11050 Views
ખમ્મા ખમ્મા પીરને જાજી ખમ્મા lyrics, રામાપીર નાં ભજન, રામદેવપીર ઈતિહાસ , રામદેવપીર ટેટસ, બારબીજનાં ધણી, જય બાબારી, અષાઢી બીજ ટેટસ, રામદેવપીરનો હેલો, રામદેવપીર નો થાળ, Khama Khama Aarti Lyrics in Gujarati, Ramdevpir Na Bhajan Gujarati lyrics, Ramapir na bhajan mp3 downland, રામાપીરનાં પરચા, રામદેવપીર ની સમાધી, Khama khama Pir Ne Jaji Khamma lyrics in Gujarati
ખમ્મા ખમ્મા પીરને જાજી ખમ્મા lyrics
ખમ્મા ખમ્મા ખમ્મા પીરને જાજી ખમ્મા,
રે મારા હિંદવાપીર ને જાજી ખમ્મા,
રણુંજાના રાય ને જાજી ખમ્મા…
લીલા નેજાવાળાને જાજી ખમ્મા
પહેલો રે પરચો તમે પારણીયે પૂર્યો,
પહેલો રે પરચો તમે પારણીયે પૂર્યો,
તે દી પગલી પાડી તમે રમ્મા રમ્મા
હિંદવાપીર ને જાજી ખમ્મા,
રણુંજાના રાય ને જાજી ખમ્મા…
ખંભે છે કાપડી ને હાથમાં ગેડિયો,
ખંભે છે કાપડી ને હાથમાં ગેડિયો,
રણુંજાથી આવ્યા પીર રુમો ઝૂમો,
હિંદવાપીર ને જાજી ખમ્મા,
મારા રણુંજાના રાય ને જાજી ખમ્મા
ખમ્મા ખમ્મા ખમ્મા તમને જાજી ખમ્મા
ખમ્મા ખમ્મા ખમ્મા તમને ઘણી ખમ્મા
ઘોડલે ચડીને પીરે ભૈરવાને માર્યો,
ઘોડલે ચડી પીરે ભૈરવાને માર્યો,
તે દી ધરતી ધમેલી ધમા રે ધમા
મારા હિંદવાપીર ને જાજી ખમ્મા,
મારા રણુંજાના રાય ને જાજી ખમ્મા…
બોલી કરજોડી ભાથી હરસિંહજી બોલ્યા,
બોલી કરજોડી ભાથી હરસિંહજી બોલ્યા,
એવા નરનારી આવે તમને નમ રે નમ,
મારા હિંદવાપીર ને જાજી ખમ્મા,
મારા રણુંજાના રાય ને જાજી ખમ્મા…
ખમ્મા ખમ્મા ખમ્મા તમને જાજી ખમ્મા
ખમ્મા ખમ્મા ખમ્મા તમને ઘણી ખમ્મા
ખમ્મા ખમ્મા રે તમને જાજી ખમ્મા,
મારા હિંદવાપીર ને જાજી ખમ્મા,
રણુંજાના રાય ને જાજી ખમ્મા…….
👉 રામદેવપીરની આરતી માટે ક્લીક 👈
👉 હે કોઈ રોકી લ્યો રામાપીરને.. સમાધી ગીત.
👉 હેલો મારો સાંભળોને.. રામાપીર નો હેલો
Khama khama Pir Ne Jaji Khamma lyrics in Gujarati, પીર રામદેવ ની આરતી lyrics, અલખ ધણીની આરતી pdf , khamma khamma pir ne jaji khamma mp3 download, Ramapir na bhajan piplidham, Ramapir na bhajan mp3 downland. રામાપીર ના ભજન pdf.
RAMDEV PIR NO HELO – રામાપીર નો હેલો
હો હો હેલો મારો સાંભળો,
રણુંજાના રાજા, અજમલજીના બેટા,
વિરમદે ના વીરા,રાણી નેતલ ના ભરથાર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…
હેલો મારો સાંભળો, રણુંજાના રાજા
હુકમ કરો તો વીર જાત્રાયુ થાય,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…
વાણીયો ને વાણીયણ જાત્રાએ જાય,
માલ દેખી ચોર વાંહે વાંહે જાય,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…
ઊંચી ઊંચી ઝાડીઓ ને વસમી છે વાટ,
બે હતા વાણીયા ને ત્રીજો મળ્યો ચોર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…
ઉંચા ઉંચા ડુંગરા ને વચમાં ચોર,
મારી નાખ્યો વાણીયો ને માલ લઈ ગ્યા ચોર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…
ઉભી ઉભી અબળા કરે રે પોકાર,
ચોગઠે રમતા વીરને કાને ગ્યો અવાજ,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…
લીલુડો છે ઘોડલો ને હાથમાં તીર,
વાણીયાની વ્હારે ચડ્યા રામદેવપીર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…
હેલો મારો સાંભળો,રણુંજાના રાજ
હુકમ કરો તો વીર જાત્રાયુ થાય,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…
ઊઠ ઊઠ અબળા તુ ધડ-માથું જોડ,
ત્રણેય ભૂવનમાંથી ગોતી લાવુ ચોર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…
ભાગ ભાગ ચોરટા તુ કેટલેક જાઈશ,
વાણીયાનો માલ તુ કેટલા દાડા ખાઈશ,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…
આંખે કરું આંધળોને દિલે કાઢું કોઢ,
દુનિયા જાણે રે પીર રામદેનો ચોર …
મારો હેલો મારો સાંભળો…
રણુંજાના રાજા,અજમલજીના બેટા,
વિરમદે ના વીરા,રાણી નેસલ ના ભરથાર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…
રામદેવપીર ની આરતી
હે એવા આરતી રે ટાણે વેહલેરાં આવજો
હે આવજો, આવજો અજમલ ના કુંવર રે
રણુજાના રાજા…
ધૂપને રે ધુંવાડે વેહલા આવજો…
એવાં ધૂપને રે ધુંવાડે વેહલા આવજો…
હે આવજો આવજો અજમલના કુંવર રે
રણુજાના રાજા…
ધૂપને રે ધુંવાડે વેહલા આવજો…
એવાં ધૂપને રે ધુંવાડે વેહલા આવજો…
માતાની નણંદી કાગળ મોકલે
હે એવા માતાની નણંદી કાગળ મોકલે
હે સાધુડા, બેની જોઈ તમારી વાટ રે
રણુજા ના રાજા…
ધૂપને રે ધુંવાડે વેહલા આવજો…
એવા ધૂપને રે ધુંવાડે વેહલા આવજો…
હે આરતી રે ટાણે વેહલેરાં આવજો
એવાં આરતી રે ટાણે વેહલેરાં આવજો
પિતા અજમલજી કાગળ મોકલે
એવાં પિતા અજમલજી કાગળ મોકલે
અરે રે વિરમદેવજી જુએ તમારી વાટ રે
રણુજા ના રાજા …
ધૂપને રે ધુંવાડે વેહલા આવજો…
એવાં ધૂપને રે ધુંવાડે વેહલા આવજો…
આરતી રે ટાણે વેહલેરાં આવજો
એવાં આરતી રે ટાણે વેહલેરાં આવજો
ભાટી હરજી તે કાગળ મોકલે
હે એવાં ભાટી હરજી તે કાગળ મોકલે
હે ઢાલીબાઈ જુએ જાજેરી વાટ રે
રણુજાના રાજા…
ધૂપને રે ધુંવાડે વેહલા આવજો…
એવાં ધૂપને રે ધુંવાડે વેહલા આવજો…
હે આરતી રે ટાણે હે વેહલા આવજો
એવાં આરતી રે ટાણે વેહલેરાં આવજો
ખમ્મા, ખમ્મા, ખમ્મા પીરને જાજી ખમ્મા
મારા હીંદવા પીરને જાજી ખમ્મા
રણુજાના રાયને જાજી ખમ્મા
મારા હીંદવા પીરને જાજી ખમ્મા
ખમ્મા, ખમ્મા, ખમ્મા પીરને જાજી ખમ્મા…
એ હીંદવા પીરને જાજી ખમ્મા …
મારા રણુજાના રાય ને જાજી ખમ્મા …
ખમ્મા, ખમ્મા, ખમ્મા પીરને જાજી ખમ્મા…
એ પીર ને જાજી ખમ્મા
એ જી મારા પીરને જાજી ખમ્મા
એ મારા હીંદવા પીર ને જાજી ખમ્મા…
ખમ્મા ખમ્મા પીરને જાજી ખમ્મા
ખમ્મા ખમ્મા પીરને જાજી ખમ્મા
Pingback: બાળગીત lyrics 7 વિસરાઇ ગયેલા બાળગીતો - AMARKATHAO
Pingback: રણુજા ધામમાં નોબત વાગે રામાપીર ના ભજન lyrics 3 - AMARKATHAO