Skip to content

ગુજરાત મોરી મોરી રે કવિતા | Gujarat mori mori re std 6

ગુજરાત મોરી મોરી રે કવિતા
2790 Views

ગુજરાત મોરી મોરી રે – કવિ ઉમાશંકર જોશીને અન્ય પ્રદેશો કરતાં આપ ગુજરાત કેવી રીતે વિશેષ છે, મોધું છે તે સમજાવ્યું. અહીં કવિનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ, ભાવ અને લાગણી પ્રત્યેક પંક્તિએ છતાં થાય છે. ગુજરાતની વિશિષ્ટ ભૂખ્ખા અને તેના ભવ્ય ઈતિહાસના ઉલ્લેખોથી કવિએ ગુજરાતીઓમાં ગુજરાત માટે પ્રેમભાવ જાગ્રત કર્યો છે., મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત ધોરણ 6 કવિતા

ગુજરાત મોરી મોરી રે કવિતા

મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે
ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે

સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી
રેવાનાં અમૃતની મર્મર ધવરાવતી
સમંદરનાં મોતીની છોળે નવરાવતી
ગુજરાત મોરી મોરી રે

ગિરનારી ટૂંકો ને ગઢ રે ઈડરિયા
પાવાને ટોડલે મા’કાળી મૈયા
ડગલે ને ડુંગરે ભર દેતી હૈયાં
ગુજરાત મોરી મોરી રે

આંખની અમીમીટ ઊમટે ચરોતરે
ચોરવાડ વાડીએ છાતી શી ઊભરે
હૈયાનાં હીર પાઈ હેતભરી નીતરે
ગુજરાત મોરી મોરી રે

કોયલ ને મોરને મેઘમીઠે બોલડે
નમણી પનિહારીને ભીને અંબોડલે
નીરતીર સારસ શાં સુખડૂબ્યાં જોડલે
ગુજરાત મોરી મોરી રે

નર્મદની ગુજરાત દોહ્યલી રે જીવવી
ગાંધીની ગુજરાત કપરી જીરવવી
એકવાર ગાઈ કે કેમ કરી ભૂલવી
ગુજરાત મોરી મોરી રે

ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે
મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે

✍ ઉમાશંકર જોષી

આ ગીત વાંચવા કરતા સાંભળવા જેવુ છે… 👇👇

Gujarat mori mori re poem video

ગુજરાત મોરી મોરી રે કાવ્યની સરળ સમજૂતી

(મારો જન્મ સદ્ નસીબે ગુજરાતમાં થયો એટલે મને) મળતાં મળી – ગઈ ખૂબ જ મોંધી, અમૂલ્ય આ ગુજરાત, ગુજરાત ભારતનાં અન્ય રાજય કરતાં સૌથી આગળ, સૌથી મોખરાનું છે. ભારતની કુલ જમીનમાં ખાસ્સો એવો હિસ્સો ગુજરાતનો છે. ગુજરાતનું પ્રદાન સાંસ્કૃતિક, આર્થિક એમ દરેક રીતે મહત્ત્વનું છે.)

અમે એવી જગ્યાએ ઊછર્યા છીએ, જયાં સાબરમતીએ મર્દાનગીભરી વાતો એમને સંભળાવી છે, રેવાએ (નર્મદા નદી) (પાણીરૂપી) અમૃતથી અમારું સિંચન કર્યું છે અને સમુદ્ર મોતીરૂપી મોજાંની છાલકોથી અમને નવડાવ્યા છે. પ્રેમ આપ્યો છે.) એવું આ ગુજરાત સૌથી આગળ, મોખરાનું છે.

ગિરનારનાં ઊંચાં શિખરો, ઈડરિયો ગઢ અને જયાં મહાકાળી માતા બિરાજમાન છે તે પાવાગઢ જેવા ડગલે ને પગલે આવતા ડુંગરોથી આપણું થયું આનંદથી ભરાઈ જાય છે, મારી આંખની સામે ચરોતર, ચોરવાડનો સુંદર પ્રદેશ ઊભરી આવે છે, જેને હૈયાનાં નીરથી સિંચ્યો છે. એટલે જ આ પ્રદેશો આટલા ફળદ્રુપ છે.)

કોયલ, મોર જેવાં પક્ષીઓ જયાં મધુર ટહુકા કરે છે, નમણીનાજુક પનિહારીઓ જયાં પાણી ભરે છે, સારસ (કદાપિ વિખૂટી ન પડે તેવી જોડી) પક્ષીની જેમ સુખી સ્ત્રી-પુરુષો રહે છે, એવો ગુજરાતનો આ પ્રદેશ છે. નર્મદની ગુજરાત સામાજિક રીતે પછાત હોવાથી જીવવી અઘરી હતી, જયારે ગાંધીજીના સમયમાં અંગ્રેજોનું રાજય હતું, તેથી એ ગુલામી જીરવવી કપરી હતી. પરંતુ આજે તે પરિસ્થિતિ નાબૂદ થયેલી છે તેથી એની સુગંધ, એનાં ગીતો ભૂલવાં અઘરાં છે, ગુજરાત પ્રત્યે એટલો બધો પ્રેમ છે કે અહીં પડતી મુક્લીઓ પણ સ્વીકાર્ય છે.) આવું આ ગુજરાત સૌથી આગળ છે.

👉 ગુજરાત વિશે સુંદર લેખ વાંચો

👉 ગુજરાતી ભાષાનો વૈભવ

Gujarat Mori mori re lyrics

Malta mali gai mongheri Gujarat
Gujarat mori mori Re
Bharat ni bhom ma zazeri gujarat
Gujarat mori mori Re

sabar na mardani sonala sunavati
Revana amrutni marmar Dharavti
samdar na moti ni chhole navravti
Gujarat mori mori Re

Girnari tunko ne gadh re Idariya
pavana todle mahakali maiya
dagle ne dungare bhar deti haiya
Gujarat mori mori Re

Aankh ni amimit umte charotare
chorvad vadie chhati shi ubhare
Haiyana hir paai hetbhari nitre
Gujarat mori mori Re

Koylne morne megh mithe bolde
Namni panihari ne bhine Ambodle
Nir tir saras sha sukhdubya jodle
Gujarat mori mori Re

Narmad ni gujarat jivavi re dohyli
Gandhi ni gujarat kapari jiravavi
Ek var gaai ke kem kari bhulvi
Gujarat mori mori Re

Bharat ni bhom ma zazeri gujarat
Gujarat mori mori Re
Malta mali gai mongheri Gujarat
Gujarat mori mori Re

ગુજરાત મોરી મોરી રે કાવ્યના કવિનું નામ જણાવો, મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, આલાલીલા વાસળીયા રે વઢાવુ, જય જય ગરવી ગુજરાત ના રચયિતા, આલાલીલા વાસડિયા, ઉર્મિગીત, ઉર્મિકાવ્ય, ગુજરાત મોરી મોરી રે pdf, gujarat mori mori kavy mp3, umashankar joshi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *