4948 Views
ગુજરાતી કવિતાઓમા સૌની પ્રિય કવિતા “બા બેઠી તી રસોઇ કરવા કવિતા” જેને ઘણા શિર્ષક અપાયા છે, જેમ કે “હું છુ ખાખી બાવો”, “બચુ બન્યો બાવો” તો માણીએ ધો. 3 નુ કાવ્ય Ba bethi ti Rasoi Karva, Hu chhu Khakhi Bavo
બા બેઠી તી રસોઇ કરવા કવિતા લખેલી
બા બેઠી’તી રસોઈ કરવા
લઇ એ પળનો લહાવો;
જટા બનાવી, ભભૂત લગાવી
બચુ બન્યો ત્યાં બાવો…
“બમ બમ ભોલા અલખ નિરંજન
હું છું ખાખીબાવો!
ભિક્ષા માટે આવ્યો, મૈયા!
ચપટી આટો લાવો!”
“રસોઈ એવી કશી ખપે ના,
નહીં મીઠાઈ-માવો,
વૈરાગીને ભોજન સાદું
ખીચડી આટો ખાવો…”
પૈસા કપડાં કંઇ ના જોઈએ,
ના જોઇએ સરપાવો,
મનમોજીલા બની અમારે
શિવજીનો જશ ગાવો!”
બા બોલી આજીજી કરતી:
“ચીપિયો ના ખખડાવો,
ઘરમાં હમણાં કોઈ નથી ને
મુજને ના બિવડાવો!”
“અચ્છા, મૈયા! હમ ચલતે હૈ”!
કહીને ચાલ્યો બાવો;
વેશ હટાવી, થઈને ડાહ્યો,
બોલ્યો: “બા, હું આવો!”
✍ નરોત્તમ વાળંદ
Hu chhu Khakhi Bavo lyrics Gujarati poem
Ba bethi ti Rasoi Karva, Lai E Pal no lahavo,
Jata banavi, Bhabhut lagavi, Bachu banyo tya Bavo.
.
Bam bam Bhola Alakh Niranjan, Hu chhu Khakhi Bavo,
Bhiksha mate avyo maiya, Chapti Aato lavo.
.
Rasoi evi kashi khape na, Nahi mithai mavo,
vairagi ne Bhojan sadu, Khichadi Aato khavo.
.
Paisa kapda kai na joie, Na joie sarpavo,
Mann mojila bani amare shivji no jash Gavo.
.
Ba boli ajiji karti, chipio na khakhadavo,
Gharma hamana koi nathi ne mujne na bivdavo.
.
Achchha maiya hum chalte hai, Kahine chalyo Bavo,
vesh hatavi, thai ne dahyo, Bolyo “Ba hu aavo”
. Narottam Valand – બા બેઠી તી રસોઇ કરવા
બા મને ચપટી વગાડતાં આવડી ગઈ બાલગીત- રમેશ પારેખ
ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ ધો. 4
બે બાવા જાતા તા, અંગલ મંગલ કરતા તા યાદ છે ને ?
new balgeet gujarati
Balgeet gujarati song
Balgeet gujarati lyrics
balgeet gujarati download
Balgeet gujarati song lyrics
gujarati balgeet audio
નવી વાર્તા, ગુજરાતી bal varta, ગુજરાતી બાળ વાર્તા pdf, બોધ વાર્તા ગુજરાતી, રાજકુમારીની વાર્તા, ડોશીની વાર્તા, bal varta pdf,
Pingback: 100+ Best Gujarati Kavita Pdf, lyrics, mp3 song | ગુજરાતી કવિતા સંગ્રહ - AMARKATHAO
Pingback: કમાડે ચીતર્યા મેં કવિતા ધો. 8, તુષાર શુક્લ | Kamade chitrya me - AMARKATHAO