9789 Views
આજે પ્રસ્તુત છે એવા સરસ મજાના ભૂલકાંઓ માટે આપણા લોકપ્રિય જોડકણાંઓ. ગુજરાતી જોડકણા, બાળગીત, જુના જોડકણા, યાદગાર જોડકણા, બાળ જોડકણાં pdf, જોડકણાં pdf, નાના બાળકોના જોડકણાં, પક્ષી ના જોડકણાં, જોડકણાં એટલે શું, ગણિત જોડકણાં, જુના જોડકણા, નવા જોડકણાં, પ્રાચીન જોડકણાં સંગ્રહ બાળગીત, gujarai Jodakana, BalGeet, Bal varta collection
Best જોડકણાંં
જૉડ જૉડ જૉડકણાં, બોલ બોલ બોલકણાં |
બોલકણાંના રાતાં બી, જોડકણાં શીખવા આવો જી ||
************************************
ચકી ચોખા ખાંડે છે
ચકી ચોખા ખાંડે છે
પીતાંબર પગલાં પાડે છે
બાઈ બાઈ તમારા હાથ ક્યાં ગયાં
આ…. રહ્યાં
ચકી ચોખા ખાંડે છે
પીતાંબર પગલાં પાડે છે
મોર પાણી ભરે છે
ઢેલ પાણી ઢોળે છે
રાજિયો, ભોજિયો
ટેલિયો ને ટૂશકો
માર ભડાકે ભૂસકો
************************************
પાપા પગલી ધૂળની ઢગલી
પાપા પગલી ધૂળની ઢગલી ઢગલીમાં ઢેલ જીવે મારી બેન પાપા પડિયા થોડુંક રડ્યાં રડતાં રડતાં આંસુડાં ખર્યાં પાપા પોળી ઘીમાં ઝબોળી ચોળીને ખાજો તાજામાજા થાજો તાજામાજા થાજો તાજામાજા થાજો
પાપા પગલી મામાની ડગલી
મામાની ડગલી હીરાની ઢગલી
હીરા ઊછળિયા આભલે અડિયા
આભલે અડિયા તારા બનિયા
************************************
ગણ્યાં ગણાય નહિ
ગણ્યાં ગણાય નહિ
વીણ્યાં વીણાય નહિ
છાબડીમાં માય નહિ
તો ય મારા આભલામાં નહાય
************************************
મામાનું ધર કેટલે ?
મામાનું ધર કેટલે ?
દીવા બળે એટલે.
દીવા તો મેં દીઠા
મામા લાગે મીઠા.
ભાણીયા રમે ચોકમાં,
મામી બેઠા ગોખમાં.
મામાનું ઘર કેટલે દીવો બળે એટલે દીવો મેં તો દીઠો મામો લાગે મીઠો તાળી વગાડે છોકરાં મામા લાવે ટોપરાં ટોપરાં તો ભાવે નહિ મામા ખારેક લાવે નહિ મામી મારી ભોળી મીઠાઈ લાવે મોળી મોળી મીઠાઈ ભાવે નહિ રમકડાં તો લાવે નહિ મામે સામું જોયું મારું મનડું મોહ્યું મામાનું ઘર કેટલે દીવો બળે એટલે
************************************
અડકો દડકો
અડકો દડકો
દહીંનો દડકો
દહીં દૂઝાણું
તારે ઘેર ભાણું
ઉરમૂલ ધતુરાનું ફૂલ
સાકર શેરડી ને
ખાઈ જા ખજૂર
************************************
ટામેટું રે ટામેટું (ટમેટું રે ટમેટું,)
ટામેટું રે ટામેટું,
ગોળ ગોળ ટામેટું,
લાલ લાલ ટામેટું,
નદીએ નાવા જાતુતું,
ઘી-ગોળ ખાતુતું,
અસ મસ ને ઢસ.
************************************
ચાંદાપોળી
ચાંદાપોળી
ઘીમાં ઝબોળી
સૌ છોકરાંને કટકો પોળી
મારી બેનીને આખી પોળી
લેજે મોઢામાં
હબૂક પોળી
************************************
ચણ ચણ બગલી ચણાની દાળ
ચણ ચણ બગલી ચણાની દાળ, ઠેકો માર્યો ઠુમકદાર શેરીએ શેરીએ ઝાંખા દીવા આવ રે કાગડા કઢી પીવા મારામાં કાંકરી ખૂંચે છે!મારામાં કાંકરી ખૂંચે છે! ગણ ગણ ગાંઠીયા તેલની પળી ઊઠ રે લાલિયા ઝૂંપડી બળી બળતી હોય તો બળવા દે ને ઠરતી હોય તો ઠરવા દે આવ રે કાગડા કઢી પીવા મારામાં કાંકરી ખૂંચે છે! મારામાં કાંકરી ખૂંચે છે!
ઓળી ઝોળી પીંપળ પાન
ફઈએ પાડ્યું કાનજી નામ
************************************
ધમાલ ગોટો ધમ ધમ થાય!
આડું અવળું જૂએ એની તુંબડી રંગાય!
************************************
બા ચા પા
ના ભા મધ ખા
ચાનો ચટાકો પેટ બગાડે
મધમીઠો ભઈલો પાડાને પછાડે
************************************
રાધે ગોવિંદ રાધે
રાધે ગોવિંદ રાધે
શીરા પૂરી ખાજે
શીરાને તો વાર છે
પૂરી તો તૈયાર છે
એક પૂરી કાચી રહી
ભાઈની માસી ભૂખી રહી
************************************
કૂકડો બોલે કૂકડે કૂક
કૂકડો બોલે
કૂકડે કૂક.. કૂકડે કૂક
ખેતરે જાઉં
દાણાં ખાઉં
પાણી પીઉં
ફરરર.. કરતો
ઊડી જાઉં
************************************
મોસાળ જાઉં મોસંબી ખાઉં
મોસાળ જાઉં
મોસંબી ખાઉં
શહેર જાઉં
સીતાફળ ખાઉં
શિયાળામાં જામફળ ખાઉં
ઉનાળામાં તડબૂચ ખાઉં
ચોમાસામાં જાંબું ખાઉં
ખૂબ ફળ ખાઉં
તાજોમાજો થાઉં
સૌને આપી હું હરખાઉઁ
************************************
એન ઘેન દીવા ઘેન
એન ઘેન
દીવા ઘેન
ડાહીનો ઘોડો
પાણી પીતો
રમતો જમતો
છૂટ્યો…..છે
હાથમાં લાકડી
કમળ કાકડી
જ્યાં દોડાય ત્યાં દોડજે
એકને પકડી લાવજે
ડાહીનો ઘોડો
રમતો જમતો છૂટ્યો….છે
************************************
રમતાં રમતાં લડી પડ્યાં
લડી પડ્યાં રે ભાઈ
લડી પડ્યાં
ચાંદો-સૂરજ લડી પડ્યાં
રમતાં રમતાં લડી પડ્યાં
હસી પડ્યાં રે ભાઈ
હસી પડ્યાં
રડતાં રડતાં હસી પડ્યાં
************************************
ઝબૂક વીજળી ઝબૂક
ઝબૂક વીજળી ઝબૂક
ડુંગર ઉપર દોડતી
ઝાડ પાન ઝબકાવતી
દુનિયાને અજવાળતી
ઝબૂક વીજળી ઝબૂક
************************************
છૂક છૂક ગાડી
લોઢાના બે લાટા,
એનું નામ પાટા.
પાટે ગાડી દોડી જાય,
છૂક છૂક કરતી ચાલી જાય
જરાક પાટા આડા થાય,
ધડાક કરતી તૂટી જાય.
************************************
ડોસા ડોસી ક્યાં ચાલ્યા ?
ડોસા ડોસી ક્યાં ચાલ્યા ?
‘છાણા વિણવા’
છાણામાંથી શું જડ્યું ?
‘રૂપિયો’
રૂપિયાનું શું લીધું ?
‘ગાંઠિયા’
ભાંગે તમારા ટાંટિયા
‘ઊભો રે’જે મારા પિટીયા’
************************************
આવ રે વરસાદ
આવ રે વરસાદ
ઘેબરિયો પરસાદ
ઊની ઊની રોટલી ને
કારેલાનું શાક
આવ રે વરસાદ
નેવલે પાણી
કાગળની હોડી
દેડકે તાંણી
************************************
એકલ ખાજા, દૂરબીન તાજા,
તીન તડકા, ચોગલ મોગલ,
પંચમ ભાલુ, છક બે છૈયા,
સતાક પૂતળી, અઠાક હાંડલું,
નવાક ઠળિયો, દસાક પડિયો.
************************************
વારતા રે વારતા
વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા
ચપટી બોર લાવતા
છોકરાઓને સમજાવતા
એક છોકરો રિસાણો
કોઠી પાછળ ભિંસાણો
કોઠી પડી આડી
છોકરે રાડ પાડી
અરરર માડી
************************************
ફરફર ફરતું પતંગિયું
ફરફર ફરતું પતંગિયું
લીલું પીળું પતંગિયું
ચડતું પડતું પતંગિયું
મૂંગું ભમતું પતંગિયું
હસતું રમતું પતંગિયું
************************************
ગપીને ઘેર આવ્યા ગપીજી
ગપીને ઘેર આવ્યા ગપીજી
હાંકે સાવ ખોટા ગપગોળાજી
એક કહે મેં જોયું બાર હાથનું ચીભડું
બીજો કહે મેં જોયું તેર હાથનું બી
************************************
ટહુક કોયલ ટહુક
ટહુક કોયલ ટહુક
કોયલને ટહુકે શું શું બોલે
આંબાની અમરાઈ બોલે
વનવનની વનરાઈ બોલે
જાંબુડાંના ઝાડ બોલે
સામે ઊભા પહાડ બોલે
ટહુક કોયલ ટહુક
************************************
ચકારાણા ચકારાણા નથી ઘરમાં દાણા
ચકી કહે
ચકારાણા ચકારાણા
નથી ઘરમાં એકે દાણા
ચકચક કરતાં ચકારાણા
ઉપાડી લાવ્યા ઢગલો દાણા
ચકો કહે
ચકી રાણી ચકી રાણી
નથી ઘરમાં ટીપું પાણી
ચીં ચીં કરતાં ચકી રાણી
તળાવ આખું લાવ્યા તાણી
************************************
એકડે એક પાપડ શેક
એકડે એક પાપડ શેક
બગડે બે મણકા લે
ત્રગડે ત્રણ ઝટપટ ગણ
ચોગડે ચાર લગાડો નહિ વાર
પાંચડે પાંચ ચોપડી વાંચ
છગડે છ રડશો ન
સાતડે સાત સાંભળો વાત
આઠડે આઠ ભણો પાઠ
નવડે નવ બોલો સૌ
એકડે મીંડે દશ હસ ભાઈ હસ
************************************
રવિ પછી તો સોમ છે
રવિ પછી તો સોમ છે
ત્રીજો મંગળવાર
ચોથો બુધ ગુરુ પાંચમો
પછી શુક્ર છે વાર
શનિવાર તે સાતમો
છેલ્લો વાર ગણાય
એમ એક એઠવાડિયું
સાત વારનું થાય
************************************
લાલ પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય
બાકીના બીજાં બધાં મેળવણીથી થાય
************************************
જે જન મશ્કરી કરવા જાય
મોડા વહેલો તે સપડાય
જૂઠાણું જલદી પકડાય
આખર જૂઠો જન પસ્તાય
************************************
દિવાળીના દિવસમાં ઘર ઘર દીવા થાય
ફટાકડાં ફટ ફટ ફૂટે બાળક બહુ હરખાય
************************************
નિશાળમાંથી નિસરી જવું પાંસરું ઘેર
રાખો નહિ મન રમતમાં સમજો સારી પેર
રમત ગમત કરતાં કદી કરવું નહિ નુકશાન
ખોટી રીતે ખેલતાં ભારી થાયે હાણ
વગર વિચાર્યું જે કરે પાછળથી તે પસ્તાય
દેખો એવાં કામથી જાન ઘણાંના જાય
************************************
ભણતાં પંડિત નીપજે
ભણતાં પંડિત નીપજે લખતાં લહિયો થાય
ચાર ચાર ગાઉ ચાલતાં લાંબો પંથ કપાય
પોપટ પણ અભ્યાસથી શીખે બોલતાં બોલ
કાયર થઈ આળસ કરે તે નર ખરને તોલ
************************************
મૂરખનો સરદાર
મૂરખ માથે શીંગડાં નહિ નિશાની હોય
સાર-અસાર વિચાર નહિ જન તે મૂરખ હોય
અક્ષર એક ન આવડે ઉર અભિમાન અપાર
જગમાં તેને જાણવો સૌ મૂરખનો સરદાર
************************************
પરોઢિયે નિત ઊઠીને લેવું ઈશ્વર નામ
દાતણ કરી નાહ્યા પછી કરવા પાઠ તમામ
કહ્યું કરો મા બાપનું દો મોટાંને માન
ગુરુને બાપ સમા ગણશો મળશે સારું જ્ઞાન
************************************
નિદ્રામહીં નહિ હતું તન ભાન જ્યારે
જેણે જૂઓ પૂરણ રક્ષણ કીધું ત્યારે
તેને પ્રભાત સમયે પ્રથમે સ્મરું રે
કાર્યો બધાં દિવસનાં પછીથી કરું રે
************************************
આસપાસ આકાશમાં અંતરમાં આભાસ
ઘાસચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ
ભોંયમાં પેસી ભોંયરે કરીએ છાની વાત
ઘડીએ મનમાં ઘાટ તે જાણે જગનો તાત
ખાલી જગ્યા ખોળીએ કણી મૂકવા કાજ
ક્યાંયે જગતકર્તા વિના ખાલી મળે ન ઠામ
************************************
ખાટલા ઉપર પગ મૂકીને,
ખાટલે ચડી બેઠા,
કડાક કરતો ખાટલો તુટ્યો,
ધડામ ગબડ્યા હેઠા.
*****************
મરચું કહે હું લાલ-લીલું,
પહેરું ટોપી નાની,
તીખું ભડકા જેવું,
જીભ રહે ના છાની.
*****************
કૂતરો મારો શાણો કેવો,
ચોર દેખી ભસતો,
ચોકી કરતો ઘર આંગણે,
રાત આખી ફરતો.
*****************
સસલાભાઈ તો બીકણ ભારે,
કાતરી ખાતા પાન,
ઉંદરભાઈના મામા એ તો,
લાંબા લાંબા કાન.
*****************
આ પોસ્ટને આપ અહીથી કરી શકો છો
ગુજરાતી જોડકણા, બાળગીત, જુના જોડકણા, યાદગાર જોડકણા, બાળ જોડકણાં pdf, જોડકણાં pdf, નાના બાળકોના જોડકણાં, પક્ષી ના જોડકણાં, જોડકણાં એટલે શું, ગણિત જોડકણાં, જુના જોડકણા, નવા જોડકણાં, પ્રાચીન જોડકણાં સંગ્રહ બાળગીત, gujarai Jodakana, BalGeet, Bal varta collection
Pingback: 5 Best Akbar Birbal stories | અકબર બીરબલની વાર્તાઓ pdf - AMARKATHAO
Pingback: મેરે અચ્છે ભગવાન, દે દે ઐસા વરદાન lyrics | BAPS bhajan, Prayer - AMARKATHAO
Pingback: જુના બાળગીત, જોડકણા, કાવ્યો | 20 Best Balgeet collection - AMARKATHAO
Pingback: ‘અંધેરી નગરી અને ગંડુ રાજા’ કહેવત સાંભળી હશે પણ તે પાછળની વાર્તા જાણો છો ? - AMARKATHAO