Skip to content

શરૂઆત કરીએ કવિતા – આવનારી સૌ ખુશીની વાત કરીએ

2455 Views

કવિ હર્ષ બ્રહ્મભટ્ટ લિખીત કવિતા શરૂઆત કરીએ ધોરણ 8 ગુજરાતીમાં મુકવામાં આવેલી છે. ગુજરાતી કવિતા સંગ્રહ, Sharuat karie gujarati kavita Harsh Brahmbhatt

શરૂઆત કરીએ કવિતા ધોરણ 8

આવનારી સૌ ખુશીની વાત કરીએ,
એક નવી શરૂઆતની શરૂઆત કરીએ.

હરવખત શું મ્હાત થઇ જવું દુઃખોથી,
ચાલ આ વખતે દુઃખોને મ્હાત કરીએ.

બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર
દોસ્ત અંદરથીય એવી જાત કરીએ.

હોઈએ ત્યાં મ્હેંકતું કરીએ બધું યે,
ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ.

જે મળ્યું એને કરી સૌથી સવાયું,
આવનારી કાલને સોગાત કરીએ.

✍ હર્ષ બ્રહ્મભટ્ટ

શરૂઆત કરીએ કાવ્ય ધોરણ ૮

Avanari sau khushi ni vaat karie

Avanari sau khushi ni vaat karie,
Ek navi sharuat ni sharuat karie.

Har vakhat shu mhat thai javu dukhothi
chal aa vakhte dukhone mhat karie.

Bahar thi dekhay jevi svachchh sundar
Dost Andarthiy evi jaat karie

Hoie tya mahektu karie badhue
Ghar, Nagar, Akhu jagat Raliyat karie.

Je malyu ene kari sauthi savayu
Avnari kaalne saugat karie.

✍ Harsh Brahmbhatt

તારે મેહુલિયા કરવા તોફાન કાવ્ય

જૂનુ પિયરઘર કવિતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *