Skip to content

મહાશિવરાત્રી (MahaShivaratri) ઇતિહાસ અને રહસ્ય

મહાશિવરાત્રી
4746 Views

મહાશિવરાત્રી, જુનાગઢ મહાશિવરાત્રીનો મેળો, મહાશિવરાત્રીનું મહત્વ, મહાશિવરાત્રીની ઐતિહાસિક કથાઓ, મહાશિવરાત્રી 2023, મહાશિવરાત્રીનો મેળો ક્યારે છે ?, જુનાગઢ ભવનાથનો મેળો, મહા શિવરાત્રી ની કથા ભવનાથ મહાદેવ અને મૃગીકુંડ નો ઇતિહાસ. maha shivaratri,

મહાશિવરાત્રી

જુનાગઢ ગીરનાર તળેટીમાં આવેલ ભવનાથમાં મહાશિવરાત્રીનો મેળો શરૂ થવા જઇ રહ્યો છે. આ મેળામાં ભારતના જુદા જુદા સ્થળોથી હજારો સાધુ સંતો આવીને ધુણી ધખાવીને બેસી જાય છે. આ મેળાનુ મુખ્ય આકર્ષણ છે નાગા બાવાઓનુ સરધસ જેમાં તેઓ હેરતભર્યા દાવ રજુ કરે છે. ભોલેનાથ ના પ્રતિવાદ સમાન મહાશિવરાત્રીનો આ મેળો વાજતે-ગાજતે શરૂ થશે.

મેળો 6 દિવસ સુધી ચાલે છે. આ મેળામાં ભારત સિવાય વિદેશોમાંથી પણ સાધુ સંતોની પધરામણી થાય છે. આ મેળામાં મહાનગરપાલિકા દ્વારા સ્ટોલ ઉભા કરવામાં આવે છે જેમાં નાના-મોટા વેપારીઓ પોતાના રોજી રોટીની શરૂઆત પહેલા દિવસથી જ કરી દે છે. આ મેળામાં છ દિવસ સુધી ભજન અને ભોજન સાથે મહાશિવરાત્રીનો મેળો રંગ લાવશે. આ મેળા માટે પોલીસનો પૂરતો બંધોબસ્ત પણ કરવામાં આવે છે.

આ મેળાનો મહિમા અનોખો છે. દર વર્ષે આઠથી દસ લાખ લોકો મેળાને માણવા દૂર દૂરથી આવે છે. વધુ ભીડ તો જ્યારે નાગા બાવાઓનુ સરઘસ મહા વદ ચૌદશને દિવસે નીકળે છે ત્યારે થાય છે.

ભવનાથ મહાદેવ અને મૃગીકુંડ જુનાગઢનો ઇતિહાસ

સિધ્ધરાજ સોલંકી, રાણકદેવીને ઉપાડીને ઉપરકોટમાંથી ચોરીછુપીથી નાસીને વઢવાણનો માર્ગ સાધે છે,ત્યારે રાણકે ગિરનારને આપેલો ઠપકો કોણ ભૂલી શકશે?

ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયો,

મરતાં રા’ ખેંગાર, ખડેડી ખાંગો નવ થિયો?

ગિરનારની તળેટીમાં આવેલા પુરાણપ્રસિધ્ધ દામોદર કુંડમાં પ્રિયજનના અસ્થિ પધરાવીને, રેવતીકુંડમાં સ્નાન કરી, મૃગીકુંડ અને ભવનાથના દર્શને આવેલો કોઇ અનામી વિયોગી મૃગીકુંડને પુછે છેઃ

મરઘીકુંડના કાંઠડા

તને કેતા જુગ થિયા?

પથ્થર તો શું જવાબ આપે? એટલે લોકકવિ પુનઃ પ્રશ્ન દ્રારા ઉતર વાળે છેઃ

મરઘીકુંડના કાંઠડા,તને કેતા જુગ થિયા?

માઢુ હતા એ હાલી વિયા, પાણ જ પડ્યા રિયા?

સ્વજન તો સિધાવી ગયા ને તમે પથરા જ અહીં રહ્યા? પથ્થરને માનવીએ કરેલો ઉપાલંભ આ દુહામાં ચોટદાર રીતે વ્યક્ત થયો છે.

સૌરાષ્ટ્રના જે મુખ્ય શીવાલયો છે તેમાં ભવનાથ પણ એક છે.ગિરતળેટીમાં વનરાજી સભર વાતાવરણમાં ભવનાથ અને તેની બાજુમાં મૃગીકુંડ આવેલા છે. લોકકથા મુજબ સાત પૈકીના એક અમરાત્મા અશ્વતથામા શિવરાત્રીની મધ્યરાત્રીએ મૃગી કુંડમાં સ્નાન કરે છે તેવી ક્થા પણ છે.

ગિરનાર ચોર્યાસી સિધ્ધોનું નિવાસસ્થાન છે. યોગીઓની તપો ભૂમી અને સાધુ-સંતો માટે માનો ખોળો છે.પ્રાચિન શીવાલયોની ઉત્પતી ક્થા મોટે ભાગે પ્રાપ્ત નથી હોતી. જુના શિવાલયો બહુધા ગીચ જંગલમાં કે વસ્તીથી દૂર સ્થપાતા. ભવનાથ મંદિરની પણ આવી એક કથા છે.

જગતપિતા બ્રહ્માએ મહાદેવને સંસારમાં રહી,સંસારીઓના સુખદુઃખનું સમાપન કરવાની વિનંતી કરી.શંકરે પૃથ્વી પર નજર દોડાવી.વનરાજીથી આભૂષીત એવો રેવતાચળ ગિરનાર તેમની નજરે ચડ્યો.ગિરનારના ખોળે તેમને આસન ભિડ્યુ.બીજી બાજુ કૈલાસમાં મહાદેવને ન જોતા પાર્વતીએ શોધખોળ આરંભી. શંકરને દેવોએ સૃષ્ટી પર મોક્લ્યા છે જાણી પાર્વતી ક્રોધે ભરાયા. પતિની શોધ ખોળ કરતા પાર્વતી શંકરે જ્યા આસન વાળેલુ ત્યાં આવ્યા. પાછળ બીજા દેવતાઓ પણ હતા. શંકર ભવનાથ સ્વરૂપે પ્રગટ થયા તે દિવસ વૈશાખ સુદ પૂનમનો હતો. પાર્વતીએ અંબીકા રૂપે ગિરનાર તથા વિષ્ણુએ દામોદરરાય તરીકે દામોદરકુંડમાં વાસ કર્યો. અન્ય દેવતા સહિત નવ નાથ, ચોરાસી સિધ્ધો,યક્ષો,ગંધર્વોએ ગિરનારના અલગ અલગ સ્થાનોને પોતાના નિવાસ બનાવ્યા.

ભવનાથ મંદિરમાં આવેલ મૃગીકુંડની પણ આવીજ એક કથા છે. કાન્યકુબ્જના રાજા ભોજને તેના અનુચરે એક દિવસ કહ્યુ કે રેવતાચળના જંગલમાં હરણના ટોળામાં માનવ શરીર ધારી કોઇ સ્ત્રી ફરે છે.હરણની જેમ તે કૂદે છે.સ્ત્રીનું મોઢુ હરણનું છે પણ શરીર મહિલાનું છે. રાજા દિવસોની મહેનત બાદ આ નવતર પ્રાણીને પોતાના મહેલમાં લઇ આવી શક્યો.પંડિતોને તેનો ભેદ ઉકેલવાની વિનંતી કરી.વિદ્રાનો કોઇ માર્ગ શોધીન શકતા કુરુક્ષેત્રમાં તપ કરતા ઉધર્વરેતા નામના ઋષી પાસે રાજા ભોજ ગયો.

ઉધર્વરેતાએ મૃગમખીને માનવીની વાચા આપી. ગયા ભવમાં ભોજ સિંહ હતો અને મૃગમુખી મૃગલી હતી.સિંહે મૃગલીનો શીકાર કર્યો ત્યારે ભાગવા જતા વાસની ઝાડીમાં તેનુ મસ્તક અટવાઇ ગયું. બાકીનુ શરીર સવર્ણરેખા નદીના પાણીમાં પડયુ.નદીના પવિત્ર પાણીમાં પડવાથી તે માનવ જન્મ પામી પરંતુ મોઢું ઝાડીમાં હોવાથી મુખ હરણીનું રહ્યું.ઉધર્વરેતાના આદેશ પ્રમાણે તપાસ કરાવીતો ઝાડીમાંથી હરણીની ખોપરી મળી આવી.તે સુવર્ણરેખા નદીના જળમાં પધરાવી. મૃગમુખીનું સમગ્ર શરીર માનવનું બન્યું.ભોજે વિદ્રાનોના આશીર્વાદ લઇ તેમની સાથે લગ્ન કર્યા.

પત્નીનું સૂચન માની રેવતાચળની તળેતીમાં ભોજે એક કુંડ બનાવ્યો.તે કુંડ એટલે મૃગી કુંડ! બન્ને કથા લોકાધારિત છે.પણ ભવનાથનો મહિમા તેમાથી જોઇ શકાય છે. શિવરાત્રીની રાતે જટાધારી ભભૂતધારી સાધુઓનું સરઘસ નીક્ળે છે.તલવાર,ત્રીશુલ,ચીપયા,ભાલા ના અવનવી કરતબો કરતા સાધુઓ રાત્રે બાર વાગે ભવનાથ મંદિરમાં પ્રવેશે છે. હર હર મહાદેવના ગગન ભેદી નાદ સાથે મૃગીકુંડમાં સ્નાન કરી ભવનાથની મહાપુજા કરે છે.

શંકર ભગવાન ના ભજન
શંકર ભગવાન ના ભજન

કારતક સુદ એકાદશીથી પૂનમ સુધી ગિરનારની પરીક્રમાનું વિશેષ મહત્વ છે. હજારો લોકો ઠંડીની પરવા કર્યા વિના તેમા સામેલ થાય છે.એકાદશીના દિવસે દામોદર કુંડ અને મૃગી કુડમાં સ્નાન કરી ભવનાથ-દૂધેશ્વરના દર્શન કરવામાં આવે છે.બારસના દિવસે ઝીણા બાવાની મઢી સુધી યાત્રા થાય છે.તેરસને દિવસે સુર્યકુંડ તથા સરક્ડીયા હનુમાન, ચૌદશને દિવસે માળવેલથી ઉપડી,ગિરનારની પૂર્વમાં થઇ બોરદેવીમાં પડાવ નખાય છે. અહીં બોરડી નીચે માતાજીનું સ્થાપન છે. આજુબાજુ બોરડીનું વન અને તાતણીયો ધુનો છે.કાર્તિકી પુર્ણીમાંએ બોરદેવીથી નીક્ળી પાછા ભવનાથ અવાય છે.સમગ્ર પરિક્ર્મા ૪૦ કિલોમીટરની છે. પરિક્ર્મા દરમ્યાન કુદરતી રીતે જ જંગલના ઝેરી જીવ જંતુ કે હિંસક પ્રાણીયોનો ભય રહેતો નથી. વળી અહિંનો મહાશિવરાત્રીનો મેળો ખુબજ પ્રસિધ્ધ છે.

મેળાના દિવસે ૫૦૦ કરતા પણ વધારે સાધુની રાવટીઓ અને પડાવા તૈયાર થાય છે.દરેક જ્ઞાતીની વાડીઓ અને ધર્મશાળાઓ માણસોથી ભરાય જાય છે.શિવરાત્રીની રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં ભવનાથ મંદિરની પાછળ આવેલા જૂના દશનામી પંથ અખાડા ખાતેથી સાધુઓનુ સરઘસ નીક્ળે છે.નાગા બાવાનુ આ સરઘસ છ દિવસના મેળાની ચરમ સીમા છે. સરધસમાં પ્રથમ પંચદશનામી અખાડાની પાલખી ગુરૂદતાત્રેય ની હોય છે. ત્યાર બાદ અભાવ અખાડાના ગાદિપતીની પાલખી અને અગ્નિ અખાડાના ગાયત્રીજીની પાલખી સાથે આખા વિસ્તારમાં સરઘસ ફરે છે. નાગા સાધુઓના તલવાર,ભાલા,પટ્ટાબાજીના અને લાકડીના હેરત ભર્યા ખેલ જોવા લોકો થોકે થોકે ઉમટે છે.

★ શ્રીગોસ્વામિતુલસીદાસકૃતં શ્રીરુદ્રાષ્ટકં ★

નમામીશમીશાન નિર્વાણરૂપં વિભું વ્યાપકં બ્રહ્મવેદસ્વરૂપમ્ ।

નિજં નિર્ગુણં નિર્વિકલ્પં નિરીહં ચિદાકાશમાકાશવાસં ભજેઽહમ્ ॥ ૧॥

નિરાકારમોંકારમૂલં તુરીયં ગિરા જ્ઞાન ગોતીતમીશં ગિરીશમ્ ।

કરાલં મહાકાલ કાલં કૃપાલં ગુણાગાર સંસારપારં નતોઽહમ્ ॥ ૨॥

તુષારાદ્રિ સંકાશ ગૌરં ગભીરં મનોભૂત કોટિપ્રભા શ્રી શરીરમ્ ।

સ્ફુરન્મૌલિ કલ્લોલિની ચારુ ગઙ્ગા લસદ્ભાલબાલેન્દુ કણ્ઠે ભુજઙ્ગા ॥ ૩॥

ચલત્કુણ્ડલં ભ્રૂ સુનેત્રં વિશાલં પ્રસન્નાનનં નીલકણ્ઠં દયાલમ્ ।

મૃગાધીશચર્મામ્બરં મુણ્ડમાલં પ્રિયં શંકરં સર્વનાથં ભજામિ ॥ ૪॥

પ્રચણ્ડં પ્રકૃષ્ટં પ્રગલ્ભં પરેશં અખણ્ડં અજં ભાનુકોટિપ્રકાશમ્ ।

ત્રયઃ શૂલ નિર્મૂલનં શૂલપાણિં ભજેઽહં ભવાનીપતિં ભાવગમ્યમ્ ॥ ૫॥

કલાતીત કલ્યાણ કલ્પાન્તકારી સદા સજ્જનાનન્દદાતા પુરારી ।

ચિદાનન્દ સંદોહ મોહાપહારી પ્રસીદ પ્રસીદ પ્રભો મન્મથારી ॥ ૬॥

ન યાવત્ ઉમાનાથ પાદારવિન્દં ભજન્તીહ લોકે પરે વા નરાણામ્ ।

ન તાવત્ સુખં શાન્તિ સન્તાપનાશં પ્રસીદ પ્રભો સર્વભૂતાધિવાસમ્ ॥ ૭॥

ન જાનામિ યોગં જપં નૈવ પૂજાં નતોઽહં સદા સર્વદા શમ્ભુ તુભ્યમ્ ।

જરા જન્મ દુઃખૌઘ તાતપ્યમાનં પ્રભો પાહિ આપન્નમામીશ શમ્ભો ॥ ૮॥

રુદ્રાષ્ટકમિદં પ્રોક્તં વિપ્રેણ હરતોષયે ।

યે પઠન્તિ નરા ભક્ત્યા તેષાં શમ્ભુઃ પ્રસીદતિ ॥

॥ ઇતિ શ્રીગોસ્વામિતુલસીદાસકૃતં શ્રીરુદ્રાષ્ટકં સમ્પૂર્ણમ્ ॥

વિવિધ અખાડા વિશે વિસ્તૃત માહિતી

જૂનાગઢના મહાશિવરાત્રિ મેળાનું મુખ્ય આકર્ષણ અને સાધુસમાજના સૈનિક ગણાતા દિગંબર સાધુઓ વિવિધ પ્રકારના પરંપરાગત હથિયારો ચલાવવામાં નિપુણ હોય છે. આજે પણ અહીંના અખાડાઓમાં પરંપરાગત હથિયારોનો મોટો સંગ્રહ જોવા મળે છે. હવે ભલે યુદ્ધ ન થતા હોય પરંતુ જૂનાગઢમાં મહાશિવરાત્રિના દિવસે નીકળતા સરઘસમાં નાગા સાધુઓ આ હથિયારો સાથે ભાગ લે છે અને વિવિધ કરતબ બતાવે છે.

સંત વેલનાથ બાપુ નો ઇતિહાસ
સંત વેલનાથ બાપુ નો ઇતિહાસ

દિગંબર સાધુઓ કે નાગા સાધુઓના પંથની શરૃઆત ધર્મની રક્ષા માટે થઈ હતી તે વાત થોડાઘણાં અંશે જાણીતી છે. આ સાધુઓના અખાડામાં આજે પણ વિવિધ પ્રકારના પરંપરાગત હથિયારો જોવા મળે છે. આ હથિયારોમાં તલવાર, ભાલા, બરછી, જમૈયા, ફરસી, ત્રિશુલ અને પટ્ટાનો સમાવેશ થાય છે. આજથી જૂનાગઢમાં મહાશિવરાત્રિનો મેળો શરૃ થશે જેમાં દેશના વિવિધ સાધુ સંપ્રદાયના સાધુઓ અને દિગંબર સાધુઓ આવશે.

મહાશિવરાત્રિના દિવસે નીકળતા સરઘસ કે રવેડીમાં આ હથિયારોના વિવિધ દાવ અને કરતબ પણ દેખાડવામાં આવે છે. આ હથિયારોને દિગંબર સાધુઓ પવિત્ર માનતા હોવાથી હથિયારો જમીનને સ્પર્શ ન કરે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

હાલ તો લડાઈ કે યુદ્ધ થતા ન હોવાથી આ હથિયારોનો ઉપયોગ નથી કરવામાં આવતો પરંતુ પરંપરાના ભાગરૃપે હથિયારોનો ઉપયોગ કરવાની તાલીમ દરેક નાગા સાધુને આપવામાં આવે છે. લોકકથાઓ અને ઇતિહાસમાં જેનો ઉલ્લેખ છે તે જમૈયા નામનું હથિયાર ચલાવવામાં આ સાધુઓ કુશળ હોય છે.

આ ઉપરાંત વિવિધ પ્રકારની ફરસી અને ત્રિશુલનો કેવી રીતે ઉપયોગ કરવો તેની તાલીમ પણ સાધુઓને આપવામાં આવે છે. જૂનાગઢમાં આવેલા વિવિધ અખાડાઓમાં આ હથિયારોનો મોટો સંગ્રહ જોઈ શકાય છે.

શિરોહી, ખુરાસણ ડાબસા, ખુરાસણ કલમવાળી, લાલુવાઈ, સુલેમાની, વટણી અને કલમી જેવી લગભગ દસેક તલવારો આ સંગ્રહમાં જોવા મળે છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની જાણ પણ સાધુઓને હોય છે. હથેળીમાં ઊભી રહી શકે તેવી તલવારને સૌથી ઊંચા સ્તરની તલવાર માનવામાં આવે છે. અખાડાના આ હથિયારો વઢાણા નામનો એક સમુદાય તૈયાર કરે છે.

વઢાણા સમુદાયની બહુલક વસતિ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે. જો કે આ જ્ઞાાતિની થોડીઘણી વસતિ કચ્છ અને જૂનાગઢમાં પણ જોવા મળે છે. આ સાધુઓના મુખ્ય ૧૩ અખાડાઓ છે. સાધુઓ તેમના અખાડા અને સંપ્રદાય પ્રમાણે તિલક કરે છે.

આ તિલકના આધારે સાધુઓ એકબીજાને ઓળખે છે. એક સમયે નાગા સાધુઓ રજવાડાઓ તરફથી લડાઈઓ પણ લડતા હતા. આઝાદી બાદ પણ સાધુઓ વિરુદ્ધ કોઈ બળનો પ્રયોગ થાય તો આ સાધુઓ મરણિયા થઈને લડતા હતા. ઘાતક હથિયાર ન હોય તો પણ લાઠીદાવથી પરાસ્ત કરવાની આવડત પણ આ સાધુઓ પાસે હોય છે.

સંપ્રદાય અનુસારના મુખ્ય ૧૪ અખાડા

શૈવપંથી અખાડાઃ પંચાયતી અખાડા મહાનિર્વાણી, પંચ અટલ અખાડા, પંચાયતી અખાડા નિરંજની, તપોધિની આનંદ અખાડા, પંચદશનામ જૂના અખાડા, પંચદશનામ આવાહન અખાડા, પંચદશનામ પંચઅગ્નિ અખાડા

વૈષ્ણવપંથી અખાડાઃ દિગંબર અણિ અખાડા, નિર્વાણી અણિ અખાડા, પંચનિર્મોહી અણિ અખાડા

ઉદાસીન અખાડાઃ પંચાયતી બડા ઉદાસીન અખાડા, પંચાયતી નયા અખાડા, નિર્મલ પંચાયતી અખાડા

ઉલ્લેખનીય છે કે, ગીરનારની તળેટીમાં વિવિધ પંથના સાધુઓના છ અખાડા છે. અખાડા એટલે કે જે તે પંથના સાધુઓની જગ્યા… ભવનાથ તળેટીમાં શિવ શંભુ પંથ દશનામ અખાડા, શિવ શંભુ પંથ, દશનામ આહ્વાન અખાડા, નિરંજન અખાડા, અટલ અખાડા અને ઉદાસી અખાડા અસ્તિત્વ ધરાવે છે. એ પૈકીના ઉદાસી અખાડાને બાદ કરતા બાકીના તમામ પંથ શૈવપંથી છે અને બધા દિગંબર પંથી સાધુઓ છે.

આ તમામ અખાડાઓમાં જે તે પંથના કેટલાક સાધુઓ કાયમી નિવાસ કરે છે, અને પંથે નિર્માણ કરેલ વિધિ વિધાન મુજબ એ અખાડાઓનું જતન કરે છે.

મહાશિવરાત્રી ના મેળા દરમિયાન આ પંથોના અન્ય સ્થળે વસતા નાગાબાવાઓનું જૂનાગઢમાં પોતપોતાના અખાડાઓમાં આગમન થાય છે. જાણકારસૂત્રોના જણાવ્યા મુજબ કદી જાહેરમાં ન આવતા આ નાગાસાધુઓ શિવરાત્રિ ઉપર અચુક જૂનાગઢ આવે છે. આ ક્ષેત્રમાં ગળાડૂબ બનેલા જાણકારોની મત મુજબ શિવરાત્રિ ઉપર કાશી, હરિદ્વાર, નાસિક, ત્ર્યમ્બક અને નેપાળ જેવા સ્થળોએ આખું વર્ષ આકરી તપશ્ચર્યા કર્યા બાદ એ પાવનકારી તિર્થધામોમાંથી નાગાબાવાઓ ગિર તળેટીમાં આવી જાય છે. અને પોતપોતાના અખાડાઓમાં બિરાજમાન થઈ ભાવિકોને દર્શન આપે છે. મહાશિવરાત્રીની મધરાત્રે સરઘસ પૂરું થયા બાદ મૃગીકુંડમાં સ્નાન કરીને પછી આ સાધુઓ પોતાના મૂળસ્થાને સિધાવી જાય છે.

મહામૃત્યુંજય મંત્ર તેનો અર્થ, જાપ કેવી રીતે કરવો ?
મહામૃત્યુંજય મંત્ર તેનો અર્થ, જાપ કેવી રીતે કરવો ?

नागा साधुओं के प्रमुख अखाड़े

भारत की आजादी के बाद इन अखाड़ों ने अपना सैन्य चरित्र त्याग दिया। इन अखाड़ों के प्रमुख ने जोर दिया कि उनके अनुयायी भारतीय संस्कृति और दर्शन के सनातनी मूल्यों का अध्ययन और अनुपालन करते हुए संयमित जीवन व्यतीत करें। इस समय 13 प्रमुख अखाड़े हैं जिनमें प्रत्येक के शीर्ष पर महन्त आसीन होते हैं। इन प्रमुख अखाड़ों का संक्षिप्त विवरण इस प्रकार हैं:-

1. श्री निरंजनी अखाड़ा:- यह अखाड़ा 826 ईस्वी में गुजरात के मांडवी में स्थापित हुआ था। इनके ईष्ट देव भगवान शंकर के पुत्र कार्तिकस्वामी हैं। इनमें दिगम्बर, साधु, महन्त व महामंडलेश्वर होते हैं। इनकी शाखाएं इलाहाबाद, उज्जैन, हरिद्वार, त्र्यंबकेश्वर व उदयपुर में हैं।

2. श्री जूनादत्त या जूना अखाड़ा:- यह अखाड़ा 1145 में उत्तराखण्ड के कर्णप्रयाग में स्थापित हुआ। इसे भैरव अखाड़ा भी कहते हैं। इनके ईष्ट देव रुद्रावतार दत्तात्रेय हैं। इसका केंद्र वाराणसी के हनुमान घाट पर माना जाता है। हरिद्वार में मायादेवी मंदिर के पास इनका आश्रम है। इस अखाड़े के नागा साधु जब शाही स्नान के लिए संगम की ओर बढ़ते हैं तो मेले में आए श्रद्धालुओं समेत पूरी दुनिया की सांसें उस अद्भुत दृश्य को देखने के लिए रुक जाती हैं।

3. श्री महानिर्वाण अखाड़ा:- यह अखाड़ा 681 ईस्वी में स्थापित हुआ था, कुछ लोगों का मत है कि इसका जन्म बिहार-झारखण्ड के बैजनाथ धाम में हुआ था, जबकि कुछ इसका जन्म स्थान हरिद्वार में नील धारा के पास मानते हैं। इनके ईष्ट देव कपिल महामुनि हैं। इनकी शाखाएं इलाहाबाद, हरिद्वार, उज्जैन, त्र्यंबकेश्वर, ओंकारेश्वर और कनखल में हैं। इतिहास के पन्ने बताते हैं कि 1260 में महंत भगवानंद गिरी के नेतृत्व में 22 हजार नागा साधुओं ने कनखल स्थित मंदिर को आक्रमणकारी सेना के कब्जे से छुड़ाया था।

4. श्री अटल अखाड़ा:- यह अखाड़ा 569 ईस्वी में गोंडवाना क्षेत्र में स्थापित किया गया। इनके ईष्ट देव भगवान गणेश हैं। यह सबसे प्राचीन अखाड़ों में से एक माना जाता है। इसकी मुख्य पीठ पाटन में है लेकिन आश्रम कनखल, हरिद्वार, इलाहाबाद, उज्जैन व त्र्यंबकेश्वर में भी हैं।

5. श्री आह्वान अखाड़ा:- यह अखाड़ा 646 में स्थापित हुआ और 1603 में पुनर्संयोजित किया गया। इनके ईष्ट देव श्री दत्तात्रेय और श्री गजानन हैं। इस अखाड़े का केंद्र स्थान काशी है। इसका आश्रम ऋषिकेश में भी है। स्वामी अनूपगिरी और उमराव गिरी इस अखाड़े के प्रमुख संतों में से हैं।

6. श्री आनंद अखाड़ा:- यह अखाड़ा 855 ईस्वी में मध्यप्रदेश के बेरार में स्थापित हुआ था। इसका केंद्र वाराणसी में है। इसकी शाखाएं इलाहाबाद, हरिद्वार, उज्जैन में भी हैं।

7. श्री पंचाग्नि अखाड़ा:- इस अखाड़े की स्थापना 1136 में हुई थी। इनकी इष्ट देव गायत्री हैं और इनका प्रधान केंद्र काशी है। इनके सदस्यों में चारों पीठ के शंकराचार्य, ब्रहमचारी, साधु व महामंडलेश्वर शामिल हैं। परंपरानुसार इनकी शाखाएं इलाहाबाद, हरिद्वार, उज्जैन व त्र्यंबकेश्वर में हैं।

8.श्री नागपंथी गोरखनाथ अखाड़ा:- यह अखाड़ा ईस्वी 866 में अहिल्या-गोदावरी संगम पर स्थापित हुआ। इनके संस्थापक पीर शिवनाथजी हैं। इनका मुख्य दैवत गोरखनाथ है और इनमें बारह पंथ हैं। यह संप्रदाय योगिनी कौल नाम से प्रसिद्ध है और इनकी त्र्यंबकेश्वर शाखा त्र्यंबकंमठिका नाम से प्रसिद्ध है।

9. श्री वैष्णव अखाड़ा:- यह बालानंद अखाड़ा ईस्वी 1595 में दारागंज में श्री मध्यमुरारी में स्थापित हुआ। समय के साथ इनमें निर्मोही, निर्वाणी, खाकी आदि तीन संप्रदाय बने। इनका अखाड़ा त्र्यंबकेश्वर में मारुति मंदिर के पास था। 1848 तक शाही स्नान त्र्यंबकेश्वर में ही हुआ करता था। परंतु 1848 में शैव व वैष्णव साधुओं में पहले स्नान कौन करे इस मुद्दे पर झगड़े हुए। श्रीमंत पेशवाजी ने यह झगड़ा मिटाया। उस समय उन्होंने त्र्यंबकेश्वर के नजदीक चक्रतीर्था पर स्नान किया। 1932 से ये नासिक में स्नान करने लगे। आज भी यह स्नान नासिक में ही होता है।

10. श्री उदासीन पंचायती बड़ा अखाड़ा:- इस संप्रदाय के संस्थापक श्री चंद्रआचार्य उदासीन हैं। इनमें सांप्रदायिक भेद हैं। इनमें उदासीन साधु, मंहत व महामंडलेश्वरों की संख्या ज्यादा है। उनकी शाखाएं शाखा प्रयाग, हरिद्वार, उज्जैन, त्र्यंबकेश्वर, भदैनी, कनखल, साहेबगंज, मुलतान, नेपाल व मद्रास में है।

11. श्री उदासीन नया अखाड़ा:- इसे बड़ा उदासीन अखाड़ा के कुछ सांधुओं ने विभक्त होकर स्थापित किया। इनके प्रवर्तक मंहत सुधीरदासजी थे। इनकी शाखाएं प्रयागए हरिद्वार, उज्जैन, त्र्यंबकेश्वर में हैं।

12. श्री निर्मल पंचायती अखाड़ा:- यह अखाड़ा 1784 में स्थापित हुआ। 1784 में हरिद्वार कुंभ मेले के समय एक बड़ी सभा में विचार विनिमय करके श्री दुर्गासिंह महाराज ने इसकी स्थापना की। इनकी ईष्ट पुस्तक श्री गुरुग्रन्थ साहिब है। इनमें सांप्रदायिक साधु, मंहत व महामंडलेश्वरों की संख्या बहुत है। इनकी शाखाएं प्रयाग, हरिद्वार, उज्जैन और त्र्यंबकेश्वर में हैं।

13. निर्मोही अखाड़ा:- निर्मोही अखाड़े की स्थापना 1720 में रामानंदाचार्य ने की थी। इस अखाड़े के मठ और मंदिर उत्तर प्रदेश, उत्तराखण्ड, मध्यप्रदेश, राजस्थान, गुजरात और बिहार में हैं। पुराने समय में इसके अनुयायियों को तीरंदाजी और तलवारबाजी की शिक्षा भी दिलाई जाती थी।

મહાશિવરાત્રીનું રહસ્ય

કહેવાય છે કે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે શ્રેષ્ઠતા અંગેનું વાકયુધ્ધ થતા તે યુધ્ધને અટકાવવા માટે ભગવાન શંકર અગિ્ન મહાલીંગ તરીકે ત્યાં સ્થાપીત થયા. જેનું મુળ પાતાળથી પણ નીચે અને બ્રહ્માંડથી ઉપર સુધી હોવાથી તેનો તાગ મળતો નહતો. ભગવાન વિષ્ણુ પાતાળથી બ્રહ્માંડ સુધી ફરી વળ્યા. પરંતુ લીંગનો તાગ મળ્યો નહી. જયારે ભગવાન બ્રહ્મા બ્રહ્માંડની ઉપર સુધી ગયા પરંતુ તેને તાગ મળ્યો નહિ. આમ છતાં તેઓ ખોટુ બોલ્યા કે તેને લીંગનો તાગ મળી ગયો છે.

દત્તાત્રેય ભગવાનનાં 24 ગુરુઓ વિશે જાણો છો
દત્તાત્રેય ભગવાનનાં 24 ગુરુઓ વિશે જાણો છો

આથી ભગવાન બ્રહ્માને શિક્ષા કરવા અગિ્નસ્તંભ (લીંગ)માંથી ભગવાન શંકર પ્રગટ થયા અને જે પાંચમાં મુખથી બ્રહ્મા અસત્ય બોલેલા તે મુખ કાપી નાંખ્યું. ત્યારે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ શિવજીનું પુજન કર્યુ.

બધા દિવસોમાં શ્રેષ્ઠ દિવસ અને રાત્રી ગણવાથી તેને મહાશિવરાત્રી નામ અપાયું.

આમ મહાશિવરાત્રીનું પર્વ એ શિવભકતો માટે શિવની આરાધના અને ઉપાસનાનો તહેવાર છે.

જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રી એટલે મહાશિવરાત્રી.

ભગવાન શંકરનો મહિમા અનેરો અને અદકેરો છે. સાત્વીક સહજ ભકિતથી પ્રસન્ન થનારા ભગવાન શંકર મહાપ્રલયકારી છે. બ્રહ્માંડના જીવોનું સંકલન કરનારા છે.

દુષ્ટ, દુરાચારી, વિદ્રોહીઓના મારક છે. સત્ય, સંયમ, સાત્વીકતાના તારક છે. દૈત્ય સેનાના સંહારક છે. શંખ, ડમરૂ, ત્રિશુલ ધારક છે. ભુતનાથ, ભૈરવાદી રૂદ્રોના પતિ અને સાધુ-જોગીઓના સ્વામી અને ભકતોના ઉપકારક છે.

ભગવાન શ઼કરને અતિમાન કે અભિમાની મંજુર નથી. તેત્રીસ કરોડ દેવતાઓને વશમાં કરનાર રાવણની ત્રણ ઇચ્છા પણ અભિમાનના કારણે જ ભગવાન શંકરે પુરી ન કરી હતી.

‘વૈરાગ્ય શતક’ના રચયીતા ભૃતહરીની પણ પરીક્ષા લેવામાં ભગવાન શંકરે બાકી રાખ્યું ન હતું. રાજા ભૃતુહરી સર્વસ્વ ત્યાગીને ફકીર બન્યો. સંત બન્યો, એક પછી એક વસ્તુઓનો ત્યાગ કરતા ગયા. પરંતુ વૈરાગ્યનું અભિમાન જયાં સુધી રહયું ત્યાં સુધી ભગવાન શંકર દુર જ રહયા.

ભકતને ભકિતનું જયાં સુધી અભિમાન રહે ત્યાં સુધી ભગવાન શિવને ભકિત, પુજા, ઉપાસના સ્વીકાર્ય બનતા નથી અને એ જ બ્રહ્માંડનો સર્વકાલીન યમનિયમ છે.

18 ફેબ્રુઆરી બુધવારના રોજ પવિત્ર પર્વ મહાશિવરાત્રીનો અનેરો અવસર છે. મહાશિવરાત્રી પર્વના આ દિને પૃથ્વી પરના આ તમામ શિવલીંગોમાં રૂદ્રનો અંશ હોય છે. અનિષ્ટોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા મહાદેવ શિવ છે. મહાશિવરાત્રીએ શિવપુજન આયુષ્યની સાથે ઐશ્વર્ય પણ આપે છે.

જન્મના ગ્રહોના દ્રારિદ્રય યોગ શિવરાત્રીએ શિવપુજનથી દુર થાય છે. આ પર્વના દિને તમામ દેવ કૈલાસમાં મહાદેવના સાનિધ્યમાં હોય છે. આથી આ દિવસે મહારૂદ્રનો હોમાત્મક પાઠ સોમયજ્ઞનું ફળ આપે છે.

આમ મહાશિવરાત્રી પર્વ ભગવાન શિવના ભકતો માટે અનેરૂ અને અદકેરૂ મહાત્મય ધરાવે છે. ભારતભરના શિવાલયોમાં ગુંજી ઉઠશે હર હર મહાદેવનો નાદ…

‘જય ભોલેનાથ, જય ભવનાથ’

મહાશિવરાત્રી ની કથા

શિવરાત્રી તો પ્રતિમાસ આવે છે. પરંતુ મહાશિવરાત્રી વર્ષમાં એક જ વખત આવે છે. શિવજીના ભકતો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમઃ શિવાના અખંડ પાઠ કરી શિવલીંગ પર બીલીપત્રો ચઢાવી દુધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરે છે. આ વ્રત સાથે આમ તો અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે. પરંતુ તેમાં સૌથી વધારે પ્રચલિત છે પારધી અને હરણની કથા. આ કથા ભગવાન શંકરે પાર્વતીજીને સંભળાવી હતી. આ કથા તમે પણ ક્યારેક તો સાંભળી જ હશે. તો ચાલો આજે ફરીથી એ કથાને યાદ કરીયે.

આ સંબંધિત ઘણી પૌરાણિક કથાઓ છે. તેમાં શિકારી કથા મુખ્ય સ્વરૂપે છે. જે પ્રમાણે એકવાર પાર્વતીજી શિવજીને પૂછે છે કે, એવું કયું શ્રેષ્ઠ વ્રત છે તથા સરલ છે જેનાથી ‘મૃત્યુલોક’ના પ્રાણીઓ આપની કૃપા સહજ જ પ્રાપ્ત થાય?? જવાબમાં શિવજીને પાર્વતીને ‘શિવરાત્રિ’ના વ્રતનું વિધાન બતાવીને કથા સંભળાવી કે,

એક સમયની વાત છે એક નગરમાં ચિત્રભાનુ નામનો શિકારી હતો. તે પશુઓની હત્યા કરીને પોતાનાં કુટુંબનું ભરણ પોષણ કરતો હતો. એ એક શાહુકારનો રુણી હતો, પરંતુ તેનું ઋણ સમયસર ચૂકવી ન શક્યો. તો ક્રોધિત શાહુકારે શિકારીને શિવમઠમાં બંદી બનાવી લીધો. સંયોગથી તે દિવસે શિવરાત્રિ હતી. શિકારી ધ્યાન-મગ્ન થઈ બહાર સંભળાતી શિવ-સંબંધી ધાર્મિક વાતો સાંભળતો રહ્યો. સંધ્યા સમયે શાહુકારે તેને બોલાવી ઋણ ચૂકવવા માટે વાત કરી. શિકારી બીજા દિવસે બધું ઋણ ચૂક્વી દેવાનું જ વચન આપી ઘરે નીકળ્યો.

પોતાની દિનચર્યામાં જંગલમાં શિકાર માટે નીકળ્યો, પરંતુ દિવસભર બંદીગૃહમાં રહેવાના કારણે ભૂખ-પ્યાસથી વ્યાકુળ હતો. શિકાર કરવા માટે તે એક તળાવના કિનારે, બીલીના વૃક્ષ ઉપર પડાવ નાંખ્યો. હવે વૃક્ષની નીચે બીલીપત્રથી ઢંકાયેલું શિવલિંગ હતું. જેનાથી અજાણ શિકારીએ પડાવ બનાવતા સમયે બીલીવૃક્ષની ડાળીઓ તોડી જે સંયોગથી શિવલિંગ પર પડી. આ પ્રકારે દિવસભર ભૂખ્યા શિકારીનું વ્રત થઈ ગયું અને શિવલિંગ પર બીલીપત્ર પણ ચઢી ગયા.

જુનાગઢ જોવાલાયક સ્થળોનું લીસ્ટ
જુનાગઢ જોવાલાયક સ્થળોનું લીસ્ટ

એક પ્રહર વીત્યા બાદ એક ગર્ભિણી હરણી તળાવ ઉપર પાણી પીવા પહોંચી. શિકારી મેં ધનુષ્ય પર તીર ચઢાવી જ્યાં પ્રત્યંચા ચઢાવે છે. ત્યાં હરણી બોલી-હું ગર્ભિણી છું. જલદીથી પ્રસવ થવાનો છે. તું એક સાથે બે જીવોની હત્યા કરીશ, જે યોગ્ય નથી. હું બાળકને જન્મ આપીને શીઘ્ર તમારી પાસે આવીશ. ત્યારે મારજો. શિકારીએ સાંભળી પ્રત્યંચા ઢીલી કરી નાંખી અને હરણી વનમાં લુપ્ત થઈ ગઈ.

થોડીવાર પછી એક હરણી આવી તો શિકારીની પ્રસન્નતાનો પાર ના રહ્યો. નજીક આવતા ધનુષ પર બાણ ચઢાવ્યું. ત્યાં હરણીયે એ જોઈ શિકારીને કહ્યું, “હે પારધી, હું થોડીવાર પહેલાં જ ઋતુથી નિવૃત્ત થઈ છું. કામાતુર વિરહણી છું. પોતાનાં પ્રિયની ખોજમાં ભટકી રહી છું. હું પોતાનાં પતિના સાથે મળીને જલદી તારી પાસે આવી જઈશ.” શિકારીએ એને પણ જવા દીધી, પરંતુ તેના ગયા પછી શિકારી ચિંંતામાં પડી ગયો કે શિકાર નહીં મળે તો શાહુકારનું દેવું કેવી રીતે ચૂકવીશ.

રાત્રિનો પ્રહર વીતતો જઈ રહ્યો હતો. ત્યાં જ એક હરણી તેના બાળકો સાથે પાણી પીવા આવી. તે જોઈ આવો ર્સ્વિણમ અવસર ફરી નહીં મળે તેવું વિચારી જલદી તીર ચઢાવી મારવા જ જતો હતો. ત્યાં હરણી બોલી. ‘હે પારધી’આ બાળકોને તેના પિતાના હવાલે કરી હું પાછી આવી જઈશ. આ સમયે મને ના મારશો. ત્યારે બે શિકાર ખોવાઈ ગયાનાં વિચારથી હસ્યો અને બોલ્યો કે આ પહેલાં પણ હું બે શિકાર ખોઈ ચૂક્યો છું. મારા બાળકો પણ ભૂખથી તડપતા હશે.

ત્યારે હરણી બોલીઃ “જેમ તમને બાળકોની મમતા સતાવે છે. તેમ મને પણ સતાવે છે. માટે બાળકો માટે થોડીવાર માટે જીવનદાન માંગી રહી છું. હું પ્રતિજ્ઞા કરું છું કે, પિતા પાસે છોડી તરત જ પાછી આવી જઈશ.”

હરણીની દીન યાચના સાંભળી પારધીને દયા આવી ગઈ. એણે હરણીને જવા દીધી. શિકારના અભાવમાં બેઠેલો શિકારી બીલીપત્ર તોડીને નીચે નાંખી રહ્યો હતો. તેવામાં પરોઢિયે એક હષ્ટપુષ્ટ હરણ એ જ રસ્તા ઉપર આવ્યું. શિકારીએ વિચારી લીધું કે આનો શિકાર તે અવશ્ય કરશે. શિકારીની પ્રત્યંચા ચઢેલી જોઈ હરણે વિંનતી કરી કે, “હે પારધી જો મારાથી પૂર્વ આવેલી ત્રણ હરણીઓને તથા બાળકોને મારી નાખ્યા છે, તો મને પણ મારવામાં વિલંબ ના કરશો, કારણ કે, એનાં વિયોગમાં એકપણ ક્ષણ દુઃખી ના થવું પડે. હું એ હરણીઓનો પતિ છું અને જો જીવતદાન દીધું હોય તો કેટલીક ક્ષણનું જીવન આપો. એમને મળીને તમારી સમક્ષ ઉપસ્થિત થઈ જઈશ.

Girnar ke Rahasy

હરણની વાત સાંભળીને શિકારીની સામે રાત્રિનું પૂરું ઘટનાચક્ર ઘૂમી ગયું. એમણે આ કથા હરણને સંભળાવી ત્યારે હરણે પૂછયું, “મારી ત્રણ પત્નીઓ જે પ્રકારે પ્રતિજ્ઞાનબદ્ધ થઈને ગઈ છે. તો મારા મૃત્યુથી પોતાનાં ધર્મનું પાલન નહીં કરી શકે. માટે જેવી રીતે વિશ્વાસ રાખીને તેમને જવા દીધા તેમ મને પણ જવા દો. હું એ બધાને લઈ તમારી સામે જલદી આવું છું. ઉપવાસ-રાત્રિ. જાગરણ તથા શિવલિંગ ઉપર બીલીપત્ર ચઢાવવાથી શિકારીનું હૃદય પીગળી ગયું. તેનામાં ભગવદ્શક્તિનો વાસ થઈ ચૂક્યો હતો. ભગવાન શિવની અનુકંપાથી તેનું હૃદય કારુણ્યભાવથી ભરાઈ ગયું. પોતાના ભૂતકાળમાં કરેલા કર્મોને યાદ કરીને પશ્ચાતાપની આગમાં બળવા લાગ્યો.

થોડીવાર બાદ હરણ એના સપરિવાર સાથે શિકારી સામે ઉપસ્થિત થઈ ગયો. જેથી તે એમનો શિકાર કરી શકે, પરંતુ જંગલી પશુઓની આવી સત્યતા, સાત્વિક્તા તથા સામૂહિક પ્રેમભાવના જોઈને શિકારીને બહુ પશ્ચાતાપ થયો. તેના નેત્રોમાંથી આંસુની ધાર થઈ ગઈ. એ હરણનાં પરિવારને ન મારીને શિકારી એ પોતાનાં કઠોર હૃદયમાંથી જીવહિંસા હટાવીને સહાય માટે કોમળ અને દયાળુ બની ગયો. દેવલોકથી સમસ્ત દેવ સમાજ પણ આ ઘટનાને નિહાળી રહ્યો હતો. ઘટનાની પરિણીતી જોઈ દેવી દેવતાઓએ પુષ્પવર્ષા કરી ત્યારે શિકારી અને હરણનાં પરિવારને મોક્ષ પ્રાપ્ત થયો અને પારધી શિવકૃપાનો અધિકારી બન્યો.

જય શિવ શંકર, હર હર મહાદેવ

शंकराय नमस्तुभ्यं नमस्ते करवीरक।

त्र्यम्बकाय नमस्तुभ्यं महेश्वरमत: परम्।।

नमस्तेस्तु महादेव स्थावणे च तत: परम्।

नम: पशुपते नाथ नमस्ते शम्भवे नम:।।

नमस्ते परमानन्द नम: सोमर्धधारिणे।

नमो भीमाय चोग्राय त्वामहं शरणं गत:।।

ૐ નમઃ શિવાય

#ભવનાથ_મેળો #મહાશિવરાત્રી

ગિરનાર
ગિરનાર પર્વત અને લીલી પરિક્રમાનો રોચક ઈતિહાસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *