Skip to content

khamma vira ne jau lyrics | ખમ્મા વીરાને જાઉં કવિતા લખેલી

5801 Views

khamma vira ne jau varne re lol song – Kavi Nanalal, khamma vira ne jau mp3 downland, khamma vira ne jau lyrics in gujarati, Khamma veerane jau video song Ishani dave, Hardi dave, ખમ્મા વીરાને જાઉં કવિતા લખેલી, ભાઈ બહેનનો પ્રેમ દર્શાવતુ ગીત, ભાઈ બહેન શાયરી, ભાઈ બહેન stats, કવિ ન્હાનાલાલની કવિતા. ખમ્મા વીરાને ગીત ઈશાની દવે, હાર્દિક દવે.

ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ ગીત લખેલુ

ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ
મોંઘામૂલો છે મારો વીર જો
ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ

એક તો સુહાગી ગગનચાંદલો રે લોલ
બીજો સોહાગી મારો વીર જો
ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ

રાજ તો વિરાજે રાજમંદિરે રે લોલ
પારણે વિરાજે મારો વીર જો
ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ

ચંપો ખીલે છે ફૂલવાડીમાં રે લોલ
ફુલમાં ખીલે છે મારો વીર જો
ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ

આંગણે ઉજાસ મારે સૂર્યનો રે લોલ
ઘરમાં ઉજાસ મારો વીર જો
ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ

એક તો આનંદ મારા ઉરનો રે લોલ
બીજો આનંદ મારો વીર જો
ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ

દેવે દીધી છે મને માવડી રે લોલ
માવડીએ દીધો મારો વીર જો
ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ

ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ
મોંઘામૂલો છે મારો વીર જો
ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ

✍ કવિ નાનાલાલ

‘કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી હોજી’ અને ‘ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ’ જેવાં પ્રાચીન ગીતો બાદ અત્યંત લોકપ્રિય થયેલું ગીત ‘કોણ હલાવે લીમડી, ભાઈની બેની લાડકી’ આવ્યું. ‘વીરા બાંધું રે બાંધું તને રાખડી રે, મારા વીરાને રે કેજો કે વહેલો આવજે રે’ જેવાં કેટલાંક પારંપરિક ગીતો પણ સાંભળવા મળે. પરંતુ આજે વાત કરવી છે ‘ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ …’ ગીતના આધુનિક વર્ઝનની, જે યુવાનોને ય પસંદ આવે એવું છે. આ ગીતનો ભાઈ-બહેનનો બહુ સરસ વીડિયો છે.

Khamma veerane jau video song Ishani dave, Hardi dave

‘ખમ્મા વીરાને જાઉં’ ગીત વર્ષો પહેલાં સાંભળ્યું હતું. એનો પારંપરિક, સરળ ઢાળ હોવાથી ગમી ગયું હતું. પરંતુ આ જ ગીત આપણા લોકલાડીલા ગાયક પ્રફુલ દવેનાં સંતાનો ઈશાની દવે અને હાર્દિક દવે પાસે આધુનિક વાદ્ય અરેન્જમેન્ટ સાથે સાંભળીને ખૂબ મજા પડી ગઈ. ગીતનો ભાવ બરકરાર રાખીને અત્યંત હૃદયસ્પર્શી રીતે આ ભાઈ-બહેને નવી ટ્રીટમેન્ટ સાથે રજૂ કર્યું છે.

ઈશાની પ્રોફેશનલ સિંગર છે અને સરસ ગાય છે જ પણ હાર્દિકને સાંભળીને તો જાણે પ્રફુલ દવે ગાતા હોય એવી જ અનુભૂતિ થાય! બંને બહુ ટેલેન્ટેડ સંતાનો છે જેનો પ્રફુલભાઈને ઘણો ગર્વ છે. ઈશાનીએ ઘણાં સિંગલ્સ આપ્યાં છે જેમાં પ્રફુલભાઈ સાથેનું ‘પા પા પગલી’ ગીત ખૂબ હૃદયસ્પર્શી છે. ‘ખમ્મા વીરા’ને ગીત વિશે ઈશાની દવે કહે છે, “નાનપણથી મેં મારાં માતા-પિતાને ગાતાં સાંભળ્યાં છે. એમાં ય પપ્પાના કંઠેથી લોકગીતો મધની જેમ ઝરે.

કવિ ન્હાનાલાલની આ કવિતા એમને ભણવામાં આવતી હતી. પપ્પા ખૂબ ભાવવાહી રીતે ગાતા. એટલે મને પણ બહુ જ ગમવા લાગી. અનોખા ગુજરાતી ગીતોનો પરિચય મને પપ્પાએ જ કરાવ્યો હતો. ૨૦૧૫માં રક્ષાબંધનના દિવસે મારા ભાઈને આ ગીત રેકોર્ડ કરીને મેં ગિફ્ટ આપ્યું, મિત્રો-સ્વજનોને સંભળાવ્યું. બધાનો સરસ પ્રતિભાવ મળતાં પપ્પા સાથે જ મેં ગીત ફરી વીડિયો રેકોર્ડ કરાવ્યું જેમાં પ્રથમ બે કડીઓ મૂળ ગીતની રાખી જેમાં બહેન ભાઈ પ્રત્યેની લાગણી વ્યક્ત કરે છે.

બીજી બે કડીઓ કવિ પ્રણવ પંડ્યા પાસે લખાવી. એ બે પંક્તિઓ ભાઈની બહેન પ્રત્યેની લાગણી દર્શાવતી હતી. પછી, આ વર્ષે થયું કે હું અને હાર્દિક જ વીડિયો બનાવીને મૂકીએ. આમ, આ વર્ષે અમે ભાઈ-બહેને જ સાથે ગાઈને ગીત વહેતું મૂક્યું. સગાં ભાઈ-બહેન રક્ષાબંધનનું ગીત ગાય એ વધારે અસરકારક લાગે.

હાર્દિક દવે પોતે ગાયક-સ્વરકાર છે. ગુજરાતી ફિલ્મ ‘ઓત્તારી’માં સંગીત આપ્યું છે. જેનું મિલિન્દ ગઢવીએ લખેલું ‘ગુલાબી’ ગીત સરસ મ્યુઝિક અરેન્જમેન્ટ સાથેનું મોડર્ન ગીત છે. ઈશાની દવેએ ગુજરાતી ભાષાનાં જવલ્લે જ સાંભળવા મળતાં ગીતોનું રિમેક કરીને યુવાપેઢી સુધી પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે.

‘ચાલો, થોડાં વધારે ગુજરાતી બનીએ’ સૂત્ર સાથે ગુજરાતી કવિતા, સંગીત, સાહિત્ય લોકો સુધી પહોંચાડે છે. જેમ કે, ફટાણાં. એને નવી ટ્રીટમેન્ટ આપીને કેવી રીતે લોકો સુધી પહોંચાડવાં એના પર એ હમણાં કામ કરે છે. ઓસ્ટ્રેલિયા જઈ સાઉન્ડ એન્જિનિયરિંગનો કોર્સ કર્યો પણ હવે એ સંપૂર્ણપણે ગાયનને સમર્પિત છે.

ફિલ્મ, સૂફી સંગીત તો ઈશાની ગાય છે જ પણ આ ભાઈબહેન જેવી યંગ ટેલન્ટ ગુજરાતી ભાષા-સાહિત્ય અને સંગીત પ્રત્યે પ્રતિબદ્ધ હોય એ ગર્વની વાત છે.

ભાઈ બહેન કવિતા, શાયરી, status

ભાઈ બહેન કવિતા
ભાઈ બહેન કવિતા

Khamma vira ne jau lyrics in english font

Khamma Vira ne jau varne re Lol
Monghamulo chhe maro vir jo
Khamma Vira ne jau varne re Lol

Ek to suhagi gagan chandlo re lol
Bijo suhagi maro vir jo
Khamma Vira ne jau varne re Lol

Raj to viraje Rajmandire re lol
Parne viraje maro vir jo
Khamma Vira ne jau varne re Lol

Champo khile chhe foolvadima re lol
Fool ma khile chhe maro vir jo
Khamma Vira ne jau varne re Lol

Angbe ujas mare suryno re lol
Ghar ma ujas maro vir jo
Khamma Vira ne jau varne re Lol

Ek to Aanand mara Urr no re lol
bijo Aanand maro vir jo
Khamma Vira ne jau varne re Lol

Deve didhi chhe mane mavadi re lol
Mavadie Didho maro vir jo
Khamma Vira ne jau varne re Lol

Khamma Virane jau varne re Lol
Monghamulo chhe maro vir jo
Khamma Vira ne jau varne re Lol

ફુઈનું ફુઈયારું
ફુઈનું ફુઈયારું – ભાઈ બહેન નો અમર પ્રેમ

કવિ ન્હાનાલાલ નો પરિચય

‘ખમ્મા વીરાને …’ ગીતના રચયિતા છે જાણીતા ગુજરાતી સાહિત્યકાર, વિદ્વાન અને ડોલનશૈલીના જનક કવિ ન્હાનાલાલ. એમના પિતા દલપતરામ ડાહ્યાભાઈ નર્મદયુગના મહાન કવિ હતા. ન્હાનાલાલનો જન્મ માર્ચ ૧૬, ૧૮૭૭માં અમદાવાદમાં થયો હતો. એમની મૂળ અટક ત્રિવેદી હતી. અમદાવાદની ગુજરાત કોલેજ, મુંબઈની ઍલ્ફિન્સ્ટન અને પૂનાની ડેક્કન કોલેજમાં અભ્યાસ કર્યો. ૧૮૯૯માં તત્ત્વજ્ઞાનના મુખ્ય વિષય સાથે બી.એ. અને ૧૯૦૧માં ઇતિહાસ સાથે એમ.એ. થયા. તેઓ ફારસી પણ બહુ સારું જાણતા હતા.

૧૯૧૯માં ગાંધીજીની પચાસમી જન્મજયંતી નિમિત્તે ‘ગુજરાતનો તપસ્વી’ રચના ગાંધીજીને અર્પણ કરી હતી. તેઓ સંસ્કૃતના પ્રકાંડ પંડિત. એમણે ગીતોના વિવિધ પ્રકારોમાં ખેડાણ કર્યું હતું. ઉપનિષદ અને ભગવદ્ ગીતા પર આધારિત સુપ્રસિદ્ધ પ્રાર્થના, ‘પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા’, જેની છેલ્લી ત્રણ કડીઓ સ્વતંત્ર પ્રાર્થના તરીકે ગવાય છે; ‘અસત્યો માંહેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા …’ જેવી સંસ્કૃત પ્રધાન કાવ્યરચનાથી લઈને ‘ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ’ જેવી નિતાંત લોકરચના જે હાલરડા તરીકે પણ ગવાય છે, એ એમણે આપી. રક્ષાબંધને આ બધાં ગીતો અચૂક યાદ આવે.

આ કવિતાઓ પણ વાંચો 👇

🌺 મારી વાડીમાં રીંગણી વાવી હો રાજ – mari vadi ma ringni vavi

🌺 વારતા રે વારતા ભાભા ઢોર ચારતા – varta re varta

🌺 ચોકમાં દાણા નાખ્યા છે. – chok ma dana nakhya chhe

1 thought on “khamma vira ne jau lyrics | ખમ્મા વીરાને જાઉં કવિતા લખેલી”

  1. Pingback: પપ્પા એટલે કોણ ? પિતા વિશે Best Quotes શાયરી, | Fathers day special - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *