Skip to content

સાયબો રે ગોવાળીયો મારો | Saybo re govaliyo lyrics in gujarati

Saybo re govaliyo lyrics in gujarati
3138 Views

સાયબો રે ગોવાળીયો મારો ગીત લખેલુ, સાયબો રે ગોવાળીયો ગુજરાતી ગીત, સાયબો રે ગોવાળિયો lyrics, સાઇબો રે ગોવાળિયો, Saybo re govaliyo lyrics in gujarati, saybo re govaliyo mp3 song download, SAIBO RE GOVALIYO LYRICS IN GUJARATI, Saybo re govaliyo kirtidan gadhavi

સાયબો છે ગોવાળિયો lyrics

સાયબો છે ગોવાળિયો રે મારો સાયબો છે ગોવાળિયો,

હું ગોવાલણ નેહની રે મારી શ્યામ રાધાની જોડલી…

સાયબો ડુંગર ગીરનો રે મારો સાયબો ડુંગર ગીરનો,

હું ડુંગરડાની રીંછડી રે મારા વાલમ સાથે રમતી…

સાયબો શીતળ ચાંદલો રે મારો સાયબો શીતળ ચાંદલો,

હું ચકોરી વનરાની નિરખું વાલીડાને નયનથી…

સાયબો અષાઢી મેહુલો રે મારો સાયબો અષાઢી મેહુલો,

હું વાદળ કેરી વીજળી રે માર વાલમ સાથે દીપતી…

સાયબો ઘેરો ઘુંઘટો રે મારો સાયબો ઘેરો ઘુંઘટો,

હું મોંઘી મરજાદ વાલીડાના સંગમાં હું તો શોભતી…

સાયબો લીલો વડલો રે મારો સાયબો લીલો વડલો,

હું શીળુડી છાંયડી રે મારો આતમ રાજા એક છે…

સાયબો છે ગોવાળિયો રે મારો સાયબો છે ગોવાળિયો,

હું ગોવાલણ નેહની રે મારી શ્યામ રાધાની જોડલી…

Saybo re govaliyo lyrics in gujarati

રાત અંધારી કાળી કાળી ઘેરાયા રે વાદળો
હો… કાજલ વહેતા ધીમા ધીમા જાય રે
ક્યાં રે આવે સાયબો
હો… ક્યાં રે આવે સાયબો એ કોઈ તો બતાવજો
ક્યાં રે આવે સાયબો એ કોઈ તો બતાવજો

સાયબો રે ગોવાળિયો રે મારો સાયબો રે ગોવાળિયો
હે… સાયબો રે ગોવાળિયો રે મારો સાયબો રે ગોવાળિયો
હું ગોવાલણ ગીરની રે મારી શ્યામ રાધાની જોડલી

હે… સાયબો રે ગોવાળિયો રે મારો વાલીડો રે ગોવાળિયો
હે… સાયબો રે ગોવાળિયો રે મારો વાલીડો રે ગોવાળિયો
હું રે ગોવાલણ નેહડાની મારી શ્યામ રાધાની જોડલી

વાત અધૂરી તારી મારી પુરી ક્યારે કરશો
હમમમ …
રાહ જોઈ બેઠી આંખલડી રે ક્યાં રહી ગ્યો રે સાયબો
ક્યાં રે આવે સાયબો એ કોઈ તો બતાવજો
ક્યાં રે આવે સાયબો એ કોઈ તો બતાવજો

સાયબો ડુંગરગીરનો રે મારો સાઇબો ડુંગર ગીરનો
હે… સાયબો ડુંગરગીરનો રે મારો વાલીડો ડુંગર ગીરનો
હું રે ડુંગરડાની રીંછડી મારા સાયબા ભેળી રમતી
હે… હું રે ગોવાલણ નેહડાની શ્યામ રાધાની જોડલી હા..

હે… સાયબો મીઠો મેહુલો રે મારો ચારણ મીઠો મેહુલો
હા.. સાયબો મીઠો મેહુલો રે મારો ચારણ મીઠો મેહુલો
હું રે અષાઢી વીજળી મારા વાલીડા ભેળી રમતી
હે હું રે ગોવાલણ નેહડાની શ્યામ રાધાની જોડલી

Saybo re govaliyo kirtidan gadhavi

Saibo Re Govaliyo Lyrics in English

Saybo re govaliyo mao saybo re govaliyo,

hu govalan neh ni re mari shyam Radhani jod re.

saybo dungar girno re maro saybo dungar gir no,

hu dungarda ni richhadi re mara valam sathe ramti.

saybo shital chandalo re maro saybo shital chandalo,

hu chakori vanarani nirakhu validae nayanathi.

saybo ashadhi mehulo re maro saybo ashadhi mehulo,

hu vadal keri vijali re mara valam sathe dipati.

saybo ghero ghunghato re maro saybo ghero ghunghato,

hu monghi marjad validana sangma shobhati.

saybo lilo vadlo re maro saybo lilo vadlo,

hu shiludi chhayadi re maro atam raja ek chhe.

Saybo re govaliyo mao saybo re govaliyo,

hu govalan neh ni re mari shyam Radhani jod re.

Gujarati Prachin Garba Lyrics

11 સદાબહાર પ્રાચીન ગરબા સંગ્રહ | best Prachin Garba Lyrics pdf, mp3, video collection

1 thought on “સાયબો રે ગોવાળીયો મારો | Saybo re govaliyo lyrics in gujarati”

  1. Pingback: Dholida Dhol dhimo vagad ma lyrics | ઢોલીડા ઢોલ ધીમો વગાડ મા - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *