Skip to content

ચાંદો પકડ્યો | Chando Pakdyo Gujarati Balvarta

Chando Pakdyo
12233 Views

બાળપણમાં આવી Gujarati Balvarat ખુબ સાંભળેલી તો આજે ફરી એકવાર બાળવાર્તા માણો ચાંદો પકડ્યો (Chando Pakdyo) / ચાંદો તળાવમાં હજી પણ આ વાર્તા std 1 ના પાઠ્યપુસ્તકમાં આવે છે. Gujarati balvarta, Gujarati child story, ગિજુભાઈ બધેકાની વાર્તાઓ, અમરકથાઓ, પ્રાચીન વાર્તાઓ , Old stories, bachpan stories, school time stories, baalgit, જોડકણા, ઉખાણા, બાળપણની યાદગાર વાર્તાઓ. બાળવાર્તાઓ pdf, બોધવાર્તા, ટુંકી બાળવાર્તા, પંચતંત્રની કથાઓ, હિતોપદેશની વાર્તાઓ. નવી વાર્તા, મહેનતની વાર્તા. પ્રેરણાત્મક વાર્તાઓ.

ચાંદો પકડ્યો | Chando Pakdyo

એક હતું જંગલ.
જંગલમાં એક તળાવ અને એ તળાવના કિનારે એક મોટુ બધુ ઝાડ હતુ.
જંગલમાં એ ઝાડ પર વાંદરાંનું એક ટોળુ રહે. વાંદરાં આખો દિવસ ઝાડ પર કૂદાકૂદ કરે. જંગલમાં આમતેમ ફરતાં રહે. ફળો ખાઈ પેટ ભરે.

ટોળામાં થોડાં બચ્યાં હતાં. બચ્ચાં તો બસ તોફાન જ કરે. ડાળી પર ઊંધાં લટકે. એકબીજાની પૂંછડી ખેંચે. એકબીજાને ટપલી મારે. હૂપાપ કરી મૂકે. અંધારું થાય તોપણ જંપે નહીં.

એક દિવસની વાત છે. ચાંદની રાત હતી. ઝાડ પર બધાં વાંદરાં ઊંઘતાં હતાં. બધા બચ્ચાઓ મોડે સુધી હુપાહુપ અને તોફાની મસ્તી કરી મોડેમોડે સુતા.

પણ એક તોફાની બચ્ચું જાગતું હતું. એને તરસ લાગી. એટલે પાણી પીવા માટે તેણે નીચે જવાનું વિચાર્યુ. ત્યા તળાવમાં તેણે ચાંદો જોયો.

બચ્ચાને નવાઇ લાગી તેને થયુ કે કોઇ મોટુ બધુ ફળ તળાવમાં પડી ગયુ છે.

એણે બીજાં બચ્ચાંને ધીમેથી જગાડ્યાં. બધાંને થયું કે આ તો મોટું ફળ ! પણ એને બહાર કાઢવું કઈ રીતે ?

એટલામાં એક બચ્ચાને યુક્તિ સૂઝી. તેણે કહ્યુ કે આપણે એકબિજાની પૂંછડી પકડીને નીચે લટકીએ અને ફળને બહાર કાઢીએ.

તે ઝાડની ડાળી પકડીને લટક્યું. તેની પૂંછડી પકડી બીજું બચ્ચું લટક્યું. આમ, એક પછી એક પૂંછડી પકડીને લટકવા લાગ્યાં.
એમ એકબિજાની પૂંછડી પકડતા
છેલ્લું બચ્ચું પાણી સુધી પહોંચ્યું.
તે ચાંદાને પકડે તે પહેલાં સૌથી ઉપર રહેલા બચ્ચાનાં હાથ ઉપર ખુબ જ વજન આવ્યો. અને ઉપરના બચ્ચાની પકડ છૂટી ગઈ. બધાં જ ધબાક કરતાં પાણીમાં પડ્યાં.

તળાવમાં ચીસાચીસ મચી ગઇ. આ સાંભળીને વડીલ વાંદરાઓની ઉંઘ ઉડી ગઇ. જોયુ તો બધા બચ્ચા પાણીમાં….

તેઓએ ઝડપથી બધા બચ્ચાઓને પકડી પકડીને બહાર કાઢ્યા. અને બચ્ચાઓ તો બિચારા ઠંડા પાણીમાં પડવાથી આખી રાત ઠંડીથી ધ્રજ્યા.

🔴 આ વાર્તાને આપ વિડીયો સ્વરૂપે અહીથી જોઇ શકશો 👇

Gujarati Balvarta, Chando pakdyo, Chando Talav ma, std 1 varta. ગુજરાતી બાળવાર્તાઓ

અન્ય બાળવાર્તા અહીથી વાંચો – શેખચલ્લીની વાર્તા. 👇