Skip to content

Heart Touching story in Gujarati – છેલ્લી બસ

Heart Touching story in Gujarati - છેલ્લી બસ
9423 Views

Heart Touching story in Gujarati – છેલ્લી બસ, Gujarati short stories, ગુજરાતી નવલિકા, ગુજરાતી ટુંકી વાર્તા, Gujarati moral story, ગુજરાતી વાર્તાઓનો ખજાનો,

છેલ્લી બસ – * સથવારો *

અમરેલીનું નાનુ બસસ્ટેન્ડ એટલે આજુબાજુના ગામડાઓનાં હટાણાનુ કેન્દ્ર.
બસમાથી ઉતરતા વેત જ આજુબાજુમા શાકમાર્કેટ, કરીયાણા-ગંધિયાણા, ફરસાણ, કપડાની બજાર. એટલે મોટાભાગનુ હટાણુ પતાવીને ન્યાથી જ બસ પકડાય જાય. આખો દિવસ ધમાચકડી પછી જેમ જેમ સુરજદાદા હેઠા ઉતરતા જાય એમ ગામડીયાઓનો ઘોંઘાટ શાંત પડતો જાય.

શહેરની લાઈટો ઝબકી ઊઠી , નાના બસ સ્ટેન્ડે મુસાફરોની ઘણી જ ભીડ હતી . ગામડામાંથી આવેલા માણસો હટાણું કરીને પોતપોતાના ગામની બસની રાહ જોતા હતા . ગામની છેલ્લી બસ ચૂકી ન જવાય તેથી આવતી જતી એકે એક બસ કાળજીપૂર્વક જોતા હતા.

ભાઈ , દેરડીવાળી ગઈ ? ‘ એક અવાજ મારી પાછળ આવ્યો . મેં પાછળ જોયું . સાઠેક વર્ષના એક વૃદ્ધ બગલમાં પોટલું દબાવી , હાફળાં ફાફળાં આવીને મને પૂછતાં હતાં .
તેણે જૂનું ધોતિયું ખમીસને ઝીર્ણશીર્ણ થયેલો મેલો કોટ પહેર્યો હતો . માથે એવું જ મેલું દાટ પનિયું વીંટયું હતું . થોડાંક દિવસની ચડેલી દાઢીના ધોળાં વાળ વરવાં લાગતા હતાં .

‘’ હા … ” મેં તેની સામે જોઈને કહ્યું .

પેલા વૃદ્ધના ચહેરા પરથી કરચલીઓ સળવળવા લાગી . તેણે મારી સામે અણગમતી નજરે જોયું . જાણે મારો જવાબ એને ગમ્યો નહિ . વધુ ચોકસાઈ કરવા એણે પૂછયું , ‘ ઓલી રાંઢિયા થઈને હાલે ઈ હો ? ‘

‘ એ મને ખબર નથી , પણ દેરડી હમણાં જ ગઈ … ‘

‘ નો બને … ‘ વૃદ્ધે માથું ધુણાવ્યું ‘ જાય જ નૈ … ‘ મારી સામે અવિશ્વાસ ભરી નજર નાખીને એ વૃદ્ધ બીજા પાસે ગયા . તેને પૂછ્યું ,

‘ હા ગઈ . ‘ #અમર_કથાઓ

બસ સ્ટેન્ડે શીંગ ચણા વેચતા નાનજીને પૂછયું , ‘ હૈ ભાઈ , દેરડીવાળી બસ ગઈ ? ‘ ‘

હા , બાપા , હમણાં જ ગઈ … ‘ ખલાસ…’ , નાનજીનો જવાબ એટલે કોઇને પૂછવા પણુ જ નહિ.
વૃદ્ધ ઢિલાઢફ થઇ ગયા.

આસપાસ નજર ફેરવી પોતાના ગામના કોઈ મુસાફરો છે કે નહિ , તેની ખાતરી કરી લીધી અને પહાડ જેવડો નિસાસો નાખ્યો , ‘ ભારે કરી … હવે ? ‘

ત્યાં જ વૃદ્ધની નજર દૂર પડી . તેના ચહેરા પર ચમક આવી. એ પોટલું દબાવતા દોડયા . ‘ અરે ! મગન ? તું … ? દેરડી તો ગઈ .. ! ‘

‘ ગઈ ? ‘ મગન ટાઢકથી બોલ્યો , તેના મોં પર બસ ગઈ તેનો જરાપણ ઉચ્ચાટ નહતો .

‘ હા … ‘ વૃદ્ધના ચહેરા પર થોડો ઉજાસ પથરાયો . કારણ કે તેને લાગ્યું કે બસ ચૂકી જવામાં તે એકલો નથી … મગન પણ છે હવે મગનનો સથવારો મળી ગયો . એ જરૂર કંઇક માર્ગ કાઢશે …

‘ તું કયાંથી આવે છે ? ‘ વૃદ્ધે મગન પાસે રહેલી બેગ સામે જોયું .

‘ સુરતથી આવું છું . ‘ મગન આવતા જતા વાહન પર નજર નાખતો હતો .

‘ તો હવે કેમ કરશ્યું ? ‘ વૃદ્ધે આશાભરી નજરથી મગન સામે જોયું .

અને એક મોટરસાઈકલવાળો ત્યાંથી નીકળ્યો . મગને હાથ ઊંચો કર્યો ને એ મોટરસાઈકલ પર મગન રોફથી બેસીને ચાલતો થયો .

વૃદ્ધ અદ્રશ્ય થતાં મગનને તાકી રહ્યા . આ મગન .. ?
ના .. આ મગનો નહિ .. આ કરમશીભાઈનો મગનો નૈ … નકર ઈ મને મૂકીને નો જાય ….. એક સહારો પણ છુટી ગયો ..
અને વૃદ્ધની બગલમાંથી પોટલું ફસકીને નીચે પડી ગયું …

Heart Touching story – ખાનદાની

– વાસુદેવ સોઢા www.amarkathao.in
અમર કથાઓ

સાચુ સૌંદર્ય – વાસુદેવ સોઢા 👈

બાળવાર્તાઓ અને બાળગીતોનો ખજાનો

અમર કથાઓ
અમર કથાઓ, amar kathao, અમરકથાઓ, Amarkathao

GujaratiBalgeet , બાળગીત, Balvarta

🔹 Jumo bhisti
જુમો ભિસ્તી – ધૂમકેતુ
🔹 Jithro bhabho
જીથરાભાભાની વાર્તા – કાનજી ભુટા બારોટ
🔹 Post office varta
પોસ્ટ ઓફિસ વાર્તા – ધૂમકેતુ
🔹 Lohi ni sagai
લોહીની સગાઇ – ઇશ્વર પેટલીકર
🔹 Ladu nu Jaman
લાડુનું જમણ – પન્નાલાલ પટેલ
🔹 Kaliyo Dhago
કાળિયો ઢગો વાર્તા
🔹 Malela jiv Navalkatha
મળેલા જીવ નવલકથા – પન્નાલાલ પટેલ
🔹 Va va vantoliya – વાયરા વન વગડામા વાતા તા
વા વા વંટોળિયા
Vayra van vagda ma vata ta
🔹 Chando Pakdyo
ચાંદો પકડ્યો – ચાંદો તળાવમા
🔹 Anandi Kagdo
આનંદી કાગડો
🔹 Topivalo feriyo
ટોપીવાળો ફેરિયો – નકલમા અક્કલ ન હોય
🔹Undar sat puchhdivalo
ઉંદર સાત પૂંછડીવાળો


🔘 Kahe Tametu
કહે ટમેટું – ફ્રિજમા લાગે છે ઠંડી
🔘 Pela Pankhi ne Joi
પેલા પંખીને જોઇ મને થાય
🔘 Avo Meghraja
આવો મેઘરાજા વગડાવો વાજા
🔘 Chalo ne Ramie Hodi Hodi
ચાલોને રમીએ હોડી હોડી
🔘 Hu chhu Khakhi Bavo
હું છુ ખાખી બાવો – બા બેઠીતી રસોઇ કરવા
🔘 Nana Nana Taraliya
નાના નાના તારલિયા
🔘 Patangiyane Angli Adadsho na
પતંગિયાને આંગળી અડાડશો ના
🔘 Sainik sainik Ramie
ચાલ બચુડા લઇ લે સોટી સૈનિક સૈનિક રમીએ
🔘 Dhamachakdi Dhamachakdi
ધમાચકડી ધમાચકડી મારુ નામ
🔘 Nani Mari Aankh
નાની મારી આંખ
🔘 Shakwali avi
શાકવાળી આવી
🔘 Rang Dolariyo
એક ઝાડ માથે ઝુમખડુ – રંગ ડોલરીયો
🔘 Hu to Puchhu ke
હું તો પૂછુ કે


🔘 Pagle Pagle
પગલે પગલે સાવધ
🔘 Hasta Ramta Gata
હસતા રમતા ગાતા
🔘 Parodhiye Pankhi Jagine
પરોઢિયે પંખી જાગીને – નમીએ તુજને વારંવાર
🔘 Aaj ni Ghadi Raliyamani
આજની ઘડી રળિયામણી
🔘 Janani ni Jod sakhi nahi jade re
જનની ની જોડ સખી નહી જડે રે
🔘 Khamma virane jau
ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ


🔘 Ambar gaje ne ¦ Ashadhi sanj na
અંબર ગાજેને – અષાઢી સાંજના
🔘 Sad kare chhe Dil hare chhe
સાદ કરે છે, દિલ હરે છે.
🔘 Dugdugiya vali avi
ડુગડુગીયાવાળી આવી
🔘 Mithi mathe bhat
મીઠી માથે ભાત (ફિલ્મ)
🔘 Mosam avi mahenat ni
મોસમ આવી મહેનતની
🔘 Nanu Rupalu maru gamdu
નાનુ રુપાળું મારું ગામડું
🔘 Alalila vasadiya re vadhavu
આલાલીલા વાંસડીયા રે વઢાવુ
🔘 Avo kabootara
ઉગી સોહામણી સવાર આવો કબુતરા
🔘 Dhuliye marag
ધૂળિયે મારગ (કોણે કીધુ ગરીબ છીએ)
🔘 Karo ramakda kuch kadam
કરો રમકડા કૂચ કદમ
🔘 Allak dallak
અલ્લક દલ્લક ઝાંઝર જલ્લક
🔘 Gujarat mori mori re
ગુજરાત મોરી મોરી રે


🔘 Kyak chomasu gaje chhe ranma
ક્યાંક ચોમાસુ ગાજે છે રાનમાં
🔘 Tane olkhu chhu ma
તને ઓળખુ છુ મા
🔘 Kamade chitrya me
કમાડે ચિતર્યા મે લાભ અને શુભ
🔘 Ek j de chingari
એક જ દે ચિનગારી
🔘 Tub yad tumhari ati hai
તબ યાદ તુમ્હારી આતી હૈ
🔘 Udi jao pankhi
vadlo kahe chhe
ઉડી જાઓ પંખી પાંખુવાળા
🔘 Old syllabus
જુનો અભ્યાસક્રમ (ફોટા સાથે)

🔹 Gujarati Balgeet
🔹 Jodkana
🔹 Ukhana
🔹 All Gujarati Poems
🔹 Std 1- 8 education video
🔹 Gujarati Vartao
🔹 Lokvartao
🔹 Gujarati Sahity
🔹 Pustak Parichay
🔹 Sanskrutik varso
🔹 Bachpan ki Kahaniya
🔹 old & New syllabus
🔹 Gujarati LokDayro
🔹 અમરકથાઓ

✔ અહી મુકવામાં આવતી તમામ સામગ્રી બાળકોના શિક્ષણ અને આપણો વારસો, સાહિત્ય, ગુજરાતી ભાષા વધુમા વધુ લોકો સુધી પહોચાડવાનો છે.

અમરકથાઓ

AMARKATHA

અમરકથાઓ
વાર્તા
કાવ્યો
ગીત
ઇતિહાસ સંસ્કૃતિ અને Gk
AMAT KATHA

gujarati story
gujarati story varta
gujarati story for children
gujarati story book
gujarati story for kids
gujarati story song
gujarati story new
gujarati story film gujarati story fairy tales gujarati story love
cartoon story
cartoon story video


cartoon story new
cartoon story wala
હાથીભાઇ તો જાડા
hathibhai to jada hathibhai to jada balgeet full song,
Elephant Rhyme
gujarati elephant song
gujarati rhymes collection,


gujarati kids songs
kids poem gujarati gujarati rhymes for kids gujarati rhymes
gujarati poem
gujarati songs,
gujarati garba actions
ek biladi jadi cartoon Gujarati Rhymes Cat gujarati story
gujarati stories kids

kids song & fun,
kids song gujarati,
kids song 2021,
new kids song,
bal geeto,
kids rhymes,
kids poem,
gujarati kids song, Gujarati Kids Song,
Kids Song & Fun,
songs for kids


cartoon song,
kids video,
cartoon video song, cartoon video
new bad geet 2021
new Kids Song 2021
Kids Song 2021
Ringan To Raja Bataka Vagade Vaja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *