષણો માં મારા બાણો ના પ્રભાવ થી સેના માં અનેક માર્ગ બનતા જોઈ શકશો.”

“ઉત્તર, મેં ધનુષ પકડતા સમયે મુઠ્ઠી દ્રઢ રાખતા ઈન્દ્ર પાસે થી, બાણ છોડવા ની સ્ફુર્તિ બ્રહ્માજી પાસે થી અને સંકટ સમયે વિવિધ યુદ્ધ કૌશલ ની શિક્ષા પ્રજાપતિ પાસે થી ગ્રહણ કરી છે.”

“પહેલા ના સમયમાં મેં હિરણ્યપુર નિવાસી સાઠ હજાર ધનુર્ધર ને એકસાથે પરાસ્ત કર્યા છે”

“ઉત્તર, મે દેવાધિદેવ શિવ પાસે થી પાશુપતાસ્ત્ર, વરુણદેવ પાસે થી વરુણાસ્ત્ર અને દેવરાજ પાસે થી વજ્રાસ્ત્ર ની શિક્ષા પ્રાપ્ત કરી છે. હું આ સેના ને એક ક્ષણ માં નષ્ટ કરી શકું છું તેથી તમે ભય નો ત્યાગ કરીને રથ ને સંભાળો.”

👉અર્જુન પિતામહ ની સેના માંથી માર્ગ બનાવી ને આગળ વધે છે કે તરત પિતામહે અર્જુન ને રોકી લીધો.

અર્જુને એક બાણ થી પિતામહ ના ધ્વજ ને કાપી નાખ્યો.

અર્જુન અને પિતામહ નું યુદ્ધ આગળ વધે તે પહેલા દુઃશાસને અર્જુન અને ઉત્તર ને એક એક બાણ માર્યા.

અર્જુન દુઃશાસન તરફ વળ્યો અને એક બાણ થી દુઃશાસન ના ધનુષ ને કાપી નાખ્યું અને પાંચ બાણ દુઃશાસન ની છાતી માં માર્યા.

અર્જુન ના બાણો થી પિડિત દુઃશાસન યુદ્ધ છોડી ને ભાગી ગયો.

દુઃશાસન ના ભાગતા વિકર્ણે એક બાણ અર્જુન ને માર્યું, સામે અર્જુને એક બાણ વિકર્ણ ના લલાટમાં માર્યું,
અર્જુન ના બાણ થી વિકર્ણ રથ પર થી પડી ગયો.

પોતાના ભાઈઓ નો બદલો લેવા દુશ:હ અને વિવશંતિ એ અર્જુન પર આક્રમણ કર્યું

અર્જુને બંને ના રથ ધ્વસ્ત કરી નાખ્યાં , કૌરવ સૈનિકો બંને ને સુરક્ષિત સ્થાને લઇ ગયા.

Virat yuddha-Mahabharat


ભીષ્મ-અર્જુન નું યુદ્ધ તથા કૌરવ સેના નું પલાયન

धरती डोली और अंबर पर नवग्रह डगमगाए थे,
जब रण क्षेत्र में अर्जुन से फिर गंगापुत्र टकराए थे।

कोलाहल था वातावरण में स्वर्ग लोक भी डोला था,
भीष्म के आगे वही पार्थ था जिसे त्रिदेव ने श्रेष्ठ बोला था।

पितामह की पावन देह को अर्जुन के तीरों ने जकड़ लिया,
और घायल होकर गंगापुत्र ने रथ का स्तंभ पकड़ लिया।

पितामह के सारथी ने फिर अपना धर्म निभाया था,
जिष्णु से उन्हे दूर लेजाकर पराजित होने से बचाया था।

👉અશ્વત્થામા, કર્ણ, દુઃશાસન, વિકર્ણ વગેરે અર્જુન થી પરાજિત થઈ ને પાછળ હટે છે તેથી અનેક રથીઓ, હાથીસવાર વગેરે અર્જુન પર આક્રમણ કરે છે.

અર્જુન ભયંકર બાણ વર્ષા કરતા કૌરવ સેના ને છિન્નભિન્ન કરતો આગળ વધ્યો.

અર્જુન ના બાણો થી પિડિત કૌરવ સેના ભાગવા લાગી.

કૌરવ સેના ને ભાગતી જોઈને પિતામહ ભીષ્મ અર્જુન‌ તરફ દોડ્યા.

પિતામહ ભીષ્મ અર્જુન સામે પહોંચી ને શંખનાદ કરે છે, શંખનાદ થી ભાગતી કૌરવ સેના પાછી આવી જાય છે.

પિતામહ ભીષ્મ અર્જુન પર બાણ વર્ષા શરુ કરે છે સામે અર્જુન પણ પિતામહ સામે યુદ્ધ કરવા લાગે છે.

ભીષ્મજી એ અર્જુન ના રથ ની ધ્વજા પર બાણ મારી ને દિવ્ય કપિ તથા ધ્વજા ની અગ્રભાગમાં સ્થિત ભૂતો ને ઘાયલ કર્યા.

અર્જુને ક્રોધિત થઈ ને ભીષ્મજી ના રથ ના છત્ર અને ધ્વજ ને કાપી નાખ્યા તથા ભીષ્મજી ના અંગરક્ષકો, ચક્રરક્ષકો, સારથિ ને ઘાયલ કર્યા.

પોતાના સૈનિકો ને પિડિત જોઈને ભીષ્મજી અર્જુન પર ક્રોધિત થઈ ને દિવ્યાસ્ત્રો નું સંધાન કરે છે.

સામે અર્જુન પણ દિવ્યાસ્ત્રો નું સંધાન કરે છે, બંને વીરો વચ્ચે દિવ્ય અસ્ત્રો નું દ્વંદ્વયુદ્ધ શરું થાય છે.

દરેક કૌરવ સૈનિક સ્તબ્ધ થઈ ને ભીષ્મ અને અર્જુન નું યુદ્ધ જોવા લાગ્યા.

ક્યારેક અર્જુન હાવી થઈ જાય તો ક્યારેક ભીષ્મ પિતામહ.

પ્રજાપત્યે, વાયવ્ય, ઐન્દ્ર, આગ્યેય, વારુણ, યામ્ય વગેરે દિવ્ય અસ્ત્રો દ્વારા ભીષ્મ-અર્જુન નું ભયંકર યુદ્ધ થવા લાગ્યું.

અર્જુન ભીષ્મજી એકબીજાના અસ્ત્રો નું નિવારણ કરવા લાગ્યા અને એકબીજા પર પ્રહાર કરવા લાગ્યા.

આમ, અમુક સમય સુધી બંને વચ્ચે દિવ્યાસ્ત્ર નું યુદ્ધ થયું પરંતુ દિવ્યાસ્ત્રો દ્વારા યુદ્ધ થી પરિણામ ન નીકળતા ફરી બંને બાણ યુદ્ધ કરવા લાગ્યા.

અર્જુને બાણ ચલાવવાથી ગતિ નો પરિચય આપતા ભીષ્મ પિતામહ ના ધનુષ ને કાપી નાખ્યું. ભીષ્મ પિતામહે બીજું ધનુષ ઉપાડી ને અર્જુન તથા ઉત્તર ને બાણો થી વીંધી નાખ્યાં.

અર્જુને ક્રોધિત થઈ ને જોતજોતામાં પિતામહ ના અંગરક્ષકો ને મારી નાખ્યાં તથા તેમની સૈન્ય ટુકડી નો સંહાર કરી નાખ્યો.

અર્જુને દસ બાણ ભીષ્મ પિતામહ ની છાતીમાં મારી ને તેમને વીંધી નાખ્યાં, અર્જુન ના બાણો થી પીડિત પિતામહ રથ ના સ્તંભ ને પકડી ને મુર્છિત થઈ ગયા.

પોતાના રથી ને મુર્છિત જોઈને સારથિ ભીષ્મજી ના રથ ને અર્જુન થી દુર લઇ ગયો.

ભીષ્મ ને યુદ્ધ માંથી હટી ગયેલા જોઈને દુર્યોધન અર્જુન પર ચડી આવ્યો.

દુર્યોધને અચાનક એક બાણ અર્જુન ના લલાટમાં માર્યું, દુર્યોધન ના પ્રહાર થી અર્જુન ના કપાળ માંથી રક્ત ની ધારા વહેવા લાગી.

અર્જુને ક્રોધિત થઈ ને દુર્યોધન પર બાણ વર્ષા કરી, દુર્યોધન ને અર્જુન સામે એકલો જોઈને વિકર્ણ એક હાથી પર સવાર થઈ ને દુર્યોધન ની સહાયતા કરવા આવ્યો.

અર્જુને એક બાણ થી વિકર્ણ ના હાથી ને ધરાશાયી કરી નાખ્યો. હાથી ના પડતા જ વિકર્ણ ભયભીત થઈ ને ભાગી ગયો.

ત્યારબાદ અર્જુને પોતાના તીખા બાણો થી દુર્યોધન ને ઘાયલ કરી નાખ્યો. દુર્યોધન ના ઘાયલ થતાં જ દુર્યોધન ના રક્ષકો ભાગવા લાગ્યા.

અર્જુન ના હાથે ગજરાજ માર્યો ગયો અને પોતાના સૈનિકો ભાગવા લાગ્યા તેથી ઘાયલ દુર્યોધન પણ જે દિશામાં અર્જુન નહોતો તે દિશા તરફ ભાગવા લાગ્યો.

દુર્યોધન ને ભાગતા જોઈને અર્જુન બોલ્યો.
” દુર્યોધન, યુદ્ધ માં પીઠ બતાવી ને કુરુવંશ ના યશ પર લાછંન ન લગાવ”

“જે મહારાજ યુધિષ્ઠિર નું તમે અપમાન કર્યું હતું તેમનો નાનો ભાઈ અર્જુન આજે તમને લલકારે છે ત્યારે પ્રાણો‌ નો‌ મોહ કેમ રાખો છો”

“હે દુર્યોધન, ક્ષત્રિય ધર્મ ને અનુરુપ યુદ્ધ કરો, યુદ્ધભૂમિ છોડી ને આપણા મહાન પૂર્વજો ના યશ નો નાશ ન કરો”

અર્જુન ની આવા તિરસ્કાર યુક્ત શબ્દો દુર્યોધન સહન ન કરી શક્યો અને યુદ્ધ કરવા પાછો આવ્યો.

દુર્યોધન ને પાછો આવતો જોઈને ઘાયલ કર્ણ, ભીષ્મ, દ્રોણાચાર્ય, અશ્વત્થામા, કૃપાચાર્ય, દુઃશાસન, વિકર્ણ, વિવશંતિ વગેરે પ્રમુખ કૌરવ યોદ્ધા દુર્યોધન ની રક્ષા કરવા આવ્યા.

કૌરવ મહારથીઓ એ અર્જુન ને ચારે બાજુ થી ઘેરી ને એકસાથે આક્રમણ કર્યું.

કૌરવો એ ધર્મ નો ત્યાગ કરીને અર્જુન નો વધ કરવા એકસાથે બાણ વર્ષા શરુ કરી.

કૌરવો‌ ના અસ્ત્રો ના નિવારણ માટે અર્જુને ઐન્દ્રાસ્ત પ્રગટ કર્યું અને દરેક યોદ્ધા ના બાણો નુ નિવારણ કર્યું.

ત્યારબાદ અર્જુને સંમોહન અસ્ત્ર પ્રગટ કર્યું, સંમોહન અસ્ત્ર ના પ્રભાવ થી કૌરવ સેના બેહોશ થઈ ગઈ.

કૌરવ સેના ના અચેત થતાં અર્જુન ને ઉત્તરા ની વાત નું સ્મરણ થતાં અર્જુને ઉત્તર ને કહ્યું.
“રાજકુમાર, કૌરવો અચેત છે ત્યાં સુધી માં તેમના વસ્ત્રો ઉતારી ને લઈ આવો”
“હું જાણું છું ત્યાં સુધી પિતામહ ભીષ્મ સંમોહન અસ્ત્ર ના નિવારણ ની વિધિ જાણે છે તેથી તેઓ અચેત નથી થયા, તેમના તરફ ન જતા”

અર્જુન ની આજ્ઞા થી ઉત્તર કૌરવ મહારથીઓ ના વસ્ત્રો લઈ ને પાછો રથ પર આવી જાય છે.

ત્યારબાદ અર્જુન અને ઉત્તર કૌરવ સેના ના રથો ના ઘેરા માંથી બહાર નીકળવા લાગ્યા.

અર્જુન ને આવી રીતે રથ ના ઘેરા માંથી બહાર નીકળતા જોઈને ભીષ્મ પિતામહ અર્જુન ને એક બાણ મારે છે.

અર્જુન દસ બાણ ભીષ્મ પિતામહ ને મારીને ઘાયલ કરે છે તથા તેમના ઘોડા અને સારથિ ને ઘાયલ કરી ને રથ ના ઘેરા માંથી બહાર નીકળી ને ઉભો રહે છે.

થોડા સમય બાદ કૌરવોએ હોશ માં આવી ને જોયું કે અર્જુન રથ ના ઘેરા થી બહાર એકલો ઊભો છે તેથી દુર્યોધન ક્રોધિત થઈ ને ભીષ્મ પિતામહ ને કહે છે.
” પિતામહ, આ અર્જુન તમારા હાથ થી કેમ બચી ગયો. તમે આનો વધ કરી નાખો.”

ભીષ્મ- “દુર્યોધન, જ્યારે તમે બધા અચેત હતા ત્યારે અર્જુન રથ ના ઘેરા માંથી બહાર નીકળી ગયો છે.”

“અર્જુન ક્યારેય ધર્મ નો ત્યાગ નથી કરતો અને એટલે જ તમે લોકો અત્યારે જીવિત છો.”
” મારા મતે હવે આપણે હસ્તિનાપુર તરફ જવું જોઈએ કેમ કે અર્જુન રુપી અગ્નિ વધુ ને વધુ પ્રચંડ થતી જાય છે.”

અર્જુન ના પરાક્રમ સામે કૌરવ વીરો પણ અત્યંત ઘાયલ થઈ ગયા હતા તથા તેમની યુદ્ધ કરવાની ઈચ્છા પણ‌ મરી ગઈ હતી તેથી કૌરવ સેનાએ હસ્તિનાપુર જવા ના ભીષ્મ ના પ્રસ્તાવ નું સમર્થન કર્યું.

કૌરવો ને યુદ્ધ માંથી પલાયન કરતા જોઈને અર્જુને એક બાણ થી દુર્યોધન નું મુકુટ તોડી નાખ્યું અને પિતામહ, ગુરુદેવ તથા અન્ય સન્માનિત વડીલો ને પ્રણામ કર્યા.

કૌરવ સેના ના પલાયન થઈ જતાં અર્જુને વિજયસૂચક શંખનાદ અને ગાંડીવ ની ભયંકર ટંકાર કરી ને ઉત્તર ને કહ્યું.

“રાજકુમાર, આપણે ગાયો ને જીતી લીધી છે અને શત્રુ રણમેદાન છોડી ને ભાગી ગયા છે તેથી આપણે પણ હવે નગર તરફ પ્રસ્થાન કરવું જોઈએ. મહારાજ તમારી ચિંતા કરતા હશે.”

👉આમ, વિશાળ કૌરવ સેના ને પરાજિત કરીને અર્જુન અને ઉત્તર નગર તરફ રવાના થયા.

👉વિરાટ યુદ્ધ સમાપ્ત – Virat yuddha-Mahabharat

🙏હર હર મહાદેવ 🙏
🙏જય શ્રી કૃષ્ણ 🙏

  • મહેન્દ્ર સિંહ ગોહિલ – આ લેખના તમામ કોપીરાઇટ લેખકનાં છે. લેખકનાં નામ વગર અન્ય જગ્યાએ ઉપયોગ કરવો નહી. 👇 અહીથી share કરી શકશો.

જો આગળના ભાગો વાંચવાનાં બાકી હોય તો નીચે આપેલ લિંક પરથી કોઇપણ ભાગ વાંચી શકશો.

Virat yuddha-Mahabharat Part-1

Virat yuddha-Mahabharat Part-2

Virat yuddha-Mahabharat Part-3

Virat yuddha-Mahabharat Part-4

1 thought on “Virat yuddha Mahabharat Part 5”

  1. Pingback: Mahabharat Read Online | વિરાટ યુદ્ધ ભાગ - 3 - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *