9953 Views
જુનાગઢ નાં જોવાલાયક સ્થળો, જુનાગઢનાં દર્શનીય સ્થળો, જુનાગઢ ધાર્મિક સ્થળો, જુનાગઢ રાજાનો ઈતિહાસ, જુનાગઢ ગિરનાર, જુનાગઢ ફરવા લાયક સ્થળોની યાદી, દામોદર કુંડ જુનાગઢ, નરસિંહ મહેતાનો ચોરો જુનાગઢ, દાતાર પર્વત જુનાગઢ, વિલીગ્ડન ડેમ , ઉપરકોટ કિલ્લો, સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય જુનાગઢ, અશોકનો શિલાલેખ જુનાગઢ, બૌદ્ધ ગુફાઓનો ઈતિહાસ, જુનાગઢ નો ઈતિહાસ બતાવો, ગિરનાર નો મેળો, ગિરનાર કોની જેમ બેઠો છે, ગિરનાર નો વિડીયો, ગિરનાર ગિરનાર, ગિરનાર દર્શન, Girnar parvat height, ગિરનાર રોપ વે ભાડું, જુનાગઢ ગિરનારનો ઇતિહાસ, ગુજરાતના જોવાલાયક સ્થળો pdf, 20 Best Places to visit in Junagadh list
Girnar Hills history, Top Places, best Travel Guide, How to Reach ? in English
જુનાગઢ દર્શનીય સ્થળો
જો તમે જુનાગઢ ફરવા જવાનાં હોય તો આ પોસ્ટ તમારા માટે ખુબ જ ઉપયોગી છે, કારણ કે ઘણા લોકો જુનાગઢ માત્ર ગિરનાર દર્શન, લીલી પરિક્રમા કે મહાશિવરાત્રીનો મેળો જ જોઇને જતા રહે છે. તો ખાસ વાંચો.
ભવનાથ મહાદેવ મંદિર જુનાગઢ
ભવનાથ મહાદેવનું મંદિર ગિરનારની તળેટીમાં આવેલું છે. કહેવાય છે કે આ સ્થાન પર ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ્યા હતા. એક વખત શિવજી કૈલાસમાંથી ગિરનાર ક્ષેત્રમાં આવ્યા અને સ્થળ પસંદ પડતા તપ કરવા બેસી ગયા. તેઓએ આ વાત પાર્વતીને ન કરી. પાર્વતીને કૈલાસમાં શિવજી ન મળ્યા. વર્ષો વીતી જતા પાર્વતીજી અકળાયા.
નારદજીને શિવજીને શોધવા મોકલ્યા. ભોળાનાથ ગિરનારમાં હોવાનું માલૂમ પડતા મા પાર્વતી અહીં આવ્યાં અને તપ કર્યું. બાદમાં 33 કોટી દેવતા આવ્યાને તેમણે પણ તપ કર્યું. આખરે શિવજી સ્વયભૂં ભવનાથના રૂપમાં પ્રગટ થયાને પાર્વતીજીનું શિવજી સાથે મિલન થયું
ભવનાથ મંદિરમાં બે શિવલિંગ છે. નાનું શિવલિંગ સ્વયંભૂ છે. જ્યારે મોટા શિવલિંગની સ્થાપના અશ્વત્થામાએ કરેલી છે. દ્રોણાચાર્યના પૂત્ર અશ્વત્થામાએ મહાભારતના યુદ્ધમાં જીત મેળવવા આ જગ્યામાં શિવલિંગની સ્થાપના કરી તપશ્વર્યા કરી હતી.
મહાભારતનું યુદ્ધ થયું તેને 5000 વર્ષ થયા હોવાનું મનાઇ રહ્યું છે. આમ, આ જગ્યા 5000 વર્ષ જૂની હોવાનું માનવામાં આવી રહ્યું છે. એવું કહેવાય છે કે ગરવા ગિરનાર પર નવ નાથ, 64 જોગણી, 84 સિદ્ધ અને 52 વીરનાં બેસણાં છે. છેલ્લે 2001માં આવેલા ભૂકંપ પછી મંદિરનો ફરી જીર્ણોદ્ધાર કરાયો હતો
ગીરનાર પર્વત
ગિરનાર, જેને ગિરિનગર અથવા રેવતક પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતના ગુજરાત રાજ્યના જુનાગઢ નજીક આવેલો છે, ગિરનાર, હિમાલય પર્વત અને તેની શ્રેણીથી પણ જૂનો માનવામાં આવે છે તે પવિત્ર ગણવામાં આવે છે. તે હિંદુઓ માટે એક મહત્વપૂર્ણ યાત્રાધામ છે, લોકો ગીરનાર પરિક્રમા દરમિયાન અહીં ભેગા થાય છે અને ગિરનારની 36 કિ.મી. પગપાળા પરિક્રમા કરે છે. અહી જૈન મંદિરો પણ દર્શનીય છે જેથી જૈન લોકોનુ પણ પવિત્ર યાત્રાધામ છે. વિવિધ ‘જૈન તીર્થંકર’ ના ‘પંચ કલ્યાણકો’ને આભારી ગીરનાર પાંચ મુખ્ય’ તીર્થ ‘પૈકીનું એક છે.
ગિરનાર તળેટીમાં ભવનાથ મંદિર આવેલુ છે જે શિવ ભક્તોમાં મહત્વપૂર્ણ છે, ગિરનાર પર્વત પર સંતો, સિદ્ધપુરુષો, યોગીઓ, દિગંબર સાધુઓ, ઓઘડ, અઘોરી સાધુ, નાથ સંપ્રદાય અને અન્યના વિવિધ સંપ્રદાયોની હાજરી છે. અનોખી અને દિવ્ય વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ પણ જોવા મળે છે,
દામોદર કુંડ
હિન્દૂ માન્યતાઓ મુજબ દામોદર કુંડ પવિત્ર કુંડ છે, જે જુનાગઢ (ગુજરાત) નજીક ગિરનાર પર્વતોની તળેટીમાં આવેલું છે. હિન્દુ ધર્મનાં લોકો દામોદર કુંડમાં મૃતદેહના અગ્નિસંસ્કાર પછી રાખ અને હાડકાંને વિસર્જન કરે છે એવી માન્યતા છે કે મૃત આત્માઓ અહીં મોક્ષ મેળવે છે. દામોદર કુંડમાં વિસર્જન કરવામાં આવતા અસ્થિઓ સંપુર્ણ ઓગળી જાય છે. એવી માન્યતા છે.
આ કુંડ 257 ફૂટ લાંબો અને 50 ફૂટ પહોળો છે અને માત્ર 5 ફૂટ ઊંડો છે. તે એક સારા ઘાટ દ્વારા ઘેરાયેલો છે. ગીરનાર પર્વતો ઉપર જવા માટેના પગથીયાઓ દામોદર કૂંડની નજીક છે.
અસ્થિ વિસર્જન માટે અન્ય આવા પ્રખ્યાત સ્થળોમાં હરિદ્વારમાં ગંગા અને પ્રયાગ ખાતે ત્રિવેણી સંગમમાં આવેલા છે.
દાતાર પર્વત
ઉપલા દાતારની જગ્યામાં ગેબી ગુફામાં દાતાર બાપુનાં આભૂષણો સચવાયેલા છે. અને અહીં એક ધૂણો પણ છે. દર વર્ષે આ આભૂષણોની બ્રાહ્મણોનાં મંત્રોચ્ચાર સાથે સંદલ વિધી થાય છે. દર વર્ષે અહીં લાખો ભાવિકો દર્શનાથે આવે છે. દાતાર પર્વત ગિરનારની જ ગિરીમાળાનો એક ભાગ છે. અને ઉપલા દાતાર સુધી જવા જૂનાગઢનાં નવાબે સિમેન્ટનો મોટરરોડ પણ બનાવડાવ્યો હતો. જે આજે પણ અસ્તિત્વમાં છે.
દાતાર પર્વત પર એક પથ્થર આવેલો છે, જેની સાથે બીજો પથ્થર ભટકાવવાથી નગારા જેવો અવાજ આવે છે. લોકો તેને નગારીયો પથ્થર પણ કહે છે.
ઉપરકોટ કિલ્લો
પ્રાચીન જૂનાગઢ નગરી ઉપરકોટની અંદર વસેલી હતી. જે નગરના રક્ષાકવચ સમાન હતું. ઉપરકોટનો કિલ્લો એ સમયની કલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. નગરને સુરક્ષિત કરવા માટે કેવા આયોજન કરવા આવે તેઓ આ કિલ્લો ઉત્તમ નમૂનો છે. ઉપરકોટના કિલ્લામાં જ રાણકદેવીનો મહેલ આવેલો છે. આ મહેલની સાથે તેમનો લગ્ન મંડપ પણ આવેલો છે. જો કે આજે તો જૂનાગઢ ઉપરકોટની બહાર પણ વિસ્તરી ગયું છે. પરંતુ આ કિલ્લો આજે પણ અડીખમ ઉભો છે અને આજની પેઢીને ઈતિહાસ યાદ કરાવે છે.
આ સિવાય અડીકડી વાવ (અડીચડી વાવ તરીકે પણ ઓળખાય છે), નવઘણ કુવો, રાણકદેવીનો મહેલ, બૌદ્ધ ગુફાઓ, ખાપરા કોડીયાની ગુફાઓ, કિલ્લાનાં રક્ષણ માટેની તોપો જેમા નિલમ અને માણેક તોપ પ્રખ્યાત છે, પાણીનાં સંગ્રહ માટેનો ટાંકો, ધક્કાબારી વગેરે જોવાલાયક છે. (અહી ગાઇડની પણ વ્યવસ્થા મળી રહે છે.)
અશોકનો શિલાલેખ
લગભગ 2,300 વર્ષ પહેલા સમ્રાટ અશોકે આપેલો સંદેશ જૂનાગઢે આજે પણ જાળવ્યો છે. આ શિલાલેખ પ્રાકૃત અને બ્રાહ્મી લિપિમાં કોતરવામાં આવેલા છે. આ શિલાલેખમાં સમ્રાટ અશોકે 14 આજ્ઞાઓ કોતરાવેલી છે. જેને સામાન્ય લોકો પણ સમજી શકે તે માટે તેનું ગુજરાતીમાં ભાષાંતર પણ કરવામાં આવ્યું છે. આ શિલાલેખ અતુલ્ય ભારતનો અમૂલ્ય વારસો છે. જેની જાળવણી પુરાતત્વ વિભાગ કરી રહ્યું છે.
આ લખાણ અશોકનાં શિલાલેખ તરીકે ઓળખાય છે. પુરાતત્વનાં જાણકારો અને ઇતિહાસ પર શોધખોળ કરનારા લોકો માટે આ ખુબ જ રસપ્રદ સ્થળ છે.
નરસિંહ મહેતાનો ચોરો
આશરે સાડા પાંચસો વર્ષ પહેલા થઇ ગયેલા ભક્ત કવિ નરસિંહ મહેતાને ગુજરાતી પદ્ય સાહિત્યનાં આદ્ય કવિ કહેવામાં આવે છે. તેમનાં પ્રભાતિયા અને ભજનો આજે પણ આદ્યાત્મિક ભજનોની શ્રેણીમાં મોખરાનું સ્થાન ધરાવે છે. નરસિંહ મહેતાનો ચોરો એટલે નરસિંહ મહેતાજીનું એક સમયનું રહેઠાણ. અહીં મંદિરમાં નરસિંહ મહેતાની પ્રતિમાનાં હાથમાં જે કરતાલ છે. એ ખુદ નરસિંહ મહેતાનાં ઓરીજનલ કરતાલ છે.
વિલીગ્ડન ડેમ
વિલીગ્ડન ડેમ આશરે નવ દાયકા પહેલા બનાવવામાં આવ્યો હતો. નવાબે દીર્ઘદ્રષ્ટિ વાપરી લાંબા સમય સુધી જૂનાગઢવાસીઓને પાણીની તકલીફ ન પડે એ માટે તે બંધાવ્યો હતો. હાલ ડેમનો સ્ત્રાવ વિસ્તાર પથરાળ હોવાથી ચોમાસામાં અહીં સંગ્રાહાયેલું પાણી સીધુ જ તળમાં ઉતરે છે. અને પથરાળ ભૂસ્તર તેને મોટાપાયે ગ્રહણ કરી લે છે. આથી જ આજે પણ જૂનાગઢમાં ભૂસ્તર સારૂ છે.
સક્કરબાગ ઝૂ ( પ્રાણીસંગ્રહાલય )
સક્કરબાગ ઝૂ (સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય ) જૂનાગઢનું સક્કરબાગ ઝૂ હાલ દેશનું ત્રીજા નંબરનું સૌથી મોટું ઝૂ ગણાય છે. અને તે દેશનું 150 વર્ષથી પણ પ્રાચિન ઝૂ છે. અહીં માનવભક્ષી બનેલા દીપડાની જેલ પણ છે. તો સાવજોની સારવાર માટેની હોસ્પિટલ પણ છે. સક્કરબાગ ઝૂ માં ગિરનારનાં સિંહોની આખી વશાંવળી પણ છે. દુનિયાભરનાં ઝૂ માં જેનું સૌથી વધુ આકર્ષણ હોય છે. એ સિંહો અહીંથી જ બધે મોકલવામાં આવે છે.
આ સિવાય અનેક જાતના પક્ષીઓ, પ્રાણીઓ, સાપ, માછલીઓ, મગરો અહીનું આકર્ષણ છે, બાળકો અને મોટા બધાને આનંદ મળે એવુ આ સ્થળ છે.
દરબાર હોલ મ્યુઝિયમ
જો તમે ઇતિહાસ ના શોખીન છો, જૂનાગઢના ઇતિહાસ વિશે જાણવા માટે ઉત્સાહિત છો. તો તમારે એક વખત દરબાર હોલ મ્યુઝિયમ જરૂરથી જવું જોઈએ. દરબાર હોલ મ્યુઝિયમની દરેક ઇતિહાસ પ્રેમીઓ માટે જુનાગઢ ની સૌથી સારી જગ્યા માંથી એક માનવામાં આવે છે.આ સમયે મ્યુઝિયમમાં ઘણા વિભાગ છે જે 19મી સદીના પ્રાચીન વસ્તુઓને પ્રદર્શિત કરે છે. જ્યારે પણ તમે દરબાર હોલ મ્યુઝિયમ ફરવા જાવ તો ત્યારે તમે અહીં હથિયાર કક્ષ, રજત કક્ષ, લાકડી નો સામાન કક્ષ સિક્કા નો કક્ષ, કાચ અને માટીના વાસણોનો રૂમ, નવાબ ચિત્રાંકન અને હાવડા તથા પાલખી પણ જોઈ શકશો.
બૌદ્ધ ગુફાઓ
બૌદ્ધ ગુફાઓ એ ઉપરકોટ કિલ્લામાં આવેલું આ સ્થળ ખરેખર કુદરતી ગુફાઓ નથી, પરંતુ અહીં પથ્થરને કોતરીને ત્રણ ખંડનો સમૂહ બનાવવામાં આવ્યો છે. જેનો બૌદ્ધ સાધુઓ રહેવા માટે ઉપયોગ કરતા હતા. સમ્રાટ અશોકના શાસનમાં બનેલી આ ગુફા સૌથી પ્રાચીન ગુફાઓમાંથી એક છે. જેની દીવાલો પર લખાણ પણ છે.
જટાશંકર મહાદેવ મંદિર
જૂનાગઢમાં ગિરનાર પર્વત ની પાછળ ની તરફ સ્થિત જટાશંકર મહાદેવ નું મંદિર એક પ્રસિદ્ધ હિંદુ મંદિર છે. જે ભગવાન શંકરને સમર્પિત છે. તમને જણાવી દઈએ કે આ મંદિરમાં એક શિવલિંગ સ્થાપિત છે જેની ઉપર એક જળની ધારા પ્રવાહિત થઈ રહી છે આ ઘટના શ્રદ્ધાળુઓ અને પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલી છે. જેને જોવા માટે લોકો દૂર દૂરથી અહીં આવે છે.
જ્યારે તમે જટાશંકર મહાદેવ મંદિર જશો ત્યારે તમે ત્યાં ભગવાન શિવના ચમત્કારી શિવલિંગ ના દર્શન ની સાથે સાથે આ જગ્યાની મંત્ર મુગ્ધ કરતી પ્રાકૃતિક સુંદરતાને પણ અનુભવી શકશો જે જરૂરથી તમને અમુક સમય માટે તમારા જીવનની દરેક તકલીફ અને ચિંતામાંથી મુક્ત કરશે.
ભૂતનાથ મંદિર
ભૂતનાથ મંદિર પણ જૂનાગઢનું એક સૈકાથી યે જૂનું મંદિર છે. એ વખતે આ મંદિર શહેરની બહાર વનવગડામાં હતું. હાલ જોકે, તે જૂનાગઢની બરાબર મધ્યમાં આવી ગયું છે. અને રવિવારે તે લોકો માટે એક ફરવાનું સ્થળ બન્યું છે. અહીંનું નોટીસ બોર્ડ દર્શને આવતા ભાવિકો માટે અવનવી માહિતીનો સ્ત્રોત બની ગયું છે. તેની બાજુમાં શ્રાવણ માસમાં મેળો ભરાય છે.
મહોબત મકબરો
જૂનાગઢનાં નવાબ રસુલખાનજીને જ્યાં દફનાવવામાં આવ્યા છે એ આ ઇમારત એટલે મહોબત મકબરો. આ મકબરાનાં સંકુલમાં બાબી પરિવારનાં અન્ય સભ્યોની પણ કબરો આવેલી છે. મહોબત મકબરાની બાજુમાં જ બહાઉદ્દીનભાઇનો મકબરો પણ આવેલો છે. જે આગ્રાનાં તાજમહલની પ્રતિકૃતિ જેવો આભાસ ઉભો કરતો હોવાથી તેને જૂનાગઢી તાજ પણ કહેવાય છે. અહીં વિદેશી પ્રવાસીઓ પણ આવે છે.
સ્વામીનારાયણ મંદિર
જૂનાગઢનાં જવાહર રોડ પર આવેલું વડતાલ તાબાનું સ્વામી નારાયણ મંદિર હવે સોનાના મંદિર તરીકેની પણ ઓળખ પામે તો નવાઇ નહિં. તેનું ભૂમિપૂજન ખુદ સ્વામીનારાયણ સંપ્રદાયનાં સ્થાપક સ્વામી નારાયણનાં હસ્તે કરવામાં આવ્યું હતું. હાલ રાધારમણ ટેમ્પલ બોર્ડ હસ્તકનાં આ મંદિર હેઠળ સૌરાષ્ટનાં ઘણાં ખરાં મંદિરોનું સંચાલન કરવામાં આવે છે. અહીં પહેલા લાકડામાંથી બનેલો મંડપ પણ હતો.
સોનાપુરી (સ્મશાન)
જૂનાગઢનાં સ્મશાનમાં છેક માળિયા પંથકમાંથી ડાઘુઓ પોતાના સ્વજનોની અંતિમવિધી કરવા માટે આવે છે. અહીં વર્ષોથી ઇલેક્ટ્રીક ભઠ્ઠી અસ્તિત્વમાં છે. જોકે, હવે તે નવી બનાવાઇ છે. એ પહેલાં ગેસ આધારિત ભઠ્ઠી પણ સ્થાપવામાં આવી છે. જૂનાગઢ તીર્થ સ્થળ હોવાથી અહીં સોરઠનાં અનેક ગામોમાંથી મૃતદેહો અંતિમ વિધી માટે લાવવામાં આવે છે. સાથે ખુબ જ સુંદર રીતે સુશોભિત કરેલુ છે અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
સાસણ ગીર
જો તમે જુનાગઢ ફરવા આવ્યા છો તો જુનાગઢથી નજીક આવેલા આ સ્થળની મુલાકાત લેવાનું ન ભુલશો, અહી તમને એશિયાટીક સિંહો તેમના કુદરતી આવાસમાં મુક્તપણે વિહરતા જોવા મળશે.
ગીર ભારતનું સૌથી જૂના અભયારણ્યમાંનું એક છે, કે જેને જાજરમાન એશિયાઇ સિંહ (પેન્થેરા લીઓ પર્સીકા) સાથેનો પર્યાય કહી શકાય. આ અભ્યારણ પ્રાણીને જોવા માટે ભારતનું એકમાત્ર સ્થળ છે, આ પાર્ક જોખમી પ્રજાતિઓના બચાવમાં કાયદેસર ગૌરવ લઈ શકે છે. જે પ્રજાતિની એકવીસમી સદીની શરૂઆતમાં લુપ્ત થવાની શરૂઆત હતી, તે પ્રજાતિ માટે વધુ સુરક્ષિત વસવાટ પૂરો પાડે છે. ગીર ઇકોસિસ્ટમ બાયોજિયોગ્રાફી ઝોન -4 (અર્ધ શુષ્ક) અને જીવભૂગોળ પ્રાંત 4-બી માં આવે છે.
ગુજરાત એશિયાઇ સિંહ, પેન્થેરા લિયો પર્સીકાના છેલ્લું બાકીનું નિવાસસ્થાન છે. ગુજરાત સરકારે 1412.1 ચો.કિ.મી. વિસ્તારને જાહેર ક્ષેત્ર જાહેર કર્યો છે, જે સુરક્ષિત ક્ષેત્ર છે, જેમાં 258.7 ચોરસ કિમી માં નેશનલ પાર્ક અને 1153.4 ચોરસ કિમી માં અભયારણ્ય છે. આ ઉપરાંત 470.5 ચોરસ કિલોમીટર જંગલ વિસ્તાર અનામત, સુરક્ષિત અને બિનવર્ગીકૃત જંગલ તરીકે બફર ઝોન બનાવે છે. આમ, 1882.6 ચોરસ કિલોમીટરનો કુલ વિસ્તાર ગીર જંગલ બનાવે છે.
આ સિવાય અધ્યાત્મ ક્ષેત્રે રસ હોય એવા વ્યક્તિઓ માટે જુનાગઢ સ્વર્ગ સમાન છે, અનેક આશ્રમો, અખાડા, મઢીઓ અને મંદિરો આવેલા છે. જેની મુલાકાત લઇને તેઓ આ ક્ષેત્રમાં આગળ વધી શકે છે…
જો આ સિવાય અન્ય તીર્થ સ્થળો રહી જતા હોય તો એ અંગેનો લેખ કોમેન્ટમાં મોકલી શકો છો. એ આપના નામ સાથે ઉમેરવામાં આવશે.
આ પણ વાંચો 👇
❄ ગિરનાર પર્વત અને લીલી પરિક્રમાની રોચક વાતો
🍀 ખાપરો અને કોડિયો : જાણો છો ?
🍀 દત્તાત્રેય ભગવાનનાં 24 ગુરુ વિશે જાણો
📕 અઘોર નગારા વાગે – અઘોરી કાપાલિકની જાળમાં
Pingback: Girnar Hills history, Top Places, best Travel Guide, 9999 Steps, How to Reach ? - AMARKATHAO
Pingback: ગિરનાર પર્વત અને લીલી પરિક્રમાનો રોચક ઈતિહાસ Best 2 Girnar - AMARKATHAO
Pingback: વિશ્વપ્રસિધ્ધ તરણેતરનો મેળો જીવનમાં એક વાર અવશ્ય માણો
Pingback: મહાશિવરાત્રી (MahaShivaratri) ઇતિહાસ અને રહસ્ય - AMARKATHAO